નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે પવિત્ર મંદિર મહેસાણા જિલ્લા માં સ્થાપિત છે તો ચાલો તેના વિશે વધુ મહતી મેળવીએ મિત્રો આજે આપને દર્શન કરાવીશુ એક એવા શક્તિ મંદિરના જ્યાં આસ્થાની ગુંજ છે તો સેવાની મહેક છે. મા મેલડીનું આ ધામ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામ પાસે નિર્મિત છે .20 એકર પરિસરમાં બનેલું આસરનું આ ભવ્ય માઈ મંદિર અસંખ્ય ભક્તો માટે સાંસારિક દુખોથી મુક્તિ મેળવવાનું ધામ બન્યુ છે .તો આવો સાથે મળીને કરીએ કલ્યાણકારી મેલડી માતાના દર્શન.
મહેસાણા જીલ્લાના કડી તાલુકાના કૈયલ ગામે જતા માર્ગ પર નિર્મિત છે મેલડી માતાનું આ ભવ્ય મંદિર. હાઈ વે પર નિર્મિત આરસ નું આ માઈ મંદિર 20 એકર ફેલાયુ છે.ન માત્ર મહેસાણા જીલ્લામાંથી પરંતુ રાજ્યભરમાંથી ભક્તો અપાર આસ્થા સાથે મા મેલડી ના ચરણોમાં વંદન કરે છે.
માનું નામ જપતા જપતા જ્યારે ભક્તો મંદિરમાં પ્રવેશે છે ત્યારે ગર્ભગૃહમાં સ્થાપિત છે શક્તિ સ્વરુપમાં મા મેલડીની આ અલૌકિક પ્રતિમા જોવા મળે છે. કારીગરની કલાકારીગરી એટલી સુંદર છે કે ભક્તોને એવુ જ લાગે કે મા મેલડી સાક્ષાત દર્શન આપી રહ્યા છે. માની આરતીમાં જ્યારે તાલીઓના તાલે અને સંગીતના સથવારે અબાલવૃદ્ધ સૌ જોડાય છે ત્યારે તો મંદિરમાં પવિત્રતાની અનુભૂતિ સૌ કોઈ અનુભવે છે.
આ મંદિર નો એક અનોખો રિવાજ છે મિત્રો આ મંદિર માં સમાજ સેવા ઓ ને લક્ષી અનેક પ્રોગ્રામ થાય છે અને દરેક વિદ્યાર્થીઓ હોય કે પછી દેશ ભક્તિ વગેરે બાબતો ને લક્ષી ને સેવાઓ આપવા માં આવે છે અહીંયા પૂજારી દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે અહીંયા ભક્તો દ્વારા નેત્ર દાન પણ કરવા માં આવે છે અને 2 હજાર થી વધારે લોકો ને નંબર વાળા લોકો ને ચશ્માં આપવા માં આવે છે.
અને એટલુ જ નહીં પણ રક્ષા બંધન ના પવિત્ર દિવસ ના રોજ દરેક દીકરીઓ ને પ્રસાદ સ્વરૂપે સાડી ની ભેટ આપવા માં આવે છે મિત્રો આ મંદિર ની સંસ્થા વાળા લોકો વિદ્યાર્થીઓ ને નોટ બુક અને ચોપડા ઓ નું વિતરણ કરવા માં આવે છે.
માતાજી ના આ પવિત્ર ધામ માં અનેક શ્રધ્ધાળુ ઓ આવે છે અને દર્શન નો લાભ લે છે અને પવિત્ર સ્થળ ઉપર જી ને જીવનનો આનંદ લે છે અને રવિવાર ના દિવસે યાત્રાળૂ ઓ નો કોઈ પાર રહેતો નથી માંતાજી ના આશીર્વાદ માટે કલાકો સુધી લાઇન માં ઉભું રહેવું પડે છે ત્યાર બાદ દર્શન થાય છે.
આ મંદિર ના અનેક એવા પ્રસંગો છે જે આપણે વિગતે જાણી શુ મિત્રો તે ગામ ની આસ પાસ જ એક ગામ છે ત્યાં એક એક નાનો પરિવાર રહેતો હતો અને અને તો કામ કરી ને ગુજરાન ચલાવતા હતા પણ જાણે વાત એવી હતી કે તેમને કોઈ સંતાન ન હતું જેથી તેમને ગ્રામજનો તેમને વાજીયા પણા નું મેણું મારતા હતા અને તે બંને ખુબજ દુઃખી હતા કારણે કે આ વાઝિયા પણા નું દુઃખ તેમના થી સહન થતું ન હતું.
પણ એક દિવસે અચાનક તે મહિલાએ માં એ સ્વપ્ન સ્વરૂપે દર્શન આપ્યા અને કહ્યું કે આ મારા પવિત્ર ધામ ના દર્શન કરજે તારી બધી મનો કામના પૂર્ણ થશે એવું સાંભળતા ની સાથે જ તે મહિલા સ્વપ્ન માં થી જાગી જાય છે અને વહેલી સવારે તે આ સ્વપ્ન ની વાત તેના પતિ ને કરે છે તો તેના પતિ એ આ વાત નો સ્વીકાર કરી ને રવિવાર ના દિવસે ત્યાં દર્શનકરવા જાય છે.
જ્યારે આ તમામ વાત મંદિર ના પૂજારી ને કરવા માં આવી તો પૂજારી સમજી ગયા અને તેમને પાંચ પૂનમ ભરવા કહ્યું જે માની ને તેઓ ઘરે પરત થાય છે અને અચાનક ત્રીજા દિવસે આ મહિલા બેભાન થઈ જાય છે અને નીચે પડી જાય છે તો તેનો પતિ વહેલો વહેલો કામ ઊપરથી આવી ને તે મહિલા ને ચિકિત્સાલય માંવલઈ જાય છે તો ત્યાં તેમને સંતાન પ્રાપ્તિ ના સારા સમાચાર મળે છે આજે માતાજી ની કૃપા થી તેમના 3 સંતાન છે મિત્રો આવા જ માતાજી ના અનેક પ્રસંગો છે જે લોકો ને ચમત્કાર સ્વરૂપ બન્યા છે.
આ મંદિર ની ખાસ વાત એ પણ છે કે ત્યાં આગળ નવ યુવાનો દ્વારા ઘણી સેવા ઓ થાય છે મિત્રો આજે આ મંદિર માં ઘણી દૂર દૂર થી દર્શનાર્થીઓ આવે છે અને દર્શન નો લાભ લે છે. અને તેમની મનો કામના પૂર્ણ થાય છે .