જ્યારે રાષ્ટ્રપતિ નીલમ સંજીવ એ રેખાને પૂછ્યું હતું કે તમે માંગ માં સિંદૂર કેમ લગાવો છો,જાણો રેખા નો જવાબ…

જ્યારે રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી એ રેખાને પૂછ્યું કે તમે સેંથામાં સિંધુર કેમ ભરો છો.. તો એક્ટ્રેસ એ આપ્યો આવો જવાબ..રેખાની માંગમાં સિંદૂર જોઇને ૠષિ અને નીતુના લગ્નમાં હાજર દરેક આશ્ચર્યચકિત થઈ ગયા. એટલું જ નહીં, બધા કેમેરાનું ધ્યાન ૠષિ કપૂર અને નીતુથી હટીને રેખા તરફ ગયું.બોલિવૂડની સદાબહાર અભિનેત્રી રેખા ગઈકાલે (10 ઓક્ટોબર) 66 વર્ષની થઈ ગઇ છે. સેંકડો સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી રેખાએ લાંબા સમયથી બોલિવૂડ પર રાજ કર્યું છે. ફિલ્મોમાં તેની અદાઓ ઉપરાંત તે પોતાની પર્સનલ લાઇફને કારણે પણ હેડલાઇન્સમાં રહી છે. માંગમાં સિંધુર, અમિતાભ બચ્ચન સાથેના અફેર, પતિ મુકેશ અગ્રવાલની આત્મહત્યાને કારણે રેખા ખૂબ ચર્ચામાં આવી ગઈ.

યાસીર ઉસ્માન, તેમની પુસ્તક ‘રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી’, જેમાં રેખાના જીવન પર લખાયેલ છે, એક વાર કહ્યું હતું કે, દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ પણ રેખાને તેમની માંગમાં સિંદૂર વિશે પૂછ્યું હતું. યાસીર ઉસ્માને તેમના પુસ્તકમાં લખ્યું હતું કે, રેખાને 1982 માં ફિલ્મ ‘ઉમરાવ જાન’ માં અભિનય કરવા બદલ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (શ્રેષ્ઠ અભિનેત્રી) એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવના કાર્યક્રમમાં દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી પણ હાજર હતા. કાર્યક્રમમાં તેણે રેખાને પૂછ્યું હતું કે તમે માંગમાં સિંદૂર કેમ ભરો છો? અભિનેત્રી રેખા તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીના પ્રશ્નના જવાબમાં કહેતી હતી કે હું જે શહેરમાંથી આવું છું ત્યાં સિંદૂર લગાવવાનું ફેશનેબલ છે.

હકીકતમાં, રેખાની માંગમાં સિંદૂરનો મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણીએ 1980 માં સિંદૂર અને મંગલસૂત્ર પહેરીને અભિનેતા ૠષિ કપૂર અને નીતુ સિંહના લગ્ન સુધી પહોંચ્યા. યાસીર ઉસ્માને પોતાની પુસ્તકની આ ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, રેખાની સિંદૂર જોઈને ૠષિ અને નીતુના લગ્નમાં હાજર દરેકને આશ્ચર્ય થયું. એટલું જ નહીં, બધા કેમેરાનું ધ્યાન ૠષિ કપૂર અને નીતુ તરફથી ખસીને રેખા તરફ ગયું.

તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન અને રેખાના અફેરના સમાચાર પણ આ દિવસોમાં ખૂબ જોરદાર હતા. આ લગ્નમાં અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન સાથે પણ હાજર હતા. આર.કે. સ્ટુડિયોમાં યોજાયેલા લગ્ન સમારોહમાં, રેખા સતત અમિતાભની નજરમાં હતી, જે તે સમયે ફિલ્મના નિર્દેશક મનમોહન દેસાઇ સાથે વાતચીત કરી રહ્યા છે.પતિએ આત્મહત્યા કર્યા બાદ વેમ્પ કહેવામાં આવી હતી: પતિ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કર્યા બાદ રેખાને વેમ્પ પણ કહેવામાં આવી હતી. મુકેશ એ રેખાના દુપટ્ટાથી ફાંસી લીધી હતી મુકેશની આત્મહત્યા બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ રેખાની ફિલ્મ ‘શેષનાગ’ના પોસ્ટરને પણ સળગાવી દીધા હતા.

આજના સમયમાં રેખા અભિનયથી દુર થઇ ગઈ છે, પરંતુ તે મોટાભાગના એવોર્ડ ફંક્શન અને ઇવેંટસમાં જોવા મળે છે. રેખા તેમની વજનદાર એવી સાડીઓ, દાગીના અને લૂકને કારણે હંમેશા હેડલાઇન્સમાં જળવાઈ રહે છે. રેખાના ફેશન સ્ટેટમેન્ટને તમામ છોકરીઓ અનુસરે છે. સુંદરતાની વાત કરીએ તો, રેખા બોલીવુડની નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે.

અભિનેત્રી રેખા તમિલ સ્ટાર જેમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પવલ્લી ની પુત્રી છે. ખાસ વાત તો એ છે કે અભિનેત્રી જ્યારે તેની માના પેટમાં હતી ત્યારે તેની માતાના તેના પિતા સાથે લગ્ન થયા હતા. અભિનેત્રીનું બાળપણ ખૂબ જ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થયો છે. તેના પિતાએ રેખાને ત્યારે પણ પોતાનું નામ નહોતું આપ્યું. શરૂઆતના દિવસોની અંદર રેખા એક સામાન્ય માણસ તરીકે રહેતી જેના કારણે તેને કોઈ ફિલ્મો પણ મળતી ન હતી. આ ઉપરાંત તેમનો રંગ સાફ ના હોવાના કારણે તેમના પિતા જેમિની ગણેશન એ પણ ક્યારેય રેખા ને પોતાનું નામ નહોતું આપ્યું પરંતુ આટલું બધું હોવા છતાં પણ રેખા એ પોતાના જીવનમાં હાર ના માની અને આ નિરંતર પ્રયાસ કરતી રહી.

ત્યારબાદ વર્ષ 1976 ની અંદર રેખા એ પોતાની જાતને પૂરી રીતે બદલી નાખી. ત્યારબાદ તેણે બોલિવૂડની ફિલ્મ “ દો અંજાને” ની અંદર દમદાર એન્ટ્રી કરી. આજે તે જે મુકામ પર છે તે મુકામ બહુ ઓછા લોકો હાંસલ કરી શકે છે. આ મુકામ સુધી પહોંચવા માટે રેખાએ પોતાના જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો પણ કર્યા છે. ત્યારે તે આ પ્રકારની સફળતાની સીડી પર પહોંચી શકી છે.

દરેક લોકો જાણે છે કે ખૂબ લાંબા સમયથી બોલીવુડની આ અભિનેત્રી ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. તેથી કરીને દરેક લોકોના મનમાં સવાલો ઉત્પન્ન થતો હોય છે કે અભિનેત્રી ફિલ્મોમાં કામ નથી કરી રહી તો તે પોતાના ખર્ચો કેવી રીતે ચલાવતા હશે? તમે ને જણાવી દે કે રેખાની બહુ જલદી બે ફિલ્મો આવવાની છે. આ ફિલ્મો ઉપરાંત રેખા પોતાના મુંબઈમાં તથા દક્ષિણ ભારતમાં રહેલા બે મકાનોના રેન્ટ થી પણ પોતાનું ગુજરાન ચલાવી લે છે.

જો તમને પોલિટિક્સમાં રસ હશે તો તમે જાણતા હશો કે અભિનેત્રી રેખા રાજ્યસભા ની સદસ્ય પણ છે. જેથી કરીને તેને સેલેરી પણ મળી રહે છે. આ ઉપરાંત જૂની ફિલ્મોમાં એક્ટિંગ કરીને પણ તેણે ઘણા બધા પૈસા ભેગા કર્યા છે જેમાંથી તે પોતાનો ખર્ચ આસાનીથી ઉપાડી લે છે. આ ઉપરાંત જરૂરિયાત પ્રમાણે તેને કોઈ એવોર્ડ શોમાં પણ બોલાવવામાં આવે છે જેના પૈસા પણ તેને આપવામાં આવે છે. ઘણી વખત કોઈ પૈસા વાળા લોકો રેખા ને પોતાના ઘરે ફેમિલી ફંક્શન માં પણ બોલાવે છે. જેના પૈસા પણ તેને ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત બિહાર સરકારે રેખાને બિહારની બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવી છે.

રેખાની ઉંમર 66 વર્ષ છે, પરંતુ આજે પણ તે સુંદર અને યુવાન લાગે છે. જેમ જેમ રેખાની ઉંમર વધતી જાય છે, તેમ તેમ તેનો ચહેરો વધુ ચમકી રહ્યો છે. યંગસ્ટર્સ પણ રેખાની સુંદરતાના દિવાના છે. રેખા કહે છે કે તે સુંદર અને યુવાન રહેવા માટે દિવસમાં 10-12 ગ્લાસ પાણી પીવે છે. જેના દ્વારા તેમના શરીરની અંદરનું ઝેર સાફ થઈ જાય છે, અને તેમના ચહેરા ઉપર ચમક આવે છે. આ સિવાય, રેખા પોતાની સુંદરતા જાળવવા માટે તળેલી, શેકેલી વસ્તુઓ ખાવાનું પણ ટાળે છે..