હ્રદય રોગો થવા પાછળ આ કારણો છે જવાબદાર, જાણી લો આવા રોગો થી બચવાના ઉપાયો…

હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ? જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય!દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યુ પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે  એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાના ભોગને કારણે મૃત્યુ પામે છે. સવાલ એ થાય છે કે હાર્ટ એટેક શાને કારણે થાય છે ?

હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન ર૦ કરોડ લીટર લોહીનું શરીરમાં પપીંગ કરે છે. દિવસ-રાત કોઈપણ વિરામ કર્યા વગર આ એક જ અંગ શરીર માટે કાર્યરત રહે છે. તેને પોતાને કાર્યરત રહેવા માટે ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂર પડે છે. જે હૃદયની સપાટી ઉપર આવેલી રકતવાહિનીઓ (ઘમની) દ્રારા પહોચે છે. ઉંમર વધવાની સાથે દરેક વ્યકિતની આ ધમનીઓમાં કોલેસ્ટેરોલ (ચરબી) ની જમાવટ થતી જાય છે અને નળીઓ સાંકળી થતી જાય છે. આ કારણે વ્યકિતને શ્રમ કરતી વખતે હૃદયનો દુખાવો (છહખ્તૈહટ્ઠ) અનુભવાય છે.

આ  દુખાવો ક્ષણીક હોય છે અને ર થી પ મીનીટ આરામ કરવાથી કે નાઈટ્રોગ્લીસરીનની ગોળી ચૂસવાથી દુખાવો બંઘ થઈ જાય છે.આ છહખ્તૈહટ્ઠ નો દુખાવો છાતીની ડાબી બાજુ કે ડાબા હાથમાં જ થાય તેવી સામાન્ય માન્યતા પણ સાચી નથી. આ દુખાવો જમણા હાથમાં કે ખભામાં, ગળામાં, નીચેના જડબામાં,પેટમાં, વાંસામાં કે છાતીના મધ્યમાં પણ થઈ શકે છે. ૨૦% લોકોને તો કોઇ દુઃખાવાનો અનુભવ થતો જ નથી. જયારે આ સાંકળી નળી ઓચીંતી બંધ થઈ જાય છે ત્યારે હૃદયના અમુક ભાગમાં લોહીનો પૂરવઠો તદ્‌ન બંઘ થઈ જાય છે અને તે હૃદયરોગના હુમલામાં (હાર્ટ એટેક) પરિણમે છે. તમને ખબર છે કે ૬૦% પુરૂષો અને પ૦% સ્ત્રીઓમાં હૃદયની બિમારીની ચેતવણી જ મળતી નથી અને સૌથી પહલા લક્ષણ રૂપે સીધો હાર્ટ-એટેક જ આવે છે.

હૃદયની રક્ત વાહીનીઓમાં અવરોધ આવે છે ત્યારે હાર્ટ એટેક આવે છે. આ અવરોધ ઘણીવાર ચરબી, કોલેસ્ટરોલ અને અન્ય પદાર્થો દ્વારા થાય છે. વૃદ્ધાવસ્થા, આનુવંશિક કારણોને લીધે હાર્ટ એટેક અટકાવવાનું મુશ્કેલ છે. સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. અમુક ઉપાયો અપનાવીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકીએ છીએ. હાર્ટ એટેક જેવા જીવલેણ રોગથી બચી શકાય છે.

હાર્ટ એટેકનાં લક્ષણો ધીરે ધીરે શરૂ થાય છે અને પહેલા બેચેની અને હળવો દુ:ખાવો થાય છે. છાતીની આસપાસ અથવા તેની વચ્ચે ભારેપણું, સંકોચન અને પીડાની લાગણી થાય છે. હાથ, પીઠ, ગળા અને પેટ જેવા ઉપરના શરીરમાં દુખાવો પણ હાર્ટ એટેકનું લક્ષણ છે. માથાનો દુખાવો સાથે શ્વાસની તકલીફ, અચાનક પરસેવો, ઉબકા અને ઉલટી થવી પણ હૃદયરોગનો હુમલો સૂચવે છે.

સંતુલિત પોષક તત્વો અને આરોગ્યપ્રદ આહારથી રોગ અટકાવી શકાય છે. વિટામિન અને ખનિજો વાળો ખોરાકમાં લેવાથી એકેટ એટકાવી શકાય છે. ધૂમ્રપાન-દારૂ છોડી દો. હાઈ બ્લડ કોલેસ્ટરોલ અને હાઈ બ્લડ પ્રેશર હોય તો હંમેશા તેને નિયંત્રણમાં રાખો. કસરત, દવાઓ અને વજન નિયંત્રિત કરીને બંનેને નિયંત્રણમાં રાખી શકાય છે. તાણ અથવા હતાશાથી દૂર રહો. યોગ અને ધ્યાન કરો. ડાયાબિટીઝના દર્દીઓમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આને અવગણવા માટે, બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરો.

હૃદયમાં અસ્વસ્થતાનો અનુભવ થવો.હૃદયનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતીમાં કે હૃદયમાં અસ્વસ્થતાનો અને ભારેપણાનો અનુભવ થવો. આ સામાન્ય સંકેતમાં ક્યારેક તમને બળતરા પણ અનુભવી શકો છો. આ રીતના લક્ષણોને હળવા ન લેવા જોઇએ. જો તમને આ સંકેતોનો અનુભવ એકથી વધારે વાર થાય છે, તો તમારે તરત જ ડોક્ટરની પાસે જઇને તેમની સલાહ લેવાની જરૂર છે.

શ્વાસ લેવામાં તકલીફ થવી.જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અથવા થોડું વધારે ચાલવાથી તમે હાંફી જાવ છો તો, આ તમારી માટે ચિંતાનો વિષય બની શકે છે. આ સંકેતો પણ તમારી હૃદયની બીમારીના કારણો બની શકે છે.

જો શરીરનું કોઇ અંગ કામ કરવાનું બંધ કરી દે.જો શરીરનો કોઇ ભાગ કામ નથી કરી રહ્યો તો, આ વાતને અણદેખી ન કરવી અને તરત જ ડોક્ટરથી સલાહ લઇ લેવી. શરીરના અંગો જેવા કે ખંભો, હાથ અથવા ગરદન અને પાછળનો ભાગ વગેરે હોય શકે છે.

ગભરામણ થવી.જો તમને વધારે પ્રમાણમાં ગભરામણનો અનુભવ થતો હોય તો તે હૃદયનો હુમલો થવાનો જ સંકેત છે. આ માટે તેને થાકનું કારણ સમજીને અણદેખુ ન કરવું કારણ કે, આ રક્તવાહિનીઓના અવરોધનું કારણ બની શકે છે. આ સિવાય સારી ઉંઘ લેવા છતાં પણ તમને થાકનો અનુભવ થતો હોય અને થોડી વાર કસરત કરવાથી પણ તમારો શ્વાસ ફુલવા લાગે અને તણાવ અનુભવાય તો ડોક્ટરની સલાહ લેવી.

હાથનું સુન્ન પડી જવું.જો તમારા હાથ વારંવાર સુન્ન પડી જાય છે તો આ એક હૃદયરોગનું કારણ બની શકે છે. આ સંકેતને તમે જો અણદેખો કરશો તો તમને પેરાલાઇસિસનો અટેક પણ આવી શકે છે, જેમાં શરીરનો એક ભાગ કામ કરવાનો બંધ થઇ જાય છે.

વધારે પ્રમાણમાં પરસેવો આવવો.ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવો વળવો એ સામાન્ય વાત માની શકાય છે, પરંતુ જો તમને ઠંડીની ઋતુમાં પણ થોડું કામ કરવામાં પણ પરસેવો આવી રહ્યો છે, તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જરૂરી છે.

હાર્ટ એટેક ના લક્ષણો મહેસૂસ થતા કરો આ કામ.હાર્ટ એટેક આવતા પહેલા છાતીમાં દુખાવો થવા લાગે છે અને ઘણી વખત તો આ દુખાવો ખભા અને જડબા સુધી પહોંચી જાય છે. આ સિવાય પીઠમાં પણ વચ્ચેના હાડકા પર ખૂબ જ દુખાવો મહેસૂસ થવા લાગે છે અને અચાનક જ આંખ સામે અંધારા આવી જાય છે. સાથોસાથ વ્યક્તિના બેભાન થવાના પણ કિસ્સા બને છે.

વ્યક્તિ ચાલતા ચાલતા અથવા ઉભો હોવા છતાં પણ નીચે ઢળીને પડી શકે છે અને શરીરમાંથી પરસેવો ખૂબ જ આવવા લાગે છે.લક્ષણ સમજ આવવા પર સૌથી પહેલા એમ્બ્યુલન્સને ફોન કરવો.તમે જે પણ જગ્યાએ અને જે સ્થિતિમાં હોય ત્યાં બેસી જવું. જો તમારી આસપાસ ખુશી અથવા સીટ છે તો તેના પર બેસી જાઓ અને કંઈ પણ ના હોય તો જમીન પર બેસી જવું કારણ કે બેસવાથી રાહત મળે છે. જો તમારા કપડાં ટાઈટ પહેરેલા હોય તો તેને તુરંત જ ઢીલા કરી નાખવા. શર્ટ ના ઉપરના બટન ખોલી નાંખવા.

હાર્ટ એટેક મહેસૂસ થવા પર જોર જોરથી ઊંડો શ્વાસ લો અને શ્વાસ લેતા સમયે ગણતરી પણ કરવી. જેટલો ઊંડો અને જલ્દી જલ્દી શ્વાસ તમે લેશો, તમારા ફેફસામાં એટલો જલ્દી ઓક્સિજન મળશે.300 MG ની એસ્પ્રિન ટેબલેટ ને તુરંત જ લઈ લો. જો કોઈ વ્યક્તિને પહેલો હાર્ટ અટેક આવી ગયેલ હોય અથવા તો તે હાઇબ્લડપ્રેશરના દર્દી હોય તો તેમણે પોતાની સાથે બેથી ત્રણ એસ્પ્રિન ની ટેબલેટ જરૂર રાખવી જોઈએ. જો તમારી પાસે એસ્પ્રિન ટેબલેટ નથી તો પોતાની આસપાસના લોકો પાસેથી તુરંત મદદ માંગી લો