શું તમારા કપડા પર પણ આ રીતે પડી ગયા છે ડાઘ તો અજમાવો સહેલા ઉપાય,ડીટર્જનની પણ જરૂર નહીં પડે..

વ્યક્તિની સુંદરતામાં કપડાંંનું ઘણું મહત્વ રહેલું છે. સાફ અને ચોખ્ખા કપડાં તમારી પર્સનાલીટીમાં ચાર ચાંદ લગાવે છે. બીજી બાજુ દાગ વાળા કપડાંં તમારી પર્સનાલીટી પર ખારાબ અસર પાડે છે. તો મિત્રો આ કારણે આપણે તે દાગ લાગેલા કપડાંં ઘણા મોંઘા હોય તેમજ આપણે એક જ વાર પહેર્યા હોય છતાં પણ આપણે તે પહેરવાનું પસંદ કરતા નથી. પછી ભલે તે આપણા મનપસંદ હોય તેમ છતાં પણ આપણે તેને પહેરવાનું અવોઇડ કરવું પડે છે.ઘરમાં બાળકો, વડીલો તથા ઓફિસ પર જતાં પતિના કપડાં મેલા થવા તે સામાન્ય બાબત છે. સ્કૂલે જતા બાળકોના કપડાં પણ વધારે ગંદા થઇ જતા હોય છે. જેને સાફ કરવા મુશ્કેલ હોય છે. પરંતુ ઘણી વખત તો એવા જીદ્દી ડાઘ હોય છે, જે સામાન્ય કપડાં ધોવાના સાબુથી સાફ થતા નથી. તો આ પ્રકારના જીદ્દી ડાઘને સાફ કરવા માટેની સરળ રીત વિશે વાત કરીએ.

લોકો કામ કરતી વખતે ઘણી વાર ઉતાવળ કરતા હોય છે.. આવી સ્થિતિમાં, લોકોને વારંવાર કપડા પર ડાઘની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીકવાર કપડા ઉપરના આ નિશાન એટલા જીદ્દી હોય છે કે વારંવાર ધોવા પછી પણ તે ડાઘ જતા નથી. આ કિસ્સામાં, આ માટે કેટલીક વિશેષ વસ્તુઓનો ઉપયોગ કરવાની રૂર છે. જો તમે તમારા કપડા પર પડેલા કોફી, ચા, પરસેવો વગેરેના નિશાનથી પણ પરેશાન છો, તો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવીએ છીએ, જેને અપનાવીને તમે આ ડાઘ દૂર કરી શકો છો.

લીંબુ:કપડા ઉપર અથાણાંના ડાઘા પછી, લીંબુ કાપીને અસરગ્રસ્ત વિસ્તારમાં ઘસવું. ત્યારબાદ સર્ફ અથવા સાબુ લગાવીને કપડા ધોવા.હેર સ્પ્રેમોટે ભાગે, કામ કરતી વખતે શાહી કપડાં પર લાગુ પડે છે. તેનાથી છુટકારો મેળવવા માટે, સ્ટેઇન્ડ એરિયા પર થોડું હેર સ્પ્રે ઘસવું. પછી તેને ગરમ પાણીથી ધોઈ લો.વિનેગર:કપડા પર ટમેટાના ડાઘ છૂટકારો મેળવવા વિનેગર ફાયદાકારક છે. આ માટે, ડાઘ હોય ત્યાં વિનેગર લગાવો અને કાપડને લગભગ 30 મિનિટ સુધી વિનેગરમાં ડૂબાડો. બાદમાં તેને પાણીથી ઘસીને ધોઈ લો. બાદમાં તેને હળવા પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયાને એક કે બે વાર પુનરાવર્તિત કરવાથી ટૂંક સમયમાં ડાઘ સાફ થઈ જશે.

ટૂથપેસ્ટ:ટૂથપેસ્ટથી તમે કપડાંં પર લાગેલા દાગને દૂર કરી શકો છો. જો તમારા કપડાંં પર કોઈ રંગનો દાગ બેસી ગયો છે તો તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. તેમજ આ ઉપાય દરેક પ્રકારના દાગ તથા રંગને દૂર કરવા માટેનો સરળ ઉપાય છે.તેના માટે કોઈ પણ જેલ વગરનું ટૂથપેસ્ટ લો અને તેને કપડાંં પર તે જગ્યાએ લગાવો જ્યાં રંગનો દાગ લાગેલો છે. ત્યાર બાદ તેને સૂકાવા દો અને સૂકાયા પછી તેને ડીટરજન્ટ વડે કપડાંંને સાફ કરી લો અને પછી જોવો દાગ દૂર થઇ ગયો હશે.

નેલ રિમુવર:શું તમે જાણો છો કે નેલ પોલીશ રીમૂવરથી પણ કપડાંં પર લાગેલ રંગ તથા દાગથી છૂટકારો મેળવી શકાય છે. આ ઉપાય પેનની સાહીના દાગને દૂર કરવા માટે વધારે અસરકારક સાબિત થાય છે. તેના માટે રૂમાં થોડું નેલપોલીશ રીમૂવર નાખો અને દાગ હોય તે જગ્યાએ ઘસો. હવે તે કપડાંંને સર્ફ અને પાણીની મદદથી સાફ કરી લો.પછી દાગ જતો રહેશે.

દહીં:મિત્રો ખાવામાં વપરાતા દહીંથી પણ તમે દાગ દૂર કરી શકો છો પછી તે દાગ પાનના હોય કે પછી હોળીના કલરના. સામાન્ય રીતે તેને દૂર કરવા જ આ પ્રયોગનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે કપડાંંને ખાવાના દહીંમાં બોળી દો. ત્યાર બાદ થોડી વાર પછી દાગની જગ્યાએ કપડાંંને હળવા હાથે ઘસો અને જુઓ કે દાગ આછો થયો ક નહિ અને જો આછો થઇ ગયો હોય તો કપડાંંને પાણીથી સાફ કરી લો. આ પ્રયોગને બે વખત કરવાથી દાગ દૂર થઇ જશે.

મીઠું:મિત્રો ક્યારેય તમારા કપડાંં પર ઇન્ક લાગી ગઈ છે તો બિલકુલ ગભરાવું નહિ. કારણ કે મીઠા ના ઉપયોગથી તમે તે દાગને દૂર કરી શકો છો.પરંતુ મિત્રો આ મીઠાનો પ્રયોગ ઇન્ક લાગતાની સાથે જ કરવો જરૂરી બની જાય છે. કારણ કે ઇન્ક સુકાય જાય ત્યાર બાદ આ પ્રયોગની કોઈ અસર થતી નથી. તેના માટે જ્યાં ઇન્ક લાગેલી છે ત્યાં મીઠું નાખો અને પછી તે જગ્યાને ટીસ્યુ પેપરથી ઘસીને સાફ કરી લો.ત્યાં સુધી ઘસવું જ્યાં સુધી કપડાંં પર લાગેલો દાગ દૂર ના થઇ જાય.

દૂધ:મિત્રો તમને જાણીને નવાઈ લાગશે ક દૂધથી પણ કપડાંં પર લાગેલા દાગને હટાવી શકાય છે. તેના માટે જે કપડાંં પર દાગ લાગેલો છે તેને રાત્રે દૂધમાં પલાળી દો અને આખી રાત તેને પલળવા દો. બીજા દિવસે સવારે કપડાંંને ડીટરજન્ટ વડે ધોઈ લો. આ પ્રયોગ કરવાથી ધીમે ધીમે દાગ આછો થઇ જાય છે અને અંતે બિલકુલ દૂર થઇ જાય છે.

કોર્ન સ્ટાર્ચ:કોર્ન સ્ટાર્ચ ની મદદથી પણ છૂટકારો મેળવી શકાય છે.પરંતુ મિત્રો તમને એવું થાશે કે કોર્ન્સ્તાર્ચ વળી ક્યાંથી લાવવું તો મિત્રો તમને સરળતાથી કોઈ પણ પરચૂરણની દૂકાન પરથી મળી રહેશે.કપડાંં પરથી દાગને દૂર કરવા માટે કોર્ન સ્તર્ચને દૂધમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો પછી તે પેસ્ટને કપડાંં પર લગાવો.થોડી વાર તે પેસ્ટને કપડાંં પરજ રહેવા દો અને થોડી વાર પછી બ્રસથી કપડાંંને ઘસો.આવું કરવાથી દાગ સાફ થઇ જાય છે.કપડાંં પર લાગેલા રંગના દાગને દૂર કરવા તમે સેન્ડપેપરનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે કપડાંં પર લાગેલા દાગને સેન્ડપપેરથી ઘસો ત્યાર બાદ કપડાંંને ધોઈ લો. અને હવે તમારા કપડાંં પરનો દાગ સંપૂર્ણ રીતે દૂર થઇ ગયો હશે.

કપડાંં પર લાગેલ હોળીના કલરને દૂર કરવા માટે વાસણ ઉટકવાના સાબુની મદદથી ધોવો. તેના માટે રંગ લાગેલા કપડાંંને ડીશવોશ બારથી ધોવો અને થોડી વાર તેને તેમનું તેમ રાખી મૂકો. થોડી વાર પછી પાણી વડે કપડાંંને સાફ કરી લો. અને બધો રંગ દૂર થઇ જાશે.આ ઉપરાંત તમે સામાન્ય દાગને ગરમ પાણી વડે પણ હટાવી શકો છો તેના માટે રાત્રે એક વાસણમાં ગરમ પાણી કરો ત્યાર બાદ તે કપડાંંને તેમાં પલાળી દો અને ધ્યાન રહે કે જે જગ્યાએ દાગ લાગેલો હોય તે જગ્યા બરાબર રીતે પાણીની અંદર જ આવે છે કે નહી. સવારે બરાબર મુલાયમ બ્રશ વડે ઘસીને ધોઈ નાખો. આવું કરવાથી ધીમે ધીમે દાગ એકદમ દૂર થઇ જશે.