પોતાના શોખ પુરા કરવા સુરતમાં એક પત્ની બની ગઈ કોલગર્લ, તેના પતિ સામે તમાશો જોવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં.

આ એક એવો કિસ્સો છે જેમાં એક યુવતી પોતાની એક અલગ ઓળખાણ બનાવા માંગે છે પણ તેને કોઈ સાથ નહીં મળતો. તેથી તેને પોતાની અલગ ઓળખાણ બનાવા એક મોડલિંગ તરીકે કામ શરૂ કરી દીધું. તો આવો જાણીએ તે યુવતી વિશે.સુરતની 32 વર્ષની કાજલ લોકોને પોતાની ઓળખ એક મોડેલ તરીકે આપે છે. ઈન્સ્ટાગ્રામ તેના ફોટા જોઈ ભલભલા પાણી થઈ જાય તેવો ગ્લેમરસ તેનો લૂક છે. તેની કાતિલ અદાઓ જોઈને કોઈ કહી ન શકે કે કાજલ ત્રણ વર્ષના એક બાળકની મા છે.

Advertisement

કાજલ પોતાની ફેમિલી સાથે સુરતના એક પોશ એરિયામાં રહેતી, અને ઘરે મોડી રાત્રે આવવાની તેની આદત પાડોશીઓમાં પણ ક્યારેક ચર્ચાનો વિષય બનતી. કાજલનો પતિ મિત કહેવા ખાતર તો એસ્ટેટ બ્રોકિંગ ઉપરાંત ઈવેન્ટ મેનેજમેન્ટથી લઈને બીજા એવા ઘણા પ્રકારના ધંધા કરે છે, પરંતુ તેમાં તે કમાય છે ઓછું અને ગુમાવે છે વધારે. બીજી તરફ, કાજલના અરમાન પહેલાથી જ આસમાન સર કરવાના હતાં, અને તેના માટે તે ગમે તે કરવા તૈયાર હતી. પોતાના શોખ પતિ કોઈ હાલતમાં પૂરા કરી શકે તેમ નથી તે વાત પણ કાજલ સારી રીતે જાણતી હતી.આખરે મિતના એક ફ્રેન્ડ મારફતે કાજલનેને મોડેલિંગનું એક નાનકડું અસાઈન્મેન્ટ મળ્યું.

સુરત જેવા શહેરમાં મળેલા આ નાનકડા પ્રોજેક્ટમાં કાજલને કંઈ ખાસ કમાણી તો નહોતી થવની પરંતુ તેનાથી એક શરુઆત તો ચોક્કસ થવાની હતી.તેના ગ્લેમરસ લૂકને કારણે તેને છવાઈ જવામાં જરાય વાર ન લાગી, અને પછી તો તેને આવા જ નાનામોટા કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા. થોડા સમયમાં તો કાજલ ફોટાવાળા હોર્ડિંગ્સ પણ શહેરમાં દેખાવા લાગ્યા. પોતાને જે જોઈતું હતું તે કાજલના હાથમાં આખરે આવવા લાગ્યું. હવે તેને કોઈ રોકી શકે તેમ નહોતું. કાજલ સુરત બહાર પણ જવા લાગી હતી.

તો કોઈ પ્રોજેક્ટ માટે તેને દિવસો સુધી ઘરની બહાર પણ રહેવું પડતું. બહારની દુનિયા તેણે ફિલ્મોમાં જોઈ હતી બિલકુલ તેવી જ હતી. એકદમ ગ્લેમરસ અને ઝાકઝમાળથી ભરપૂર. સુરતમાં રહેલી કાજલે ક્યારેય દારુ જોયો પણ નહોતો, પણ હવે તેને ડ્રિંક લેવાની આદત પડવા લાગી હતી. ક્યારેક તો વાત ડ્રગ્સ સુધી પહોંચતી.

એક સમયે કંઈક ખરીદવું હોય તો પૈસા માટે પતિ સામે હાથ લંબાવતી કાજલ પાસે હવે પૈસાની કોઈ કમી નહોતી. ફાઈવ સ્ટાર હોટેલ્સમાં રહેવું, મોંઘા કપડાં અને બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવી હવે તેના માટે સામાન્ય વાત હતી. કાજલ જે દુનિયામાં મ્હાલી રહી હતી તેમાં એકબીજા સાથે મોડી રાત સુધી ફરવું, પાર્ટીઓ કરવી ખૂબ જ સહજ વાત હતી. આ પાર્ટીઝમાં ક્યારેક એકબીજાને ટચ કરવાથી લઈને કિસિંગ સુધી પણ મામલો પહોંચી જતો. વાત આટલા પૂરતી જ મર્યાદિત હોય તો વાંધો નહોતો, પરંતુ કાજલ તો એક એવા લપસણા રસ્તે દોડી રહી હતી કે જેમાં ઉભા રહેવું શક્ય જ નહોતું. મોડેલિંગની દુનિયામાં જે છોકરી ‘ફ્રી માઈન્ડ’નું ન હોય તેને દેસી ગણવામાં આવે છે.

આ ફ્રી માઈન્ડનો કોન્સેપ્ટ બીજું કંઈ નહીં પણ માત્ર ફ્રી સેક્સ સાથે જ સંકળાયેલો હોય છે. પોતાને ગમે તે ભોગે મોર્ડન સાબિત કરવા મથતી કાજલને પણ તેની લત લાગવા લાગી. ક્યારેક કોઈ પુરુષ મોડેલ સાથે, તો ક્યારેક કામ મેળવવા કોઈ વ્યક્તિ સાથે, હવે તો તેને ગમે તેની સાથે સૂવામાં પણ વાંધો નહોતો. બસ શરત એટલી કે તે જે ધારે તે તેને મળવું જોઈએ. આમ કરતાં કરતાં જ કાજલ ક્યારે મોડેલ કમ કોલગર્લ બની ગઈ તેની તેને પોતાને જ ખબર ન રહી.

તેના કોન્ટેક્ટ્સમાં રહેલા મોટા-મોટા બિઝનેસમેનથી માંડીને અનેક વગદાર લોકો હવે તેના ક્લાયન્ટ બની ચૂક્યા હતા. હવે તો સ્થિતિ એવી આવી ગઈ છે કે, તે એક રાતનો પાંચ આકડાંમાં ચાર્જ કરે તો પણ ક્લાયન્ટ તેને હસતા-હસતા આપી દે છે, અને મોંઘી-મોંઘી ગિફ્ટ્સ તો અલગ. આમ તો કાજલ મોડેલિંગમાં ઠીકઠાક કમાઈ લેતી હતી, પરંતુ હવે તેના શોખ એટલા બધા વધી ચૂક્યા છે કે તે માત્ર મોડેલિંગથી પૂરા થઈ શકે તે અશક્ય છે. તેનો પતિ તો ક્યારેય એટલો સદ્ધર હતો જ નહીં કે તે કાજલની ઈચ્છાઓ પૂરી કરી શકે. પોતાના શાહી શોખ પૂરા કરવા માટે કાજલ કોલગર્લ બની ચૂકી છે.

તેનો પતિ પણ આ વાત સારી રીતે જાણે છે, પરંતુ તેની પાસે કોઈ ઓપ્શન નથી. સંયુકત પરિવારમાં રહીને કાજલ પોતાની લાઈફસ્ટાઈલ અને કામને એડજસ્ટ કરી શકે તેમ નહોતી, એટલે તેણે અલગ રહેવા જવાની પતિ સામે વાત મૂકી. પતિ તેના માટે તૈયાર ન થયો, અને ઘરમાં થોડા જ સમયમાં જોરદાર ઝઘડા થવા લાગ્યા. રોજેરોજનો આ તમાશો જોઈ કાજલના સાસુ એ હદે ત્રાસી ચૂક્યા હતા કે તેમણે આપઘાત કરી લીધો. પરંતુ કાજલના પેટનું તેનાથી પાણી પણ ન હાલ્યું. આજે એવી સ્થિતિ છે કે કાજલ તેના બાળકને પતિના ઘરે મૂકીને અલગ જતી રહી છે.

સુરતમાં જ તે એક લક્ઝુરિયસ ફ્લેટમાં રહે છે, જેનું ભાડું તેના પતિની છ મહિનાની આવક કરતાં વધારે છે. સફળતાના નશામાં ચકચૂર બનેલી કાજલ કોઈ પ્રકારની જવાબદારી સંભાળવા કે બંધનમાં બંધાવવા માટે તૈયાર નથી. પોતાના બાળક સામે જોવા પણ તે તૈયાર નથી.હવે કાજલ તેના પતિ પાસે છૂટાછેડા માગી રહી છે. પતિ તેના માટે તૈયાર નથી, પરંતુ રુપલ તેને જોઈએ એટલા રુપિયા આપવાની ખૂલ્લી ઓફર આપી રહી છે. કાજલના ધંધાથી તેનો પતિ જરાય અજાણ નથી, પરંતુ રુપાળી પત્નીને કારણે માને ગુમાવી ચૂકેલા અને પરિવારમાં બરબાદી જોઈ રહેલા મિત પાસે પત્નીના તમાશા જોયા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી બચ્યો.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

Advertisement