રોજ સવારે ઉઠીને તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી થાય છે આ 10 મોટા ફાયદા,જાણી લો ઉપયોગી માહિતી…

વર્ષો જૂની આ બહુપ્રચલિત પ્રથા વિશે તો કદાચ સૌએ સાંભળ્યું હશે. એના ઘણા ફાયદા છે. કૉપરના સાંકડા મોંવાળા વાસણમાં ભરેલું જળ નરણા કોઠે પીવાથી એ બ્રેઇન સ્ટિમ્યુલેશનમાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, અકાળે વૃદ્ધત્વ આવતું અટકાવે છે તેમ જ શરીરમાં ચરબીનું પ્રમાણ સંતુલિત રાખવામાં મદદ કરે છે.

હજારો વર્ષો થી ભારત અને બીજા એશિયાના દેશો એ માન્યું છે કે તાંબા ના વાસણ માંથી પાણી પીવું એ ઘણું જ લાભદાયી છે. જુના આયુર્વેદિક શાસ્ત્રો કહે છે કે તાંબા ના વાસણ માં પાણી ભરવા થી આપણા શરીર ને ઘણા ફાયદા થાય છે. હવે તો નવા વૈજ્ઞાનિક શંશોધનો એ પણ આયુર્વેદ ની આ વાત ને પુષ્ટિ આપી છે.આયુર્વેદ માં જણાવ્યા મુજબ તાંબું ખૂબ જ ઉપયોગી ધાતુ છે માણસ ના શરીર માટે. તાંબા ના વાસણ માં પાણી આખી રાત રાખો અને સવાર માં સૌથી પહેલા આ જ પાણી પીવું જોઈએ. જેનાથી તબિયત હંમેશા સારી રેહશે. આ પાણી ને ‘તામ્ર જળ’ કહે છે. આ તામ્ર જળ પીવાથી 3 દોષ નો નાશ થાય છે- કફ , વાત અને પિત્ત.

તાંબાનાં વાસણમાં રાખેલું પાણી પીવું એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જૂના સમયમાં લોકો આ વાસણોનો ઉપયોગ કરતા હતા. આજના હાઈટેક યુગમાં આપણને નવા જમાનાના વાસણોમાં ખાવાની ટેવ પડી છે. આને કારણે, આ વાસણો પાછળ છૂટી ગયા છે. હશે ,જોકે તમે આના ફાયદા જાણશો તો તમે આજથી તમારા રસોડામાં તાંબાનાં વાસણો શામેલ કરી દેશો.

તાજા થયેલા શંશોધનો પ્રમાણે તાંબું એક જ એવી ધાતુ છે જે માણસ ના શરીર અને તબિયત ને નુકસાન કરતા બેક્ટેરિયા નો નાશ કરે છે. તો એવું તો શું થાય છે જ્યારે આપણે તાંબા ના વાસણમાં પાણી ભરીયે છીએ ??? પાણી ને જ્યારે આખી રાત કે 8 કલાક માટે તાંબા ના વાસણ માં ભરી ને રાખવા માં આવે છે ત્યારે એમાં થી એક નાનો તાંબા નો ભાગ પાણી માં ઓગળે છે . આ આખી પ્રોસેસ ને Oligodynamic effect કહે છે. જેનાથી એ પાણી માં ફંગસ, બેક્ટેરિયા અને અતિ શુક્ષ્મ જીવાણુ મારવાની ક્ષમતા આવી જાય છે. તાંબું પાણી ને શક્તિ પ્રદાન કરે છે જેના લીધે કફ, વાત અને પિત્ત ને કંટ્રોલ માં રાખે છે. તામ્ર જળ માં રહેલા તાંબા ના ભાગ ને ખૂબ જ લાભદાયી માનવ માં આવે છે.

પાણી માં રહેલ સૂક્ષ્મ થી અતિસૂક્ષ્મ ઝેરીલા જીવાણુ ના લીધે થતા રોગો સામે રક્ષણ આપે છે. શરીર ની પાચન શક્તિ ને વધારે મજબૂત બનાવે છે. વજન ઓછું કરવા માં મદદ કરે છે. ચેહરા પર ની ડેડ સ્કિન નીકળી જશે અને ચેહરો ખીલેલા ગુલાબ જેવો દેખાશે. ત્વચા ને કાયમ નિખરી અને જવાન રાખે છે. વધતી ઉંમરે પણ કરચલીઓ નહીં દેખાય. કફ ના દર્દી ઓ એ તામ્ર જળ માં થોડા તુલસી ના પાન ઉમેરી ને પીવું. હૃદય ની તંદુરસ્તી કાયમ રાખે છે. શરીર માં હિમોગ્લોબીન નું પ્રમાણ જાળવી રાખે છે.

દુખાવામાં આરામ.
તાંબામાં એન્ટી ઇનફ્લેમેન્ટરી ગુણધર્મો છે, જે શરીરમાં પીડા, ખેંચાણ અને બળતરાથી રાહત આપે છે. તેથી,ઓર્થરાઇટિસના દર્દીએ તાંબાનાં વાસણમાં ખોરાક લેવો જોઈએ અથવા પાણી પીવું જોઈએ. આ સિવાય એનિમિયાના દર્દીએ પણ તાંબાનાં વાસણમાં પાણી પીવું જોઈએ.બેક્ટેરિયા દૂર કરે છે.જે બેક્ટેરિયાથી ઝાડા, કમળો, મરડો અને અન્ય પ્રકારની બીમારીઓ થાય છે તેમને તાંબાના વાસણનું પાણી એ બેક્ટેરિયાને દૂર રાખે છે. આ સિવાય પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓને પણ દૂર રાખે છે.

યકૃત અને કિડની માટે ફાયદાકારક.તાંબાનાં વાસણમાં પાણી પીવાથી યકૃત અને કિડની સ્વસ્થ રહે છે. તેથી તેને તમારા દૈનિક જીવનમાં શામેલ જરૂર કરો.સ્કિન માટે પણ ફાયદાકારક.વજન ઘટાડવા માટે લોકો શું નથી કરતા, પરંતુ સફળતા મળતી નથી. પણ હવે કાંઈ ન કરો, માત્ર તાંબાનાં વાસણમાં પાણી પીવાની ટેવ બનાવો. આ કરવાથી વધતા વજનથી છુટકારો મળશે.

ઘા ને ઝડપથી મટાડશે.જો તમે તાંબાનાં વાસણમાં રાખેલું પાણી પીવો છો, તો તમારા શરીરમાં કોઈપણ પ્રકારના ઘાને મટાડવામાં વધારે સમય લાગશે નહીં, કારણ કે તેમાં એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે, જેથી ઘા ઝડપથી મટી જાય છે.શરદી ,ખાંસીથી રાહત.જે લોકોને શરદી જેવી સમસ્યા વારંવાર થાય છે,તેમની માટે તાંબાના વાસણનું પાણી ખૂબ ફાયદાકારક છે કારણ કે તેનાથી શરીરની પ્રતિરક્ષા વધે છે.કેન્સરથી બચાવે છે.Copper એટલે કે તાંબામાં કેન્સર સામે લડવા માટે એન્ટી – ઑક્સિડન્ટ ગુણ હોય છે,તેથી કેન્સરથી પીડાતા લોકોએ તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ.એનર્જી મળે છે.તાંબાના વાસણમાં પાણી પીવાથી તમે આખો દિવસ થાકનો અનુભવ નહિ કરો અને એનર્જેટિક ફિલ કરશો.

થાયરોઇડમાં રાહત.તાંબામાં ભરપૂર મિનરલ્સ થાઇરોઇડની સમસ્યાને દૂર કરવા માટે સહાયક છે ,આયુર્વેદમાં માનવામાં આવ્યું છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી ત્રિદોષ નાશક હોઈ છે તેને તમારા જળ પણ કહે છે.એક વાતનું ધ્યાન રાખો કે તાંબાના વાસણમાં પાણીનું સેવન કર્યા પછી અડધા કલાક સુધી દૂધ અને ચા નું સેવન ન કરો.તાંબા ના વાસણ માં રાખેલ પાણી માં અઢળક ફાયદા ઓ આપણે જાણ્યા , પણ એનો અર્થ એમ નહીં કે આપણે આખો દિવસ એ પાણી પીધા રાખીએ. તાંબા ના વાસણ માં રાખેલ પાણી એકવાર વહેલી સવારે અને એક વાર સાંજે પીવાથી પૂરતા પ્રમાણ માં શરીર ને જરૂરી એવું તાંબું મળી રહે છે. આ તામ્ર જળ આખું વર્ષ પીવાનું નથી. 3 મહિના રોજ પીધા બાદ, એક મહિનો આ પાણી પીવાનું બંધ કરી દો . ત્યારબાદ ફરી 3 મહિના પીવો. જેનાથી શરીર માં જમા થયેલ વધારા નું તાંબું બહાર નીકળી જશે. કોઈ પણ વસ્તુ નો અતિરેક સારો નહીં.