તમારી ઘરે ભોજન બનાવતા બળી ગયેલા વાસણ આ ઘરેલું ઉપચાર થી ચમકશે ચકાચક,જાણી લો આ ટિપ્સ….

જો કૂકરમાં કંઇ બનાવવા મુક્યું હોય ત્યારે વાનગી ચોંટી જવાના કારણે વાસણમાં કાળા ડાઘ પડી જતા હોય છે. બનાવેલી રસોઇ તો સ્વાદિષ્ટ બને જ છે, પરંતુ જ્યારે વાસણ ખાલી થાય ત્યારે તે વાસણને સાફ કરવા દરેક મહિલાને કંટાળો આવતો હોય છે.અત્યારે કેટલીક વખત જમવાનુ એ બનાવતા સમયે તમારુ ધ્યાન એ નથી રહેતુ કે તમારા વાસણ એ બળી જાય છે. અને બળી ગયેલા વાસણનો ફરીથી ઉપયોગ કરવાનુ તમને મન થતુ નથી. પરંતુ આટલા મોંઘા વાસણને ફેંકી શકાય પણ નહી કારણ કે તેને વારંવાર બજાર માંથી લેવા એ અશક્ય છે અને આમ પણ સાફ કરવા માટે તમારે મોંઘામાં મોંઘા ડિટર્જન્ટનો એ ઉપયોગ કરે છે.

Advertisement

પરંતુ તેનાથી તમને કોઇ ફાયદો થતો નથી. અને એવામા કેટલીક ઘરેલુ વસ્તુના ઉપયોગથી તમે તમારા બળી ગયેલા વાસણને પહેલાની જેમ જ ચમકીલા બનાવી શકો છો. માટે તો આવો જોઇએ કે તે કઇ ઘરેલુ વસ્તુઓ છે કે જેનાથી વાસણને ચમકાવી શકાય છે.

લીંબુનો રસ નો કરો ઉપયોગ.તમે લીંબુથી પણ સહેલાઇથી બળી ગયેલાને વાસણ ને સાફ કરી શકો છો. માટે તમારે સૌપ્રથમ એક કાચૂ લીંબુ લો અને તેને વાસણની સાઇડ પર લગાવી લો અને ત્યાર પછી તમે ત્રણ કપ ગરમ પાણી ઉમેરો અને હવે બ્રશથી તે બળી ગયેલા વાસણને સાફ કરો અને થોડીક મિનિટમા જ તમારા વાસણ એ સાફ થઇ જશે.

બેકિંગ સોડા નો ઉપયોગ.તમારા બળી ગયેલા વાસણને સાફ કરવા માટે તમારે એક ચમચી બેકિંગ સોડામા ૨ ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણી ને વ્યવસ્થિત મિકસ કરી લો. અને ત્યાર પછી આ પાણીથી તમે વાસણને બરાબર રગડી લો બસ આમ કરવાથી તમારા બળી ગયેલા વાસણ એ એકદમ સાફ થઇ જશે.

ટામેટા નો ઉપાય.તમે આ સિવાય ટામેટાના રસથી પણ બળી ગયેલા વાસણને વ્યવસ્થિત પહેલા જેવા જ સાફ કરી શકો છો. બસ તમારે એક વાસણમા ટામેટાનો રસ ને ઉમેરીને ગરમ કરી લો અને ત્યાર પછી તમે તેને સાફ કરો અને જો તમે ઇચ્છો તો તેમા તમે મીઠુ પણ ઉમેરી શકો છો.

મીઠા નો ઉપયોગ.આ સિવાય મીઠાનો ઉપયોગ પણ બળી ગયેલા વાસણને સાફ કરવા માટે તમારે પાણીમા તમારે મીઠું એ ઉમેરીને તમે તેને મિક્સ કરી લો અને હવે પછી તેને બળી ગયેલા વાસણમા ૪ મિનિટ સુધી ઉકાળી લો અને ત્યાર પછી બ્રશની મદદથી તેને રગડી લો આમ કરવાથી ડાઘ એ સાફ થઇ જશે.

ડુંગળી નો ઉપાય.આ રીતે તમે ડુંગળીનો એક નાનો ટૂકડો લો અને હવે તેને તમે બળી ગયેલા વાસણમા ઉમેરો અને તેમા તમે પાણી એ મિક્સ કરીને તેને ઉકાળી લો. પછી થોડીક વારમા જ બળી ગયેલા વાસણના આ નિશાન એ ગાયબ થઇ જશે.એલ્યુમિનિયમના વાસણમાં જો પીળા ડાઘ કે બળી ગયેલા ડાઘ હોય તો તે વાસણમાં પાણી નાંખીને ગરમ કરો, તેમાં આંબલી કે લીંબુના ફૂલ નાંખી, તે પાણીને ગરમ થવા દો. તેનાથી ડાઘ દૂર થશે અને વાસણ ચમકશે.

વિનેગર.વાસણને પાણીથી ભરી દો અને તેમાં એક કપ વિનેગર ઉમેરો. હવે આખી રાત વાસણને તેમ રહેવા દો અને સવારે સાબુથી ધોઈ કાઢો.થરમોસ અંદરથી પીળું પડી જાય અને હાથ નાંખીને સાફ કરી શકાય તેમ ન હોય તો સાફ કરવા માટે, પહેલા અંદર થોડું પાણી નાખી, છાપાના નાના-નાના ટુકડા અંદર નાખી દો. અડધા કલાક પછી અંદર પાણી નાખી ધોઈ નાખો. થરમોસ બિલકુલ સ્વચ્છ, ચમકી ઉઠશે.થરમોસને છાશ વડે ધોવાથી એમાંથી ચા-કોફીની ગંદી વાસ નીકળી જાય છે.

પીત્તળના વાસણોને લીંબુની છાલથી ઘસીને સાફ કરો. વાસણો એકદમ ચમકી ઉઠશે.સ્ટીલના વાસણોને અઠવાડિયામાં એક વખત લીંબુ અને આંબલીના પાણીથી ધોઈ લો. એનાથી વાસણો ચમકતા રહેશે.પ્લાસ્ટિકની ડોલ તથા ટમ્લર પર મેલ અને ચીકાશ ચોંટી ગયા હોય, તો સહેજ કેરોસીનવાળા કપડાંથી લૂછી લો અને ત્યાર પછી સાબુ અને પાણીથી બરાબર ધોઈ નાંખો. ડોલ ટમ્લર વગેરે નવા જેવા થઈ જશે.

ચિનાઈ માટીના વાસણ પર જો ડાઘ લાગી જાય, તો તેને મીઠું બોળેલા ભીના કપડાંથી સાફ કરો. એ એકદમ ચમકી ઉઠશે.જો કોઈ વાસણ દાઝી ગયું હોય, તો એની વાસ દૂર કરવા માટે સાફ કરતી વખતે એમાં થોડોક બોરીક પાઉડર નાખીને, પાણી ઉમેરી. એને ગરમ કરો. વાસણ એકદમ સાફ થઈ જશે.ચા બનાવ્યા પછી ઉકાળેલી પત્તી સૂકવીને વાસણ માંજવાના પાઉડરમાં મેળવી એનાથી વાસણ સાફ કરો. વાસણો ચમકી ઉઠશે…

પ્રેશર કૂકરને સાફ કરવા માટે એમાં પાણી સાથે એક ટુકડો લીંબુનો રસ નાંખી એનું ઢાંકણું બંધ કરી દો. થોડીવાર સુધી ગેસ પર રાખી, ઉતારી લો. કૂકર એકદમ સાફ થઈ ચમકી ઉઠશે.ક્રોકરી સાફ કરતી વખતે સાબુમાં થોડુંક દળેલું મીઠું નાખવાથી ક્રોકરી સરસ રીતે ચમકવા લાગશે.

ઉનાળામાં ટિફિન બોક્સમાં જમવાનું લઈને જ્યારે ખોલીને બેસીએ છીએ, ત્યારે એમાંથી વાસ આવવા લાગે છે. આવું ન થાય એ માટે ટિફિન બોક્સને ઢાંકણા સાથે ગેસ પર ગરમ કરો. ઠંડં પડે એટલે તરત જ જમવાનું ભરી દો. એનાથી ખોરાક લાંબા સમય સુધી સારો રહેશે અને એમાંથી વાસ પણ નહિ આવે.કાચના વાસણને ચાના ઉકાળેલા કૂચાના પાણીથી સાફ કરવાથી તે ચમકદાર થશે.

Advertisement