સંકટ મોચન હનુમાનજી દરેક ભક્તો પર તેમના આશીર્વાદ બનાવી રાખે છે.કોઈ પણ પ્રકારની સમસ્યા હોય હનુમાનજી સદાય તેમના ભક્તો સાથે રહે છે તેમની સમસ્યા દૂર કરે છે.હનુમાનજીની પૂજા માટે મંગળવાર અને શનિવાર શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા અર્ચના કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.જોકે દરેક ભક્ત હનુમાનજીના મંગળવાર કરી શકે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારનુ વ્રત તેમને કરવુ જોઈએ. જેની કુંડળીમાં મંગળ ગ્રહ નિર્બળ હોય અને જેના હેઠળ તે શુભ ફળ નથી આપી રહ્યા. પણ કેટલાક એવા નિયમ છે જેના મુજબ મંગળવારનુ વ્રત રાખવાનુ ફળ લાભકારી હોય છે.
શ્રદ્ધાપૂર્વક હનુમાનજી ની મૂર્તિ સામે દિવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. સાંજના સમયે બેસનના લાડુ કે પછી ખીરનો ભોગ હનુમાનજીને લગાવીને ખુદ મીઠા વગરનુ ભોજન કરવુ જોઈએ.મંગળવારનુ વ્રત કરનારાઓએ આ દિવસે બ્રહ્મચર્યનુ પાલન કરવુ જોઈએ. માન્યતા છેકે માંગલિક દોષવાળા જો મંગળવારનુ વ્રત કરે છે તો તેમને દોષથી મુક્તિ મળે છે.
બજરંગબલીને સિંદુર બહુ જ પ્રિય હોય છે, તેથી દર મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવતા તેઓ પ્રસન્ન થાય છે. તમે મનોકામના પૂરી કરવા માંગો છો, તો બજરંગબલીના માથાનું સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવી દો, તેનાથી તમારી ઈચ્છાપૂર્તિ જલ્દી થઈ જશે.શનિની મહાદશા, ઢૈય્યા કે સાઢેસાતીની પરેશાનીને દૂર કરવા માટે પણ આ વ્રત ખૂબ કારગર માનવામાં આવે છે. મંગળવારના દિવસે દાનનું મોટું મહત્ત્વ છે. આ દિવસે મધ, સિંદુર, લાલ ફુલ, મસૂરની દાળ, લાલ મરચી, ઘઉં, કેસર, તાંબુ વગેરેનું દાન કરવાથી મનુષ્યને દરેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોમાંથી છુટકારો મળે છે અને તેઓ શાંતિનો અનુભવ કરે છે.
હનુમાન કવચ ધારણ કરો.હનુમાન કવચને શોક નાશં પણ કહેવાય છે. આ કવચમાં એટલી શક્તિ હોય છે કે તેને ધારણ કર્યા બાદ મનુષ્ય સકારાત્મક ઉર્જાથી ભરેલો અનુભવે છે. સાથે જ તેના પ્રભાવથી તમામ દુખ, કષ્ટ અને રોગમાંથી મુક્તિ મળે છે. મંગળવારના દિવસે બજરંગબલીની આરાધના કરીને તેના મૂળ મંત્ર “ॐ श्री हनुमंते नमः”નું 108 વાર જાપ કરીને તેના કવચને શુભ મુહૂર્ત પર ધારણ કરવું.પીપળાના 13 પાન પર ચમેલીનુ તેલ અને સિંદૂરના મિશ્રણથી તમારી સમસ્યા દાડમની દંડી વડે લખીને શિવલિંગ પર ચઢાવવાથી ચોક્ક્સ તમારુ ખિસ્સુ ધન, સુખ અને સમૃદ્ધિથી ભરેલુ રહેશે.
દરરોજ કરી શકાય છે પૂજા.હનુમાનજીની પૂજા સામાન્ય રીતે દરરોજ કરી શકાય છે પણ મંગળવાર અને શનિવારે આ પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. શક્ય હોય તો વ્યક્તિએ 21 મંગળવારનું વ્રત રાખવું જોઇએ. મંગળવારે સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિને ગંગાજળથી સાફ કરવી જોઇએ. પૂજા માટે લાલ રંગના ફૂલ, ઘી અથવા તલના તેલથી દીવો કરવો જોઈએ. દીવો કર્યા બાદ આરતી, હનુમાન ચાલીસા અથવા બજરંગબાણનો પાઠ કરવો જોઇએ.
હનુમાન યંત્રની સ્થાપના.હનુમાન યંત્ર અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે, તેમાં પવનપુત્રનો વાસ હોય છે, અને વિધિપૂર્વક તેની પૂજા કરવાથી મનુષ્યને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાથે જ તમારા ઘર પરિવાર પર આવનારી તમામ આપત્તિઓને બજરંગબલી દૂર કરી શકે છે. આ યંત્રને તમારા ઘરના પૂજા સ્થળ પર સ્થાપિત કરીને દર મંગળવારે તેની પૂજા અવશ્ય કરો, ફાયદો થશે.
ભોગ પ્રસાદ.પાઠ થયા બાદ પ્રભુને પ્રસાદભોગ લગાવવામાં આવે છે. મંગળવારે હનુમાનજીને વિશેષ સિંદુર અને લાલ મિષ્ઠાનનો પ્રસાદ ધરવામાં આવે છે.વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ભગવાન શિવના રુદ્રાવતાર હનુમાનજીની મૂર્તિ ઘરમાં એવી રીતે લગાવવી જોઇએ કે તેની દિશા દક્ષિણ દિશા તરફ હોય. હનુમાનજીને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે. તેથી તેની પ્રતિમા યુગલ દંપતિઓના રૂમમાં ન રાખવી જોઈએ.
હનુમાનજીની પૂજા કર્યા પછી તમે એક દિવસ માટે અન્ન ત્યાગ કરો છો, તો તે ઘણા રાજી થાય છે. તે એક પ્રકારનો ઉપવાસ હોય છે, જે હનુમાનજી પ્રત્યે તમારી આકરી સાધના દર્શાવે છે. તમે તે દિવસે ફળનું સેવન જરૂર કરી શકો છો. આમ તો જો તમે આ વ્રત કરવામાં સક્ષમ છો તો કરો. નહિ તો ન કરો.
પ્રસાદ વિતરણ.હંમેશા હનુમાન પૂજા પછી લોકો પ્રસાદ લઈને ઘરે જતા રહે છે. જે અમુક તો પ્રસાદ ચડાવતા પણ નથી. પરંતુ જો તમે આ પ્રસાદને મંદિરમાં કે પોતાના ઘર આસપાસના લોકોમાં વિતરણ કરો છો, તો તે હનુમાનજીને ખુશ કરી દે છે. તેનો અર્થ છે કે તમારું દિલ ઘણું મોટું છે અને તમે તમારી સકારાત્મક ઉર્જા પ્રસાદ તરીકે બીજામાં વહેચી રહ્યા છો.
સાફ સફાઈ.પૂજા પાઠ કર્યા પછી હનુમાનજીની આસપાસ થોડી ઘણી ગંદકી પણ થઇ જાય છે. એટકે કે અગરબત્તીથી પડતી રાખ. કે બીજી પૂજા સામગ્રીનું જમીન ઉપર પડવું વગેરે. તેવામાં જો દિવસ આખો તેની મૂર્તિ આસપાસ સાફ સફાઈનું વિશેષ ધ્યાન આપો. એમ નહી કરો તો પૂજા પછી તે બાકી જ રહી જશે.
રામ નામ.હનુમાનજી રામના કેટલા મોટા ભક્ત છે. તેવામાં તમારે પણ હનુમાન પૂજા પછી ભગવાન રામને યાદ જરૂર કરવા જોઈએ. તેનાથી તમને બમણા આશીર્વાદ પ્રાપ્ત થશે. એટલા માટે હંમેશા હનુમાન સાથે શ્રીરામને પણ યાદ કરવામાં આવે છે.
થોડા ઉત્તમ કામ.હનુમાન પૂજા પછી તમે થોડા પણ ઉત્તમ કામ જેવા કે પૈસાનું દાન, કોઈ ભૂખ્યા જાનવર કે માણસને ભોજન ખવરાવવું વગેરે કરી શકો છો. તેનાથી તમારા ઘરમાં બરકત હંમેશા જળવાઈ રહેશે અને ધનની ખામી ક્યારે પણ નહિ રહે.