આ દિશામાં કરો ઘીનો દીવો,ધાર્યું દરેક કામ થઈ જશે પૂર્ણ.

હિંદુ રીવાજ મુજબ પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાની માન્યતા છે. દીવો તે પાત્ર છે, જેમાં ઘી કે તેલ નાખીને સુતરની વાટ પ્રગટાવવામાં આવે છે. પારંપરિક રીતે માત્ર માટીના દીવા પ્રગટાવવામાં આવે છે પણ હવે લોકો ઘરમાં ધાતુના દીવા પર પ્રગટાવવા લાગ્યા છે. દીવા પ્રગટાવવા પાછળ વડવાઓ વિચાર આપતા ગયા છે.

Advertisement

કે તેનાથી ઘરમાં અંધકાર દુર થાય છે.હિંદુ ધર્મ શાસ્ત્ર માં દેવી-દેવતાઓની પૂજામાં દીવડાઓ પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. જે લોકો રોજ વિધિ-વિધાન સાથે પૂજા નથી કરી શકતા એ પણ પોતાના ઘરમાં પૂજા સ્થાન પર ભગવાન સમક્ષ દીવો પ્રગટાવતા હોય છે. દીવડાથી આરતી કરવામાં આવે છે. અને પૂજન કાર્યો આરતી પછી જ પૂર્ણ થાય છે.

આપણા ધર્મમાં સદીઓથી દીવા પ્રગટાવવાની પરંપરા ચાલી આવી રહી છે અને દીવો પોતે જ એવી વસ્તુ છે જે ચપટીમાં અંધકાર દૂર કરે છે, ઘરનો પણ અને આપણા મનનો પણ. તે જ સમયે, પંડિત અને જ્યોતિષાચાર્ય કહે છે કે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવાથી આપણને ધાર્મિક લાભ મળે છે સાથે જ તે ઘર સાથે સંકળાયેલ વાસ્તુ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે અને તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા મળે છે.

દરેક જણે દીવો પ્રગટાવે છે, પરંતુ જો દીવો પ્રગટાવતી વખતે થોડીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણી ઉપાસના જલ્દીથી સફળ થવાની સાથે સાથે આપણને બીજા ઘણા ફાયદા પણ થઈ શકે છે. તો ચાલો અહીં જાણીએ દીવો પ્રગટાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

દીવા સાથે જોડાયેલા ખાસ નિયમો : એવું માનવામાં આવે છે કે જો દીવો નિયમિતપણે પ્રગટાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા હંમેશાં સક્રિય રહે છે. વાસ્તુ દોષમાં વધારો કરતી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. દીવાનો ધુમાડો વાતાવરણમાં હાજર હાનિકારક સુક્ષ્‍મજીવોનો નાશ પણ કરે છે. દીપક અંધકારને દૂર કરે છે અને પ્રકાશ ફેલાવે છે. એવું માનવામાં આવે છે કે દીવોનો પ્રકાશ ખાસ કરીને દેવતાઓ અને દેવીઓને પ્રિય છે, તેથી પૂજામાં આવશ્યકપણે દીવો પ્રગટાવવામાં આવે છે.

પૂજા દરમિયાન ક્યારેય ખંડિત દીવો ન વાપરો. હંમેશાં ફક્ત સ્વચ્છ અને સારા દીવા વાપરો. ઘણી વખત લોકો પૂજા દરમિયાન તૂટેલા દીવોનો ઉપયોગ કરે છે. જેના કારણે તેમને પૂજા કરવાનું ફળ મળતું નથી. તેથી, પૂજા કરતી વખતે આ ભૂલશો નહીં અને હંમેશાં યોગ્ય દીવાનો ઉપયોગ કરો.

દીવો પ્રગટાવ્યા પછી, હંમેશાં તેને યોગ્ય દિશામાં રાખો. ખોટી દિશામાં દીવો રાખવો શુભ માનવામાં આવતું નથી. પૂજાને લગતા નિયમો અનુસાર જો તમે પૂજા સમયે તેલનો દીવો પ્રગટાવો તો આ દીવો જમણી તરફ રાખો. તેલનો દીવો પ્રગટાવવા માટે તમારે કપાસને બદલે મોલીનો ઉપયોગ કરવો જોઈએ.પૂજા દરમિયાન જો તમે ઘી નો દીવો પ્રગટાવો છો તો તેને ભગવાન ની પ્રતિમા ની સામે રાખો.ઘી નો દીવો પ્રગટાવવા ફક્ત રૂ ની બત્તી નો જ પ્રયોગ કરો.

રોજ સાંજે મુખ્ય દરવાજા પાસે દીવો મુકવો જોઈએ. આ દીવો ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવેશને અટકાવે છે. પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખો કે ઘીનો દીવો તમારી ડાબી બાજુ પ્રગટાવવો જોઈએ. તેલનો દીવો તમારી જમણી બાજુ મૂકવો જોઈએ.દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

મંત્ર- ‘शुभम् करोति कल्याणं, आरोग्यं धन संपदाम्। शत्रु बुद्धि विनाशाय, दीपं ज्योति नमोस्तुते।।’ આ મંત્રનો સરળ અર્થ એ છે કે શુભ અને સુખાકારી, આરોગ્ય અને ધન સંપદા આપનારી, દુશ્મનની બુદ્ધિનો વિનાશ કરનાર આપણે દીવાના પ્રકાશને સલામ કરીએ છીએ.ધ્યાનમાં રાખો કે પૂજાની વચ્ચે દીવો ન બુઝવો જોઈએ. જ્યારે આવું થાય છે, પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી.

દીવો પ્રગટાવતી વખતે, ધ્યાનમાં રાખો કે પૂજા કર્યા પછી ઓછામાં ઓછા અડધા કલાક સુધી દીવો સળગાવવો જોઈએ. તે જ રીતે, પૂજા દરમિયાન પણ દીવો ઓલવાઈ જવો જોઈએ નહીં એનું ધ્યાન રાખવું.એવું કહેવામાં આવે છે કે જો પૂજા દરમિયાન અચાનક દીવો ઠરી જાય છે, તો પૂજા-અર્ચનાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી.તુલસીની પૂજા કરતી વખતે ફક્ત ઘીનો દીવો વાપરો. ઘી સિવાય તમે તલનું તેલ પણ વાપરી શકો છો. જો કે દીવો પ્રગટાવવા માટે ક્યારેય સરસવના તેલનો ઉપયોગ ન કરવો.

દીવો પ્રગટાવવા માટે તેની અંદર વાટ રાખવામાં આવે છે અને એ જ વાટને પ્રજ્જવલિત કરવામાં આવે છે. જ્યારે તમે ઘીના દીવાનો ઉપયોગ પૂજા દરમિયાન કરો છો તો તેની અંદર રૂથી બનાવવામાં આવેલ વાટ જ મુકો. જ્યારે તેલનાં દીવાની અંદર તમે રૂની વાટ ન મુકો અને રૂની જગ્યા પર લાલ દોરાની વાટનો પ્રયોગ કરો. શાસ્ત્રોમાં રૂની વાટને ઘીના દીવા માટે તેમજ લાલ વાટ તેલના દીવા માટે શ્રેષ્ઠ જણાવવામાં આવી છે. એટલે આગલી વાર તમે જ્યારે પણ ઘી કે તેલનો દીવો પ્રગટાવો ત્યારે આ વાતનું ધ્યાન જરૂર રાખવું.

ભગવાનની મૂર્તિની સામે જ દીવો મૂકવો જોઈએ. પ્રતિમાની પાછળ અથવા તેની આસપાસ ક્યારેય દીવો ન રાખશો.
ઘીના દીવા માટે સફેદ રૂનો ઉપયોગ કરવો જોઇએ. જ્યારે લાલ દોરીની દિવેટ તેલના દીવા માટે શ્રેષ્ઠ હોવાનું માનવામાં આવે છે.પૂજામાં ક્યારેય ખંડિત દીવો પ્રગટાવવો જોઈએ નહીં. ધાર્મિક કાર્યોમાં ખંડિત સામગ્રીને શુભ માનવામાં આવતી નથી.શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે મંત્ર જાપ સાથે દીવો પ્રગટાવવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. વાસ્તુ દોષ દૂર થાય છે.

જ્યારે પણ તમે પૂજા કરો તો આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે દીવાની અંદર ઘી કે તેલ સારા પ્રમાણમાં હોઈ. જેથી પૂજા કરતા દરમિયાન દીવો ન ઓલવાઈ. પૂજા કરતા સમયે દીવો ઓલવાઈ જવો અશુભ માનવામાં આવે છે અને એવું થવા પર પૂજાનું પૂર્ણ ફળ પણ પ્રાપ્‍ત નથી થઈ શકતું. એટલે તમે હમેંશા આ પ્રયાસ કરો કે દીવાની અંદર ઘી કે તેલની માત્રા એટલી હોઈ કે પૂજા કર્યા બાદ પણ ઓછામાં ઓછી અડધી કલાક સુધી દીવો ચાલુ રહે.

સવારના સમયે લોકોનું મન અને મગજ એકદમ શાંત હોઈ છે. એટલે સવારના સમયે જ્યારે તમે ભગવાનનું નામ લો છો તો તમારું પૂરું ધ્યાન ભગવાનની ભક્તિમાં જ લીન હોઈ છે અને તમે સાચા મનથી પૂજા કરી શકો છો.સવારના સમયમાં નકારાત્મક ઉર્જા ખૂબ ઓછી હોઈ છે અને વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે. વાતાવરણમાં સકારાત્મક ઉર્જા હોવાથી તમારું ધ્યાન પૂજામાં વધારે લાગી શકે છે અને સાથે જ સવારે તમને પૂજા કરવા માટે એક શુધ્ધ વાતાવરણ પણ મળી જાય છે.

સવારના સમયે સૂરજથી નિકળતી કિરણો સ્વાસ્થય માટે લાભદાયક માનવામાં આવે છે. જ્યારે તમે સવારનાં સમયે સૂર્યદેવતાને અર્ઘ આપો છો તો સૂરજથી નિકળતી કિરણો તમારા શરીરને ઘણી પ્રકારનાં લાભ આપે છે અને તમારી રક્ષા ઘણીબધી બિમારીઓથી થઈ જાય છે. એટલે કહેવામાં આવે છે કે તમે સવારે જેટલું જલ્દી બની શકે સૂર્યદેવતાને અર્ઘ આપો.બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પૂજા કરવાથી પૂજા સફળ માનવામાં આવે છે. શાસ્ત્રોને અનુસાર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન દરેક ભગવાનની શક્તિઓ જાગૃત થઈ જાય છે અને આ દરમિયાન પૂજા કરવાથી ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરી દે છે.

આખા દિવસ એટલે કે ૨૪ કલાકમાં કુલ ૩૦ મુહૂર્ત હોઈ છે. આ જ ૩૦ મુહૂર્તમાંથી એક મુહૂર્તને બ્રહ્મ મુહૂર્તના નામથી ઓળખવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તનો સવારનો સમય હોઈ છે અને આ મુહૂર્ત પ્રાત: ૪:૨૪ થી લઈને ૫:૧૨ સુધીનું હોઈ છે. આ મુહૂર્ત બધા મુહૂર્તમાંથી સૌથી શુભ માનવામાં આવ્યું છે અને એ જ કારણ છે કે આ મુહૂર્ત દરમિયાન જ ભગવાનની પૂજા કરવામાં આવે છે. પૂજા સિવાય ઘણીવાર શુભ કાર્યો પણ આ જ મુહૂર્ત દરમિયાન જ કરવામાં આવે છે.

જો તમે પોતાના પિતૃઓથી જોડાયેલી કોઈ પૂજા કરો છો તો એ પૂજા તમે સવારના સમયે ન કરો. કારણ કે પિતૃઓની પૂજા માટે બપોરનો સમય બરાબર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા વચ્ચે જ પિતૃઓની પૂજા કરવાથી એ પૂજાનો લાભ તમને મળે છે.જોકે તમે એ વાતનું પણ ધ્યાન રાખો કે બપોરના સમયે તમે પિતૃઓની પૂજા સિવાય કોઈ બીજી પૂજા ન કરો અને ન તો કોઈ શુભ કામ કરો. કારણ કે બપોરના સમયે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે હોઈ છે.

Advertisement