આ ટ્રેનની ફક્ત ટીકીટજ છે 18 લાખ,જાણો કેવી સેવાઓ મળે છે અંદર,જુઓ તસવીરો.

ટ્રેનમાં સફર કરતી વખતે આરામદાયક અને રોયલ અનુભવ મેળવવા માટે દુનિયામાં ઘણી એવી શાનદાર ટ્રેનો છે જેમાં તમે સફર કરી શકો છો. સૌથી આલીશાન ટોપ 5 ટ્રેનોમાં ભારતની ટ્રેનનો પણ સમાવેશ થાય છે.એમાની એક છે મહારાજા એક્સપ્રેસ.‘મહારાજા એક્સપ્રેસ’ ૨૦૧૦ માં ભારતીય રેલ્વે દ્વારા ચલાવવામાં આવતી ‘રોયલ ટ્રેન’ છે. જો રોયલ એટલેકે શાહી ઠાઠ-બાઠ ની સુવિધાઓ જોઈતી હોય અને જીવનમાં પૈસા બચાવવાની કોઈ મોહમાયા ન હોય તો તમે આ રાજશાહી ટ્રેન ની સવારી કરી શકો છો.

Advertisement

આ ટ્રેન દિલ્લી માં છે. આ મુંબઈથી આગ્રા, ફતેહપુર સિકરી, ગ્વાલિયર, રણથંભોર, વારાણસી, લખનઉ, જયપુર, બિકાનેર, ખજુરાહ અને ઉદયપુર જેવા સ્ટેશનમાં ઉભી રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાની સૌથી બેસ્ટ 5 સુપર લકઝરીયસ ટ્રેનમાં ભારતની ‘મહારાજા એક્સપ્રેસ’ ને પણ શામેલ કરવામાં આવી છે.આ ટ્રેન એક કિલોમીટર લાંબી છે. ટ્રેનમાં લગભગ 23 ડબ્બા છે. મહારાજા એક્સપ્રેસમાં માત્ર 88 યાત્રી સફર કરી શકે છે.મહારાજા એક્સપ્રેસ યાત્રીઓને જયપુર, જોધપુર, ઉદયપુર, દિલ્હી, આગ્રા, બીકાનેર, ફતેહપુર સીકરી, ઓરછા, ખજુરાહો, રણથંભોર, વારાણસી અને મુંબઈના દર્શન કરાવે છે.

મહારાજા એક્સપ્રેસની અંદર બે શાહી રેસટોરાં છે. એકનું નામ મયૂર મહલ છે અને બીજાનું નામ રંગ મહલ છે. તેમાં યાત્રીઓની પૂરી ખાતરદારી કરવામાં આવે છે. તેમાં ખૂબ સ્વાદિષ્ટ અને શાહી વ્યંજનો પીરસવામાં આવે છે.મહારાજા એક્સપ્રેસમાં 43 ગેસ્ટ કેબિન છે. તેમાંથી 20 ડીલક્સ કેબિન, 18 જૂનિયન સ્યૂટ્સ, 4 સ્યૂટ અને 1 પ્રેસિડેન્શિયલ સ્યૂટ છે. પ્રત્યેક કેબિનમાં દરક યાત્રીને શાહી અનુભવ મળે છે.

મહારાજા એક્સપ્રેસમાં ડીલક્સ કેબિનનું મહત્તમ ભાડું 4.83 લાખ રૂપિયા સુધીનું છે. જૂનિયર સ્યૂટ્સનું ભાડું 7.53 લાખ રૂપિયા સુધીનું છે. સ્યૂટનું ભાડું 10.51 લાખ રૂપિયા સુધીનું છે. જ્યારે પ્રેસિડેન્શિયલ સ્યૂટનું ભાડું 18 લાખ રૂપિયા સુધીનું છે.મહારાજા એક્સપ્રેસમાં યાત્રીઓ માટે ચાર ટૂર પેકેજ છે. તેમાંથી 3 પેકેજ 7 દિવસ અને 6 રાતના છે. બીજી તરફ, એક પેકેજ 4 દિવસ અને 3 રાતનું છે.

દેશની આ રોયલ ટ્રેનમાં સફર કરવા માટે એક દિવસનો ચાર્જ ૧૬ લાખ રૂપિયાથી લઇ ૧૭ લાખ રૂપિયા સુધીનો છે. લોકોને આપવામાં આવતી શાનદાર ફેસિલિટીને જોઇને તમે આને ‘ફાઈવ સ્ટાર હોટેલ’ પણ કહી શકો છો.આ ભવ્ય ટ્રેનમાં બે રેસ્ટોરન્ટ છે જેનું નામ મયુર મહેલ અને રંગ મહેલ છે. દરેક રેસ્ટોરન્ટમાં એકસાથે ૪૨ લોકો બેસીને ભોજન કરી શકે તેવી સુવિધા છે. આનું ઇન્ટીરીયર ખરેખર જોરદાર છે.

Indian Railway Catering And Tourism Corporation દ્વારા આ ટ્રેન ચલાવવામાં આવે છે. આમાં અમુક જગ્યાએ ગોલ્ડનું વર્ક લગાવવામાં આવ્યું છે. આમાં હીરા, મોતી, નીલમ, ફિરોઝા, મૂંગા અને પુખરાજ જેવા મુલ્યવાન હીરાઓથી ઇન્ટીરીયર કરવામાં આવ્યું છે. આમાં ઈમ્પોર્ટેડ ફર્નીચર લગાવવામાં આવ્યું છે સાથે જ પ્રેસીડેન્શીયલ સુટ રોયલ પેલેસ જેવા રૂમો બનાવવામાં આવ્યા છે.

મહારાજા એક્સપ્રેસ ટ્રેનને અત્યાર સુધી 3 વાર વિશ્વની સૌથી લક્ઝરી ટ્રેનનો  અવાર્ડ મળી ચુક્યો છે. આ ટ્રેન 2012, 2013, અને  2014માં સૌથી મોંઘી ટ્રેનનો  ‘ધ વર્લ્ડ ટ્રેવલ એવાર્ડ’ જીત્યો છે. આ લકઝરી ટ્રેન સર્વિસ 2010માં શરૂ થઈ હતી.મહારાજા એક્સપ્રેસના મેનેજમેંટ માટે આઈઆરસીટીસી અને ફોક્સ એંડ કિંગ્સ ઈંડિયા લિમિટેડે  જ્વોઈંન વેંચર ર્યલ ઈંડિયા રેલ ટૂઅર્સ લિમિટેડનામની કંપની પણ બનાવી હતી. આ જ્વાઈંટ વેંચર 12 અગસ્ત 2011માં ખત્મ થઈ ગયા અને ત્યારથી આ આઈઆરસીટીસીની તરફથી ચલતી ટ્રેન થઈ ગઈ.

મહારાજા એક્સપ્રેસમાં આધુનિક સુખ સુવિધા છે જેમ કે લાઈવ ટેલીવિઝન , વાઈ-ફાઈ , અટેચ બાથરૂમ , ડાઈનિગ કાર,  બાર અને લાંજ આ ટ્રેનમાં 23 બોગીઓ છે જેમાં રહેવાની વ્યવસ્થા ડાઈનિંગ, બાર, લાંજ,  જેનરેટર અને સ્ટોર હોય છે. એમાં રહેવાની વ્યવ્સ્થા 14 બોગીઓમાં  હોય છે જેમાં દરેકની ક્ષમતા 88 મુસાફરોની હોય છે.

આ ટ્રેનમાં એક લાંજ પણ હોય છે જેને રાજા કલ્બ  નામથી ઓળખાય છે. આ ટ્રેનમાં  5 ડીલક્સ કાર , 6 જૂનિયર સૂટ કાર , 1 પ્રેસિડિંશિયલ સૂટ કાર , 1 બાર કાર , 1 લાંજ કાર, 2 રેસ્ટોરેટ કાર, 1 રસોઈ કાર, 1 સ્ટાફ કોચ, 1 એક્જિય્કેટીવ મેનેજર્સ એંડ ટૂર મેનેજર્સ કોચ હોય છે. આઈઆરસીટીસીની તરફથી  આ ટ્રેન શાર્ટ ટર્મ ગોલ્ડન ટ્રાઈગલ ટૂર અને વીક લાંગ પેગ ઈંડિયાની યાત્રાઓ ઑફર કરાય છે.

જો તમારે આ રોયલ્ટી થી ભરપુર શાહી ટ્રેનમાં લગ્ન કરવા હોય અને ઇવેન્ટ ની યોજવા હોય તો આનું ભાડું લગભગ ૫.૫ કરોડ સુધીનું આપવું પડે.આમાં સફારી બાર છે જેમાં દારુ ઉપરાંત અન્ય ડ્રીન્કસ સર્વ કરવામાં આવે છે. આમાં મનોરંજન માટે કેરમ, ચેસ, પ્લેઇંગ કાર્ડ અને સ્ક્રેબલ જેવી ગેમ તમે રમી શકો છો. જયારે આમાં સફર કરશો ત્યારે તમને એવું નહિ ફિલ થાય કે આ કોઈ ટ્રેન છે પણ કોઈ શાહી પેલેસ હોય તેવો અહેસાસ થશે. આમાં બેસીને તમે તમારી મંજિલ ભૂલી શકો છો, બસ એવું થશે કે આમાં જ બેસી રહીએ. આમ પણ કહેવાય છે કે, ‘સફર ખૂબસૂરત હે મંઝીલ સે ભી…..!!’ અગર સફર સારો હોય તો આપણે આપણી ડેસ્ટિનેશન પણ ભૂલી જઈએ છીએ.

Advertisement