વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર માં જરૂર રાખો આ 4 વસ્તુ,હંમેશા બની રહેશે માં લક્ષ્મી ની ક્રુપા….

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના કુટુંબમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઉભી ન થાય, પરંતુ ન ઇચ્છવા છતાં પણ કોઈને કોઈ પ્રકારની તકલીફો ઉભી થવા જ લાગે છે, ખાસ કરીને જોવામાં આવે તો મોટાભાગના લોકો ધન સાથે જોડાયેલી ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. જો તમે પણ તમારા નવા વર્ષને ઉત્તમ બનાવવા માગો છો, અને તમે ઈચ્છો છો કે ૨૦૨૦ નું વર્ષ તમારા માટે પ્રગતી અને આનંદથી ભરપુર રહે, તો તમે નવા વર્ષના સમયે થોડી વસ્તુ તમારા ઘરમાં જરૂર લઇ આવો. તે તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે.

 

એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી એ સંપત્તિની દેવી છે. તેમની કૃપાથી, સમગ્ર વિશ્વમાં યશ, કીર્તિ અને વૈભવ અસ્તિત્વમાં છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે હંમેશાં તેના પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે અને તેના ઘરે હંમેશા ધનનો વરસાદ રહે છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુ શાસ્ત્ર મુજબ દેવી લક્ષ્મીને કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી પ્રસન્ન થાય છે.

લક્ષ્મી નારાયણની પ્રતિમા અથવા ફોટો.એવું માનવામાં આવે છે કે જે ઘરમાં નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો, તે ઘરમાં હંમેશા ધન બની રહે છે. જે લોકો ઘરમાં ધન પ્રાપ્તિ ઇચ્છતા, તેઓએ ભગવાન લક્ષ્મી નારાયણની મૂર્તિ અથવા ફોટો તેમના ઘરે લાવવો જોઈએ. તેમની પૂજા સવારે અને સાંજે કરવી જોઈએ.

ઘરમાં રાખો શ્રી યંત્ર.એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી શ્રી યંત્રમાં વસે છે, તેથી જેમને તેમના ઘરે પૈસા જોઈએ છે તેઓએ તેમના ઘરે શ્રી યંત્ર સ્થાપિત કરવો જોઈએ. તેમજ શ્રી યંત્રની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ યંત્ર ઘરની ઇશાન અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ. ઘરના બધા સભ્યોએ આ યંત્રની પૂજા કરવી જોઈએ. જો શક્ય હોય તો તમે શ્રી યંત્રને પણ તમારા પર્સમાં રાખી શકો છો.

ઘરે લાવો વિઘ્નહર્તા ગણેશ.ભગવાન ગણેશને શુભનું પ્રતિક માનવામાં આવે છે. દેવી લક્ષ્મી તેમને પોતાનો પુત્ર માને છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો ભગવાન ગણેશને તેમના ઘરે લાવે છે તેમના ઘરમાં હંમેશા બરકત હોય છે. તેથી, જે લોકો તેમના ઘરે પૈસા કમાવવા માંગતા હોય તેઓએ તેમના ઘરે ભગવાન ગણેશની એક નાની પ્રતિમા લાવવી જોઈએ. તેમની પૂજા પણ દરરોજ કરો.

શ્રીફળ ચમત્કારિક છે.દર શુક્રવારે માતા મહાલક્ષ્મીએ શ્રીફળ એટલે કે નાળિયેર અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે નાળિયેર દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. જે વ્યક્તિ શુક્રવારે સાંજે દેવી લક્ષ્મીને નાળિયેર અર્પણ કરે છે, દેવી લક્ષ્મી તેના જીવનની ગરીબીનો નાશ કરે છે.

દેવી લક્ષ્મીના ચરણ(પદ) ચિન્હ.જો તમે નવા વર્ષમાં તમારા ઘરની અદંર ધનની દેવી માતા લક્ષ્મીજીના પદ ચિન્હ લઈને આવો છો, અને તેની નિયમિત રીતે પૂજા અર્ચના કરો છો તો તેનાથી ધનની પ્રાપ્તિના રસ્તા ખુલશે અને સામાજિક ક્ષેત્રમાં માન સન્માનની પણ પ્રાપ્તિ થાય છે.

લક્ષ્મી-ગણેશની મૂર્તિ.જો તમે વાસ્તુ શાસ્ત્ર મુજબ જોશો, તો જો નવા વર્ષમાં ગણેશજીની મૂર્તિ ઘરમાં લાવવામાં આવે તો તેના કારણે ધન આગમનમાં જે પણ અડચણો ઉભી થઇ રહી છે તે દુર થઇ જાય છે. જો તમે નવા વર્ષ ઉપર ભગવાન ગણેશ અને લક્ષ્મીની ચાંદીની મૂર્તિ લઈને આવો છો તો તમે તેને તમારા ધન રાખવાના સ્થાન ઉપર સ્થાપિત કરો.

લાફીંગ બુદ્ધા.જો તમે નવા વર્ષમાં લાફીંગ બુદ્ધા ઘરમાં લાવો છો, તો તેનાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે છે. જો તમે તેને તમારા ઘરમાં ઉત્તર પૂર્વ ખૂણામાં ૩૦ ડીગ્રી ઊંચાઈ ઉપર સ્થાપિત કરો છો તો તેનાથી તમને આર્થિક પ્રગતી પ્રાપ્ત થશે, અને તમે તમારી કારકિર્દીમાં સતત સફળતા પ્રાપ્ત કરશો.

ધાતુમાંથી બનેલા કાચબા.જો તમે તમારા ઘરમાં ધાતુ માંથી બનેલા કાચબા લાવો છો, તો તેનાથી કુટુંબમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. ચીની વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વસ્તુ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દુર થાય છે, અને ધન સંબંધિત તકલીફોનું પણ સમાધાન થાય છે. જો તમે વર્ષની શરુઆતમાં ધાતુમાંથી બનેલા કાચબ કે ડ્રેગનની મૂર્તિ ખરીદી લાવો છો તો તે શુભ માનવામાં આવે છે.

મોર પીંછ.જેમ કે તમે લોકો જાણો છો કે, મોર પીંછને ઘણું જ શુભ માનવામાં આવે છે, શાસ્ત્રોમાં પણ મોર પીંછને ઘણું જ શુભ અને પવિત્ર ગણવામાં આવ્યું છે. આપણે ત્યાં કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે, તો તેમાં મોર પીંછનો ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે, મોર પીંછનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી કાર્ય સફળ થાય છે. જો તમે નવા વર્ષની શરુઆતમાં તમારા ઘરમાં મોર પીંછ લાવો છો, તો તેનાથી તમારા ઘરમાં વર્ષ આખું સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.