કામધેનુ શંખ ઘરમાં રાખવાથી થશે ફાયદા, રાતો રાત થઇ જશો કરોડપતિ, બસ ખાલી કરો આ ઉપાય…..

હિંદુ ધર્મમાં માં શંખને વધારે મહત્વ આપવામાં આવે છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ શંખને રાખવાના વિવિધ ફાયદાઓ છે. શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં ધારણ કરે છે. સનાતન ધર્મની જો વાત કરવામાં આવે તો ફક્ત સ્પિરિચ્યુઅલી (આધ્યાત્મિક) જ નહિ પણ બીજી અન્ય રીતે પણ ફાયદાકારક છે. પૂજા અને હવનમાં શંખ વગાડવાનું ચલન પ્રાચીનકાળથી ચાલ્યું આવે છે. આના ઉપયોગથી ઘણા પ્રકારના લાભો થાય છે.

Advertisement

પૂજા-પાઠમાં શંખ વગાડવાનું ચલણ યુગો-યુગોથી ચાલી આવી રહ્યુ છે. દેશના ઘણા ભાગોમાં લોકો શંખને પૂજાઘરમાં મૂકે છે, અને એને નિયમિત રૂપથી વગાડે છે. એવામાં આ ઉત્સુકતા એકદમ સ્વાભાવિક છે કે શંખ ફક્ત પૂજા-અર્ચનામાં જ ઉપયોગી છે, અથવા એનો સીધી રીતે થોડા લાભ પણ છે.

સમુદ્ર મંથનના સમયે દેવ-દાનવના સંઘર્સ દરમિયાન સમુદ્રથી 14 અનમોલ રત્નોની પ્રાપ્તિ થઇ, જેમા આઠમાં રત્ન તરીકે શંખોનો જન્મ થયો. પ્રાકૃતિક રીતે શંખ અનેક પ્રકારના હોય છે. દેવ શંખ, ચંક્ર શંખ, રાક્ષ શંખ, શનિ શંખ, રાહુ શંખ, પંચમુખી શંખ, વાલમપુરી શંખ, બુદ્ધ શંખ, કેતુ શંખ, શેષનાગ શંખ, કચ્છપ શંખ, શેર શંખ, કુબાર ગદા શંખ, સુદર્શન શંખ સહિતના શંખ હોય છે.

તેના 3 પ્રકાર છે.વામાવર્તી, દક્ષિણાવર્તી તથા ગણેશ શંખ કે મધ્યવર્તી શંખ, તેના અંતર્ગત, ગણેશ શંખ, પાગ્ચજન્ય, દેવદત્ત, મહાલક્ષ્મી શંખ, પૌણ્ડ્ર, કૌરી શંખ, હીરા શંખ, મોતી શંખ, અનંત વિજય શંખ, મણિ પુષ્પક અને સુઘોષમણિ શંખ, વીણા શંખ, અન્નપુર્ણા શંખ, એરાવત શંખ, ગરુડ શંખ અને કામધેનુ શંખ…કામધેનુ શંખ.આ શંખ આમ તો ખૂબ દુર્લભ છે. આ શંખ પણ મુખ્ય રીતે બે પ્રકારના છે. એક ગૌમુખી શંખ અને બીજુ કામધેનુ શંખ.આ શંખ કામધેનુ ગાયના મુખ જેવી રૂપાકૃતિ હોવાથી તેને ગોમુખી કામધેનુ શંખના નામથી ઓળખવામાં આવે છે.

જાણો તેનાથી થતા ફાયદાઓ.એવું કહેવામાં આવે છે કે કામધેનુ શંખની પૂજા કરવાથી તર્કશક્તિ મજબૂત થાય છે. આ શંખ ઘરમાં રહેવાથી મનમાં આનંદ થાય છે.મહર્ષિ પુલસ્ત્ય અને ઋષિ વસિષ્ઠે લક્ષ્મીની પ્રાપ્તિ માટે આ શંખનો ઉપયોગ કર્યો હતો.પૌરાણિક શાસ્ત્રોમાં તેના ઉપયોગથી પૈસા અને સમૃદ્ધિ કાયમી ધોરણે વધારી શકાય છે.આ શંખ ઘરમાં રહેવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પણ પુરી થાય છે. કળિયુગમાં માનવની મનોકામના પૂર્તિ એકમાત્ર સાધન છે.આ શંખને કલ્પના પૂરી કરનારા પણ કહેવામાં આવ્યો છે.કામધેનુ શંખ મંત્ર આ પ્રકારે છે. ऊँ नमः गोमुखी कामधेनु शंखाय मम् सर्व कार्य सिद्धि कुरु-कुरु नमः।

શંખનાદથી થતા થોડા ફાયદા વિષે પણ જાણીલો.શંખનાદથી આંખનું તેજ વધે છે, આપણા પેટના સ્નાયુઓને કસરત મળે છે, તેમજ વ્યક્તિને સાઇનશ જેવી બીમારીઓ થતી નથી.શંખનાદથી આંખોના મોતિયા દૂર થાય છે, હૃદય અને મગજને માનસિક શાંતિ મળે છે. શ્વાસની તકલીફો દૂર થાય છે. તેમજ આપણી પાચન શક્તિ વધે છે.શંખનાદથી મગજમાં વાઈબ્રેશન મળે છે, અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તથા રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને થાઇરોઇડની બીમારી માંથી છુટકારો મળે છે.શંખનાદથી ચહેરા પર તેજ વધે છે, અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે,શંખનાદથી શરીર સ્ફૂર્તિલું રહે છે અને તાજગીનો અનુભવ થાય છે. તથા હૃદયના દર્દીઓની તંદુરસ્તીમાં વધારો થાય છે.

શંખ વગાડવા પર 1961 માં એક સંશોધન થયું હતું. એ સંશોધન બર્લિન યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ કર્યુ હતું. અને એમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક વાર શંખનાદ કરવાથી 1500 સ્કવેર ફૂટ વિસ્તારમાં ટાઇફોઇડ, પ્લેગ કોલેરાના વાયરસ નાશ પામે છે.

એવી માન્યતા છે કે જે ઘરમાં શંખ હોય છે, ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. ધાર્મિક ગ્રંથોમાં શંખને લક્ષ્મીના ભાઈ જણાવવામાં આવ્યા છે. કારણ કે લક્ષ્મીની જેમ શંખ પણ સાગર માંથી ઉત્પન્ન થયું છે. શંખની ગણતરી સમુદ્ર મંથન માંથી નીકળેલા ચૌદ રત્નોમાં થાય છે.શંખને એટલા માટે શુભ માનવામાં આવ્યું છે, કારણ કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને જ પોતાના હાથોમાં એને ધારણ કરે છે.

પૂજા-પાઠમાં શંખ વગાડવાથી વાતાવરણ પવિત્ર થાય છે. જ્યાં સુધી એનો અવાજ આવે છે, એને સાંભળીને લોકોના મનમાં સકારાત્મક વિચાર ઉત્પન્ન થાય છે. સારા વિચારોનું ફળ પણ સ્વભાવિક રૂપમાં સારું જ હોય છે.શંખના જળથી શિવ, લક્ષ્મી વગેરેનો અભિષેક કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે અને એમની કૃપા પ્રાપ્ત થાય છે.

ભ્રમવૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શંખમાં પાણી રાખવા અને એને છાંટવાથી વાતાવરણ શુદ્ધ થાય છે.શંખનો અવાજ લોકોને પૂજા અર્ચના કરવા માટે પ્રેરિત કરે છે. એવી માન્યતા છે કે શંખની પૂજાથી કામનાઓ પુરી થાય છે. એનાથી દુષ્ટ આત્માઓ પાસે નથી ભટકતી.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે શંખના અવાજથી વાતવરણમાં રહેલા ઘણા પ્રકારના જીવાણુઓ અને વાયરસનો નાશ થાય છે.ઘણા ટેસ્ટ દ્વારા આ રીતના પરિણામ મળ્યા છે.આયુર્વેદ અનુસાર શંખોદકની ભસ્મના ઉપયોગથી પેટની બીમારીઓ, પથરી, કમળો વગેરે ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાય છે.જો કે એનો ઉપયોગ એક્સપર્ટ વૈદ્યની સલાહથી જ કરવો જોઈએ.

શંખ વગાડવાથી ફેફસાનો વ્યાયામ થાય છે. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે જો શ્વાસના રોગી નિયમિત રૂપથી શંખ વગાડે,તો તે બીમારીથી મુક્ત થઇ શકે છે.શંખમાં રહેલા પાણીનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. તે દાંત માટે પણ લાભદાયક છે. શંખમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને ગંધકના ગુણ હોવાને કારણે તે ફાયદાકારક છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ શંખમાં એવા ઘણા ગુણ હોય છે, જેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. શંખના અવાજથી ‘સુતેલી જમીન’ જાગ્રત થઈને શુભ ફળ આપે છે.

Advertisement