લક્ષ્મીજીએ ઈન્દ્રને ધન પ્રાપ્તિ માટે જણાવી હતી આ ગુપ્ત વાત, જો તમે પણ જાણી લીધી તો સમજો તમે પણ બની ગયા કરોડપતિ….

લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે પૂજન-પાઠ સાથે બીજી કેટલીક વાતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. અહીં અમે તમને લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે લક્ષ્મીજીએ સ્વયં દેવરાજ ઈન્દ્રને જણાવ્યા હતા. મહાભારતના શાંતિ પર્વમાં દેવરાજ ઈન્દ્ર અને લક્ષ્મીજીના આ સંવાદનો ઉલ્લેખ છે. આ સંવાદમાં એ પણ જણાવાયુ છે કે કેવા કામ કરનારા લોકોના ઘરમાં લક્ષ્મીજીનો ક્યારેય વાસ નથી થતો. જે ઘર આ વાતનું ધ્યાન નથી રાખતા ત્યાં દરિદ્રતા વ્યાપેલી રહે છે.

સૂવા-ઊઠવાનો નિયમ. લક્ષ્મીજીએ ઈન્દ્રને જણાવ્યું કે રાત્રે સૂતી વખતે દહીં અને ચણા જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ અને સવારે ઊઠીને ઘી જેવી પવિત્ર ચીજોના દર્શન કરવા જોઈએ.

લક્ષ્મીજીએ કેમ છોડ્યો દાનવોનો સાથ. મહાભારતમાં વર્ણવાયેલા પ્રસંગ મુજબ એક સમયે દેવી લક્ષ્મી અસુરોનો સાથ છોડી દેવરાજ ઈન્દ્રના ઘરે પહોંચી હતી. ત્યારે ઈન્દ્રએ લક્ષ્મીજીને પૂછ્યું હતું કે,તમે કયા કારણોસર દૈત્યોનો સાથ છોડી દીધો? ” આ પ્રશ્નના જવાબમાં લક્ષ્મીજીએ દેવતાઓના ઉત્થાન અને દાનવોના પતનના કારણ દર્શાવ્યા હતા.

આવા લોકોને હંમેશા લક્ષ્મીજી આપે છે સાથ.: લક્ષ્મીજીએ જણાવ્યું, જે લોકો વ્રત-ઉપવાસ કરે છે,સૂર્યોદય પહેલા પથારી છોડી દે છે, રાત્રે ઊંઘતી વેળાએ દહીં અને ચણાનું સેવન નથી કરતા, સવારે ઘી અને પવિત્ર વસ્તુઓના દર્શન કરે છે, દિવસ દરમિયાન સૂતા નથી, આ વાતોનું ધ્યાન રાખનારા લોકોને ત્યાં લક્ષ્મીજીનો સદાય વાસ થાય છે. પૂર્વકાળમાં દાનવ આ નિયમોનું પાલન કરતા હતા એ કારણે હું ત્યાં નિવાસ કરી રહી હતી. હવે બધા જ દાનવ અધર્મી બની ગયા છે, આ કારણે મેં તેમનો ત્યાગ કરી દીધો છે.

આવા પુરુષો પર લક્ષ્મીજી થાય છે પ્રસન્ન. મહાલક્ષ્મીએ ઈન્દ્રને જણાવ્યું કે જે પુરુષ દાનવીર, બુદ્ધિમાન, ભક્ત અને સત્યવાદી હોય છે તેમના ઘરમાં હંમેશા મારો વાસ હોય છે.જે લોકો આ કર્મ નથી કરતા હું તેમના ઘરે નથી જતી.

આવા લોકોનો સાથ છોડી દે છે લક્ષ્મી.: ઈન્દ્રના પૂછવા પર લક્ષ્મીજીએ એમ પણ જણઆવ્યું કે જે લોકો ધર્મનું આચરણ નથી કરતા, પિતૃઓને તર્પણ નથી કરતા, દાન-પુણ્ય નથી કરતા ત્યાં મારો નિવાસ નથી થતો. ભૂતકાળમાં દૈત્યો દાન, અધ્યયન અને યજ્ઞ કરતા હતા પરંતુ પછી તે પાપ કર્મોમાં લેપાઈ ગયા એટલે લક્ષ્મીજીએ એમનો સાથ છોડી દીધો.

ઘરમાં આટલુ ધ્યાન રાખવુ : મહાભારતમાં લક્ષ્મીજીએ એમ પણ જણાવ્યું કે જ્યાં મૂર્ખોનો આદર થાય છે ત્યાં પણ તેમનો વાસ નથી થતો. જે ઘરમાં સ્ત્રીઓનું આચરણ ખરાબ હોય, સ્ત્રી ઉચિત રીતે ઊઠવા-બેસવાના નિયમો નથી પાળતી, સાફસફાઈ નથી રાખતી ત્યાં લક્ષ્મીનો વાસ નથી થતો. જે ઘરમમાં ભોજન રાંધતી વખતે પવિત્રતા નથી જળવાતી, એઠા હાથે ઘીને સ્પર્શ કરાય છે ત્યાં લક્ષ્મી નથી વસતી.

આવી સ્ત્રી હોય ત્યાં લક્ષ્મીજી નથી આવતા : લક્ષ્મીજીએ ઈન્દ્રને જણાવ્યું કે જે ઘરમાં વહુ પોતાના સાસુ-સસરા પર નોકરની જેમ હુકમ ચલાવે છે, તેમને ત્રાસ આપે છે, તે ઘરનો લક્ષ્મીજી ત્યાગ કરી દે છે. જે ઘરમાં પત્ની પતિને ત્રાસ આપે છે, પતિનું કહ્યું નથી માનતી, પતિ ઉપરાંત અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો રાખે છે તે ઘરમાં પણ લક્ષ્મીનો વાસ નથી થતો.

આવા લોકો હંમેશા દરિદ્ર રહે છે : દરિદ્રતા અંગે જણાવતા લક્ષ્મીજીએ જણાવ્યું,જે લોકો પોતાના શુભચિંતકોને નુકસાન થાય તો હસે છે, ખુશ થાય છે, તેમના પ્રત્યે મનમાં દ્વેષભાવ રાખે છે, કોઈને મિત્ર બનાવી હેરાન કરે છે, તે લોકો પર મારી કૃપા નથી વરસતી. આવા લોકો હંમેશા દરિદ્ર જ રહે છે.

ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે. ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.

માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો.  દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો. તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે.  શુક્રવારના રોજ ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ઓમ નમ: મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી તમારી પ્રગતિ થશે.