રોજ સવારે ઉઠીને બન્ને હથેળી સામે જોઇને બોલો આ મંત્ર, પછી જોવો એનો કમાલ,તમારા જીવન માં થશે કઈ આવું….

આજનો જમાનો જ એવો આવી ગયો છે કે દરેક વ્યક્તિ પાસે ફોન હોય છે. એટલા માટે લગભગ મોટાભાગના લોકો સવારે ઉઠીને પહેલા ફોન લેતા હોય છે. અને ઘણા લોકોને એવી આદત પણ હોય છે કે સૌથી પહેલા અરીસામાં એમનો ચહેરો જોવાનું પસંદ હોય છે. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે જે લોકો માત્ર પોતાની સાથે પ્રેમ કરે છે, તે સવારે ઉઠીને ભગવાનનું નામ લેવાને બદલે પોતાના ચહેરાને જુએ છે.પરંતુ , હાલ તમને એક એવા ઉપચાર વિશે જણાવીશું જે નિયમિત પરોઢે અજમાવવામાં આવે તો તમારા ઘર માં કયારેય પણ ધન ની અછત નહી સર્જાય.

Advertisement

હિંદુ ધર્મો ના શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિ એ પરોઢે ઉઠીને સૌપ્રથમ પોતાની હથેળી ના દર્શન કરવા જોઈએ. આપણાં વડીલો દ્વારા પણ ઘણીવાર આ અંગે આપણ ને શિખામણો આપવામાં આવી હોય છે. પરંતુ , હાલ લોકો આ આધુનિકીકરણ મા એટલા ગૂંચવાઈ ગયા છે કે પોતાના દેશની પૌરાણિક સંસ્કૃતિ અને પરંપરા ને વિસરતાં જાય છે. પરંતુ , હાલ આ લેખમાં તમને પરોઢે ઉઠીને હથેળીના દર્શન કરવાથી થતાં લાભો વિશે માહિતગાર કરીશું.

આપણે સૌ આ વાત જાણીએ છીએ કે આપણાં ભાગ્ય ની રેખાઓ આપણાં હાથ માં કોતરીયેલી છે. માટે જો પરોઢે ઉઠીને તમે હથેળી ના દર્શન કરો તો તમને અનેક પ્રકાર ના લાભો થશે અને તમારું સૂતેલું ભાગ્ય ખુલી જશે. આ ઉપરાંત જો તમે પરોઢે ઉઠીને સૌથી પહેલા હથેળી ના દર્શન કરો છો તો તમારું સંપૂર્ણ જીવન સકારાત્મક વ્યતીત થશે. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો એકવાર અજમાવી જુઓ તમને પણ વિશ્વાસ આવી જશે.

નિયમિત પરોઢે ઉઠીને હથેળીઓ ના દર્શન કરતી વખતે આ મંત્રનુ મંત્રોચ્ચારણ કરવું.कराग्रे वसते लक्ष्मी: करमूले सरस्वती।करमद्ये तु गोविन्द: प्रभाते करदर्शनम्।।આ શ્લોક નો ઉલ્લેખ આપણાં પૌરાણિક શાસ્ત્રો માં કરવામાં આવેલો છે. આપણી હથેળી ના આગળ ના ભાગ માં લક્ષ્મીજી નો વાસ થાય છે તથા હાથ ના મૂળ ભાગ માં સરસ્વતીજી નો વાસ થાય છે અને હાથ ના મધ્ય ભાગ માં પ્રભુ શ્રી નારાયણ નો વાસ થાય છે માટે નિયમિત પરોઢે ઉઠીને આપણે હથેળી નું દર્શન કરવું જેથી આપણા પર પ્રભુ ની અસીમ કૃપા બની રહે અને આપણાં તમામ કાર્યો સફળતાપૂર્વક પાર પડી જાય છે માટે નિયમિત પરોઢે ઉઠીને સૌપ્રથમ આ કાર્ય કરવું.

આપણાં પ્રાચીન શાસ્ત્રો માં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે આપણી હથેળીઓ માં દેવી-દેવતાઓ નો વાસ થાય છે. તેથી , પરોઢે ઉઠીને આ હથેળીઓ નું દર્શન કરવાથી આપણું મન શાંત રહે છે તથા ધાર્યા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય છે. આ ઉપરાંત જીવન માં પ્રવર્તતી તમામ સમસ્યાઓ નો અંત આવૈ છે. જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટી એ જોઈએ તો પરોઢે ઉઠીને હથેળીઓ એકબીજા સાથે ઘસી તેને આંખો પર મૂકવામાં આવે તો આપણી આંખો ના તેજ માં વૃદ્ધિ થાય છે તથા આપણાં શરીરમાં વહેતા રક્ત નું પ્રમાણ નિયંત્રિત રહે છે.

આ મંત્ર ઉપરાંત હજુ પણ એક મંત્ર છે જેનું મંત્રોચ્ચારણ કરવાથી તમારા જીવન મા આવનાર તમામ સમસ્યાઓ નો અંત આવી જશે. કારણ કે , આ મંત્ર માં પ્રભુ નારાયણ ના ૧૦૦૦ નામ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રો ના મંત્રોચ્ચારણ થી તમને ખૂબ જ ફાયદો થશે.“नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे.सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नम:!પરોઢે ઉઠીને હથેળીઓ નું દર્શન કરતા કરતા આ મંત્ર નું મંત્રોચ્ચારણ કરવાને લીધે મનુષ્ય ના મન માં આત્મનિર્ભરતા તથા સ્વાવલંબન ની લાગણી નો જન્મ થાય છે. આ લાગણીઓ નો ઉદભવ થવા ના કારણે તમે કોઈપણ કાર્ય માટે બીજા કોઈ નો સહારો લેશો નહી પરંતુ , પોતાનું કાર્ય પોતાની જાતમહેનતે પૂર્ણ કરવાની આદત કેળવશો. આ સંસાર માં વસવાટ કરતો દરેક માનવી જે કંઈપણ શુભ-અશુભ કર્મો કરે છે તે સ્વયં પોતાના હાથો થી જ કરે છે.

આમ, આપણી હથેળીઓ એ અર્થ , કર્મ તથા મોક્ષ ની કુંજી છે. આ શ્લોક માં એવું કહેવામાં આવેલું છે કે , માનવજીવન ને સંસાર માં સફળ બનાવવા માટે ફકત ત્રણ જ વસ્તુઓ ની જરૂર પડશે એ છે ધન , જ્ઞાન અને ઈશ્વર. આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે આંતરકીય રીતે સંકળાયેલી છે. જો તેમાંથી કોઈ એક વસ્તુ પણ પ્રાપ્ત ના થાય તો તેના વગર જીવન અપૂર્ણ બને છે.આ ત્રણેય વસ્તુઓ નો નિવાસ આપણી હથેળી માં થયેલો છે. માટે નિયમિત પરોઢે ઉઠીને આ શ્લોક નું આવાહન કરતા સમયે દ્રઢ નિર્ણય કરવો કે , હું કયારેય પણ કોઈપણ કાર્ય માટે અન્ય પર આધારિત ના રહેતા સ્વયં પોતાની જાત પર નિર્ભર રહીશ અને કઠોર પરિશ્રમ કરીને દરિદ્રતા ને પરાસ્ત કરીશ તથા અંતે મારા ગોવિંદ ને ભજીને આ જીવન માંથી મુક્તિ મેળવીશ.

હથેળી જોવાના લાભ.વિજ્ઞાનમાં હથેળીના દર્શનનો અર્થ છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે હથેળીઓને એકબીજા સાથે ઘસીને આંખો પર મુકવી જોઈએ. સવારે ઉઠીને હથેળીઓના દર્શન કરવાનું એક કારણ વિજ્ઞાનમાં છે એમ કરવાથી આંખોમાં લોહીનો પ્રવાહ આખી રાતની ઊંઘ પછી વ્યવસ્થિત રીતે થવા લાગે છે અને આંખોનું તેજ વધે છે. આવી રીતે દરરોજ કરવાથી ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે.

ઉપર્યુક્ત શ્લોક બોલતા પોતાના હથેલીઓને જોડીને દર્શન કરવા જોઈએ. આ શાસ્ત્રીય વિધાન મોટી જ અર્થપૂર્ણ છે. આથી માનવના મનમાં આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની ભાવના વધે છે. તે જીવનને દરેક કાર્યને બીજાના ભરોસા નહી રહી , પોતાના હાથની તરફ જોઈને અભ્યાસી બની જાય છે. સંસારમાં મનુષ્ય સારા ખરાબ જે પણ કાર્ય કરે છે, તે હાથથી જ કરે છે આ હાથ જ અર્થ, કર્મ અને મોક્ષની કુંજી છે. મૂળ શ્લોક્માં જણાવ્યું છે કે માનવ જીવનની સફળતા માટે સંસારમાં ત્રણ વસ્તુઓની જરૂર હોય છે. ધન, જ્ઞાન અને ઈશ્વર એમાંથી એક પણ વગર જીવન અધૂરુ છે.

Advertisement