કરોડપતિ બનવું છે તો નવરાત્રી ના 9 દિવસ દરમિયાન કરી લો આ કામ, અને જોવો ચમત્કાર,એક વાર જરૂર અજમાવો…

માતાની આરાધનાનું પાવન પર્વ એટલે નવરાત્રિ, નવરાત્રિમાં દુર્ગાનું પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિનો તહેવાર માં દુર્ગાની આરાધના કરવાનો અવસર છે.વર્ષ દરમિયાન આવતી નવરાત્રિઓ માંથી આ નવ દિવસોને અત્યંત ખાસ માનવામાં આવે છે. કારણ કે જપ-તપના આ સમયમાં માતાની આરાધના જે શ્રદ્ધાથી કરે છે તેની મનની ઈચ્છા અચૂક પૂર્ણ થાય છે. માતા સમક્ષ નતમસ્તક થનાર વ્યક્તિનું આવનાર વર્ષ સફળતા અને સમૃદ્ધિ પૂર્ણ નીવડે છે.

ટૂંક સમયમાં જ અનેરો અવસર નવરાત્રી આવવા જઈ રહ્યો છે. નવરાત્રી ધનને લગતા વિશેષ ઉપાયો માટે પણ શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવામાં નવરાત્રીના દિવસોમાં આ 9 ઉપાયો દ્વારા માતાને પ્રસન્ન કરી શકાય છે, જેથી માતાના આશીર્વાદથી જીવનમાં ખુબ તરક્કી મળે છે. આવો તો જાણીએ આ ઉપાયો વિશે.

નવરાત્રીના દિવસોમાં નવ દિવસ હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરવામાં આવે છે.નવરાત્રીના નવ દિવસોમાં અખંડ દીવો રાખવો શક્ય ન હોય તો તમે સવાર-સાંજ ઘી કે તેલનો દીવો માતાજીની સામે ચોક્કસ પ્રગટાવો અને દીવામાં 4 લવિંગ પણ રાખી દો.પાંચ પ્રકારના સૂકામેવા લાલ ઓઢણીમાં રાખીને માતાજીને અર્પણ કરો.

દેવી મંદિરમાં લાલ રંગની ધ્વજા(પતાકા, પરચમ,ઝંડા) કોઈપણ દિવસે ચઢાવી શકાય છે.દેવી માં ને તાજા પાનના પત્તા પર સોપારી અને સિક્કો રાખીને અર્પણ કરો.માં દુર્ગાને 7 એલચી અને મિશ્રીનો ભોગ પણ ચઢાવો.માખણીયાની સાથે સિક્કા રાખીને માતાજીને અર્પણ કરો અને ગરીબોમાં વિતરણ કરી દો.નાની કન્યાઓને નાના-નાના પર્સમાં દક્ષિણા રાખીને લાલ રંગના કોઈપણ ગિફ્ટની સાથે ભેટ સ્વરૂપે આપો.

નવરાત્રીના દરમિયાન તમારા ઘરમાં સોનુ કે ચાંદીની કોઈપણ શુભ સામગ્રી(સ્વસ્તિક, ॐ, શ્રી, હાથી, કળશ, દીવો, ગરુડ ઘંટી, પાત્ર, કમળ, શ્રીયંત્ર, મુકુટ, ત્રિશુલ)ખરીદો અને દેવી દુર્ગાના ચરણોમાં રાખો અને તેની પૂજા કરો. પછી નવરાત્રીના છેલ્લા દિવસે તે સામગ્રીને ગુલાબી રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. જેનાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

ગોમતી ચક્ર : નવરાત્રિના પર્વ દરમિયાન ગોમતી ચક્રને ધારણ કરવાથી શરીર રોગમાંથી મુક્તિ મળે છે. જો ગોમતી ચક્ર ધારણ ન કરવું હોય તો તેની પૂજા કરી અને પર્સમાં સાથે રાખી શકાય છે. દરેક કામમાં સફળતા પ્રાપ્ત થશે.ઈન્દ્રજાલ : આ એક છોડ છે જે દરિયામાંથી પ્રાપ્ત થાય છે. તેમાં ચમત્કારી ગુણ હોય છે. આ છોડને ઘરમાં રાખવાથી લક્ષ્‍મીજીનું આગમન તો થાય છે. જો કે આ છોડ ઘરમાં હશે ત્યાં સુધી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ નહીં કરે.

નાળિયેર : માતાની પૂજા કર્યા પછી એક લાલ વસ્ત્ર લઈ તેના પર નાળિયેર રાખવું અને તેને લક્ષ્‍મી સ્વરૂપ સમજી વિધિ-વિધાનથી તેની પૂજા કરવી. આ પૂજાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.શંખ : નવરાત્રિમાં દક્ષિણાવર્તી શંખનો પ્રયોગ દરિદ્રતાનો નાશ કરે છે. શંખમાં શુદ્ધ પાણી ભરવું અને તેને ઘરના દરેક રૂમમાં છાંટવું. આ સમયે મનમાં પ્રભુ સ્મરણ કરવું. આ પ્રયોગથી દુર્ભાગ્ય, ક્લેશ અને ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થશે.

શાલીગ્રામ : શાલીગ્રામને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિમાં શાલીગ્રામ ઘરના મંદિરમાં પધરાવી તેની પૂજા કરવી અને પછી તેને તિજોરીમાં લાલ વસ્ત્ર પર સ્થાપિત કરવું. આ ઉપાયથી ધનવૃદ્ધિને આમંત્રણ આપે છે. જો મંદિરમાં અગાઉથી શાલીગ્રામ હોય તો તેની જ પૂજા કરી અને ઉપયોગમાં લઈ શકાય છે.આ કાર્યોમાંથી કોઇપણ એક કાર્ય નવરાત્રરીના દિવસોમાં કરવાથી તમારી આર્થિક તંગી દૂર થાય છે. માતાજીના આશીર્વાદથી તમારા જીવનના દરેક સંકટો દૂર થાય છે અને જીવનમાં સફળતા જ સફળતા મળે છે.