આ રીતે કરો હનુમાન ચાલીસાના પાઠ,જીવનભર નહીં આવે કોઈ કષ્ટ..

મિત્રો એવી માન્યતા છે કે કળીયુગમાં એક માત્ર જ જીવિત દેવતા છે અને તે છે હનુમાનજી. જે પોતાના ભક્તો અને સાધકો પર હંમેશા કૃપા વરસાવતા જ હોય છે અને તેમની દરેક ઈચ્છાને પૂરી કરે છે. હનુમાનજીની કૃપાથી જ તુલસીદાસજીને ભગવાન રામ મળ્યા હતા. હનુમાનજી વિશે એવી પણ માન્યતા છે કે જ્યાં પણ ભગવાન રામની કથા હોય છે ત્યાં કોઈને કોઈ સ્વરૂપે હનુમાનજી ઉપસ્થિત હોય છે અને વાત કરીએ હનુમાન ચાલીસાની તો કહેવાય છે કે તુલસીદાસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસા લખી હતી.

Advertisement

અત્યારે લોકડાઉનને કારણે લોકોના મનમાં હાલના સમયમાં શંકાઓ, ડર, નિરાશાઓ, અનિશ્ચિતતા,ગુસ્સો અને ઘણી માનસિક સમસ્યાઓ છે. તબીબીવિજ્ઞાન કહે છે કે ભય અને ગુસ્સો આપણી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. રોગપ્રતિકારક શક્તિ બગડતાં જ કોઈ પણ રોગ ઝડપથી થાય છે. આવી સ્થિતિમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે.

લગભગ તમારી લગભગ સમસ્યાનું નિવારણ એક હનુમાન ચાલીસાના પાઠ દ્વારા જ થઇ શકે છે. હનુમાન ચાલીસમાં કહેવાયું છે કે “અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા”. તેથી હનુમાનજી તેના ભક્તોની અને નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પછી તે ધન સંબંધી હોય કે કોઈ અન્ય. તો ચાલો જાણીએ હનુમાન ચાલીસના પાઠથી થતા અન્ય અદ્દભુત ફાયદાઓ.

હનુમાન ચાલીસાનો પાઠ આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. જ્યારે પણ તમારા પર કોઈ આર્થિક સંકટ આવે ત્યારે તમારે મનમાં હનુમાનજીનું ધ્યાન ધરતા હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દેવો જોઈએ. આવું રોજે કરવાથી થોડાક અઠવાડિયામાં જ તમને તેનું પરિણામ જોવા મળશે અને આર્થિક સમસ્યાનું નિવારણ થઇ જશે.

જ્યારે તમને કોઈ અજાણ કે તમારો કાલ્પનિક ડર તમને સતાવે તો પણ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસમાં કહેવાયું છે કે “ભૂત પિસાચ નિકટ નહિ આવે, મહાવીર જબ નામ સુનાવે” તેનો મતલબ છે કે હનુમાન ચાલીસાનો પાઠ જે પણ કરે છે તેની આસપાસ કોઈ ભૂત આત્મા કે કોઈ અન્ય નકારાત્મક શક્તિઓ નથી આવતી. તેમજ તે વ્યક્તિનું મનોબળ એટલું વધી જાય છે કે તેનો ડર ખતમ થઇ જાય છે. જ્યારે કોઈ ડર સતાવે તો તે વ્યક્તિએ રાત્રે સુતા પહેલા હાથ પગ ધોઈને હનુમાન ચાલીસાનો પાઠ કરી પછી સુવું જોઈએ.

એવું કહેવામાં આવે છે કે આધ્યાત્મિક બળ આધ્યાત્મિક શક્તિ આપે છે અને ફક્ત આધ્યાત્મિક શક્તિ દ્વારા જ આપણે શારીરિક શક્તિ મેળવી શકીએ છીએ અને તેનાથી જ દરેક પ્રકારના રોગ સામે લડી શકીએ છીએ અને તેના પર કાબૂ મેળવી શકીએ છીએ. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનને આધ્યાત્મિક શક્તિ મળે છે.હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને વિદ્યાના દાતા કહેવામાં આવે છે, તેથી હનુમાન ચાલીસાના દરરોજ પાઠ કરવાથી તમારી યાદશક્તિ અને બુદ્ધી પણ વધે છે. તે જ રીતે તેનાથી આધ્યાત્મિક શક્તિ પણ મળે છે.સતત હનુમાન ચાલીસાના વાંચન દ્વારા પવિત્રતાની ભાવના વિકસિત થાય છે, આપણું મનોબળ વધે છે. જો મનોબળ વધારે હશે તો તમે દરેક સમસ્યા સામે લડી શકો છો.

કારણ વગરનો ભય અને તણાવ મટી જાય છે: હનુમાન ચાલીસાની એક લાઇન છે – भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे। या सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना આ ચોપાઈ મનમાં કારણ વગર રહેલો ભય દૂર કરે છે. ડર અને તાણથી મુક્તિ માટે હનુમાન ચાલીસાના પાઠ ખૂબ જ અસરકારક છે.

હનુમાન ચાલીસાની એક લાઈન છે – नासै रोग हरे सब पीरा, जपत निरन्तर हनुमत बीरा। या बल बुधि बिद्या देहु मोहिं, हरहु कलेस बिकार જો તમને કોઈ પણ પ્રકારનો રોગ છે, તો તમે માત્ર ભક્તિભાવથી હનુમાનજીનો જાપ કરવાથી. હનુમાનજી તમારી પીડા ઓછી કરશે.આનો અર્થ એ કે તમારે દવા સાથે પ્રાર્થના કરવી જોઈએ. હનુમાનજીની કૃપાથી તમે શરીરની તમામ વેદનાથી મુક્તિ મેળવી શકો છો.

મિત્રો ઘણા લોકોને અનિંદ્રાની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યામાં વ્યક્તિ રાત્રે સુવાનો પ્રયત્ન કરે તો તેને બેચેનીનો અનુભવ થવા લાગે છે અને ઊંઘ પણ મોડી આવે છે, તેમ છતાં ઊંઘ બરાબર ન આવે, તેવું થતું હોય છે. તો આવી પરિસ્થિતિમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તે સમસ્યા પણ દુર થાય છે. અનિંદ્રાનું સૌથી મોટું કારણ છે માનસિક અશાંતિ હોય છે. પરંતુ હનુમાન ચાલીસાનો પાઠ માનસિક શાંતિ આપે છે અને મનમાં ચાલી રહેલા ખોટા વિચારોને નષ્ટ કરે છે.

હનુમાન ચાલીસાના સતત વાંચનથી આપણા ઘર, મન અને શરીરમાંથી નકારાત્મક ઉર્જા નીકળી જાય છે. સ્વસ્થ અને હળવા રહેવા માટે વ્યક્તિને જીવનમાં સકારાત્મક ઉર્જાની જરૂર હોય છે. સકારાત્મક ઉર્જા વ્યક્તિને લાંબુ જીવન જીવવામાં મદદ છે.

આપણે બધા જ જાણીએ છીએ કે હનુમાનજી પરમ પરાક્રમી અને એક સૌથી બળવાન દેવતા છે. તેથી હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિ પણ બળવાન બને છે. જે લોકો વધારે બીમાર રહેતા હોય અને ઘણા ઉપચારો અપનાવ્યા બાદ પણ તેમની બીમારી દુર ન થતી હોય, તો તે વ્યક્તિએ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. તેનાથી રોગ અવશ્ય દુર થશે. કારણ કે હનુમાન ચાલીસમાં જ કહેવાયું છે કે “નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા”.

વિદ્યાર્થીઓ માટે પણ હનુમાન ચાલીસાનો પાઠ ખુબ જ લાભદાયી છે. કારણ કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિ ખુબ જ વધારે બુદ્ધિમાન થાય છે. વિદ્યાર્થી જીવનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સ્મરણ શક્તિ વધે છે અને શિક્ષણમાં સફળતાઓ પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત હનુમાન ચાલીસાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તે વ્યક્તિને મૃત્યુ બાદ ભગવાનના ધામમાં જવાનો માર્ગ સરળ બને છે. કહેવાય છે કે મનુષ્ય જીવન મુક્તિ મેળવવા માટેનું સૌથી શ્રેષ્ઠ અને એક માત્ર માધ્યમ છે. તેથી જે વ્યક્તિ હનુમાનજીની પૂજા કરે છે, ધ્યાન ધારે છે અને નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તે વ્યક્તિને ભગવાનના ધામમાં જવાનો માર્ગ સરળ બની જાય છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે.

મિત્રો અહીં તમારે એક ધ્યાન રાખવાનું છે કે હનુમાન ચાલીસાનો પાઠ મંગળવારના દિવસથી શરૂ કરવો અને એક પણ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ભૂલવાનું નથી. તેને નિયમિત કરવામાં આવશે તો જ ફાયદો થશે. તો મિત્રો જે વ્યક્તિ રોજે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેને આટલા મહત્વપૂર્ણ ફાયદા થાય છે.

Advertisement