અચાનક જ આ અભિનેત્રીનું વધી ગયું હતું 15 કિલો વજન,પણ પછી આ ઉપાય થી ખૂબ સરળ રીતે ઉતારી દીધું વજન….

સમગ્ર દુનિયામાં કોરોના મહામારીના કારણે દેશમાં લોકડાઉન ની સ્થિતિ બનેલી છે.એવામાં દરેક વ્યક્તિ ઘરે છે.જોકે ઘરે બેસીને પણ અમુક લોકોએ તેમનું કામ નોકરી તો કરી જ હશે તો અમુક બસ આળસુ બની ગયા હશે.એવામાં વજન વધવુ એ તો સામાન્ય છે.જોકે સામાન્ય માણસ જ નહિ પરંતુ બોલીવુડ સિતારાઓ પણ જુદી-જુદી પ્રવૃતિઓ કરીને પોતાનો સમય પસાર કરીં રહ્યા છે. ત્યારે કૃતિ સેનને આ લોકડાઉનમા પોતાનુ ૧૫ કિલો વજન ઓછુ કરી લીધું છે અને હાલ તેના આ વજન ઘટાડવા અંગેની વાત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. તેમણે પોતે જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આવીને પોતાના વજન ઘટાડવા અંગેની સમગ્ર ગાથા વિસ્તારથી જણાવી અને આ માટે તેમની સહાયતા કરનાર ડાયટીશીયન જાહ્નવી કનકિયાનો પણ આભાર વ્યક્ત કર્યો. જોકે તેણે નીચે લખ્યુ છે કે, હજુ ૧.૫ કિલો વજન ઉતારવાનુ બાકી છે.

કૃતિ સેનન તેની અપકમિંગ ફિલ્મ ‘મિમિ’ના કેરેક્ટર માટે 15 કિલો વજન વધારશે. કૃતિએ જણાવ્યું કે આ ફિલ્મ તેના હૃદયની એકદમ નજીક છે એટલે તે આ ફિલ્મ માટે બધું કરવા તૈયાર છે. ‘મિમિ’ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘માલા આઈ વ્હાયચય’ નામની ફિલ્મ પર આધારિત છે. આ ફિલ્મને 2011માં મરાઠી ફિલ્મનો બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ સરોગસી પર આધારિત છે.કૃતિએ તેના ટ્રાન્સફોર્મેશનને લઈને કહ્યું કે, ‘મારા માટે આટલો વજન વધારવો એ મોટો પડકાર છે કારણકે આ મારાં શરીર માટે એકદમ નવું છે. પણ હું ટ્રાન્સફોર્મેશન જોવા માટે ઉત્સુક છું. આ ફિલ્મ માટે હું કંઈપણ કરવા તૈયાર છું અને જો તેના માટે મારે બીજા કામ છોડવા પડે તો હું એ પણ કરવા તૈયાર છું.’

ફિલ્મની સ્ટારકાસ્ટમાં કૃતિની સાથે પંકજ ત્રિપાઠી પણ સામેલ છે. ફિલ્મમેકર દિનેશ વિજન સાથે ‘બરેલી કી બર્ફી’, ‘લુકા છુપી’ ફિલ્મ બાદ પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન ફરીવાર આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મને ‘લુકા છુપી’ ફેમ ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર જ ડિરેક્ટ કરવાના છે.ગર્ભવતી સ્ત્રીનુ પાત્ર ભજવવાનુ હતુ :વાત એવી છે કે, કૃતિએ પોતાની આગામી ફિલ્મમા એક ગર્ભવતી સ્ત્રીનુ પાત્ર ભજવવાનુ હતુ. જેના માટે તેમણે વજન વધારવુ પડ્યુ હતુ. તે હાલ નિર્દેશક લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મ ‘મિમી’મા તમને જોવા મળી શકે. આ ફિલ્મમાં તેમણે એક ગર્ભવતી સ્ત્રીનુ પાત્ર ભજવ્યુ છે અને આ માટે તેને વજન વધારવુ પડ્યુ હતુ.

આ ફિલ્મ માટે વધાર્યુ હતુ ૧૫ કિલો વજન :હેલો એપ્લીકેશન પર પોતાના લાઈવ સેશન દરમિયાન તેણે ખુલીને જણાવ્યુ કે, કેવી રીતે તેણે પોતાનુ ૧૫ કિલો વજન વધાર્યુ હતુ. તેણે જણાવ્યુ કે, જ્યારે અમે પ્રેગ્નેન્સી સીન શૂટ કરવાના હતા ત્યારે લક્ષ્મણ સર એકદમ ક્લીયર હતા કે, આ સીન માટે વજન વધારવુ જરૂરી છે. તેઓ એવુ ઈચ્છતા નહોતા કે, આ પાત્રનો ચહેરો પાતળો દેખાય.વજન ને વધારવા માટે પૂરી, હલવા તેમજ ચણા નો કરતી હતી નાસ્તા મા સમાવેશ:તેણીએ જણાવ્યુ કે, મને ખ્યાલ હતો કે આ મારા માટે એક મોટો ટાસ્ક સાબિત થવાનો છે અને હુ જાણતી હતી કે, મારે ભૂખ વધારવી પડશે અને ખોરાકમા કેલરીનુ પ્રમાણ પણ વધારવુ પડશે. તેથી, મેં મારી બધી જ એક્સરસાઈઝ બંધ કરી દીધી અને મે પૂરી, હલવો અને ચણા નાસ્તામા લેવાનુ શરુ કર્યુ તથા દરેક વખતે જમ્યા બાદ મિઠાઈ પણ જરૂરી ખાતી.

આ સમય દરમિયાન ભોજનને લઈને રુચિ સાવ ખતમ થઈ ગઈ :તેણીએ જણાવ્યુ કે, આ સમય દરમિયાન શરૂઆતમા તો મે તેને ખૂબ જ એન્જોય કર્યુ પરંતુ, થોડા સમય બાદ મારે પોતાની સાથે જબરજસ્તી કરવી પડી કારણકે, આ સમયે ખાવાને લઈને મારી રૂચિ સાવ ખતમ થઈ ગઈ હતી. જ્યારે મને ભૂખ નહોતી લાગતી ત્યારે પણ હું ચીઝ સ્લાઈસ લઈને ખાવા બેસી જતી હતી.વજન ઉતારવામા ડાયેટીશિયને કરી મદદ :તેણીએ આ લોકડાઉન દરમિયાન પોતાની ડાયેટીશિયનની મદદથી ૧૫ કિલો જેટલુ વજન ઘટાડ્યુ છે અને આ માટે તેણે પોતાની ડાયેટીશિયન જાનવી નો આભાર માન્યો છે અને તેની સાથેની એક તસવીર પણ શેર કરી છે. જાન્વીએ કૃતિને વજન ઉતારવામા અને વજન વધારવામા બંને સમયે ખૂબ જ મદદ કરી હતી. તે જણાવે છે કે, જાણવી વિના આ કામ શક્ય ન થયું હોત.

આ સિવાય સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની ના કેલેન્ડર શૂટમાં પણ કૃતિ સેનને પણ પોતાના પોઝથી બધાનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ આ બધાથી અલગ તાજેતરમાં જ એક્ટ્રેસની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. આ ફોટોમાં એક્ટ્રેસ કૃતિ સેનન ઉદાસ ચેહરા સાથે સીડીયો પર બેઠેલી જોવા મળી રહી છે. આ બધામાં જેણે બધાનું ધ્યાન ખેચ્યું છે, તે છે એક્ટ્રેસનું બેબી બંપ હતું. ફોટોમાં કૃતિ સેનન અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે.

તેમની આગામી ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે :અત્રે ઉલ્લેખનીય છે કે, તેમની આવનાર ફિલ્મ ‘મિમી’ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૧મા આવેલી નેશનલ એવોર્ડ વિનિંગ મરાઠી ફિલ્મ ‘માલા આઈ વ્હેહેચી’ની હિન્દી રીમેક છે. કૃતિ આ ફિલ્મમાં એક સરોગેટ મધરની ભૂમિકામા જોવા મળશે. આ ફિલ્મમા પંકજ ત્રિપાઠી ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકામા જોવા મળશે.

ફિલ્મમાં પોતાના કિરદારને જીવંત કરવા માટે કૃતિ સેનનએ ૧૫ કિલો વજન વધાર્યું છે. કોઈપણ એક્ટ્રેસ માટે પોતાનું વજન વધારવુંએ ઘણી મોટી વાત હોય છે. પરંતુ કૃતિએ પોતાના કિરદારને ઉભારવા માટે આમ કર્યું છે. આ ફોટોમાં કૃતિનું બેબી બંપ જોવા મળી રહ્યું છે અને તે કોઈ લોનમાં બેઠેલી જોઈ શકાય છે. આ ફોટોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ કિરદાર માટે કૃતિએ ખૂબ જ મહેનત કરી છે.