પ્રેગ્નેન્સી કન્ફર્મ થયા બાદ તરત જ આ વસ્તુઓ લેવાનું બંધ કરી દેજો, નહીં તો ખૂબ થશે પાછળ થી પછતાવો…..

દરેક મહિલાનું ‘માં’ બનવું એ સપનું હોય છે. એટલે તો પ્રેન્ગેન્સીનો સમય મહિલા માટે ખુશી ભર્યા માહોલનો હોય છે. પ્રેગનેન્સી દરમિયાન ખાન-પાનમાં તેમજ શરીરનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એથી વિશેષ મહિલાને આ સમય દરમિયાન ડાયેટ અને ઊંઘમાં પણ કાળજી રાખવી જરૂરી બને છે. આ સમયની બેદરકારી આવનારા બાળકને ભોગવવી પડે છે

Advertisement

પ્રેગ્નેન્સી કન્ફર્મ થયા બાદ તેની ખુશીની સાથે ચિંતા પણ વધતી જાય છે. એવામાં ઘરવાળાઓ તરફથી અલગ-અલગ સલાહ પણ મનમાં કેટલીક માન્યતાઓ પેદા કરી દે છે. પ્રેગ્નેન્સી દરમ્યાન મહિલાઓમાં એક સવાલ બહુ જ સામાન્ય હોય છે કે પ્રેગ્નેન્સીની ખબર પડ્યા બાદ પહેલાં મહિનામાં ખાવાપીવામાં શું ધ્યાન રાખવું જોઈએ અને શું પરેજ કરવી, તો ચાલો જાણીએ પ્રેગ્નેન્સી કન્ફર્મ થયા બાદ શું ખાવું અને શું પરેજ કરવી.પ્રેગનેન્સીના આઠમો મહિનો ચાલુ હોય ત્યારે ઓછામાં ઓછી ૮ કલાકની ઊંઘ મહિલા માટે જરૂરી બને છે.આઠ મહિના પુરા થયા પછી જે ખોરાકમાં ફાઈબરની માત્ર વધુ મળી શકે એમ હોય તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ.

આ મહિના દરમિયાન બેલેન્સ ડાયેટ ફોલો કરવું જોઈએ.પ્રેગ્નેન્સીમાં ધ્યાન રાખવું જરૂરી છે.આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવીપ્રેગ્નેન્ટ મહિલાઓએ આ બાબતોનું ખાસ ખ્યાલ રાખવું.

આટલું ધ્યાન રાખો.પ્રેગ્નેન્સી દરમ્યાન ચા, કોફી અને ચોકલેટ જેવી વસ્તુઓ ખાવી નહીં, કારણ કે વધુ પ્રમાણમાં કેફીન લેવાથી એબોર્શન થવાના ચાન્સિસ વધી જાય છે. પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને પાઉડર કોફી, ફિલ્ટર કોફી, એસ્પ્રેસો સહિતની વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. રોજ વધારે કેફીન પીવાથી ગર્ભપાતનો ખતરો વધી જાય છે. તે સિવાય બાળકનું વજન ઓછું થવાની સમસ્યા પણ થઇ શકે છે.

પેકેજ્ડ ફૂડ જેમ કે જ્યૂસ, માઈક્રોવેવથી તૈયાર કરેલું ભોજન, કેક વગેરે ખાવાનું અવોઈડ કરવું. ગર્ભાવસ્થા દરમિયાન બ્લેક ટીના સેવનથી પણ દૂર રહેવું જોઇએ. સાથે જ ગ્રીન ટી પણ ન પીવી જોઇએ. ગ્રીન ટી પીવાથી ગર્ભપાત થવાનો ખતરો થઇ શકે છે.પ્રેગ્નેન્સી દરમ્યાન ક્રીમ મિલ્કમાંથી તૈયાર કરેલું પનીર ખાવું નહીં, કારણ કે તેમાં લિસ્ટેરિયા નામના બેક્ટેરિયા હોય છે જેના કારણે એબોર્શન અને સમય પહેલાં ડિલીવરીનો ખતરો વધે છે.

ડોક્ટરો ગર્ભવતી મહિલાને છેલ્લા ટ્રિમેસ્ટરમાં એટલે કે 7થી 9 મહિના દરમિયાન દ્વાક્ષ ખાવની ના પાડે છે. કેમ કે દ્રાક્ષની તાસીર ગરમ હોય છે. એટલા માટે વધુ પ્રમાણમાં દ્રાક્ષ ખાવાથી અસમયે પ્રસવ થઈ શકે છે.
પ્રેગ્નેન્સી દરમિયાન પાઈનેપલ ખાવું ગર્ભવતી મહિલા માટે સારું નથી. પાઈનેપલમાં મોટા પ્રમાણમાં બ્રોમેલિન હોય છે, જે ગર્ભાશયની ગરદનને નરમ બનાવે છે, જેના કારણે મિસકેરેજ થવાની સંભાવના વધી જાય છે.

પ્રેગ્નેન્સી સમયે કાચું પપૈયું ભૂલથી પણ ખાવું નહીં. કાચાં પપૈયામાં લેટેક્સ હોય છે, જેના કારણે ગર્ભાશય સંકોચાય છે અને તેના કારણે સમય પહેલાં ડિલીવરી અને એબોર્શનની સ્થિતિ પેદા થઈ શકે છે.ઘણી વખત ફળો પર જામેલી માટીને કારણે ટોક્સોપ્લાસ્મોસિસ નામ બેક્ટેરિયા હોય છે. જે ગર્ભવતીને નુકસાન પહોંચાડે છે. એટલા માટે પાણીથી ધોયા વગર ફળ ખાવા જોઈએ નહીં.ડોક્ટરની સલાહ લઈ પોતાના માટે એવી કસરતોની યાદી બનાવો જે તમારા ગર્ભાવસ્થા માટે યોગ્ય હોય અને શુગર લેવલને મેનટેન રાખે. આવી કસરતો સપ્તાહમાં 4,5 દિવસ કરવી.

આ વસ્તુઓનું કરો સેવન.

સિટ્રસ ડ્રિંક્સ.સિટ્રસ ડ્રિંક્સ એટલે કે ખાટા પેય પદાર્થો જેવા કે લીંબૂ પાણી અને ઓરેન્જ જ્યૂસ ગર્ભવતી મહિલાએ પોતાની ડાયટમાં જરૂરથી એડ કરવા. ઓરેન્જ જ્યૂસ બીપી ઘટાડે છે જ્યારે તે હાડકા પણ મજબૂત કરે છે. આ પીણા પ્રીનેટલ વિટામિનની જેમ કામ કરે છે. જેનાથી ગર્ભસ્થ બાળકનો સારો વિકાસ થાય છે. આ ઉપરાંત લીંબૂ પાણી પણ પહેલા ત્રણ માસ દરમિયાન પીવું જોઈએ.

દૂધ સ્વાસ્થ્ય માટે સારું.દૂધ બાળકો માટે જ સારું છે તેમ નથી. ગર્ભવતી મહિલાઓ માટે પણ તે લાભકારી છે. ગર્ભવતી મહિલાઓ માટે તે સૌથી ઉત્તમ આહાર છે. તેના કારણે ગર્ભસ્થ બાળકને જરૂરી ન્યૂટ્રિયંસ, વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. ગર્ભસ્થ બાળકના વિકાસ માટે રોજ 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ. આ ઉપરાંત સોયામિલ્ક, બદામ મિલ્ક પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

ઈલેક્ટ્રોલાઈટ ઈંફ્યુઝ્ડ ડ્રિંક્સ.જાણીને આશ્ચર્ય થશે પરંતુ કેટલાક સ્પોર્ટસ ડ્રિંક્સ ગર્ભાવસ્થા દરમિયાન લાભકારી હોય છે. ખાસ કરીને બીજી ત્રિમારી દરમિયાન અચાનક થતા દુખાવા દરમિયાન. આ ડ્રિંક્સથી ફ્લૂઈડ બેલેન્સ જળવાઈ રહે છે અને બાળક સુધી જરૂરી ન્યૂટ્રિયંસ પણ પહોંચે છે.

ગર્ભાવસ્થાના ત્રીજા ચરણમાં અતિરિક્ત આયરનની જરૂરિયાત હોય છે જેથી પ્રસવ દરમ્યાન એનિમિયા, હેમરેઝની સમસ્યા ના થાય. તમારે દરરોજ ૨૭ મિગ્રા. આયરનની જરૂરિયાત હોય છે. રેડ મીટ, બીન્સ, ઈંડા, સીડ્સ અને ચોખાનું સેવન કરીને તમે આયરન અને પ્રોટીનની જરૂરિયાતને પૂરી કરી શકો છો. પ્રોટીનથી મળનાર એમિનો એસિડ બાળકના તીવ્ર વિકાસમાં મદદરૂપ થાય છે.

આખા ગર્ભાવસ્થા દરમ્યાન કેલ્શિયમ ખૂબ મહત્વપૂર્ણ હોય છે, જોકે ગર્ભાવસ્થાના ત્રીજા ચરણમાં આ વધારે મહત્વપૂર્ણ થઈ જાય છે કેમકે કેલ્શિયમ હવે બાળકના શરીરમાં જવા લાગે છે. વિશેષજ્ઞો અનુસાર તમારે દરોરોજ ૧,૦૦૦ મિગ્રા. કેલ્શિયમની જરૂરિયાત હોય છે. ડેરી ઉત્પાદ જેવા કે, દૂધ, યોગર્ટ અને ખાદ્ય ઉત્પાદ જેવા કે ઓટમીલ અને સાલમોનમાં કેલ્શિયમની પ્રચુર માત્રામાં મળી આવે છે.

મેગ્નેશિયમ તમારા દ્વારા સેવન કરવામાં આવેલા કેલ્શિયમના પાચનમાં સહાયક થાય છે અને તમને પગના સોજાથી આરામ અપાવે છે, માંસપેશિયોને આરામ આપે છે અને સમયપૂર્વ થનાર પ્રસવ પીડાને પણ રોકે છે. તમારે દરરોજ ઓછામાં ઓછું ૩૫૦ થી ૪૦૦ મિગ્રા. મેગ્નેશીયમનું સેવન કરવું જોઇએ. બદામ, ઓટબ્રાન, બ્લેક બીન્સ (કાળી સેમ), જે બીટ, કોળુના બીજ વગેરે મેગ્નેશિયમના સારા સ્ત્રોત છે.

પ્રત્યેક ગર્ભવતી મહિલા માટે ગર્ભાવસ્થા પહેલા અને ગર્ભાવસ્થા દરમ્યાન ફોલિક એસિડનું સેવન કરવું ખૂબ જ જરૂરી હોય છે. ત્રીજા ટ્રાઈમિસ્ટર દરમ્યાન ફોલિક એસિડ તમારા બાળકના ન્યૂરલ ટ્યૂબના દોષના જોખમને ઓછું કરવામાં સહાયક થાય છે. ઓટમીલ, કોબીજ કે લીલા પાંદડાવાળી શાકભાજી તથા ફળ જેવા કે સ્ટ્રોબેરિઝ અને સંતરા વગેરેમાં ફોલિક એસિડ મળી આવે છે. તમારે દરરોજ તેની ૬૦૦-૮૦૦ મિગ્રા. માત્રાનું સેવન દરરોજ કરવું જોઈએ.

Advertisement