જો તમને પણ કાકડા(ટોન્સિલ્સ)ની સમસ્યા છે તો અજમાવો આ ઘરેલુ નુસ્ખા,તરત જ મળી જશે રાહત….

ઋતુ બદલાતા જ ગાળામાં ખરાશ થવી સામાન્ય વાત છે. તેમાં ગાળામાં કાંટા જેવું ખુચવું, ખીચખીચ અને બોલવામાં તકલીફ જેવી સમસ્યા આવે છે. તેવું બેકટેરિયા અને વાયરસના લીધે થાય છે. ગળામાં ખરાશ ગળાનું ઈફેકશન છે. જેમાં ગાળામાં કર્કશ અવાજ, હળવી ખાંસી, તાવ, માથાનો દુઃખાવો, થાક અને ગાળામાં દુઃખાવો ખાંસી લઈને ગળવામાં પણ તકલીફ થાય છે. આપણા ગળામાં બન્ને તરફ ટોન્સિલ્સ હોય છે. જે જીવાણુઓને, બેક્ટેરિયા અને વાયરસને આપણા ગળામાં જતા રોકે છે, પણ ઘણી વાર જયારે આ ટોન્સિલ્સ પોતે જ સંક્રમિત થઇ જાય છે. તો તેને ટોન્સિલાઈટીસ (કાકડા) કહે છે.કાકડા એ તાળવાથી ગળામાં લટકતાં પેશીઓનાં બે જુથ (ગાંગડા) છે. આ બંને ગાંગડાની નીચેની બાજુની ધાર જીભની બાજુમાં ગળાનાં પાછલા ભાગમાં આવેલ છે. તે નાકની પાછળનાં ભાગમાં આવેલ છે. કાકડાનું કદ જુદુ જુદુ હોય છે અને તેમાં ચેપ સામેની પ્રતિક્રિયાનાં ભાગ રૂપે સોજો આવે છે

ગળાની અંદર બેક્ટેરિયલ ઈંફેક્શન થવાથી કાકડા થઈ જાય છે. ઋતુ બદલતા તેના પર વધુ અસર જોવા મળે છે. ઠંડીની ઋતુમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ટૉન્સિલ્સનો દુખાવો અનેકવાર એટલો વધી જાય છે કે ખાવા પીવાના સમયે પણ ખૂબ સમસ્યા થાય છે. તેમા ગળાની ખરાશ કાયમ રહે છે. જો તેનો ઈલાજ સમય પર ન કરાવ્યો તો આ જીવલેણ સાબિત થઈ શકે છે. આજે અમે તમને ટૉન્સિલ્સની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છીએ.

કાકડા થવાના લક્ષણોગળામાં દુખાવો અને બળતરાખોરાક ગળવામાં કે પાણી પીવામા મુશ્કેલીતાવ આવી જવોઅમુક વખતે કાનમાં પણ દુખાવો થાય છે.જો કે વારંવાર કાકડાથી રાહત મેળવવા મોટા ભાગના લોકો એન્ટીબાયોટીક્સ દવાઓ લેતા હોય છે, આમ, જો તકલીફ વધારે હોય તો ડોક્ટર ઓપરેશન દ્વારા કાકડા કઢાવી નાખવાની સલાહ પણ આપે છે. જો કે આ સમસ્યાના હલ સ્વરૂપે હોમીયોપેથીક દવાઓ કોઇ પણ પ્રકારની આડઅસર વીના કાકડાની તકલીફમાંથી કાયમી રાહત આપી શકે છે. આ દવાઓ શરીર ની રોગપ્રતીકારક શક્તિ વધારી નાના મોટા ચેપ સામે કાકડાને રક્ષણ આપી તેને સુજી જતા અટકાવે છે. ડોક્ટરની સલાહ મુજબ ચોક્કસ સમય સુધી દવા લેવાથી કાકડાની તકલીફને કાયમી ધોરણે દૂર કરી શકાય છે.

કાકડાની સારવારજો આહાર વિહાર અને ઔષધ કફશામક હોય તે કાકડામાં લાભ કરે છે. તીખો, તૂરો અને કડવો રસ કફશામક છે. એજ રીતે ઠંડાને બદલે ઉષ્ણ ઉપચાર પણ કફનું શમન કરે છે. સારવારમાં સૌથી પહેલા તો પરેજીનું પાલન અનિવાર્ય છે. કાકડામાં સોજો કે પાક થવાના જે કોઈ પણ કારણ છે તેને છોડવાથી ચોક્કસ લાભ થશે. દહીં, ગોળ, કેળા, દૂધ, ઘી, માખણ, શીખંડ, આઈસક્રીમ, શેરડી, ટામેટા, તમામ ફળ અને મીઠાઈ કાકડાના દરદી માટે અપથ્ય છે. આ સિવાય કાકડા વધવાના આગળ જે કોઈપણ કારણ દર્શાવ્યા વગર છોડી દેવા.

હળદરટોન્સિલ (કાકડા)માટે તમારે કોઈ પણ પ્રકારના ઓપરેશનની જરૂર નહીં રહે. તમારા માટે હળદરનું સેવન જ આ બીમારી માટે ખૂબ જ ફાયદાકારક થઇ શકે છે. જો તમને ટૉન્સિલ લાંબા સમયથી છે તો તમારે હળદર નો સીધે સીધો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે તમારે એક ચમચી હળદર ભરીને મોઢામાં સીધી જ નાખી દેવાની છે.લસણ – પાણીમાં લસણની કેટલીક કળીઓ સારી રીતે ઉકાળી લો. પાણી ઠંડુ થતા પછી તેને ગાળીને ગરારા કરો. રોજ કોગળા કરવાથી તમને ખૂબ આરામ મળશે.

લીંબૂ અને આદુ – ટૉન્સિલ્સની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે લીંબૂ અને આદુનો ઉપયોગ કરો. લીંબૂનો રસ અને વાટેલુ આદુને પાણીમાં ઉકાળી કોગળા કરો. દર અડધા કલાલ પછી આવુ કરો. તેનાથી જલ્દી આરામ મળશે.
સંચળ – સંચળનો ઉપયોગ કરીને પણ ટૉન્સિલ્સથી છુટકારો મેળવી શકાય છે. ગરમ પાણીમાં સંચળ નાખીને કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવો જલ્દી દૂર થાય છે. લીંબૂ અને મધ – ગરમ પાણીમાં થોડો લીંબૂનો રસ અને મધ નાખીને પીવો. તેનાથી ગળાનો દુ:ખાવો જલ્દી ઠીક થશે.

બેકિંગ સોડા – ટૉન્સિલ્સથી પરેશાન છો તો પાણીમાં બેકિંગ સોડા નાખીને કોગળા કરો. તેનાથી ગળાનુ ઈંફેક્શન દૂર થશે. દૂધ અને હળદર – એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી વાટેલી હળદર મિક્સ કરો. તેનાથી કાકડામાં જલ્દી આરામ મળશે.ઔષધીઓ(૧) સિતોપલાદિ ચૂર્ણ ૧ ગ્રામ, હળદર ચૂર્ણ ૧ ગ્રામ, બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ ૧/૪ ગ્રામ, નારદીય લક્ષ્મી વિલાસ રસ ૧ ગોળી આ બધું મેળવી મધમાં કાલવીને ચટાડવું.(૨) યષ્ટિ મધુ વટી, ખદિરાટિ વટી અથવા વ્યોષાદિ વટી દિવસ દરમિયાન ચારથી છ ટીકડી ચૂસવા માટે આપવી.

(૩) હરિદ્રા ખંડ દિવસમાં ત્રણવાર અડધીથી એક ચમચી જેટલું ફાકી જવું. હરિદ્રાખંડ હવે સિરપ રૂપે પણ મળે છે.(૪) કાંચનાર ગૂગળ બેબે ગોળી સવારસાંજ ભૂકો કરીને પાણી સાથે લેવી. કાકડામાં પાક થયો હોય તો ત્રિફલા ગૂગળ અથવા તો કિશોર ગૂગળ બેબે ગોળી ભૂકા કરીને લઈ શકાય.(૫) કાકડા પર સોજો આવ્યો હોય ત્યારે ગળા પર બહારના ભાગમાં રસવંતી લેપ અથવા દશાંગલેપ અલગ અલગ અથવા તો મિક્સ કરીને હૂંફાળો હોય ત્યારે લગાવવો.