તમે પણ ઈચ્છો છો કે તમારા ઘર માં પણ હોઈ મા લક્ષ્મી નો વાસ તો હંમેશા ખિસ્સા માં રાખો 4 વસ્તુ, જીવનભર નહીં ખૂટે ઘર માં પૈસા….

આર્થિક રૂપથી પરેશાન રહો છો તો ચિતા કરવાને બદલે વાસ્તુ વિજ્ઞાનના આ ઉપાયને અજમાવો જેનાથી તમારી આર્થિક પરેશાની દૂર થઈ શકે છે.વાસ્તુવિજ્ઞાનમાં શ્રીયંત્રને ખૂબ શુભફળદાયી ગણાવ્યું છે. શ્રીયંત્ર દેવી લક્ષ્મીનું  યંત્ર છે. એને ઘરમાં સ્થાપિત કરવાથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને નૌકરી ધધામાં આવતી પરેશાની દૂર થાય છે.શ્રીયંત્ર જો સ્ફટિકનું  હોય તો વધારે પ્રભાવશાળી હોય છે. ધન વૈભવ સંબંધી પરેશાનીને દૂર કરવા માટે અને ઘરની ઉન્નતિ માટે શુકલપક્ષમાં કોઈ પણ શુક્ર્વારે કે પછી દિવાળીની રાત્રે  પારદ શ્રીયંત્રને પૂજા સ્થાનમાં સ્થાપિત કરી તેની નિયમિત પૂજા કરો.

Advertisement

 

આપણા ઘરમાં ઘણી ઉપયોગી વસ્તુઓ હોય છે. તેના મહત્વની આપણને ભાન હોતી નથી. આંખોની સામે હોવા છતાં આપણે તે વસ્તુઓની અવગણના કરીએ છીએ. એકવાર મહાભારતમાં યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે ઘરમાં શાંતિ જાળવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ઘણી વાતો જણાવી હતી. તેમાંથી કેટલીક એવી વસ્તુઓ છે જે દરેક ઘરમાં હોવા જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે કઈ બાબતોને ઘરે રાખવી સારી માનવામાં આવે છે.ચંદન.ઘરમાં ચંદન રાખવું શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ઘરમાં ચંદન રાખવાથી તેની સુગંધ તેની આસપાસની નકારાત્મકતાને વિખેરી નાખે છે. પૂજા સમયે લોકો ચંદનનો ઉપયોગ પણ કરે છે. પૂજામાં તેનું વિશેષ મહત્વ છે. એવું પણ કહેવામાં આવે છે કે ચંદનની પેસ્ટ લગાવવાથી મન અને મગજ શાંત રહે છે.

વીણા.વીણા માતા સરસ્વતીનું પ્રિય સાધન છે. તેથી, માતા સરસ્વતીના પ્રિય આ સંગીતવાદ્યને ઘરે રાખવાથી મનુષ્યને મદદ મળે છે. આ સિવાય બુદ્ધિનો વિકાસ થાય છે અને મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડવાની હિંમત પ્રાપ્ત થાય છે.શંખ.શંખને વાસ્તુ વિજ્ઞાન ઉપરાંત શાસ્ત્રોમાં પણ સુખ અને વૈભવ પ્રદાન કરનારું ગણાવ્યું છે. એમાં પણ સ્ફટિક  શંખનું અલગ જ  મહત્વ છે. પારદ(સ્ફટિક)  શંખને કુબેરનું  પ્રતીક ગણાય છે. કુબેર  મહારાજ દેવતાઓના ખજાનચી છે,  જેના ઘરમાં પારદ શંખ હોય છે તે ઘરમાં કુબેરની કૃપા બની રહે છે. આ વાસ્તુ દોષ દૂર કરીને ધન વૃદ્ધિ કરે છે.

હિંદુ ધર્મમાં શંખનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાનની પૂજા કરતી વખતે શંખ વગાડવાની પરંપરા વરસોથી ચાલતી આવે છે. ધર્મના આધારે શંખ એટલા માટે પણ મહત્વનો છે કેમ કે તેને જગતપિતા ભગવાન નારાયણ ધારણ કરે છે. વિષ્ણુ પુરાણમાં તે વાતનો પણ ઉલ્લેખ જોવા મળે છે કે શંખમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.એવી માન્યતા છે કે સમુદ્ર મંથન માટે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો હતો, ત્યારે સમુદ્ર મંથનથી 14 રત્ન પ્રાપ્ત થયા હતા.સૌથી છેલ્લે દેવી લક્ષ્મી પણ સમુદ્ર માંથી અવતર્યા હતા. સમુદ્ર માંથી એક શંખ નીકળ્યો હતો, જેની અંદરથી દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા. ભગવાન વિષ્ણુએ ત્યારે દેવી લક્ષ્મી સાથે લગ્ન કરી શંખને ધારણ કર્યો હતો. એટલા માટે ઘરમાં શંખ જરૂર રાખવો જોઈએ. ધ્યાન રાખો કે દક્ષીણમુખી શંખ જ ઘરમાં રાખો. તે શુભ હોય છે.

ઘી.ઘી દરેક ઘરમાં જોવા મળે છે. દરરોજ તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. ઘીનું સેવન કરવાથી તમારી શક્તિ વધશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ ઉપરાંત પૂજા સમયે ભગવાનને તેલને બદલે ઘીના દીવા કરો તો નકારાત્મક ઉર્જા ઘરથી દૂર જશે.મધ.મધ ખાવા ઉપરાંત તે ઉપયોગી પણ છે. જો તમે તમારા ઘરે મધ રાખશો તો ઘણી ખામીઓ દૂર થશે. નિયમિત પૂજામાં પણ મધનો ઉપયોગ કરવો જોઈએ. પૂજા દરમિયાન તમામ દેવી-દેવતાઓને મધ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

તુલસી.તુલસીના છોડની હિંદુ ધર્મમાં દેવી દેવતાની જેમ પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે વિષ્ણુના અવતારમાં શ્રીકૃષ્ણ જ તુલસીને પૃથ્વી ઉપર લાવ્યા હતા. તુલસીના પાંદડા વગર શ્રીકૃષ્ણ ભોગ પણ ગ્રહણ નથી કરતા. માન્યતા છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. વાસ્તુ મુજબ તુલસીના છોડને ઘરમાં પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. જો પૂર્વ દિશામાં સ્થાન ન મળે, તો તુલસીના છોડને ઘરમાં ઉત્તર દિશામાં પણ લગાવી શકાય છે.એમ કરવાથી તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ થશે.

કમળનું ફૂલ.દેવી લક્ષ્મીના ચિત્રમાં તે હંમેશા કમળના ફૂલ ઉપર બેઠેલા જોવા મળે છે. આમ તો કમળનું ફૂલ દેવી લક્ષ્મીને ખુબ જ પ્રિય છે. કમળના ફૂલમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર એક કળશમાં પાણી ભરીને તેમાં ખીલેલું કમળનું ફૂલ મૂકી દો, તો તે દેવી લક્ષ્મીને ઘરમાં આમંત્રણ આપવાની વિધિ માનવામાં આવે છે. એટલું જ નહિ, જો તમે તમારી તિજોરીમાં કમળનું ફૂલ મૂકી દો, તો તમારે ધનની ખામી નહિ રહે.

પીપળાનું ઝાડ, પીપળાનું ઝાડ પણ હિંદુ ધર્મમાં દેવ સમાન માનવામાં આવે છે. પીપળાના ઝાડમાં દેવ-દેવીઓનો વાસ હોય છે. સાથે જ તે ઝાડમાં દેવી લક્ષ્મી પણ વાસ કરે છે. એવી માન્યતા છે કે દિવસના સમયે પીપળાના ઝાડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને રાત્રે દેવી લક્ષ્મીની બહેન અલક્ષ્મી પીપળાના ઝાડમાં વાસ કરે છે.એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પીપળાના ઝાડ પાસે રાત્રે ન જવું જોઈએ. એટલું જ નહિ ઘરમાં પીપળાનું ઝાડ ન હોવું જોઈએ. તે ઘણું જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં પીપળાનું ઝાડ ઉગી આવે તો તેને વિધિ પૂર્વક કાઢી બીજા સ્થાન ઉપર લગાવી દેવું જોઈએ.

Advertisement