નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે મહિલાઓ ના પિરિયડના કેટલા દિવસો પછી તે ગર્ભવતી બની શકે છે.તો આ વિષય ઉપર અલગ અલગ માન્યાતાઓ છે જેમા કહેવાય છે કે છોકરીઓ પિરિયડ્સના પાંચ દિવસ બાદ ,કે પછી દસ દિવસ બાદ જો શારીરીક સબંધ બાંધવામાં આવે તો મહિલાઓને ગર્ભ રહી શકે છે.
અને ઘણી વખત મહિલાઓ આ સવાલ પુછે છે કે પિરિયડ્સના કેટલા દિવસ બાદ ગર્ભવતી બની શકે છે અને જો તમે પણ તે મહિલાઓ માથી એક છો જેમના મગજ મા આ સવાલ વારંવાર આવ્યા કરે છે તો તમે આ લેખ ને અંત સુધી વાંચવાનું જરુર પસંદ કરશો અને આજે અમે તમને જણાવીશું કે છોકરીઓ પિરિયડ ના કેટલા દિવસ છોકરીઓ ગર્ભવતી બની શકે છે.
જો તમે પણ તમારા મગજમા આ સવાલ લઈને ચિંતિત છો તો આનો જવાબ તમારા પિરિયડ્સ ના સમય ચક્ર ઉપર આધાર રાખે જેમા દરેક મહિલાઓનો પિરિયડનો સમય અલગ અલગ હોય છે જેમા કોઈ મહિલાનો સમય 28 દિવસ નો હોય છે તો ક્યારેક કોઈ મહિલાના પિરિયડ્સ નો સમય 30 દિવસ નો હોય છે
તો કોઈ મહિલાને 32 દિવસ નો સમય પિરિયડ્સ સમયગાળો હોય છે.જો તમારો પિરિયડ નો સમયગાળો 5 થી 7 દિવસ ચાલે છે અને તે પછી તરત જ તમે તમારા જીવન સાથી સાથે સંભોગ કરો છો તો પછી તમારી ગર્ભવતી થવાની સંભાવના ઘણી વધી જાય છે અને જો તમારો માસિક સમય ગાળો 6 દિવસે બંધ થઈ જાય છે તો પછી 7 મા દિવસે પ્રેમ કરવો જરૂરી છે.
તમને જણાવી દઇએ કે આ સમયે તમારી ઓવ્યુલેશન ની પ્રક્રિયા શરૂ થતાં તમે 11 દિવસ પછી ફરીથી પ્રયાસ કરી શકો છો અને નિષ્ણાતો ના જણાવ્યા અનુસાર એવું જોવા મળ્યું છે કે વીર્ય ગર્ભધારણ માટે 6 મા દિવસથી જ ફેલોપિયન ટ્યુબમાં રાહ જુએ છે.
તમને જણાવી દઇએ કે સામાન્ય રીતે સ્ત્રીની ફળદ્રુપતા ઓવ્યુલેશનના દિવસે માસિક સ્રાવની શરૂઆતના 12 થી 14 દિવસ પહેલા અને પાંચ દિવસ આગળ હોય છે અને સરેરાશ સ્ત્રી માટે, તે 10 માં દિવસ અને 17 મી દિવસની વચ્ચે હોય છે.
મિત્રો તમને જણાવી દઇએ કે માસિકસ્ત્રાવના દિવસોમાં પણ જો આપ પતિ-પત્નીને વાંધો ના હોય તો જાતીય સંબંધ રાખી શકાય છે. મેડિકલી કોઇ વાંધો નથી.પરંતુ માસિકના સમયે ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે.જેથી શક્ય હોય તો આ સમયે જાતિય સંબંધથી દુર રહેવું જોઇએ અથવા નિરોધનો પ્રયોગ કરવો હિતાવહ છે.
પણ બાળક રાખવા માટે સામાન્ય રીતે માસિકના બારમાં દિવસથી અઠારમાં દિવસ સુધી દરરોજ સંબંધ રાખવો જોઇએ.કારણ કે આ દિવસોમાં સ્ત્રી બીજ છુટું પડતું હોય છે. અને આ સ્ત્રી બીજ અને શુક્રાણુંનું મિલન થાય તો ગર્ભ રહે છે બાકીના દિવસોને રિલેટીવલી સેફ સમય ગણી શકાય.
એટલે કે બાકીના દિવસોમાં ગર્ભ રહેવાની શક્યતાઓ પ્રમાણમાં નહિવત હોય છે.મિત્રો તમને જણાવી દઇએ કે મહિલાની ઓવરીમાંથી એગ્સ દર મહિને નીકળે છે અને આ એગ્સ 12થી 24 કલાક શરીરમાં જીવિત રહે છે. પરંતુ પુરુષના સ્પર્મ 3થી 5 દિવસ જીવિત રહે છે.અને સામાન્ય રીતે મહિલાનું માસિક ચક્ર 28 દિવસનું હોય છે. તેમાં એગ્સ રિલીઝ 12,13,14માં દિવસે થાય છે.
અને આ દરમિયાન સંભોગ કરવાથી જો સ્પર્મ એગ્સને મળી જાય તો ગર્ભ રહે છે.અને મહિલાઓને ઓવ્યૂલેશન દરમિયાન પણ બ્લીડિંગ થાય છે.ક્યારેક વજાઈનલ બ્લીડિંગને મહિલાઓ માસિક સમજી લે છે. માસિક ચાલે છે અને ગર્ભ નહીં રહે તેવું માની સેક્સ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. પુરુષના સ્પર્મ મહિલાના શરીરમાં 3 દિવસ સુધી જીવિત રહે છે. તેથી માસિક ચાલતું હોય ત્યારે કરેલા સંભોગથી ગર્ભ રહી શકે છે.
તેમજ અમુક એવા ઉપાયો છે જેના દ્વારા તમે ખુબજ ટુંક સમય મા તમે ગર્ભ ધારણ કરી શકો છો જેમા તમે ધ્યાન રાખો કે જે રાત્રે તમને ગર્ભ રહેવાનો દિવસ પસંદ કર્યો છે એ રાત્રે ગર્ભ રહેવો જોઈએ. સંભોગ થવો જોઈએ ઉપરાંત એ જ રાત્રે ગર્ભ રહે એ ચોક્કસ કરવા માટે તમારે એ રાત્રે 2-3 વાર સંભોગ કરવો જોઈએ અને તમે જેટલા વધુ વાર સંભોગ કરશો એટલો વધુ ગર્ભ રહેવાની શક્યતા રહેશે.
તેમજ મિત્રો જો ગર્ભ રહી જાય એ માટે સંભોગ કર્યા પછી લિંગને યોનીમાંથી ત્યા સુધી બહાર ન કાઢો જ્યા સુધી તે જાતે બહાર ન આવી જાય અને યોનીને પણ સંભોગ પછી તરત સાફ ન કરો. બીજા દિવસે ન્હાતી વખતે જ યોની સાફ કરો અને જે રાત તમે ગર્ભધારણ માટે પસંદ કરી છે તેના 2-4 દિવસ પહેલાથી ન તો સંભોગ કરો કે ન તો હસ્તમૈથુન.આનાથી શુક્રાણુઓની સંખ્યા ખુબજ વધી જશે.
મિત્રો એ દિવસે તનાવમુક્ત રહો અને એ દિવસે માનસિક કે શારીરિક થાક ન રહે એ વાતનુ ધ્યાન રાખો. શક્ય હોય તો એ દિવસે ઘર બહારના કામોથી મુક્ત રહો.તેમજ સ્ત્રીના ચરમોત્કર્ષ પર પહોંચ્ય પછી વીર્યનુ સ્ખલન થવાથી ગર્ભધારણ ની શક્યતા વધી જાય છે.
તેથી સ્ત્રી સાથે સંભોગ કરતા પહેલા તેને સંપૂર્ણ રીતે ઉત્તેજીત કરી લો. તેમજ મિત્રો સંબંધ બનાવ્યા બાદ મહિલાને પીઠના બળે સૂઇ જવું જોઇએ અને પીઠની નીચેના ભાગે ઓશીકું મૂકવું જોઇએ અને આ અવસ્થામાં આશરે 20-30 મિનિટ સુધી રહેવું જોઇએ. જેથી વેજિના ગર્ભાશય તરફ નમી જાય છે અને વીર્ય સહેલાઇથી ગર્ભાશયમાં પહોંચી જાય છે.
મિત્રો સંબંધ બનાવ્યા બાદ તરત ઉભા ન થવું જોઇએ. કારણકે સંભોગ બાદ જો મહિલા તરત ઉભી થઇ જાય તો ગુરુત્વાર્ષણના કારણથી સ્પર્મ ગર્ભાશયમાં જઇ શકતા નથી ઘણી મહિલા ઓનું એવું માનવું છે કે સંબંધ બનાવ્યાની તરત બાદ બાથરૂમ જવાથી ગર્ભ ધારણ કરવામાં મદદ મળે છે. જોકે આ અંગે ઘણાં નિષ્ણાંતોનું કહેવું છે કે સંભોગ ની તરત બાદ બાથરૂમ જવાથી અનેક પ્રકારના યૌન રોગોથી સુરક્ષા મળે છે.
શારીરિક સંબંધ બનાવ્યા બાદ પણ જો ગર્ભ ન રહેતો હોય તો તેની પાછળ અનેક કારણ હોય શકે છે. શારીરિક અક્ષમતા જ ગર્ભધારણ ન થવાનું કારણ નથી હોતું. ઘણીવાર શારીરિક સંબંધ બનાવવાની તમારી રીત પણ જવાબદાર હોય શકે છે. ખોટી રીતે સંબંધ બનાવવો, અનિયમિત અને ઓછું સંભોગ કરવું સહિત ગર્ભ ધારણ ન કરી શકવાના કારણ હોય શકે છે.