સાક્ષાત માં લક્ષ્મીજી નું સ્વરૂપ હોય છે આવી સ્ત્રીઓ, જોઈલો ક્યાંક તમારાં ઘરે જ તો નથીને………..

વડીલોને ઘણીવાર કહેતા સાંભળ્યા હશે કે, જે નસીબદાર હોય તે બાપના ઘરે જ દીકરી જન્મે. દીકરી એટલે એક બાપ માટે વ્હાલનો દરિયો. દીકરીને મોટી થતી જોવી અને તેને હસતી-રમતી જોવી તે પણ લ્હાવો કહેવાય. પરંતુ દીકરી તો આખરે સાસરીએ જ શોભે. દીકરીના લગ્ન થાય ત્યારે ઘરમાં સૌથી વધારે કોઈ દુઃખી હોય તો તેના પિતા હોય છે. કન્યા વિદાય વખતે પણ ગમે તેવા કઠણ કાળજાનો બાપ કેમ ન હોય પરંતુ આખરે દીકરી પારકી થઈ ગઈ તેવા વિચારથી ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડે છે.

હિન્દૂ  ધર્મમાં છોકરીઓને સાક્ષાત મહાલક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં છોકરીઓને આદરણીય કહેવામાં આવી છે અને આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે મહાલક્ષ્મીજી પોતે સ્ત્રીમાં રહે છે. તેથી તમે જોયું હશે કે કોઈના ઘરે જ્યારે કોઈ છોકરીનો જન્મ થાય છે ત્યારે દરેક લોકો તેને અભિનંદન આપે છે અને કહે છે કે તમારા ઘરમાં લક્ષ્મીજી નો જન્મ થયો છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ છોકરી કોઈના ઘરે  જન્મે છે ત્યારે એ ઘરમાં સમૃદ્ધિ સાથે  લાવે છે.

શાસ્ત્રો અને જ્યોતિષવિદ્યા અનુસાર જે મહિનામાં છોકરીઓનો જન્મ થાય છે તે પણ તેમને ખૂબ જ ભાગ્યશાળી બનાવે છે. કેટલાક મહિના એટલા શુભ હોય છે કે જો તે મહિનામાં કોઈ છોકરીનો જન્મ થાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે છોકરી સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ છોકરીઓ ફક્ત તેમના જન્મ લીધેલા ઘર માટે જ ભાગ્યશાળી નહીં સાબિત થાય પરંતુ લગ્ન પછી તેમના સાસરિયાને ત્યાં પણ ખુબ ખુશ રહે છે, તેમને સાસુ-સસરા ખૂબ સારા મળે છે અને તે તેમના સાસરિયાઓ માટે પણ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે.

ભારતમાં હિન્દુ ધર્મના લોકો છોકરીઓને દેવીનું રૂપ માને છે. નવરાત્રીમાં લોકો કન્યા પૂજન અને 9 કન્યાઓથી ભોગ પણ લગાવે છે, ધાર્મિક કથાઓ અનુસાર, આમ કરવાથી દેવી માતા ખૂબ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં પણ, છોકરીઓને પૂજનિય કહેવામાં આવે છે અને આ સાથે, એવું પણ લખ્યું છે કે લક્ષ્મી પોતે સ્ત્રીમાં રહે છે. તેથી જ્યારે પણ ઘરે છોકરીઓનો જન્મ થાય છે ત્યારે લોકો કહે છે “લક્ષ્મી આવી છે” અથવા લક્ષ્મીનું આગમન થયું છે. ઘણા લોકોના મતે, છોકરીઓ ઘર અને પરિવારમાં સુખની સાથે-સાથે ખુશીઓ લાવે છે.

જ્યોતિષાચાર્ય અનુસાર, છોકરીઓના જન્મની સાથે સાથે તેમના જન્મનો મહિનો પણ ખૂબ ભાગ્યશાળી હોય છે. આ મહિનામાં જન્મેલી છોકરીઓ માત્ર નસીબદાર નથી હોતી, પરંતુ તેને સાસરૂ પણ સારું મળે છે. સાક્ષાત લક્ષ્મીમાં આ મહિનામાં જન્મેલી છોકરીઓનું સ્વરૂપ છે, તેઓ તેમના સાસરામાં પણ સમૃદ્ધિનું કારણ બને છે.સાક્ષાત લક્ષ્મીનું રૂપ હોય છે આ મહિનામાં જન્મેલી છોકરીઓ1. ફેબ્રુઆરી.ફેબ્રુઆરી મહિનામાં જન્મેલી છોકરીઓનો સ્વભાવ ખૂબ જ નમ્ર હોય છે અને હોશિયાર પણ હોય છે. આ છોકરીઓના લગ્ન પછી, તેઓને સારું ઘર જ નહીં, પરંતુ તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. તેમની ગ્રહોની ચાલથી જ તેના પરિવારને ફાયદો થાય છે.

2. એપ્રિલ.આ મહિનામાં જન્મેલી છોકરીઓને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ મહિનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ મહિનામાં જન્મેલી છોકરીઓની ગ્રહોની ગતિ ખૂબ જ ઝડપી હોય છે, જે તેમને સફળતા આપે છે. તેના ભાગ્યનો સિક્કો ખુબજ બુલંદ હોય છે.3. જૂન.જૂન મહિનામાં જન્મેલી છોકરીઓ પણ ભાગ્યશાળી હોય છે, જ્યારે અંકશાસ્ત્ર મુજબ, આ મહિનામાં જન્મેલા બાળકોને શુભ માનવામાં આવતા નથી, પરંતુ જો આ મહિને કોઈ છોકરી જન્મે છે તો તે લક્ષ્મીનું રૂપ છે. આ મહિને જન્મેલી છોકરીઓ ખૂબ જ મહેનતુ હોય છે અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરે છે.

4. સપ્ટેમ્બર.આ મહિનામાં જન્મેલી છોકરીઓની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્રના ત્રણ ગ્રહોનું મિલન હોય છે. આને કારણે, આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ ધનિક હોય છે. તમને જણાવી દઈએ કે તેમને તેમના ભાગ્યમાંથી બધું જ મળે છે અને તેમને ક્યારેય કાઇ જ અભાવ નથી રહેતો અને તે પણ સાચું છે કે આવી છોકરીઓના લગ્ન પૈસાવાળા છોકરા સાથે જ થાય છે.દીકરી એટલે પ્રેમનો સાગર, એ સૌને વ્હાલી લાગતી હોય છે. ઈશ્વરે દીકરીઓમાં જન્મથી જ મમતા તો છલોછલ ભરીને આપી હોય છે. તેના ઉછેરમાં તમે ધ્યાન આપો કે ન આપો પણ તેની અંદર જે વાત્સલ્ય છે તે  તમને હંમેશા જોવા મળશે.

જો ઘરમાં મોટી પુત્રી હોય તો તે આપમેળે જ મમ્મી-પપ્પાની અડધી જવાબદારી આપમેળે જ ઉઠાવી લે છે. નાના ભાઈ બહેનો માટે તો એ એક માતા જેવી બની જાય છે.  જે ઘરમાં બહેન હોય ત્યાના ભાઈઓમાં સંસ્કાર સીંચવાનુ કામ દીકરી જ કરે છે.ઘરની દીકરી જેટલા ત્યાગ આપે છે એટલુ કોઈ નથી આપતુ. પછી એ ત્યાગ પોતાના ભાઈ-બહેન માટે હોય કે પોતાના માતા-પિતા માટે હોય.  આટલુ હોવા છતા એક દિવસ પરિવાર તુ હવે મોટી થઈ ગઈ છે તારા લગ્ન થઈ જવા જોઈએ. આવા શબ્દો બોલીને ઘરના આ ખૂબ મહત્વના સદસ્યને એક અજાણ્યા વ્યક્તિના હાથમાં સોંપી દે છે અને દીકરી પણ ચાલી નીકળે છે એક ઘરને સ્નેહ.. પ્રેમ અને સંસ્કારોથી સીંચીને બીજા ઘરમાં પ્રેમ અને સેવાનુ અજવાળુ પાથરવા.

દીકરી નાની હોય ત્યારે જુદી જુદી રમાતો રમે. મોટી થતા તે માં ને ઘર ના કામોમા પણ મદદ કરે છે. બાળપણથી જ તેનામાં મમતા, પ્રેમ સહજ રીતે જોવા મળે છે. તે પોતાના નાના ભાઈ ને ખૂબ વહાલ કરે છે તેની કાળજી રાખે છે. દીકરી મોટી થતા શાળાએ જાય. ત્યાં તે ભણે, અન્ય પ્રવૃત્તિઓ માં પણ ભાગ લે. સંગીત, નૃત્ય વિશે તેને ખુબ રસ હોય છે.માબા તેની ઈચ્છા પૂરી કરે છે. અને મોટી થઈ દીકરીઓ માબા ની કાળજી લે છે.

એક સમય હતો જ્યારે દીકરી જન્મ થતા જ તેને દૂધ પીતી કરવામાં આવતી.તેને ઘરની બહાર જવાની પરવાનગી પણ નહોંતી. તેને ભણાવવા આવતી નહોતી. તેને નાની ઉંમરે જ  પરણાવી દેવાતી હતી. આજના સમયમાં લોકો સમજદાર થયા છે. આજે દીકરીઓ પણ  ભણીગણીને તૈયાર થયીને ઉંચી નોકરીઓ કરે છે. સંસ્કારી દીકરી સૌને પ્રેમ થી સાથે રાખી આગળ વધે.

એટલે કહેવાય છે કે દીકરી ઘરની દિવડી જ્યાં હોય ત્યાં હાસ્ય, ઉલ્લાસ અને ઉત્સાહનો ઉજાશ પાથરી દે છે.દીકરી તમારી એવી પુંજી છે જેને તમે ભલે પારકી થાપણ માનતા  હોય પણ તે ક્યારેય પોતાના મા-બાપનો પ્રેમ અને તેમના પ્રત્યેનુ પોતાનુ કર્તવ્ય ભૂલતી નથી.તેની અંદર એટલી આત્મીયતા અને એટલુ સાહસ છે કે તે પરણ્યા પછી પણ જો ગરજ પડે તો સાસરિ સાથે માતા પિતાને પણ સાચવી શકે છે.  દીકરી જન્મે છે ને ઘરના આંગણે જાણે કોમળ કિરણોની કોમળતા અવતરે છે. આપણી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી.

દીકરી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં ભણતી હોય, કુવારી હોય કે પરણેલી હોય પણ મા બાપ માટે દીકરી સદાય દીકરી જ રહે છે. બાળપણમાં દીકરી ભલે તોફાન મસ્તી કરતી હોય પણ જ્યારે યુવાન બને છે ત્યારે ગંભીરતા ધારણ કરી લેતી હોય છે. લગ્ન પછી જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે સાસરીયાઓ એમ પુછે છે કે વહુ કરિયાવરમાં શું-શું લાવી છે? પરંતું એ નથી સમજતા કે વહુ વહાલના દરીયા જેવા મા બાપ, ઘર, પરિવાર, ગામ આ બધુ જ છોડીને તમારા હ્ર્દયને જીતી લેવા માટે આવી છે.

જ્યારે આ વાતનો સમાજ સ્વીકાર કરે છે  ત્યારે દીકરીના જીવનમાં સુગંધ આવી જાય છે. નવી વહુનું સાસરીયામાં આવવું એ નવા બાળકનો જન્મ થયા બરાબર છે. સાસરિયાઓ વહુ આવતા જ પોતાના ઘરની બધી જવાબદારીઓનો ભાર એ પણ નિયમ સાથે નવી વહુ પર લાદી દે છે પણ તેને પણ સમય તો લાગે ને એક નવા અને અજાણ્યા ઘરમાં અને સૌથી વધુ અજાણ્યા લોકોમાં એડજસ્ટ થવામાં. છતાય દિકરીની કોશિશ કરે છે સાસરિયામાં સૌનુ દિલ જીતવાનુ કોશિશ કરે છે નવા ઘરમાં પોતાનુ સ્થાન બનાવવાનુ અને કોશિશ કરે છે નવા ઘરના લોકો પણ તેને દિકરી સમજીને અપનાવે અને તેના પર પ્રેમના અમી છાંટણા કરે.