રાત્રે સૂતા પહેલા લસણનો કરો આ રીતે ઉપયોગ માત્ર 7 દિવસમાં ઓછી થઈ જાશે પેટની ચરબી….

લસણ માત્ર ભોજનમાં સ્વાદ વધારે છે એવું નથી પરંતુ લસણ એક શ્રેષ્ઠ ઔષધી પણ છે. કેટલાક લોકો લસણની ગંધને કારણે તેનાથી દૂર રહે છે પરંતુ તે લોકો નથી જાણતા કે લસણ પ્રકુતિની એક એવી ભેટ સમાન છે જેના લાભ બીજે ક્યાંય ન મળે. લસણથી થનારા લાભ અને તેના આયુર્વેદિક ગુણો સદીઓ જુના છે. સંશોધન મુજબ 5000 વર્ષ પહેલાં પણ લસણનો ઉપયોગ ઉપચાર માટે કરવામાં આવતો હતો. લસણ અનેક રોગોમાં વરદાન સમાન સાબિત થાય છે.

આજની યુવા પેઢી જંક ફૂડના ક્ષેત્રમાં ખરાબ રીતે ફસાઈ રહી છે. આવી સ્થિતિમાં લીલા શાકભાજીને બદલે ફાસ્ટ ફૂડ દરેકની પ્રથમ પસંદગી બની ગયા છે. જો કે આ ફૂડ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ઘણા બધા ગેરફાયદા થાય છે. મોટાભાગના ફૂડમાં મસાલા અને આજીનોમોટો જેવા હાનિકારક તત્વોનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે જે શરીરની અંદર પહોંચીને કોલેસ્ટ્રોલ વધારે છે અને સાથે જ આપણું વજન પણ બેગણું કરી દે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ મેદસ્વીપણાથી પીડિત છો, તો આ વિશેષ આર્ટિકલ ફક્ત તમારા માટે છે.લસણને ખાસ કરીને શરીરમાં પેટ માટે સ્વસ્થ માનવામાં આવે છે. આ સિવાય લસણ વધતી ચરબીનો દુશ્મન છે. ઘણી આયુર્વેદિક દવાઓમાં લસણનો ઉપયોગ ચરબી ઘટાડવા માટે કરવામાં આવે છે.

લસણમાં ખાટા રસ સિવાય બાકીના પાંચે (ગળ્યો, ખારો, તીખો, તૂરો અને કડવો) રસ રહેલા છે. જેમાં તીખો રસ મુખ્ય હોય છે. ગુણમાં તે ગરમ, તીક્ષ્ણ, રસાયન, પાચક, પચવામાં ભારે, વીર્યવર્ધક, ઝાડો સાફ કરનાર, ભાંગેલાં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે. લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ, મંદાગ્નિ વગેરે મટાડે છે. લસણમાં એક ઊડનશીલ તેલ રહેલું હોય છે. જેમાં એલાઇલ-પ્રોપાઇલ સલ્ફાઇડ 6 ટકા, ડાયએલાઇલ ડાયસલ્ફાઇડ 6 ટકા તથા બીજાં બે ગંધકયુક્ત દ્રવ્યો જોવા મળે છે.

જો તમે પણ તમારા પેટની વધતી ચરબીથી આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યા છો, તો પછી લસણ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે લસણ એ એક એવો પદાર્થ અથવા શાકભાજી છે, જેનો ઉપયોગ ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં કરવામાં આવે છે. તે એવા પ્રકારની ઉર્જાનો સ્રોત છે. તેને બાફીને અથવા સુકું પણ ખાઈ શકાય છે. જો કે વધુ લસણ ખાવાથી શરીરને નુકસાન થાય છે, પરંતુ જો તેને દવા તરીકે ખાવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. લસણ પેટની વધતી ચરબી માટે એક એવો પદાર્થ છે, જે ટૂંક સમયમાં જ ચરબી ઓગળી શકે છે. આજે અમે તમને લસણનો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે ફક્ત 7 દિવસમાં તમારું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.

સૂતા પહેલા કરો આ ઉપાય: આજ સુધી તમે ઘણા હેલ્થ ટોનિક અથવા વજન ઘટાડનારા સપ્લીમેંટસનું સેવન કર્યું હશે. આ બધી ચીજો વજનને ઘણી હદ સુધી ઘટાડે છે, પરંતુ તેની આડઅસર પછીથી તમને ખૂબ પરેશાન કરે છે. આવી સ્થિતિમાં, લસણ એક એવો આયુર્વેદિક ઉપાય છે, જેના સેવન દ્વારા તમને કોઈ પણ પ્રકારની આડઅસર નહીં થાય. આ ઉપાય તમારે રાત્રે સૂતા પહેલા કરવો પડશે. આ માટે તમે રાત્રે સૂતા પહેલા લસણની બે કળીઓ ખાઓ. આ કરવાના ત્રણ દિવસની અંદર, તમને તફાવત જોવા મળશે. લસણ દ્વારા માત્ર તમારા પેટની ચરબી જ ઘટશે નહીં, પરંતુ તમારું લોહી પણ સ્વચ્છ રહેશે, જેના કારણે તમારી ત્વચામાં ગ્લો જોવા મળશે. આ સિવાય જો તમારા પગ અથવા કાનમાં કોઈ ફંગલ ઇન્ફેક્શન થયું છે, તો લસણ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

હ્રદય રોગોથી પણ મળશે રાહત: જો તમને બ્લડપ્રેશર અથવા હ્ર્દય રોગોને લગતી કોઈ સમસ્યા છે, તો રાત્રે સુતા પહેલા લસણની 2 કળીઓ ખાઓ અને પછી નવશેકું પાણી પીવો. તેનાથી તમને થોડા દિવસોમાં ફરક જોવા મળશે. નિષ્ણાંતોના મતે આ ઉપાય નિયમિત કરવાથી શરીરમાં હાજર તમામ ઝેર બહાર આવે છે અને આપણને રોગો સામે લડવાની શક્તિ મળે છે. ઉપરાંત, લસણ આપણા ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને પાચનની પ્રક્રિયાને જાળવી રાખે છે.

રાતે સૂતાં પહેલાં એક ચમચી ઓલિવ ઓઈલ અથવા સોયાબીન ઓઈલમાં લસણની પેસ્ટ લેવાથી લિવર સ્વચ્છ થવાની સાથે તે મજબૂત બનીને કાર્યરત રહે છે. લસણમાં વિટામિન સી, એ, બી અને જી તથા સલ્ફર, લોહ, કેલ્શિયમ ઉપરાંત નકામા બેકટેરિયાનો નાશ કરતું એલિસિન નામનું તત્વ છે. લસણની તાજી પેસ્ટમાં ડિપ્થેરિયા અને ટીબીના જીવાણુને નષ્ટ કરવાનો ગુણ છે.આંતરડાનાં કેન્સરથી પીડાતી વ્યક્તિ ડોક્ટરની સલાહ પ્રમાણે લસણનો ઉપયોગ કરે તો કેન્સર સામે લડી શકે છે. લસણમાં ફ્રી રેડિકલ્સને રોકવાની શક્તિ છે. કેન્સરની ગાંઠ ફ્રી રેડિકલ્સથી થતી હોવાનો સંશોધકોનો મત છે. આવાં રેડિકલ્સ ડીએનએ, સેલ મેમ્બ્રેન્સ માટે હાનિકર્તા છે. લસણમાં રહેલું એલિનસ નામનું એન્ઝાઈમ નકામા કોષનો નાશ કરે છે.

હાઈપર ટેન્શન, હાઈ બીપીની તકલીફ થઈ હોય તો રોજ તાજાં લસણની બે કળી ખાવાથી લોહીનું ભ્રમણ થાય છે. નસો સ્નિગ્ધ રહે છે. આ ઉપરાંત લસણ વિશે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં એવું જણાયું છે કે એનિમિયા, રૂમેટિક ડિસિઝ, કટિવા, ડાયાબિટીસ, હાઈપોગ્લાઈસેમિયા, અસ્થમા, ઊધરસ, એલર્જી, આંતરડાના વર્મ્સ પેરાસાઈટિક ડાયેરિયા અને કેન્સરની સારવારમાં ઉપયોગી છે. આ ઉપરાંત તે કબજિયાત દૂર કરવામાં ઉપયોગી છે. ખીલ પર લસણનો રસ નિયમિત લગાવશો તો ધીમે ધીમે ખીલ ઓછી થઇ શકે છે. તમે તેના રસમાં વ્હાઇટ વિનેગર પણ નાંખીને લગાવી શકો છો. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે જે ત્વચાને કોમળ અને મુલાયમ બનાવે છે. જો તમે તમારા ફેસ માસ્કમાં કેટલીક પીસેલી લસણની પેસ્ટ નાંખશો ત્વચા મુલાયમ બનશે.

દરરોજ લસણની એક કળીનું સેવન કરવાથી શરીરને વિટામિન એ, બી અને સીની સાથે આયોડીન, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો એકસાથે મળી જાય છે. જેથી શરીરમાં આ પોષક તત્વોની ઉણપ સર્જાતી નથી અને અનેક સમસ્યાઓ દૂર રહે છે.લસણનું તેલ હથેળી અને પગમાં લગાવવાથી મચ્છરો પાસે આવતા નથી અને કરડતા નથી. સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જેથી જો તમને ખીસ-ફોડલીની સમસ્યા રહેતી હોય તો તમારે સેવન કરવું જોઈએ.નિયમિતપણે લસણનો ઉપયોગ અને સેવન કરવાથી ત્વચામાં થતી સંક્રમણની સમસ્યા પણ દૂર થાય છે. સાથે ત્વચા સંબંધી રોગોમાં પણ રાહત મળે છે.

લસણની કળીવાળો આહાર લેવાથી ચરબીનું પ્રમાણ ઘટતાં કમ્મરનો ઘેરાવો ઓછો થાય છે. ટાઈપ-ટૂ ડાયાબિટીસ માટે લસણ શ્રેષ્ઠ કુદરતી ઔષધની ગરજ સારે છે. લસણનું સેવન શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને વધારી દે છે. જેનાથી ડાયાબિટીસની બીમારીમાં ઘણો ફાયદો થાય છે અને લસણના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છેકોલેસ્ટ્રોલના દર્દી માટે પણ લસણ અત્યંત ફાયદાકારક હોય છે. આ લોહીને પાતળું કરવામાં મદદ કરે છે અને શરીરમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે. ઘા પડ્યા બાદ લોહી વહેવાનો ભય પણ રહેતો નથી. લસણમાં રહેલા તત્વથી પ્લેટલેટ્સ, લોહી ગંઠાવાની પ્રક્રિયા ધીમી પાડે છે. લોહીની નળી પાતળી રાખે છે જેથી લોહીનું પરિભ્રમણ બરાબર થાય અને હૃદયરોગનો હુમલો ન આવે. લસણ હૃદયને ઓક્સીજન રેડીકલ્સના પ્રભાવથી બચાવે છે. જેથી હૃદયને કોઈ નુકસાન ન પહોંચે. તેના સલ્ફરયુક્ત યૌંગિક આપણી લોહી કોશિકાઓને અવરોધથી બચાવે છે. જેના કારણે એથ્રેરોસ્લેરોસિસની સમસ્યાને દૂર કરે છે.

સરસિયાના તેલમાં લસણની કળી નાખી ઉકાળીને આ તેલ કાનમાં નાખવામાં આવે તો કાનના દુખાવામાં તરત જ રાહત મળે છે. બાળકો માટે પણ આ રીતે ઉપયોગ કરી શકાય છે.તમારા રોજિંદા ખોરાકમાં લસણ સામેલ કરી લેવાથી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. જો મોસમી શરદી અથવા ખાંસી થઈ જાય તો લસણની ચા બનાવીને પીવાથી બહુ જલ્દી ફાયદો થાય છે.ઠંડી અથવા બદલાતા મોસમમાં મોટાભાગે કોઈપણ ઉંમરના લોકોને કફ અને ઉધરસની સમસ્યા થતી હોય છે આવામાં જો તમે લસણનો નિયમિતપણે ઉપયોગ કરો તો આવી નાની-નાની સમસ્યાઓ તમારાથી દૂર રહશે.લસણમાં એન્ટી-ઈન્ફ્લામેન્ટરી પ્રોપર્ટી હોય છે. જેની મદદથી એલર્જીને દૂર ભગાવી શકાય છે. જો લસણના જ્યૂસને પીવામાં આવે તો રેસિસ અને ચકામા પડવાની સમસ્યા પણ દૂર થાય છે.

સિરોસિયસની સમસ્યામાં લસણ રામબાણ દવા તરીકે કામ કરે છે. સિરોસિયસથી પ્રભાવિત સ્થાન પર લસણનું તેલ લગાવવાથી ત્વચા સુંવાળી અને ક્ષતિરહિત થાય છે.લસણમાં ડાયલી સલ્ફાઈડ હોય છે. જે ફેરોપોરટિનની માત્રાને વધારે છે અને આયરન મેટાબોલિઝ્મને સુધારે છે.નિયમિત લસણ આરોગવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. એસિડિટી અને ગેસ્ટ્રિકની સમસ્યા પણ દૂર થાય છે. હૃદયની બીમારીઓ સાથે તાણ પણ દૂર થાય છે.લસણને દૂધમાં ઉકાળીને બાળકોને આપવાથી બાળકોમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. લસણની કળીને આગમાં સાંતળી બાળકને આપવાથી શ્વાસની સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે. જે બાળકોને શરદી વધારે થાય છે તેમણે લસણની કળીની માળા બનાવીને પહેરવી જોઈએ.

લસણના સેવનથી કામોત્તેજના બરકરાર રહે છે કારણ કે તે શરીરમાં સારી રીતે પરિભ્રમણ કરે છે.લસણના સેવનથી વાયરલ, ફંગલ, યીસ્ટ અને વોર્મ સંક્રમણ પણ થતું નથી. તાજા લસણના સેવનથી ફુડ પોઈઝનિંગનો ખતરો રહેતો નથી.નિયમિત લસણનો ઉપયોગ કરવાથી સાંધામાં થતાં દુખાવામાં આરામ મળે છે. સાથે શરીરના અન્ય ભાગોમાં થતાં દુખાવામાં પણ રાહત મળે છે.જે લોકોના શરીરમાં લોહીની કમી હોય છે તેઓએ લસણનું સેવન કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં લોહતત્વ હોય છે. જે લોહીના નિર્માણમાં મદદ કરે છે. લસણમાં વિટામિન હોવાથી સ્કર્વી રોગથી પણ બચાવે છે.

લસણ ખાવાથી વાળ ખરતા બંદ થઈ જાય છે. લસણમાં એલિસીન તત્વ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ સલ્ફર પણ હોય છે. લસણને વાટીને સ્કેલ્પમાં લગાવવાથી પણ હેર ફોલ ઘટી જાય છે.લસણના સેવનથી દાંતના દુખાવામાં આરામ મળે છે. દાંતમાં દુખાવો થાય ત્યારે લસણને કાચું વાટીને દાંતમાં રાખી લેવું તેનાથી તરત આરામ મળે છે કારણ કે લસણમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે. જે દાંત પર સીધો પ્રભાવ નાખે છે.લસણની 5 કળીને થોડાક પાણીમાં નાખીને પીસી લેવી અને તેમાં 10 ગ્રામ મધ મિક્ષ કરીને સવાર-સાંજ તેનું સેવન કરવું. આ ઉપાય કરવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે.

લસણનું સેવન બાળકો માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ મોસમી બીમારીઓમાં તો લાભકારક હોય જ છે. સાથે જ પાંચ વર્ષ સુધીના બાળકોમાં થનારા પ્રાયમરી કોમ્પલેક્સમાં પણ બહુ ફાયદાકારક સાબિત થાય છે.ફેફસામાં પાણી ભરાયું હોય તો લસણને વાટીને સહેજ ગરમ કરીને દર્દીની છાતી પર બાંધવાથી દર્દમાં રાહત થાય છે.હાથ-પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકી મધ સાથે થોડા દિવસ ખાવાથી કળતર દૂર થાય છે.સગર્ભાઓ અને પિત્તની તકલીફવાળાએ લસણનો ઉપયોગ કરવાનું હિતાવહ નથી. આજે પણ અનેક કુટુંબમાં ભોજન સમયે લસણના અથાણાંનો ઉપયોગ કરાય છે. એના વગર શિરામણ અથવા બપોરનું ભોજન કે રાતનું વાળું અધૂરું ગણાય છે. ઘણાં કુટુંબમાં હિંગની સાથે લસણની કળી નાખેલો વધાર કરેલી કઢીનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો લસણવાળી વાનગી એટલે નથી ખાતા કે તે ખાધા પછી તેમના મોંમાં વાસ રહી જતી હોય છે. એનો સરળ ઉપાય લસણવાળી વાનગી ખાધા પછી બ્રશ કરીને કોગળા કરવાનો છે. માઉથ વોશથી કોગળા કરવાથી પણ વાસ નીકળી જાય છે.