પતિએ કર્યું એવી રીતે સમાગમ કે ત્યાનું ત્યાંજ થઈ ગયું પત્નીનું મૃત્યુ, જાણો ત્યારબાદ શું થયું…..

નમસ્તે મિત્રો આજે અમે એક એવી ઘટના વિશે વાત કરી જેમાં એક 21 વર્ષના યુવકે સેક્સ દરમિયાન જ રેઝર બ્લેડથી પત્નીનું ગળુ કાપી નાખી હત્યા કરી નાખી હતી. પોલીસે દાવો કર્યો હતો કે, પતિએ એ વાતને પણ કબૂલી પણ લીધી છે. પોલીસનુ કહેવુ છે કે

Advertisement

આ ઘટના બાદ આરોપીએ ખુદની પણ જીંદગી ખતમ કરાવાની કોશિશ કરી હતી. ઈન્ટિમેટ મેમેન્ટ દરમિયાન પત્નીની હત્યાનો આ મામલો બ્રાઝીસના સાઓ પૌલો રાજ્યના વર્જી પોલિસ્ટા નામના વિસ્તારો છો. 21 વર્ષના આરોપી મર્સિલો અરૌજોને પોલીસે આ ઘટના બાગ પકડી લીધો હતો.

મર્સિલોની પ્તની ફ્રેસિનની ઉંમર 22 વર્ષ હતી. પોલીસનુ કહેવુ છે કે, ઈર્ષ્યાના કારણે યુવકે પત્નીની હત્યા કરી દીધી છે. 22 ડિસેમ્બર 2019 ની આ ઘટનાને લઈને પોલીસે કહ્યુ કે, 6 અઠવાડિયા સુધી ચાલેલી તપાસ બાદ આ ઘટના સાથે જોડાયેલા ઘણા સબૂત મળ્યા હતા.

તે પહેલા આરોપીએ આ ઘટનાને લઈને અલગ-અળગ નિવેદન આપ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે, ફ્રેસિના ત્રીજી વખત ગર્ભવતી બની ગઈ હતી. આ વાતને લઈને તેણીનો પોતાના પતિ સાથે ઝગડો થઈ ગયો હતો. પોલીસ જ્યારે આ યુગલના ઘરે પહોંચી તો, પતિ પણ ગંભીર હાલતમાં હતો. તેના કાંડા અને ગળા પર કાપવાના નિશાન હતા. તેણે પોતાને પણ પીડિત કરીકે દર્શાવવાની કોશિશ કરી હતી.

આવીજ બીજી ઘટના કોરોનાની મહામારી વચ્ચે પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે આડા સંબંધોની શંકામાં પત્ની દ્વારા પતિની હત્યા અથવા તો પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હોય તેવો પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે કે, જેમાં એક પતિને તેની પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોય તેવી શંકા હતી.

જેના કારણે પતિએ તેના બે મિત્રો સાથે મળીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ દીકરીને નવી મમ્મી લઇ આવવા માટે જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે મહિલાના પતિ અને તેના મિત્રોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટ અનુસાર વડોદરામાં આવેલા બરાનપુરા વિસ્તારમાં ચૂનારાવાસમાં અમિત ચુનારા તેની પત્ની અને ત્રણ સંતાનોની સાથે રહેતો હતો. અમિત ચુનારા શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અમિતને એવી શંકા હતી કે, તેની પત્ની સપનાને ખંભાતમાં રહેતા રીકી સોલંકી નામના એક વ્યક્તિ સાથે આડા સંબંધ છે.

જો કે, આ વાતને લઇને અમિત સપના સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકામાં પતિએ પત્નીની મોતનો પ્લાન બનાવી લીધો અને બે મિત્રોની મદદથી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી.

વહેલી સવારે જ્યારે સપના સુતી હતી તે સમયે પતિએ તેના બે મિત્રોની સાથે ઓશિકા વડે સપનાનું મોત દબાવી દીધું હતું. જેના કારણે શ્વાસ રૂંધાતા સપનાનું મોત નીપજ્યું હતું. બચવા માટે સપનાએ ધમપછાડા કર્યા હોવાથી સપનાની દીકરી જિગીષા જાગી ગઈ હતી અને તેને પિતા અને બે મિત્રોને માતાનું મો દબાવત જોઈ લીધા હતા.

માતાના મૃતદેહને જોઈને દીકરી રડવા લાગી હતી. તેથી પિતા અમિતે જિગીષા ને કહ્યું હતું કે ,તારા માટે હું બીજી મમ્મી લાવીશ, તું રડીશ નહીં અને જો આ વાત કોઈને પણ કહી તો તને પણ મારી નાખીશ.

દીકરીને ધમકી આપ્યા બાદ અમિતે તેના બંને મિત્રોને પૈસા આપી દીધા હતા અને ત્યારબાદ બંને મિત્રો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા લોકોના ટોળા અમિતના ઘર પર ઉમટી પડ્યા હતા અને બીજી તરફ સપનાનો ભાઈ અને તેના પરિવારના અન્ય સભ્યો પણ અમિતના ઘરે દોડી આવ્યા હતા

અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હતી પોલીસે સપનાના મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી અને સમગ્ર મામલે અમિત સામે હત્યાનો ગુનો દાખલ કરી અમિતને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર ઘટના બાબતે પોલીસે જણાવ્યું હતું કે, વડોદરાના ચુનારાવાડમાં રહેતા અમિત ચુનારાને તેની પત્નીના આડા સંબંધ હોવાનો વહેમ હતો. જેના કારણે સવારે પાંચ વાગ્યાના સુમારે પત્નીનું ઓશિકાથી મો દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને તેને હત્યા કરવા માટે અન્ય લોકોની મદદ લીધી છે કે, કેમ તેની તપાસ ચાલી રહી છે. અમિત સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીની ધરપકડ થયા બાદ અન્ય વિગતો સામે આવશે.

આ સમગ્ર ઘટનાને જિગીષાએ જણાવ્યું હતું કે, મારી મમ્મીના છાતી ઉપર એક વ્યક્તિ બેસી ગયો હતો અને મારા પપ્પા મમ્મીનું મોઢું ઓશીકાથી દબાવી રહ્યા હતા. મમ્મીનો શ્વાસ રૂંધાતા તેને ધમપછાડા કરતાં પગ મને જોરથી વાગી ગયો હતો. જેના કારણે હું જાગી ગઈ હતી અને પપ્પાએ ધમકી આપી હતી કે, તારા માટે બીજી મમ્મી લઇ આવીશ અને જો આ વાત કોઇને કહીશ તો તને પણ મારી નાખીશ.

આવીજ બીજી ઘટના મહેસાણાના ઉમતા ગામે પતિ પત્ની ઓર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિ અને પ્રેમિકાએ ભેગા મળીને પત્નીનું ઢીમ ઢાળી દેતા આ સમગ્ર મામલે વિસનગર તાલુકા પોલીસે તપાસ આરંભી છે. જ્યારે પતિ અને પ્રેમિકાને વિસનગર તાલુકા પોલીસે પકડીને હાલમાં જેલ હાવાલે કર્યા છે. આ બનાવ થકી પરિવારમાં દુઃખનું મોજું ફરી વળીયું છે.

પરંતુ ગત રોજ બુધવારે તેના પતિ આરોપી ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાનનો ફોન આવ્યો હતો અને તેની પત્નીને તેને મળવા બોલાવી હતી. ત્યાં આરોપી પતિએ તેની પત્નીને દાતરડાના ઘા ઝીંકીને મોત નિપજાવ્યું હતું અને તેની લાશનો નિકાલ કરવા પાસે રહેલા કુવામાં ફેંકી દીધી હતી. આરોપીના ફોન આવ્યા બાદ જેનપબાનું પઠાણ સમી સાંજ સુધી ઘરે આવી ન હતી અને ગામ આખામાં તપાસ કર્યા બાદ એક ખેતરમાં લોહીના ડાઘ સહિત કુવામાં તરતી ઓઢણી જોઈને પરિવારે લાશને બહાર કાઢી હતી.

જેમાં મૃતક જેનપબાનું પઠાણના શરીર પર ઉપર છાપરી મારેલા દાતરડાના નિશાન મળી આવ્યા હતા અને તે 15થી વધુ ઘાના નિશાન જોઈને પઠાણ પરિવાર ચોકી ગયો હતો. આ અંગે મહેસાણાના વિસનગર તાલુકા પોલીસને ફરિયાદ મૃતકના ભાઈ નિઝામખાન અહેમદખાન પઠાણે કરી હતી.

જેમાં ગામ ઉમતામાં રહેતા આરોપી પતિ ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન અને તેની પ્રેમિકા ચૌહાણ સમીમ બાનું નથેખાન સામે ફરિયાદ કરાઇ હતી. જેમાં પોલીસે બનેની ધરપકડ કરીને વિસનગર જેલ હવાલે કર્યા છે. મૃતક જેનપબાનું પઠાણ ઉંમર અસરે 40 વર્ષના શરીર પર કેટલા ઘા ઝીંક્યા છે અને તે હથિયાર ક્યું હતું સહિત કેવી રીતે હત્યા કરાઈ તે દિશામાં વિસનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

આજે ફરીવાર એક હત્યા થઇ છે. આરોપી પતિ ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન ગામમાં રહેતી ચૌહાણ સમીમબાનું નથેખાન સાથે લગ્ન કરવા માગતો હતો અને તેને તેની પત્ની આખોમાં કણાની જેમ જેનપબાનું પઠાણ ખુંચતી હતી. હાલમાં તો જેનપબાનું પઠાણ કણાને સાફ તો કરી નાખ્યો છે, પરંતુ તેમના આવનારા સમયમાં સુખદ જીવન હવે જેલના પાછળ બને આરોપીને વ્યતીત કરવું પડશે. તે વાત પણ અહીં સાચી ઠરવા ગઈ છે.

આવીજ બીજી ઘટના અમદાવાદમાં પત્નીના આડા સબંધ હોવાની શંકા રાખી પતિએ પત્નીના ગળા પર બ્લેડ ફેરવી હત્યા કરી હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. હત્યા બાદ પતિએ કપડાં ધોઇ નાંખ્યા હતા અને પછી પોતાના દિકરાને લઇ માતા પિતાના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ તે જાતે જ ગોમતીપુર પોલીસ સ્ટેશન હાજર થયો અને હત્યાની કબુલાત કરી. જો કે હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ગિરફતમાં ઉભેલા આ આરોપીનું નામ છે સંજય જીવણભાઇ પરમાર છે. સંજય પર આરોપ છે તેણે નિર્દયતાથી પત્ની હત્યા કરી નાખી. હત્યા કરવા પાછળનું કારણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માર્ચ મહિનાથી પતિ સંજય અને પત્ની અરૂણા વચ્ચે ચારિત્ર્ય પર શંકાના આઘારે ઝઘડો ચાલતો હતો.

એકવાર પત્ની અરૂણા કોઇની સાથે ફોન પર વાત કરતી હતી અને તે બાબતે પતિ સંજયે પુછતા તેણે કોઇની સાથે વાત ન કરતી હોવાનું જણાવ્યું હતું. આવી જ રીતે પતિએ બે વખત પત્ની અરૂણાને અન્ય કોઇ જોડે વાત કરતા પક્ડી હતી અને ત્યારે તેણે ફોન તોડી કાઢ્યો હતો. 27મી એપ્રિલના રોજ પતિએ અરુણાનો સામાન ચેક કરતા તેની પાસેથી બીજો મોબાઇલ મળી આવ્યો હતો.

ત્યારથી બંન્ને વચ્ચે ઝઘડો થતા પત્ની અરૂણા પોતાના પિયર જતી રહી હતી. ગત મંગળવાર પત્ની અરૂણાએ પતિને ફોન કરી ગીતામંદિરથી ઘરે લઇ જવા ફોન કર્યો હતો અને ત્યારબાદ તે ઘરે તેડી લાવ્યો હતો. બંન્ને વચ્ચે ફરી ચારિત્ર્ય પર શંકાના આઘારે ઝઘડો થયો હતો. ગુસ્સે ભરાયેલો સંજય રાત્રે અઢી વાગ્યે બ્લેડ લઇ આવ્યો હતો અને અરુણાના ગળા પર બ્લેડ ફેરવી હતી. જેથી અરુણા તડફડીયા મારીને થોડી વાર બાદ મૃત્યુ પામી હતી.

હત્યા બાદ લોહીવાળા કપડાં પાણીથી સંજયે ધોઇ કાઢ્યા હતા અને બીજા કપડાં પહેરી મકાન બંધ કરી તેના દિકરાને લઇ માતા પિતાના ઘરે શાહવાડી પહોંચી ગયો હતો અને મોડી રાતે પોલીસના શરણે જઇને પત્નીની હત્યા કરી હોવાની પોલીસ સામે કબુલાત કરી અને પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી.

આરોપી પતિ સંજય પરમારને વર્ષ 2009માં અરુણા દંતાણી સાથે પ્રેમ થયો હતો અને ત્યારબાદ લગ્ર કર્યા હતા. જો કે, લગ્ન બાદ અરૂણાના માતા પિતા નારાજ હોવાથી તેમણે સબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ અરુણા, સંજય અને તેમનું એક સંતાન ગોમતીપુર ખાતે રહેતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી હત્યારા પતિને તેની પત્ની અરૂણાના ચારિત્ર્ય પર શંકા જતી હતી. જેથી અવાર નવાર ઝઘડો ચાલતો હતો પરંતુ છેવટે કંટાળીને હત્યા કરી હોવાની પતિએ કબુલાત કરી.

મોબાઇલ સંપર્ક રહેવા માટેનુ ઉત્તમ સાધન છે પરંતુ આજના આધુનિક યુગમાં આ મોબાઇલ સુખી સંસારને પલીતો ચાપવાનુ કામ કરે છે. આજ રીતે પતિ સંજય અને પત્ની અરૂણાના સુખી દાપત્ય વચ્ચે મોબાઇલ જ શંકાનો કિડો બન્યો,પત્ની વારવાંર મોબાઇલ પર વાત કરતી હોવાને કારણે પતિ સંજયના મનમાં ચારિત્ર્ય પર શંકા ગઇ અને શંકાની આગમાં સળગતા સંજયે પત્ની હત્યા કરી દીધી. સાથો સાથ પોતાના એક દિકરાના ભવિષ્ય ઉપર પણ અંધકાર સર્જી દીધો.

Advertisement