રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણી સાથે કરો બે લવિંગ નું સેવન, એનાથી થઈ જશે આ 5 ગંભીર રોગો દૂર…

આજકાલની ભાગ દોડ ભરી જીવનશૈલીમાં પોતાનો ખ્યાલ રાખવો ખૂબ મુશ્કિલ થઈ ગયું છે .સમયસર આહાર ન લેવાના કારણે સમસ્યાઓ થાય છે.. આ મામલામાં પુરુષ સૌથી આગળ છે. કેમ કે ચાલું કામ માં આરોગ્ય નું ધ્યાન નથી રાખી શકતા. એવામાં એમને શારીરિક થાક સાથે બીજી પણ સમસ્યા થાય છે.

તમારા રસોઈઘરમાં અનેકવિધ એવી વસ્તુઓ હાજર છે, જે તમારા સ્વાસ્થ્યને નીરોગી બનાવી શકે છે. આજે આપણે વાત કરીશું લવિંગ વિશે. તેમા અનેકવિધ પ્રકારના ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે લાભદાયી સાબિત થાય છે. જો રાત્રે સુતા પહેલાં તમે નિયમિત બે લવિંગ હુંફાળા જળ સાથે સેવન કરો તો તમને અનેકવિધ લાભ પ્રાપ્ત થઇ શકે છે. તો ચાલો જાણીએ આ લાભ વિશે.

દરેક સમસ્યા માટે લવિંગ એક અસરકારક સાબિત થાય છે.ભારતીય મસાલા ની અંદર લવિંગનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. લવિંગ સ્વાદમાં તીખા હોય છે અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગ ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે કેજે તમારા શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પુરુષો માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ લવિંગના અમુક એવા ફાયદાઓ કે જેના વિશે નહી જાણતા હોવ તમે.

જો તમે નિયમિત રાત્રે હુંફાળા જળ સાથે લવિંગનુ સેવન કરો તો શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ સામે રાહત મેળવી શકો છો. તેમા પુષ્કળ માત્રામા વિટામિન-સી મળી આવે છે, જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે સહાયરૂપ સાબિત થાય છે અને તમને શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.

જો તમે નિયમિત રાત્રે હુંફાળા જળ સાથે લવિંગનું સેવન કરો તો ડાયાબિટીસ થવાનો ભય ઘટી જાય છે અને બ્લડશુગર પણ નિયંત્રણમા રહે છે. લવિંગ પર કરવામાં આવેલ એક સંશોધન મુજબ તેમા મળી આવતુ એક વિશેષ તત્વ નાઈટ જૈસ નાઇજેરિસીન ઈન્સ્યુલિનની માત્રા વધારે છે. જેના કારણે ડાયાબિટીસ થવાની સંભાવના ઘટી જાય છે.

આ લવિંગ પાચનક્રિયા માટે પણ ખુબ જ લાભદાયી માનવામા આવે છે. જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તમને કબજીયાત અને ગેસની સમસ્યા સામે રાહત મળે છે. આ સિવાય તેમાં સમાવિષ્ટ એન્ટી-માઈક્રોબાયલ ગુણતત્વો તમારા શરીરમા રહેલા હાનીકારક બેક્ટેરિયાને દૂર કરે છે અને તમારુ પાચન પણ મજબુત બનાવે છે.

જો તમે નિયમિત આ લવિંગનુ સેવન કરો તો તમારા હાડકા પણ મજબુત બને છે. તેમા પુષ્કળ માત્રામા મેગ્નેશિયમ સમાવિષ્ટ હોય છે, જે તમારા હાડકાને કમજોર થવા દેતું નથી. આ સિવાય લીવર માટે પણ લવિંગનુ સેવન લાભદાયી સાબિત થાય છે. લવિંગનુ સેવન કરવાથી તમને લીવર સાથે સંકળાયેલ કોઈપણ સમસ્યા ઉદ્ભવતી નથી. જો તમે નિયમિત રાત્રે સુતા પહેલા હુંફાળા જળ સાથે લવિંગનુ સેવન કરો છો તો તમારુ લીવર મજબુત બને છે.

આયુર્વેદીક વિજ્ઞાન મુજબ શરીર ને સ્વસ્થ રાખવા માટે લવિંગ જરૂરી છે. એમા શામિલ એન્ટીઓક્સીડેન્ટ ઇમ્યુનીટી શક્તિ વધારવામાં ખૂબ મદદ કરે છે. એના થી બીમારી નથી થતી.લવીંગ ખાવાથી શારીરીક શમતા પણ વધે છે. આનાથી રોજ સાંજે દુધ ની સાથે લેવાથી શરીર તંદુરસ્ત રહે છે પુરુષો માટે આ ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં ટેસ્ટોસ્ટેરાન ની સંખ્યા વધારવામાં મદદ કરે છેલવિંગ માં એન્ટી ફંગલ ગુણ હોય છે.

આ શ્વાસ સંબંધીત બીમારી માં રામબાણ સમાન સાબિત થાય છે એના પાવડર ને પીસી ને ખાવાથી શ્વાસ લેવામા થતી મુશ્કેલી થી છુટકારો મળે છે.જે વ્યક્તિઓના મોમાં પાયોરિયાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ ના મોં માંથી દુર્ગંધ આવતી હોય છે. મો માથી આવતી આ દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો 40 થી 45 દિવસો સુધી સતત મો ની અંદર આખું લવિંગ રાખવામાં આવે તો તેના કારણે મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે છે.

લવિંગના પ્રયોગથી ખીલ, બ્લેકહેડ્સ કે વ્હાઈટહેડ્સથી પણ છુટકારો મેળવી શકાય છે. આ માટે તમારી સ્કિન મુજબ તમે જે પણ ફેસપૈકનો ઉપયોગ કરો છો તેમ થોડુ લવિંગનુ તેલ મિક્સ કરી લો અને તેને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો. થોડા જ દિવસમાં ચેહરા પરથી ખીલ ગાયબ થઈ જશે અને ચમકદાર થઈ જશે.

જે લોકો ને દાંત માં દર્દ રહે છે એ લોકોએ દાંત માં દબાવીને રાખવું જોઇએ. આનાથી દર્દ ઓછું થાય છે એના વગર લવિંગ ના તેલ થી દાંતો પર માલિશ કરવાથી રક્તસ્ત્રાવની સમસ્યા પણ દૂર થાય છે.મોટાભાગના લોકો ખરતા વાળની સમસ્યાથી પીડાતા હોય છે.પરંતુ લવિંગ ખરતાં વાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.આ માટે થોડા લવિંગને ગરમ પાણીની અંદર ઉકાળી લો અને ત્યારબાદ તમારા વાળને એ પાણીથી ધોઈ લો.આમ કરવાથી તમારા વાળમાં કુદરતી ચમક આવે છે અને સાથે સાથે તમારા વાળ જડમૂડથી મજબૂત બને છે.જેથી કરીને ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.