અહીં છે અનોખો રિવાજ ફક્ત ભદ્રકાળી માં ને ખુશ કરવાં માટે લોકો બોલે છે ગાળો, જાણો તેની પાછળનું કારણ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ધાર્મિક પૂજા વિધાનમાં કેટલીક વાર એવી પરંપરા હોય છે જે સાંભળવામાં ઘણી જ વિચિત્ર લાગે પરંતુ વર્ષોથી આવું ચાલી આવતું હોય છે. ભારતમાં અનેક એવા મંદિર છે જેની માન્યતાઓ ઘણી જ અટપટી છે પરંતુ ઘણાં વર્ષોથી આ માન્યતાઓ ત્યાં છે. આવું જ એક કાળી માતાનું મંદિર કેરળમાં છે. આ મંદિરનું આખા દેશમાં માહત્મય છે.

Advertisement

કેરળનાં કોડુંગલ્લૂર જિલ્લામાં આવેલા કાળીનાં સ્વરૂપ ભદ્રકાળીની પૂજા કુરંબા ભગવતીનાં નામથી થાય છે. આ મંદિરમાં ભદ્રકાળીની એક મૂર્તિ છે જેના આઠ હાથ છે. અહીં ગણપતિ અને વીરભદ્રની પણ મૂર્તિઓ છે. આ જગ્યાને કનકીનું નિવાસસ્થાન પણ કહેવામાં આવે છે. કનકી તામિલ મહાગ્રંથ સીલાપથિકારમનું કેન્દ્રીય કેરેક્ટર છે. આ મંદિર તેમની જ યાદમાં બનાવવામાં આવ્યું છે. આ વિસ્તારનાં સ્થાનિકોનાં જણાવ્યાં પ્રમાણે, આ મંદિર ભગવાન શિવનું હતું. પરંતુ આ જગ્યાએ ભગવાન પરશુરામે માતા ભદ્રકાળીની મૂર્તિ સ્થાપિત કરી હતી. જે બાદ અહીં માતાજીની પૂજા થવા લાગી.

આ મંદિરમાં માર્ચ અને એપ્રલની મધ્યમમાં થતો એક ઉત્સવ ઘણો મોટો હોય છે. આ ઉત્સવમાં અહીંનાં રાજા ખાસ હાજરી આપે છે. ભદ્રકાળી રાજપરિવારની સંરક્ષક માનવામાં આવે છે. જે બાદ આ પૂજામાં સામાન્ય માણસો પણ સામેલ થાય છે. તેમને મલયાલી ભાષામાં વેલિચપડ કહેવામાં આવે છે. આ લોકો કાળી માતાનાં અનન્ય ભક્તો અને પુજારી હોય છે. પુરુષો અને મહિલાઓ હાથમાં તલવાર લઇને પૂજા કરે છે. આ દરમિયાન આ લોકો કાળી માતાને ખોટું ખરૂં કહે છે અને ગાળો પણ બોલે છે. માન્યતા પ્રમાણે, આવું માતાજીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ ઉત્સવનાં બીજા દિવસે માતાજીને ચંદનનો લેપ કરીને શુદ્ધિકરણની પૂજા પણ કરવામાં આવે છે.

આવુજ બીજું મંદિર કેરળમાં ઘણાં પ્રખ્યાત મંદિરો છે, પરંતુ કોટ્ટયમ જિલ્લામાં આવેલ વૈકોમ મહાદેવ મંદિર પણ તેની સદીઓ જૂની અન્નદાનની પરંપરા માટે જાણીતું છે. તેની વિશેષતા એ છે કે, આ મંદિરમાં દરરોજ ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવે છે. એટલું જ નહીં, મંદિરની આજુબાજુ કોઈ ભૂખ્યો નથી, તેનું ધ્યાન પણ રાખવામાં આવે છે.આ જ કારણ છે કે મંદિરનો મુખ્ય દરવાજો બંધ કરતા પહેલા, મંદિરના સર્વિસમેન ચાર દરવાજા પર ઉભા થઈને અવાજ કરે છે અને પૂછે છે કે કોઈ ભૂખ્યો છે કે નહીં. એટલે કે, આ મંદિરનો દરવાજો છેલ્લો વ્યક્તિને ખોરાક પૂરો પાડ્યા પછી જ બંધ કરવામાં આવે છે. અહીં આવતા લોકોને ભોજન મંદિરના રસોડામાં દરરોજ સવારે અને સાંજે 2000 થી વધુ લોકો માટે બનાવવામાં આવે છે.

એક અહેવાલ મુજબ, મંદિરના પૂજારી સુરેશ પોટ્ટી કહે છે કે આ મંદિરમાં સવાર-સાંજ બંને ટાઈમ લોકો માટે ભોજનની સુવિધા છે.સદીઓ જૂની અન્ન દાનની પરંપરા આજે પણ ચાલુ છે,સદીઓ જૂની અન્ન દાનની આ પરંપરા આજે પણ ચાલુ છે. આ મંદિરની પરંપરા ક્યારેય તોટી ન હતી. કોરોના વાયરસના ચેપને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારે પણ, અહીં આવેલા ભૂખ્યા લોકોને ભોજન પીરસવામાં આવતું હતું.

108 પરિવારો મંદિરની વ્યવસ્થામાં રોકાયેલા છેઅહીં ભગવાન શિવને વૈકથાપ્પન અને અન્નદાના પ્રભુ કહેવામાં આવે છે. મુતાસ નમપુથિરી પરિવાર આ મંદિરમાં પેઢી દર પેઢી ખોરાક તૈયાર કરે છે. આ માટે, આ લોકો પરંપરાગત રીતે સવારે પ્રથમ સ્નાન કરે છે. આ પછી, મંદિરના પરંપરાગત અગ્નિ ખાડાના સળગતા કોલસાથી શિવની પૂજા કરે છે.

આ પહેલા રસોડું કામ શરૂ કરાતું નથી. તેવી જ રીતે, અહીંના 16 નાયર પરિવારો, જેને પથિનારાનમાર તરીકે ઓળખવામાં આવે છે, તેમને અહીં બનાવેલી શાકભાજી કાપવાનો અધિકાર છે. એક સાથે 108 પરિવારો પેઢી દર પેઢી આ મંદિર પદ્ધતિને સંભાળી રહ્યા છે. મંદિરના આ ભવ્ય રસોડામાં અનેક પ્રકારની વાનગીઓ મોટી માત્રામાં બનાવવામાં આવે છે. તહેવારોના પ્રસંગે અહીંના લોકો માટે દરરોજ 3600 કિલો ચોખા રાંધવામાં આવે છે.

જાણો અન્ય મંદિર વિશે.ધાર્મિક આસ્થાઓ શ્રેષ્ઠ છે કે પછી પરંપરાઓ તોડવાવાળો સર્વોચ્ચ અદાલતનો નિર્ણય? કાયદા નિષ્ણાતો અને આસ્થાવાન લોકો વચ્ચે એક ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ આ કારણે દેશનો એક મોટો ભાગ અદાલતના નિર્ણય વિરુદ્ઘ થઈ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે સબરીમાલા મંદિરમાં પ્રવેશ અંગેનો નિર્ણય કોના પક્ષમાં જાય છે. જો કે આ બાબતે રાજકારણ પણ ચાલી રહ્યું છે. આ સમગ્ર વાદ વિવાદની વચ્ચે આપણે જાણીએ આખરે આ વિવાદ શરૂ ક્યાંથી થયો ?

સબરીમાલા મંદિર કેરળ રાજ્યમાં આવેલું છે. આ મંદિરમાં 10 થી 50 વર્ષની તથા રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ પાછળ એવી માન્યતા છે કે મંદિરના મુખ્ય દેવતા અયપ્પા બ્રહ્મચારી હતા અને આવામાં મહિલાઓના પ્રવેશથી અયપ્પાનું ધ્યાન ભંગ થઈ શકે છે. અહીંયા નાની બાળકીએ તથા વૃદ્ધ મહિલાઓ પ્રવેશ કરી શકે છે. સબરીમાલા મંદિરમાં દર વર્ષે નવેમ્બર થી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુઓ ભગવાન અયપ્પાના દર્શન કરી શકે છે, બાકીના સમયમાં મંદિર બંધ રહે છે. શ્રદ્ધાળુઓ માટે મકરસંક્રાતિનો દિવસ મહત્વનો હોય છે આ દિવસે મહત્તમ લોકો અહીં આવતા હોય છે.

800 વર્ષ જૂની પ્રથા પર દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા કહ્યું કે સ્ત્રીઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવે. હવે સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓ પણ ભગવાન અયપ્પાના દર્શન કરી શકે છે. મંદિરની આ પ્રથાને અદાલતની એક બેન્ચે ગેરકાયદેસર જાહેર કરી છે.

કેરળ કોર્ટે 1991 અને 2015માં કહ્યું હતું કે સબરીમાલા મંદિરને તેમની પરંપરા જાળવવાનો અધિકાર છે. ત્યારબાદ અદાલતે કહ્યું કે મંદિરમાં પ્રવેશની રોક મહિલા હોવાના કારણે નહિ પરંતુ તેમની ઉંમર આધારિત છે. આ પરંપરામાં બદલાવ લાવવા એક વિદ્વાનોનું એક દળ બનાવવાની વાત કરી હતી. પરંતુ કેરળ સરકારના પોતાના ઍફિડેવિટમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ ન આપવો એ અયોગ્ય હોવાનું કહેવામાં આવ્યું હતું.

પૌરાણિક કથા પ્રમાણે અયપ્પાને ભગવાન શિવ અને મોહિની ( વિષ્ણુજી નું એક સ્વરૂપ)ના પુત્ર માનવામાં આવે છે. તેમનું એક નામ હરિહરપુત્ર પણ છે. આ સિવાય ભગવાન અયપ્પાને અયપ્પન, શાસ્તા, મણિકાંતાના નામથી પણ ઓળખવામાં આવે છે. અયપ્પાના દક્ષિણ ભારતમાં ઘણા મંદિરો આવેલા છે જે પૈકી સબરીમાલા મુખ્ય તીર્થસ્થળ છે.

ગયા વર્ષે 13 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે અનુચ્છેદ 14માં આપેલા સમાનતાનાં અધિકાર, અનુચ્છેદ 15માં ધર્મ અને જાતિના આધારે ભેદભાવ રોકવા અને અનુચ્છેદ 17માં છૂત-અછૂત દૂર કરવી જેવા મહત્વના મુદ્દાઓ પર સુનાવણી પાંચ જજોની બેન્યને હવાલે કરી હતી. આ મામલે 7 નવેમ્બર 2016ના રોજ કેરળ સરકારે સુપ્રીમ કોર્ટને સુચિત કર્યું હતું કે તેઓ આ મંદિરમાં કોઈ પણ ઉંમરની મહિલાઓના પ્રવેશના સમર્થનમાં છે.

વૃષભનાથને જૈન ઋષભદેવ કહે છે. તેમનાથી જ જૈન ધર્મ કે શ્રમણ પરંપરાનો પ્રારંભ થયું હોવાનું મનાય છે. આ જૈનોના પ્રથમ તીર્થકર છે. આમના પહેલાં જે મનુ થયા છે તેઓ જૈનોના કુલકરો છે. કુલકરોની ક્રમશ: ‘કુલ’ પરંપરાના સાતમા કુલકર નાભિરાજ અને તેમની પત્ની મરૂદેવીથી ઋષભ દેવનો જન્મ ચૈત્ર વદ નોમના દિવસે અયોધ્યામાં થયો હતો. ઋષભદેવ સ્વયંભુ માનુથી પાંચમી પેઢીમાં આ ક્રમમાં થયા હતાં- સ્વાયંભુ મનુ, પ્રિયવ્રત, અગ્નીધ્ર, નાભિ અને પછી ઋષભ. આમ જોવા જઈએ તો નાભિરાજથી જ ઈક્ક્ષવાકુ કુળની શરૂઆત માનવામાં આવે છે.

જ્યારે ઋષભદેવ માતાના ગર્ભમાં હતાં ત્યારે તેમની માઁને ચૌદ શુભ વસ્તુઓના સ્વપ્નો આવ્યાં હતાં. તેમણે જોયું કે એક સુંદર સફેદ બળદ તેમના મોઢામાં પ્રવેશ કરી રહ્યો છે, એક વિશાળ હાથી જેના ચાર દાંત છે, એક વાઘ, કમળ પર બેઠેલી દેવી લક્ષ્મી, ફુલોની માળા, પૂનમનો ચાંદ, સોનાનો કળશ, કમળના ફૂલો વડે ભરેલુ તળાવ, દૂધનો સમુદ્ર, દેવતાઓનું અંતરિક્ષ યાન, ઘરેણાઓનો ઢગલો, ધુમાડાવિનાની આગ, લહેરાતો ઝંડો અને સુર્ય.

રાજા ઋષભદેવ.અયોધ્યાના રાજા નાભિરાજના પુત્ર ઋષભ પોતાના પિતાના મૃત્યું બાદ રાજ સિંહાસન પર બેઠા અને તેમણે ઋષિ, શિલ્પ, અસિ(સૈન્ય શક્તિ), મસિ (પરિશ્રમ), વાણિજ્ય અને વિદ્યા આ છ આજીવિકાઓના સાધનોની વિશેષ રૂપથી વ્યવસ્થા કરી હતી તેમજ દેશ અને નગર તેમજ વર્ણ અને જાતિઓ વગેરેનું સુવિભાજન કર્યું હતું. તેમના બે પુત્રો ભરત અને બાહુબલી તેમજ બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી હતી જેમને તેઓએ બધી જ વિદ્યા અને કળાઓ શિખવાડી હતી.

ઋષભદેવનું યોગદાન.ઋષભદેવનો માનવ મનોવિજ્ઞાનમાં ઘણો ઉંડો રસ હતો. તેમણે શારીરિક અને માનસિક ક્ષમતાઓની સાથે લોકોને શ્રમ કરવાનું શીખવાડ્યું હતું. આ પહેલાં લોકો પ્રકૃતિ પર જ નિર્ભર હતાં. વૃક્ષને જ પોતાનું ભોજન અને અન્ય સુવિધાઓનું સાધન માનતાં હતાં અને સમુહમાં રહેતાં હતાં.

ઋષભદેવે પહેલી વખત ઉપજને શિખવાડ્યું હતું. તેમણે ભાષાને સુવ્યવસ્થિકરણ કરીને લખવાના ઉપકરણની સાથે સાથે સંખ્યાઓનો પણ આવિષ્કાર કર્યો હતો. નગરોનું નિર્માણ કર્યું હતું. વાસણ બનાવવા, સ્થાપત્ય કળા, શિલ્પ, સંગીત, નૃત્ય અને આત્મરક્ષા માટે શરીરને મજબુત કરવાના ગુરૂ મંત્રો શીખવાડ્યા હતાં. સાથે સાથે સામાજીક સુરક્ષા અને દંડ સંહિતાની પ્રણાલીની સ્થાપના કરી હતી.

તેમણે દાન અને સેવાનું મહત્વ સમજાવ્યું. જ્યાર સુધી તેઓ રાજા હતાં ત્યાર સુધી તેમણે ગરીબ જનતા, સંન્યાસીઓ અને બિમાર લોકોનું ધ્યાન રાખ્યું હતું. તેમણે ચિકિત્સાની શોધમાં પણ કેટલાયે લોકોની મદદ કરી હતી. નવી નવી વિદ્યાઓને શોધવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતાં. ભગવાન ઋષભદેવે માનવ સમાજને સભ્ય અને સંપન્ન બનાવવા માટે યોગદાન આપ્યું છે તેના મહત્વને બધા જ ધર્મના લોકોને સમજવાની જરૂરત છે.

Advertisement