નવરાત્રી માં કરી લો આ ચમત્કારી ઉપાય,બની જશો માલામાલ, ઘર માં થશે ધન નો વરસાદ…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આ નવરાત્રીમા કરવામા આવતા અમુક એવા ઉપાયો વિશે જેનાથી તમારા જીવનની દરેક સમસ્યા દુર થઈ જાય છે 17 ઓક્ટોબરથી નવરાત્રિના પવિત્ર પર્વની શરૂઆત થશે. નવ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં માતા દુર્ગાને શક્તિની દેવી તરીકે વર્ણવવામાં આવી છે. તેથી, તેને શક્તિની ઉપાસનાનો તહેવાર કહેવામાં આવે છે. નવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ કરવામાં આવે છે.

Advertisement

મિત્રો હું તમારા માટે આ લેખમાં આ નવરાત્રીના વિશેષ અને સચોટ ટોટકા લઈને આવ્યો છું.તમને જણાવી દઇએ કે હિન્દુ ધર્મમાં ટોટકામાં ખૂબ જ વિશ્વાસ રાખે છે અને આ ટોટકા સારા પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે પરંતુ નવરાત્રીના સમયમાં કરવામાં આવતા ટોટકા કોઈનું ખરાબ નથી કરતા પરંતુ લોકો માટે ખુશી લાવે છે.જે રીતે નવરાત્રિમાં આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત કરવા માટે પૂજા-પાઠ કરવામાં આવે છે. તેવી જ રીતે જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે લોકો ટોટકા કરવાની પણ માન્યતા પ્રચલિત છે. જો તમે પણ આ બધી સમસ્યાઓથી મુક્ત થવા માગતા હોય અને સુખ-સમૃદ્ધિ મેળવવા માગતા હોય તો આ ટોટકા જરૂર તમારે જાણવા જોઈએ.

નવરાત્રીના ઉપાય ધન લાભ માટે.નવરાત્રીમાં શુદ્ધ થઈને મા દુર્ગાના મંદિરમાં કે ઘરમાં જ પૂજાસ્થળે ઉત્તર દિશા તરફ મુખ કરીને પીળા આસન પર બેસી જાઓ. હવે માટીના કોળિયાના નવા નવ દીવા માતા સામે પ્રગટાવો. ધ્યાન રાખો જ્યાં સુધી તમારી પૂજા ચાલતી રહે ત્યાં સુધી આ દીવડાઓ ચાલુ રહેવા જોઈએ. દીવાની સામે લાલ ચોખાનો એક ઢગલો બનાવીને એના પર એક શ્રીયંત્ર સ્થાપિત કરીને કંકુ, ફૂલ, ધૂપ, દીવાથી પૂજા કરો.

હવે આ મંત્રના જાપ સફેદ સ્ફટિકની માળાથી જાપ કરો – મંત્ર – ।। ऊँ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम: ।। મંત્ર જાપ પૂરા થવા બાદ માતાને પોતાની મનોકામનાની પ્રાર્થના કરો. બીજા દિવસે સવારે શ્રીયંત્રને પોતાના પૂજા સ્થળ પર સ્થાપિત કરી લો અને બધી જ પૂજા સામગ્રી કોઈ નદીમાં પધરાવી દો કે પછી એકાંત શુદ્ધ જગ્યા પર દાટી દો. આ ઉપાયના કેટલાક જ દિવસોમાં ધનપ્રાપ્તિની કામના પુરી થવા લાગશે.

નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે નવમા દિવસે ધનલાભ માટે ટોટકા નો ઉપયોગ કરી શકાય છે. તેથી તમારે ઉત્તરની દિશામાં મોઢું રાખી અને શાંત અને એકાંત રૂમમાં આસન લગાવી અને તેની ઉપર બેસી જવું. આસનની એકદમ સામે તેલના નવ દિપક પ્રગટ કરવા અને તેને સાધનાકાળ સુધી પ્રગટ કરી રાખવા. આ ૯ દીવા ની સામે તમે ચોખાની એક ઢગલી બનાવી અને તેની ઉપર શ્રી યંત્ર રાખી દેવું અને ફૂલ ધૂપ થી શ્રી હનુમાનની પૂજા કરવી. હવે આ યંત્રને મંદિરમાં એટલે કે પૂજાસ્થળ પર સ્થાપિત કરી દેવો અને બાકી બચેલી સામગ્રી ને નદીમાં પ્રવાહિત કરી દેવી આવું કરવાથી તમારી જિંદગીમાં ધનની કમી દૂર થઈ જશે અને નવી ખુશી જિંદગીમાં પ્રવેશ કરશે.

નવરાત્રીનાં ટોટકા નોકરી મેળવવા માટે
અષ્ટમીના દિવસે તમે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું અને સફેદ રંગ ના આસન પર પૂર્વ દિશામાં મોઢું રાખીને બેસી જવું. આ આસન ની સામે એક પીળા કપડાંને પણ રાખો અને તેની ઉપર 108 મણકા વાળી માળા રાખી દેવી. માળાને ધૂપ, દિપક અને અગરબત્તી થી આ મંત્ર અને ૩૧ વખત જાપ કરવો. ‘ऊं ह्लीं वाग्वादिनी भगवती मम कार्य सिद्धि कुरु कुरु फट् स्वाहा’. સળંગ ૧૧ દિવસ પૂજા કરવાથી આ માલા સિદ્ધ થઈ જશે. હવે તમે કોઈપણ ઇન્ટરવ્યૂમાં જતા હોય તો તેના પહેલા આ માળાને પહેરી લેવી તમે ઇન્ટરવ્યૂ માં સિલેક્ટ થઇ જશો.

તમારી દરેક મનોકામનાને પૂર્ણ કરવા માટે નવરાત્રીના નવમા દિવસે શિવ મંદિર જવું અને ત્યાં શિવલિંગ પર દૂધ દહીં અને મધ ચઢાવવું. શુદ્ધ જળ ચઢાવ્યા પછી મંદિરમાં ઝાડુ લગાવી અને સ્વચ્છતા કરવી ભગવાન શિવ ને ચંદન પુષ્પ અને ધૂપ અને દીપક પ્રગટ કરીને પૂજા-અર્ચના કરવી. તે જ દિવસે રાત્રે દસ વાગ્યે અગ્નિ પ્રજ્વલિત કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો ઉચ્ચારણ કરવું અને ઘણી સાથે ૧૦૮ આહુતિ આપવી. ૪૦ દિવસ સુધી આ મંત્રનો જાપ કરવો અને ત્યારબાદ આ માળાને ભગવાન શિવની સન્મુખ કરવી તેનાથી તમારી દરેક મનોકામના જલ્દી પૂર્ણ થઈ જશે.

નવરાત્રીનાં ઉપાય, ઘર પરિવારની ખુશી માટે, જો તમે પરિવારમાં લડાઈ અને ઝઘડા થી પરેશાન થઈ ગયા હોય તો નવરાત્રીના નવમા દિવસે આ ટોટકા નો ઉપયોગ કરવો. તેના માટે નવરાત્રીના નવમા દિવસે સવારે ઊઠીને સ્નાન કરી નીચે આપેલા મંત્રનો જાપ કરવો અને ૧૦૮ વખત અગ્નિમાં આહુતિ આપવી. ૨૧ દિવસ સળંગ અને ૨૧ વખત આ મંત્રનો જાપ કરવાથી તમારા પરિવારને દરેક સમસ્યા દૂર થઈ જશે અને ખુશી જળવાઈ રહેશે. सब नर करहिं परस्पर प्रीति। चलहिं स्वधर्म निरत श्रुति नीति।।

એક માટીના બનેલા માટલામાં દૂધ, ઘી, ખાંડ, મિશ્રી, કપૂર અને મધ નાખીને તે હાંડીને ઘરના પશ્ચિમ દિશામાં રાખો, હાંડીમાં ચારે બાજુ ચાર લીંબુ રાખી દો. તેની સામે દુર્ગા નિર્વાણ મંત્રનો જાપ 21 વાર કરો અને આજે જ તે માટલાને નદી કે તળાવના કિનારા પર જમીનમાં દાંટી દો. લીંબુઓને પણ ચારે તરફ માટીમાં દાંટી દો. આવું કરવાથી તમને માતાનો આશીર્વાદ મળશે અને તમે જલ્દી જ જમીનની ખરીદારી કરી શકશો.

નવરાત્રીના ઉપાય, મનપસંદ પાર્ટનર મેળવવા માટે, ઘણી છોકરીઓ નવરાત્રિના દિવસોમાં શિવ-પાર્વતીનું વ્રત રાખે છે કારણ કે તેનાથી તેમને મનપસંદ જીવનસાથી મળી રહે. નવરાત્રિના શુભ અવસર પર આ ટોટકો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના માટે શિવ-પાર્વતીના એક ચિત્ર અને પોતાના પૂજા ઘરમાં રાખવો અને તેની પૂજા-અર્ચના કર્યા પછી નીચે આપેલા મંત્રનો ઉચ્ચારણ કરવાની. સાથે દસ વખત માળાનો જાપ કરવો અને ત્યારબાદ તમારા વિવાહમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે શિવને પ્રાર્થના કરવી.ऊँ शं शंकराय,सकल-जन्मार्जित-पाप-विध्वंसनाय, पुरुषार्थ-चतुष्टय-लाभाय च पतिं मे देहि कुरु कुरु स्वाहा.

જો તમે વાહનની ખરીદારી કરવા માંગતા હોવ તો એક સાદો કાગળ લો અને તેને પૂજા સ્થાન પર લગાવી દો. આ કાગળની વચ્ચે લાલ રંગથી એક ત્રિકોણ બનાવો અને ત્રિકોણમાં તમારા ઈચ્છીત વાહનની કલ્પના કરતા નિર્માણ મંત્ર તે કાગળની સામે બેસીને રોજ વાંચો. મંત્ર જાપના અંતમાં 9 લવિંગ અને એક કપૂર માતાજીની સામે સળગાવો. નવરાત્રીના નવમા દિવસે નવે નવ કાગળ લઈને માતાજીના મંદિરમાં ચઢાવી દો. આવું કરવાથી તમને માતાજીની કૃપા પ્રાપ્ત થશે અને ઈચ્છીત વાહનની ખરીદારી કરી શકશો.

Advertisement