રાતોરાત ફેમસ થયેલી રાનૂ મંડલ હવે ક્યાં છે,આજે થઈ ગઈ છે કઈ આવી હાલત….

રાનું મંડળ પહેલા એક રેલ્વે સ્ટેશન પર ગીત ગાતી હતી એક ત્યાં ઉભા રહેલા અતિન્દ્ર એ તેમનો વિડિઓ ઉતારીને સોશ્યિલ મીડિયા પર મુક્યો તો બહુ વાયરલ થઈ ગયો અને પછી રાનું મંડલ ખુબજ ફેમસ થઈ ગઈ અને તેમને બોલિવુડમાં ગીત ગાવાનો મોકો પણ મળ્યો.પોતાના અવાજથી રાનુ એ ઇન્ટરનેટ પર યુઝર્સને પોતાના દિવાના બનાવી દીધા.

Advertisement

જેનું પરિણામ આવ્યું કે તેઓ “ઇન્ટરનેટ સ્ટાર” બનીને સામે આવ્યા. રાનું નું ગીત બોલિવૂડના સિતારાઓ સુધી પહોંચ્યું. ત્યારબાદ હિમેશ રેશમિયા તેઓને પોતાના ફિલ્મમાં ગાવાનો અવસર આપ્યો.પરંતુ હિમેશ રેશમિયા પહેલા એક વ્યક્તિ છે જે રાનું માટે ફરિસ્તો બનીને આવ્યો. આ વ્યક્તિએ રાનું નો વિડીયો બનાવ્યો જે વાયરલ થઈ ગયો. ચાલો અમે તમને એ વ્યક્તિ સાથે મુલાકાત કરાવીએ.હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ “હેપ્પી હાર્ડી એન્ડ હીર” છે.

જેમાં રાનુ મંડલે “તેરી મેરી કહાની” નામનું ગીત ગાયેલ છે. હિમેશ રેશમિયા એ એક વિડિયો પણ શેર કરેલ છે જેમાં રાનું સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતી નજર આવે છે. તેની પાસે હિમેશ રેશમિયા ઉભા રહીને તેને ગાઈડ કરતા નજર આવે છે.બંગાળના રાણાઘાટ સ્ટેશન પર લતા મંગેશકરના ગીતો ગાતી રાનૂ મંડલ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પ્રખ્યાત થયા પછી રાનૂનું જીવન બદલાઈ ગયું. તેણે જે પણ કર્યું, જે કંઈ પહેર્યું, તે અંગે ચર્ચાઓ થવા લાગી. ગયા વર્ષે કોલકાતામાં ભાગ્યે જ કોઈ પૂજાનું પંડાલ હતું, જ્યાં રાનૂ મંડલના ‘એક પ્યાર કા નગ્મા હૈ’ નું સુપરહિટ વર્ઝન સાંભળવા નહીં મળ્યું હોય.

*લોકડાઉનમાં રાનૂ મંડલના કરિયરના લાગ્યો બ્રેક
*કોઈ સ્ટેજ શો કે કામ મળવાનું થયું બંધ
*મહામારીમાં રાનૂ મંડલની આર્થિક સ્થિતિ ફરી થઈ ખરાબ

રાનુને અત્યાર સુધીમાં ઘણી ઓફર મળી ચુકી છે. અને એમને સૌથી મોટું ગિફ્ટ પોતાની દીકરી સાથે મુલાકાતના રૂપમાં મળ્યું. એમનો વિડીયો વાયરલ થયા પછી રાનુને એમની 10 વર્ષ પહેલા એમનાથી છૂટી પડેલી દીકરી પાછી મળી ગઈ.રાનુ પોતાની દીકરીને ગળે વળગીને ભાવુક થતા જોવા મળી હતી. ભીખ માંગવાથી લઈને બોલીવુડ સુધીના રાનુના સફરને જોતા એમની સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરી જેવી જણાવી રહી છે.

રાનું મંડલનું એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું ત્યારે તેમણે અતીન્દ્ર નું નામ પણ ના લીધું અને કહ્યું અને આજે હું જે પણ છું તે મારી પોતાની મહેનત, સંઘર્ષ અને ભગવાનની કૃપાથી હું આ જગ્યા પર પહોંચી છું.આ સાથે જ રાનૂ સોશિયલ મીડિયા પર પણ છવાઈ ગઈ અને તેની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ. હિમેશ રેશમિયા માટે તેણે ત્રણ ગીતો રેકોર્ડ કર્યા અને અબૂ ધાબી અને કુવેત સહિત ઘણી જગ્યાએ શો પણ કર્યા. પરંતુ હવે એવું લાગે છે કે રાનૂ મંડલનો જાદુ ગાયબ થઈ ગયો છે. નવેમ્બર 2019માં તેણે હિમેશ રેશમિયા સાથે ત્રણ ગીતો રેકોર્ડ કર્યા હતા પરંતુ હાલમાં તેના અંગે કંઈ સાંભળવા મળી રહ્યું નથી.

એક પછી એક વિવાદોમાં ઘેરાયેલી રાનૂ હાલમાં કામ શોધવા માટે સંઘર્ષ કરી રહી છે. લોકપ્રિય થયા પછી રાનૂ પોતાનું જૂનું ઘર છોડીને એક નવા મકાનમાં ચાલી ગઈ. પરંતુ અહેવાલો અનુસાર, કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન પહેલાં રાનૂ આ નવું મકાન છોડીને જૂના મકાનમાં જતી રહી હતી. સમાચાર અનુસાર, રાનૂને બોલિવૂડમાં વધારે કામ મળ્યું નથી અને તેની આર્થિક સ્થિતિ ખરાબ છે.

નવેમ્બર 2019માં રાનૂ સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા ચાહક સાથે અસભ્ય વર્તન કરતા જોવા મળી હતી. તેની વર્તણૂક બદલ તેને લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો. આ પછી લોકડાઉનમાં રાનૂ લોકોની યાદથી દૂર થઈ ગયો. લોકડાઉન દરમિયાન રાનૂ કેટલાક ગરીબ લોકોની મદદ કરતા જોવા મળી હતી. હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે, તેની હાલત ખરાબ છે અને તેને મદદની જરૂર છે. જે કમાયું તેનાથી જેમતેજ ગુજરાન ચાલી રહ્યું છે. જોકે, આ હવે રાનૂની કહાનીનું અંત છે તે કહેવું જરા ઉતાવળ હશે.

Advertisement