સૂકી ઉધરસ થાય તો ચિંતા ના કરો,તરત જ ઘરે કરો આ 10 અસરકારક ઉપાય, નાના-મોટાં સૌ માટે છે ઉપયોગી…..

ખાંસી આમ તો કોઈ એવી ગંભીર સમસ્યા નથી જેનાથી ગભરાઈ જવાય. છતાં પણ તેને ધ્યાન બહાર કરવી યોગ્ય નથી. આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ વગેરેમાં આવી તમામ રીતો અને દવાઓ છે, જેનાથી ખાંસી પર નિયંત્રણ કરી શકાય છે.કોઈપણ ઋતુ હોય પણ કેટલાક લોકોને શરદી અને ઉધરસની સમસ્યા સતાવતી રહે છે પરંતુ શરદી-ખાંસી માટે દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો તે એલોપેથી દવાઓ કરતા સારા પરિણામ આપી શકે છે અને આ પ્રકારના રોગોને મૂળથી મટાડી પણ શકાય છે. જેમાંથી એક છે સૂકી ઉધરસની પ્રોબ્લેમ.

ઉધરસ ના બે પ્રકાર હોય છે, એક સૂકી અને બીજી કફ વાળી ખાંસી. સૂકી ઉધરસ ગળા અને નાક માં જીવાણુઓ ના સંક્રમણ થી થાય છે. જેમાં સૂકી ખાંસી વધારે પીડા દાયક હોય છે કારણ કે એના થી એ અનુભવ થાય છે કે ગળા માં કંઈક ફસાયેલું છે. અને સતત ગળા માં ખટપટ થયા કરે છે. જે વધુ પડતી દુઃખદાયક હોય છે. તો આજે અમે તમને આને દૂર કરવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય બતાવવા જઇ રહ્યા છીએ. જેનાથી તમારી ખાંસી મટી શકે છે.

સૂકી ખાંસી.અતિ પરિશ્રમ કરનારા મજૂર લોકોમાં તે ખાસ જોવા મળે છે. કાયમ લૂખો- સૂકો (ઘી- દૂધ વિનાનો) ખોરાક ખાવાથી, ઠંડો, વાસી કે ઠરી ગયેલો આહાર લાંબા સમય સુધી લેવાથી સૂકી ખાંસી થઈ શકે છે.

સૂકી ઉધરસ ના કારણો.સૂકી ઉધરસ ના આમ તો ઘણા કારણ હોય છે પણ નાક અને ગળા માં એલર્જી તેનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઘણીવાર શ્વાસ ની બીમારી ના કારણે પણ સૂકી ઉધરસ થાઈ છે. શ્વાસ ની બીમારી માં પ્રમુખ રીતે અસ્થમા અને ટી.બી. ની બીમારી છે. શરદી, ફ્લૂ અથવા વાઇરલ ઇન્ફેક્શન થઈ જાય તો એ પણ સૂકી ઉધરસ નું કારણ હોઈ શકે છે. કેટલીક દવાઓ ના સતત ઉપયોગ થી પણ તમને સૂકી ઉધરસ ની સમસ્યા થઈ શકે છે.

મજૂરી કરનારા કેટલાક લોકો વહેલી સવારે ઘેરથી ટિફીન લઈને નીકળતા હોય છે અને બપોરના એ ઠરેલો, લૂખો, આહાર ખાતા હોય છે. એ જ રીતે પેટને પૂરતુ ખાવા ન મળતું હોય કે લાંબા સમય સુધી ઉપવાસ- એકટાણા કરતા હોય તેવા લોકોને પણ આ પ્રકારની લૂખી ખાંસી થઈ શકે છે.ઝાડો, પેશાબ, વાછૂટ, ભૂખ, ઉંઘ, જેવા કુદરતી હાજતને રોકવાથી અતિ મૈથુન કરવાથી, તૂરા રસનો વઘુ પડતો અતિરેક કરવાથી અને ફ્રીજનું પાણી, આઇસક્રીમ, બરફ, કુલ્ફી, ગોળા વગેરે ઠંડા દ્રવ્યોનો અતિરેક કરવાથી વાયુ વધે છે અને એ રીતે લૂખી ખાંસી થવાની શક્યતાને બળ મળે છે.

થાય છે આવી તકલીફ.આ પ્રકારની ખાંસીમાં દર્દીને (ખાંસી ખાંસીને) છાતી, માથું, પીઠ, પાંસળીઓ, છાતીનો દુખાવો તથા લમણામાં દુઃખાવો થાય છે. અવાજ ફાટીને બેસી જાય છે, ગળું અને મોં સૂકાય છે. વારંવાર રૂંવાડા ઉભા થઈ જાય છે. ક્યારેક અંધારા આવે છે. ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને આથી દર્દી અત્યંત થાકી જાય છે.

7-8 તુલસીના પાન, કટકો આદુ અને 4-5 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી, શરદી અને તાવ ઠીક થઈ જાય છે. ગરમ પાણી પીતા રહો. એનાથી ગળું સૂકું થતું નથી અને ગળાને શેક પણ મળે છે.મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી ખાંસીથી છુટકારો મળી શકે છે. આ સાથે જ તુલસીના પાન, સિંધાલૂણ અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ગાળીને પીવાથી ખાંસીથી છુટકારો મળે છે.

1 ચમચી આદુનો રસ લઈ તેમાં થોડાં ટીપાં મધના મિક્સ કરીને ચાંટવાથી ફાયદો થાય છે. આ સાથે જ તમે રોજ સ્ટીમ પણ લઈ શકો છો. અત્યારે કોરોનાકાળમાં સ્ટીમ ખૂબ જ જરૂરી છે. સ્ટીમ લેવાથી ફેફસાં સ્વસ્થ રહે છે અને શરદી-ખાંસી અને કફની સમસ્યા થતી નથી.બે કપ પાણી લો. તેમાં લસણની ચારથી પાંચ કળીઓ નાખો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક કપ પાણી જ વધે. તેને ગાળી લો. તેને ઠંડુ પાડો અને પછી પી લો.

પા ચમચી હળદરને ગરમ દૂધમાં નાખી તેને હલાવો. આ હળદરવાળું દૂધ દિવસમાં બે વાર પીવો. સતત પંદર દિવસ સુધી આ દૂધ પીવો.રોજ મીઠાવાળા પાણીના કોગળા પણ ખૂબ જ કારગર ઉપાય છે. તેનાથી પણ ખાંસીમાં ખૂબ જ રાહત મળે છએ.

લસણ.લસણ એક આયુર્વેદિક અને એન્ટીબેક્ટેરિયલ ખાદ્ય પદાર્થ છે. જે તમારી ઉધરસ ને સારી કરી શકે છે. તો મિત્રો લસણ ને ઉકાળી, શેકી કે પછી ગરમ કરી ને મધ ની સાથે ખાવા થી સૂકી ઉધરસ માં જલ્દી આરામ મળે છે.

હળદર.હળદર એક આયુર્વેદિક અને પ્રાકૃતિક સિજ છે. હળદર, તજ, કાળા મરી ને એક સાથે મિક્સ કરી ને તેનો ઉકાળો બનાવી ને પીવાથી ઉધારસ માં રાહત મળે છે.

કાળા મરી.કાળી મરી એ પોતાના પ્રાકૃતિક ઔષધીય ગુણો માટે ખૂબ જાણીતી છે. જેમાં ઉધરસ રોકવા ના આવશ્યક ગુણો પણ જોવા મળે છે. કાળા મરી ને દળી ને ત્યારબાદ એને ઘી માં સેકી ને ખાવા થી ઉધરસ થી રાહત મળે છે.

લવિંગ.જો રાતના સૂવાના સમયે ખાંસીની વધારે પડતી તકલીફ થાય, તો લવિંગને લઈને મોઢામાં રાખો, ધીમે ધીમે ચાવો, આમ કરવાથી ખાંસી બંધ થઇ જાય છે.

હળદર, ઘી, આદુ અને ખાંડ.તેનું મિશ્રણ બનાવીને ગરમ થવા માટે ગેસ ઉપર ધીમાં તાપે ચડવા દો. હવે તેમાં 1 ચમચી ઘી નાખો અને આદુનો એક નાનો ટુકડો, 1/2 ચમચી હળદરનું ચૂર્ણ અને 1/2 ચમચી ચમચી ખાંડ નાખીને 3 મિનિટ સુધી તેને પકાવો. હવે તેને ઉતારીને થોડું ઠંડું થવા દો અને પછી તેને બધું ખાઈ જવું. આ પ્રક્રિયાને અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 વખત પુનરાવર્તિત કરો.