નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કાળા રંગના કાજલ ના અમુક ઉપાય વિશે કાળો રંગ હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે, એમ કહેતા કે કાળો રંગ નકારાત્મક ઉર્જાને વધારે છે.અને તેથી ઘરના વડીલો કોઈપણ શુભ કાર્ય માટે ઘેરા રંગના કપડાં પહેરવાનો ના પાડે છે પરંતુ જ્યારે ખરાબ નજરની વાત આવે છે અને ત્યારે તેનાથી બચવા માટે બ્લેક કલરનો ઉપયોગ કરવામાં આવે છે.
મિત્રો જો ઘરમાં કોઈ નાનું બાળક હોય તો તેને દુષ્ટ આંખોથી બચાવવા માટે કાળા દોરામાં તાવીજ થી પહેરવામાં આવે છે. કાળા રંગનું કાજલ લગાવામાં આવે છે.આંખો પર લાગેલ થોડું પણ કાજળ કે સુરમો ચહેરાનો દેખાવ જ બદલી દે છે. તેને આંજણ કહે છે પરંતુ સામાન્ય ભાષામાં કાજળ નામ આપવામાં આવ્યું છે. પહેલાના સમયમાં લોકો ઘરમાં જ કાજળ કે સુરમો બનાવતા હતા.
અને આમ તો સમય બદલાઈ ગયો છે અને બજારમાં ડબ્બા બંધ કાજળ મળવા લાગ્યું અને ફેશનના નામ ઉપર પેન્સિલ કાજળ આવવા લાગ્યું જે લગાવવાથી કોઈ પ્રકારની તકલીફ ન થાય.આમ તો એ વાત તો બધા લોકો જાણતા હશે કે કાજળ માત્ર આંખોની સુંદરતા નથી વધારતી પરંતુ તેનો ઉપયોગ લોકો નજરથી બચાવવા માટે પણ કરતા હતા. એક જ કાજળના બીજા પણ ઉપાય છે જેને કરીને તમે ઘણા પ્રકારની સફળતા મેળવી શકો છો.
મિત્રો તમને જણાવી દઇએ કે કાજલ નો ઉપયોગ પરિવારમાં કલેશને દુર કરવા અને સુખ શાંતિ જાળવી રાખવા માટે પણ થાય છે. જો ઘરમાં હંમેશા કલેશ રહેતો હોય અને પરિવારના લોકો હંમેશા લડતા રહેતા હોય તો કાજળનો આ ઉપાય અજમાવો. શનિવારની સવારે કાળા કપડામાં ચોટલી વાળું નાળીયેર લપેટો અને તેની ઉપર કાજળના ૨૧ ટપકા લગાડી દો અને ઘરની બહાર લટકાવી દો. તે હંમેશા તમને નજરોથી બચાવશે અને પરિવારમાં સુખ શાંતિ જાળવી રાખશે.
મિત્રો આ કાજળનો એક અનોખો ઉપાય છે અને તેના ઉપયોગમાં સાવચેતી રાખવી જોઈએ. રવિવારના દિવસે પુષ્ય નક્ષત્રમાં ગુલર ના ફૂલ અને કપાસનું રૂ ભેળવીને વાટ બનાવો અને વાટને માખણમાં પ્રગટાવો. હવે સળગતી બત્તીની જ્વાળા માંથી કાજળ કાઢો.અને હવે આ કાજળ તમે આંખમાં રાત આખી લગાવો. આમ કરવાથી કોઈ પણ તમારા વશમાં થઇ શકે છે. આવું કાજળ દરેક વ્યક્તિને ન આપવું જોઈએ.
મિત્રો જ્યારે ઘરમા કોઈ વ્યક્તિ ઉપર કોઇની ખરાબ નજર પડે છે ત્યારે ખરાબ નજરથી બચાવવા માટે કાજળનો ઉપયોગ કરવાની પ્રથા ઘણી જ જૂની રહેલી છે.અને આમ તો ક્યારે પણ કાજળ બાળકની આંખમાં ન લગાવવું જોઈએ. ઘણી વખત વધુ પ્રમાણમાં કાજળનો ઉપયોગ આંખોને ખરાબ કરી દે છે. જો તમે બાળકને ખરાબ નજરથી બચાવવા માટે કાજળ કે સુરમો લગાવવા માંગો છો તો તેને પગ, ગરદન, માથું એમાંથી ક્યાય પણ લગાવી શકો છો. કાનની પાછળ પણ કાજળ લગાવવું સારું માનવામાં આવે છે.
મિત્રો શનીદોષ દુર કરવા ઘણા જ જરૂરી હોય છે. કેમ કે તે ઘણા પ્રકારે વ્યક્તિને દુ:ખ આપે છે. સૌથી પહેલા કાળો સુરમો કે કાજળ એક શીશા માં લઇને પોતાની ઉપર શનિવારના દિવસે નવ વખત માથાથી પગ સુધી કોઈ પાસે ઉતરાવી લો અને સુમસામ જમીનમાં જઈને દાટી દો. તેને દાટ્યા પછી આગળ વધી જાવ અને પાછા ફરીને ન જુવો. ત્યાં સુધી કે જે સાધનથી ખાડો ખોદ્યો છે તે પણ ત્યાં છોડી દો. એમ કરવાથી શનીદોષ દુર થાય છે.
ઘણી વખત કુંડલીમાં મંગળની દશા સારી ન હોવાને કારણે જ વસ્તુ ખરાબ થવા લાગે છે. જો તમારી કુંડળીમાં મંગળ ખરાબ પરિણામ આપવા વાળો દેખાઈ રહ્યો છે, કે કુંડલી માંગલિક હોય તો આંખોમાં સફેદ સુરમો લગાવો. તેનાથી મંગળ શુભ અસર આપવાનું શરુ કરી દેશે.તે સિવાય જો કામ કરી રહ્યા છો અને નોકરી જવામાં જોખમ લાગી રહ્યું હોય તો આ ઉપાય અપનાવી શકો છો. પાંચ ગ્રામ ડલી સોપારી નું કાજળ લો અને કોઈ સુમસામ જગ્યા ઉપર દાટી દો. એ વાતનું ધ્યાન રાખશો કે કાજળ પાંચ ગ્રામથી વધુ ન હોય. જે સાધનથી ખોદો તે પણ ત્યા છોડીને પાછળ જોયા વગર પાછા આવી જાવ.