રેખાના દુપટ્ટાથી કોણે કરી હતી આત્મહત્યા? જાણો રેખા થી જોડાયેલ થોડી રસપ્રદ વાતો…

બોલીવુડની લવ સ્ટોરી ઘણી ફેમસ હોય છે. અહીના કલાકારોના ઘણા બધા અફેયર હોય છે. અને એમાંથી ઘણા કલાકાર જેની સાથે અફેયર હોય એના સિવાય કોઈ બીજા સાથે લગ્ન કરી લે છે. ઘણા કલાકારો બે કે ત્રણ લગ્ન પણ કરે છે. અને એ યાદીમાં એક અભિનેત્રી રેખા પણ આવે છે. રેખા બોલીવુંડની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. તે પોતાના સમયની ફક્ત સુંદર એક્ટ્રેસ નહિ પણ તે એક શ્રેષ્ઠ અદાકારા પણ હતી. રેખાએ પોતાના જીવનમાં ઘણી શ્રેષ્ઠ અભિનેતાઓ સાથે ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યુ છે.એ વાત તો તમે જાણો છો કે બોલીવુડ સાથે જોડાયેલ લગભગ દરેક વ્યક્તિ કોઈ ને કોઈ વિવાદોનો શિકાર થઇ ચુક્યા છે, તો રેખા પણ કેવી રીતે બચી શકે છે? રેખાનું નામ પણ ઘણા વિવાદોના કારણે ચર્ચામાં આવી ચૂક્યું છે. રેખા ફિલ્મી દુનિયા સિવાય પોતાના વ્યક્તિગત જીવનમાં પણ વિવાદોથી ધેરાયેલી હોય છે.

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ, કે થોડા સમય પહેલા રેખાની બાયોગ્રાફી “રેખા: દ અનટોલ્ડ સ્ટોરી” રિલીઝ થઇ છે. એમાં રેખાના જીવન સાથે જોડાયેલા તમામ કિસ્સા અને રહસ્યો વિષે જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે યાસિર ઉસ્માને આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં ઘણા એવા સવાલોના જવાબ પણ આપવામાં આવ્યા છે, જેના વિષે લોકો હંમેશા જાણવા માંગે છે. થોડા સમય પહેલા એક સવાલ ખુબ ચર્ચિત થયો હતો, જેનો જવાબ દરેક જાણવા માંગે છે. એ સવાલ છે કે રેખા કોના નામનું સિંદૂર લગાવે છે?

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી રેખા તમિલ સ્ટાર જેમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પવલ્લી ની પુત્રી છે. ખાસ વાત તો એ છે કે અભિનેત્રી જ્યારે તેની માના પેટમાં હતી ત્યારે તેની માતાના તેના પિતા સાથે લગ્ન થયા હતા. અભિનેત્રીનું બાળપણ ખૂબ જ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થયો છે. તેના પિતાએ રેખાને ત્યારે પણ પોતાનું નામ નહોતું આપ્યું. શરૂઆતના દિવસોની અંદર રેખા એક સામાન્ય માણસ તરીકે રહેતી જેના કારણે તેને કોઈ ફિલ્મો પણ મળતી ન હતી. આ ઉપરાંત તેમનો રંગ સાફ ના હોવાના કારણે તેમના પિતા જેમિની ગણેશન એ પણ ક્યારેય રેખા ને પોતાનું નામ નહોતું આપ્યું પરંતુ આટલું બધું હોવા છતાં પણ રેખા એ પોતાના જીવનમાં હાર ના માની અને આ નિરંતર પ્રયાસ કરતી રહી.

ત્યારબાદ વર્ષ 1976 ની અંદર રેખા એ પોતાની જાતને પૂરી રીતે બદલી નાખી. ત્યારબાદ તેણે બોલિવૂડની ફિલ્મ “ દો અંજાને” ની અંદર દમદાર એન્ટ્રી કરી. આજે તે જે મુકામ પર છે તે મુકામ બહુ ઓછા લોકો હાંસલ કરી શકે છે. આ મુકામ સુધી પહોંચવા માટે રેખાએ પોતાના જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો પણ કર્યા છે. ત્યારે તે આ પ્રકારની સફળતાની સીડી પર પહોંચી શકી છે.

દરેક લોકો જાણે છે કે ખૂબ લાંબા સમયથી બોલીવુડની આ અભિનેત્રી ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. તેથી કરીને દરેક લોકોના મનમાં સવાલો ઉત્પન્ન થતો હોય છે કે અભિનેત્રી ફિલ્મોમાં કામ નથી કરી રહી તો તે પોતાના ખર્ચો કેવી રીતે ચલાવતા હશે? તમે ને જણાવી દે કે રેખાની બહુ જલદી બે ફિલ્મો આવવાની છે. આ ફિલ્મો ઉપરાંત રેખા પોતાના મુંબઈમાં તથા દક્ષિણ ભારતમાં રહેલા બે મકાનોના રેન્ટ થી પણ પોતાનું ગુજરાન ચલાવી લે છે.

બોલિવૂડની સુપરસ્ટાર એક્ટ્રેસ રેખાની પર્સનલ લાઇફ આજે પણ રહસ્ય છે. 90ના દશકમાં જેટલી પોપ્યુલર હતી એટલા જે તમના અફેરના કિસ્સા પણ ફેમસ હતા. આજે સુંદરતાનુ પ્રતિક ગણી શકાય તેવી એક્ટ્રેસ રેખાનો આજે જન્મદિવસ છે. ત્યારે અમે તમને જણાવીશું રેખાની લાઇફના કેટલાક કિસ્સા.રેખાનો આજે છે જન્મદિવસ બચ્ચન સાથેનુ અફેર રહ્યું ચર્ચામાં કેમ રેખા સેથો પુરે છે?

રેખાનુ લગ્નજીવન,શું તમને ખબર છે કે રેખાના પતિ મુકેશ અગ્રવાલે લગ્નના 1 વર્ષ બાદ આત્મહત્યા કરી લીધી હતી. વર્ષ 1990માં બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે રેખાના લગ્ન થયા હતા. મુકેશને રેખા ખુબ જ ગમતી હતી, જે દિવસે મુકેશે રેખાને પ્રપોઝ કર્યુ તે જ દિવસે.લગ્ન બાદ જ્યારે રેખાને ખબર પડી કે તેનો પતિ મુકેશ ડિપ્રેશનમાં છે તો તેને છોડીને તે વિદેશ જતી રહી હતી. રેખા જ્યારે વિદેશમાં હતી ત્યારે જ મુકેશે ભારતમાં આત્મહત્યા કરી લીધી હતી. મુકેશે રેખાના જ દુપટ્ટા વડે આત્મહત્યા કરી લીધી હતી.જ્યારે આ ખબર બહાર આવી ત્યારે રેખાની ઇમેજ નેગેટીવ થઇ ગઇ હતી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો અને મુકેશના પરિવારના લોકોએ રેખાને ખુબ ખરીખોટી સંભળાવી હતી.

રેખાના સિંદુર પુરવાની વાત લોકોને ઘણી વિચિત્ર લાગે છે, કારણ કે રેખાના પતિ મુકેશ અગ્રવાલનું મૃત્યુ તો ઘણા વર્ષો પહેલા જ થઇ ગઈ ગયું હતું. જયારે પતિનું મૃત્યુ ખુબ પહેલા થયું છે, અને રેખાએ બીજી વખત કોઈના જોડે લગ્ન પણ કર્યા નથી, તો પછી રેખા કોના નામનો સિંદૂર પોતાના માથા પર લગાવે છે? લોકો દ્વારા પૂછવામાં આવતા આ સવાલ પર એમણે ચુપ્પી રાખી છે. પણ હવે આ સવાલનો જવાબ છેલ્લે યાસિર ઉસ્માનના લખેલા પુસ્તકમાં મળી ગયો છે. તેમણે ખુલાસો કર્યો છે કે રેખા બીજા કોઈનું નહિ પણ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સંજય દત્તના નામનું સિંદૂર લગાવે છે.

રેખાને ગાર્ડ લખે છે ચિઠ્ઠી કહેવામાં આવે છે કે રેખાનો મુંબઇમાં બંગલો છે ત્યાં કોઇ પણ પુરુષને પ્રવેશવાની મનાઇ છે. બંગલાના ગાર્ડ પણ કામ હોય તો રેખાને ચિઠ્ઠી લખે છે, જે ચિઠ્ઠી તેમના સુધી પહોંચાડવામાં આવે છે. આ વાત પર રેખા ક્યારેય કંઇ બોલી નથી. કહેવામાં તો એવુ પણ આવે છે કે રેખા તે બંગલામાં તેની સેક્રેટરી ફરઝાના સાથે રહે છે.

બચ્ચન સાથે સંબંધએક સમય પર બી-ટાઉનમાં રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધોની ચર્ચાએ ખૂબ જોર પકડ્યુ હતુ. કહેવામાં આવે છે કે એક વાર જયા બચ્ચને એક વાર રેખાને ફોન કરીને ઘરે બોલાવી અને કહ્યું કે તે અમિતાભ બચ્ચનને નહી છોડે. આ બાદ કુલી ફિલ્મના સેટ પર બચ્ચન સાથે જે ઘટના બની ત્યારે રેખા અમિતાભને મળવા હોસ્પિટલ પહોંચી પરંતુ તેમને મળવા દેવામાં આવ્યા નહી. આ બાદથી જ બંનેનુ અફેર સમાપ્ત થઇ ગયુ.

તમને વિચિત્ર લાગતું હશે પણ આ હકીકત છે. પહેલા રેખા અમિતાભ બચ્ચનની ખુબ નજીક હતી, પરંતુ જયાને કારણે અમિતાભ તેમનાથી દૂર ચાલ્યા ગયા. ત્યારબાદ વિનોદ મેહરા સાથે પણ રેખાના લગ્ન તુટી ગયા. આ કારણે રેખા અંદરથી સંપૂર્ણ રીતે ભાંગી પડી, અને પોતાને બિલકુલ એકલી અનુભવવા લાગી. તે સમયે રેખા સંજય દત્તની સાથે ફિલ્મ “જમીન-આસમાન”ની શૂટિંગ કરી રહી હતી. રેખા ખુબ દુઃખી હતી અને ત્યારે સંજય દત્ત તેનાથી ખુબ નજીક આવી ચુક્યા હતા.

સંજય દત્તે લગ્ન પણ કાર્ય હતા રેખા જોડે અ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી સંજય દત્તે પોતાનાથી 5 વર્ષ મોટી રેખા સાથે લગ્ન પણ કર્યા હતા, અને ઘણા દિવસો સુધી ઘરેથી ગાયબ પણ રહ્યા. જયારે આ વાત સંજય દત્તના પિતા સુનિલ દત્તને ખબર પડી તો તેમણે સંજયને શોધીને તેમના લગ્ન ઋચા શર્મા જોડે કરાવી દીધા. રેખાએ પ્રત્યક્ષ રૂપથી આ વાતની હકીકતને સ્વીકારી નથી, પરંતુ એક સત્ય એ પણ છે કે તેમણે ક્યારેય આને ના પણ નથી પાડી.