મિત્રો જીવનમાં આજે સૌથી અગત્યની વસ્તુ પૈસા છે. પૈસા વગર વ્યક્તિ અધૂરો છે. દરેક લોકો પૈસા કમાવવા માટે રાત દિન મહેનત કરતા હોય છે. પરંતુ ઘણા લોકો ને ખૂબ મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. પરંતુ શાસ્ત્રોની અંદર અમુક એવા ઉપાયો જણાવેલ છે કે જેના દ્વારા તમે તમારી કિસ્મત ને ચમકાવી શકો છો.
અત્યારે આજના સમયમા દરેક માણસએ રૂપિયા કમાવવા માંગે છે અને જેથી તે પોતાની અને પોતાના પરિવારજનોની જરૂરિયાતોને પૂરી કરી શકે છે. આ સિવાય અમુક એવા લોકો એવા પણ હોય છે કે જે લોકો મહેનત કર્યા વગર જ પોતાના નાણા કમાઈ લે છે કેમ કે આમા તેમનુ નસીબ એ તેમની સાથે હોય છે પણ બધાની સાથે આવુ હોતુ નથી કારણ કે કેટલાક એવા લોકો પણ હોય છે કે જે સખત મહેનત કર્યા કરે છે પણ તેમને તેનુ ફળ મળતુ નથી.
માટે આજના સમયમા આપણે દરેક ઘરમા વાસ્તુશાસ્ત્રનો ખૂબ જ એવો મહત્વ રહ્યો છે અને વાસ્તુને જો ધ્યાનમા રાખીને જ લોકો ઘણા બધા કામ કાજો કરે છે માટે જો વાસ્તુશાસ્ત્રનો સાચો ઉપયોગ કરવામા આવે તો તમારું ભાગ્ય બદલાઈ જાય છે માટે આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવીશુ કે જેને તમારા ઘરમા રાખવાથી તમારા નાણા ખૂંટતા નથી.
માટે જો વાસ્તુશાસ્ત્ર મુજબ જો કબૂતર અને કાગડાના પીંછ ને ઘરમા રાખવુ એ શુભ મનાય છે અને ઘરમા શાંતિ સ્થાપિત કરવા માટે તમારે સફેદ અથવા લાલ કાપડમા કબૂતર અને કાગડાના પીંછ ને લપેટી તેને કાળા રંગની દોરીમા બાંધીને તિજોરીમા રાખવાથી તમારા પર માં લક્ષ્મીની કૃપા હમેશા માટે રહે છે.
પંચમુખી હનુમાનજીની પ્રતિમાને જો તમે ઘરના દક્ષિણ અને પશ્ચિમ દિશામા રાખીને દરરોજ તેની પૂજા કરવી જો આમ કરવાથી તમરા ઘરમા સુખ અને શાંતિ આવે છે અને તમારા ધનમા પણ ઘણી વૃદ્ધિ થાય છે.જો તમે હનુમાનજીનો આ ફોટો એ ઉત્તર દિશામાં રાખો છો અથવા તો હનુમાનજીની મૂર્તિ એ રાખવામાં આવે તો તમારા ઘરના સભ્યોની તબિયત એ સારી રહે છે. અને તમારા ઘરના પ્રવેશદ્વાર પર આ પંચમુખી હનુમાનજીનો ફોટો એ લગાવવાથી તમારા ઘરના તમામ સભ્યોની પ્રગતિ થાય છે.આમ તો વાસ્તુ અનુસાર તમારે ઘરના બેડરૂમમાં ક્યારેય પણ હનુમાનજીની મૂર્તિ અથવા તેનો ફોટો એ રાખવો જોઈએ નહીં કારણકે હનુમાનજી એ બ્રહ્મચારી હતા અને તેનું નિયમનું પાલન કરવામાં આવે નહીં તો અશુભ ફળ પ્રાપ્ત થાય છે.
ઘરમા જો પૈસાની અછત ના થાય તે માટે તમારે ધાતુનો બનેલો એક કાચબો રાખવો એ શુભ હોય છે અને જે ઘરના બધા જ દોષોને દૂર કરવા માટે તમારે ખાસ વાસ્તુ દેવતાની તસ્વીર રાખવી જોઇએ આમ કરવાથી તમારા બધા જ દોષો એ જાતે જ દૂર થઈ જાય છે.
ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથનના સમયે કાચબાનું રૂપ ધારણ કરીને મંદ્રાચલ પર્વતને પોતાના કવચ પર થામી રાખ્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે, જ્યાં કાચબો હોય છે ત્યાં લક્ષ્મીનું આગમન થાય છે. તેમજ ફેંગશુઈમાં પણ કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવ્યું છે. ફેંગશુઈ અનુસાર કાચબાને સંરક્ષક માનવામાં આવે છે, કારણ કે એ ચાર દિવ્ય જીવોમાંનું એક ગણાય છે. તેનાથી ઘર અને ઓફિસમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બની રહે છે.
જો તમે પણ ઘર કે ઓફિસમાં કાચબો રાખતા હોય અથવા રાખવા માંગતા હોય, તો જણાવી દઈએ કે તેને યોગ્ય દિશામાં રાખવાથી જ એના સારા પરિણામ મળે છે. એને ખોટી દિશામાં રાખવાથી શુભ કામના બદલે અશુભ પરિણામ આવી શકે છે. કહેવાય છે કે કાચબો ઉંમર લાંબી કરનાર અને જીવનમાં પ્રગતિ અને સફળતા અપાવનાર હોય છે. અને એવું માનવામાં આવે છે કે, કાચબો રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે, જેઓને ધન સંબંધી સમસ્યા રહે છે તેઓને કાચબો રાખવાથી લાભ થાય છે.
ધન સંબંધી સમસ્યા વાળા લોકોએ ઘર કે ઓફિસમાં ક્રિસ્ટલવાળો કાચબો રાખવો જોઈએ. ઘરમાં કાચબો રાખવાથી પરિવારના લોકોની ઉંમર લાંબી બને છે સાથે જ બીમારીઓ પણ દૂર રહે છે. એવું પણ કહેવામાં આવે છે કે, તેને પાસે રાખવાથી નોકરી અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય છે. ઘરમાં ઉપસ્થિત કાચબો તમને અને તમારા પરિવારને ખરાબ નજરથી બચાવે છે. ઘરમાં કાચબો રાખવાથી પરિવારના લોકોમાં સુખ-શાંતિ બની રહે છે.
જો આપણે ફેંગશુઈની વાત માનીએ, તો ઘરમાં કાચબાને રાખવો શુભ ગણાય છે. એ કારણ સર ઘણા ઘરોમાં વિવિધ પ્રકારના કાચબાને રાખવાનું ચલણ છે, અને લોકો સારા નસીબ માટે કાચબાની ડિઝાઈનની વીંટીઓ પણ પહેરે છે. જણાવી દઈએ કે, નવો વ્યાપાર શરૂ કરવાના સમયે પોતાની દુકાનમાં કે ઓફિસમાં ચાંદીનો કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. કાચબો ઘરમાં રાખવાથી જીવનમાં ઉર્જાનો પ્રવાહ એકસમાન વહેવાથી સ્થિરતા બની રહે છે અને ઉતાર-ચઢાવ ઓછો થઇ જાય છે.
જેમ વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓ મહત્વ ધરાવે છે, એમ ફેંગશુઈમાં પણ વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવાનો ખાસ ઉલ્લેખ છે. એનું પાલન કરવામાં આવે ત્યારે જ તેનો લાભ મળે છે. ઉદાહરણ તરીકે જો તમે ફેંગશુઈ કાચબાને ખોટી દિશામાં રાખશો તો તેનાથી ફાયદાની જગ્યાએ નુકસાન થતા જણાશે. તો જાણી લો કે, કાળા રંગનો કાચબો ઉત્તર દિશામાં, ગ્રીન ડ્રેગન પૂર્વ દિશામાં, રેડ ફિનિક્સને દક્ષિણ દિશામાં, અને સફેદને પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ.
ઘણા લોકો ના નસીબ કોઈ કામમાં સાથ નથી આપતા હોતા. પરંતુ આ માટે તમારે નિરાશ થવાની જરૂર નથી. ફક્ત તમારે શનિવારના દિવસે કપૂરના તેલના ટીપા ને પાણી માં નાખીને ત્યાર પછી આ પાણી દ્વારા સ્નાન કરવાથી તમારું નસીબ ચમકી જશે.
જે લોકો ના ઘરની અંદર ધન્ય લગતી સમસ્યાઓ હોય તેઓએ એક નાનો એવો ઉપાય કરવાનો રહેશે. આ માટે તમારે તમારે રાતના સમયે એક ચાંદી ની વાટકી માં કપૂર અને લવિંગ ને સળગાવવા નું રહેશે, એમ કરવાથી લક્ષ્મી ની કૃપા તમારા ઉપર વરસવા લાગશે.
ઘણી વખત વાસ્તુદોષના કારણે ઘરની અંદર કોઈ પણ કાર્ય શુભ થતું નથી. તમારા ઘરમાં બની રહેલા અશુભ કાર્યને શુભ કરવા માટે અને વાસ્તુ દોષને દૂર કરવા માટે ઘરમાં કપૂર ની બે ગોળી મુકો, જયારે તે પીગળી જાય તો તમારે બે ગોળીઓ બીજી મૂકી દેવી જોઈએ. આ પ્રક્રિયા સતત કરવી જોઈએ.
ધન લાભ પ્રાપ્ત કરવા માટે તમે કાળી હળદર અને સિંદુરના ઉપાય કરી શકો છો, તેના માટે તમારે કાળી હળદર અને સિંદુર લેવાનું રહેશે, ત્યાર પછી તમે ધૂપ દેખાડીને એક લાલ કપડાની અંદર આ બધી વસ્તુ લપેટીને તમારી તિજોરીમાં રાખી દો તેનાથી ધન લાભ પ્રાપ્ત થવાની શક્યતા વધે છે જેમ કે મોટાભાગે લોકો જાણતા હશે માતા લક્ષ્મીજીને કોડીયા ઘણા પસંદ છે અને કોડીયા માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે અને જો તમે ૧૧ કોડીયાને શુદ્ધ કેસરમાં રંગીને પીળા કપડામાં બાંધીને ધન રાખવાના સ્થાન ઉપર રાખો છો તેનાથી ધન લાભ પ્રાપ્તિના યોગ ઉભા થાય છે.