આવા લોકો પાસે ક્યારેય નથી ટકી રહેતી માં લક્ષ્મીજી,રામ ચરીત્ર માનસ માં પણ થયો છે એ વાત નો ઉલ્લેખ…….

દરેક મનુષ્ય ને ખુશહાલ જીવન ની ઈચ્છા રહેતી હોય છે. વ્યક્તિ પોતાના જીવન ને ખુશીઓ થી ભરપુર કરવા માટે રાત-દિવસ મહેનત કરે છે. જેથી તેમનું ઘર-પરિવાર ખુશ રહી શકે અને ઘર પરિવાર માં સુખ શાંતિ બની રહે. પરંતુ હમેશા વ્યક્તિ ના જીવન માં ખુશી બની રહે તે સંભવ નથી હોતું. જીવન માં સુખ અને શાંતિ બનાવી રાખવું ખુબ જ મુશ્કેલ માનવામાં આવે છે. સમય ની સાથે સાથે જીવન માં કેટલીય મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે.જેના કારણે મનુષ્ય હમેશા હતાશ રહે છે.

એવામાં આજના ભાગદોડવાળા સમય સૌ કોઈ ભૌતિક સુખ-સુવિધા મેળવવા માટે આંધળી હરીફાઈમાં દોડી રહ્યાં છે. આજે સૌ કોઈ માટે પૈસા સૌથી વધુ મહત્વનું સાધન બની ગયું છે. જેને મેળવવા માટે લોકો રાત-દિવસ એક રહી રહ્યાં છે. છતાં કેટલાંક લોકો એવા છે, જે મહેનત તો કરે છે પરંતુ તેમની પાસે પૈસા ટકતા નથી. એવા લોકો માટે રામ ચરિત માનસમાં કેટલાંક સંકેતો દર્શાવાયા છે. જેમાં પૈસા ન ટકવાનું અને આદર્શ જીવન જીવવાની રીત જણાવી છે.

શ્રી રામચરિત માનસ એ પવિત્ર ગ્રંથ છે તે બધા લોકો જાણે છે. જણાવી દઈએ કે આ દિવ્ય મહાકાવ્યની થોડી ચોપાઇઓ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિના યોગ બનાવે છે. આ ચોપાઈઓ ને સિદ્ધ કરવા માટે રામ નવમીનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી ચોપાઇઓ તમારા જીવનમાં ખૂબ જ અસર પાડે છે. રામનવમીના શુભ અવસર ઉપર આ ચોપાઈઓ ને અચૂક વાંચવી જોઈએ અને સિદ્ધ કરવી જોઈએ. જેના પરિણામ રૂપે તમારા ઘરમાં કોઈ દિવસ આર્થિક સમસ્યાઓ કે ધનની કમી થતી નથી.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રામચરિતમાનસ માં થોડી ચોપાઇઓ એવી છે જેનાથી સંકટ થી બચાવ અને રિદ્ધિ સિદ્ધિ માટે મંત્રોચ્ચાર સાથે પાઠ કરવામાં આવે છે. આ ચોપાઈઓ ના મંત્ર ને પુરા વિધાન સાથે 108 વખત હવન સામગ્રી ની જેમ સિદ્ધ કરવામાં આવે છે. આ હવનમાં પણ ગણેશ સામગ્રીઓ સાથે શ્રદ્ધાપૂર્વક મંત્રોચ્ચાર કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં રામ ચરિત્ર માનસમાં જીવન જીવવાના આધાર ગણવામાં આવે છે. રામ ચરિત્ર માનસ આપણને જીવન જીવવાની દિશા બતાવે છે. રામ ચરિત્ર માનસ આપણને જીવનના દરેક ક્ષણે આદર્શ અને ધર્મ અનુસાર જીવવા માટે પ્રેરણા આપે છે. રામ ચરિત્ર માનસમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક લોકો પાસે પૈસા કેમ નથી ટકતા. તો આજે અમે તમને આ બાબતો વિશે જણાવીશું.

રામાયણ મુજબ જો જીવનસાથી બીમાર હોય તો તમારી પાસે ક્યારેય લક્ષ્મી ટકતી નથી. આપણે બધાએ આ વાત સાંભળી જ હશે કે, એક સારી સ્ત્રી તેના ઘરનું નામ રોશન કરે છે અને જે લોકો પોતાના પાર્ટનર છેતરે છે. તેમની પાસે ક્યારેય પૈસા રહેતા નથી. જો તમે તમારા જીવનસાથીને દગો આપશો તો, તમારું જીવન અને ઘર બરબાદ થઈ શકે છે. તેથી, કોઈ પણ સમયે તમારા સાથીને દગો આપવો નહીં.

રામ ચરિત્ર માનસ અનુસાર, જે વ્યક્તિ લાલચી હોય છે, તેની પાસે ક્યારેય લક્ષ્મી ટકશે નહીં. એવું કહેવાય છે કે, લાલચ ખરાબ બાબત હોય છે. જો તમે લાલચ કરો છો તમે મુશ્કેલીમાં પડી શકો છો. તેથી વધારે લાલચ ન કરવી, પરંતુ ધર્મ અનુસાર પાલન કરવું

રામ ચરિત્ર માનસના અનુસાર, જે પણ ઘરમાં નશીલા પદાર્થનું સેવન કરે છે. તે ઘરમાં લક્ષ્મીનો નિવાસ નથી રહેતો, કારણ કે તમે સાંભળ્યું હશે કે તે નશીલી વસ્તુ નાશ કરે છે. જો તમારી અંદર આવી ખરાબ ટેવ હોય અથવા તમે આલ્કોહોલનું સેવન કરો છો, તો ટૂંક સમયમાં જ છોડી દો. ત્યારે જ તમારી પાસે માં લક્ષ્મીનું આગમન થશે.

રામ ચરિત્ર માનસ અનુસાર, જે કોઈ માણસને ઘમંડ હોય છે. તે ઘમંડી વ્યક્તિ પાસે ક્યારેય પૈસા નથી રહેતા. જો આવા વ્યક્તિ પાસે પૈસા છે, તો તે ટૂંક સમયમાં જ સમાપ્ત થઇ જશે. તેથી એવું કહેવામાં આવે છે કે વધુ પૈસાનો ઘમંડ વ્યક્તિ ને બરબાદ કરી દે છે. તેથી તમારે ધનવાન બનવું હોય તો સૌ પ્રથમ તમારે ઘમંડને છોડી દેવુ જોઈએ. પછી તમારી પાસે લક્ષ્મીનું આગમન થશે.

રામચરિત માનસ હૃદયકોશ છે. એમાં તમારી સંવેદનાનું સરનામું મળી જશે. શબ્દકોશમાં રામનો એક અર્થ છે પ્રેમી. પ્રેમીજનને રામ કહે છે. તુલસીએ પણ મહોર મારી છે. रामहि केवल प्रेमु पिआरा રામે સંસારને ખૂબ પ્રેમ કર્યો છે. દીન હીનનો ઉદ્ધાર કર્યો, એનાથી મોટો ચમત્કાર શું હોઈ શકે. આપણે ચમત્કારને સ્થૂળ અર્થમાં જ લઈએ છીએ. હજારો લોકો કથા સાંભળે છે અને પ્રસાદ લે છે, આ પણ એક ચમત્કાર છે, આ કોઈ વ્યક્તિનું કામ નથી. કોઈ અગમ અગોચર તત્ત્વ છે, જે આ બધું સંભાળે છે, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા…

રામનો બીજો અર્થ છે આત્મા. આ બહુ મોટો આધ્યાત્મ અર્થ છે. નિજાનંદીના સંદર્ભે આત્મારામ શબ્દ જાણીતો છે. અમારી સાધુ પરંપરામાં તો આત્મારામ નામ બહુ છે. રામનો ત્રીજો અર્થ જીવ છે. ક્યારેક ક્યારેક આપણે આત્માને રામ માનીએ છીએ પણ જીવાત્માને નહીં, એને ધિક્કાર મળે છે. જીવ આત્મા સુધી પહોચવાની સીડી છે.રામનો અન્ય એક અર્થ તાકાત પણ છે. જે બળ વિઘટન ન કરે, સંગઠન કરે એ રામ. આજે આવા સંગઠનાત્મક રામોની તાતી જરૂરિયાત છે.