આજથી બદલાઈ જશે ઈન્સ્યોરન્સ-આધાર કાર્ડ સહિતનાં 10 નિયમો,જાણો તમારા ખિસ્સા પર શુ અસર થશે….

કોરોના કાળમાં અતિશય સાવધાની ભર્યા પગલા ભરવામાં આવી રહ્યા છે. જાણો આજથી તમારા જીવનમાં શું બદલાઈ જશે.ઓક્ટોબર શરુ થતાની સાથે સામાન્ય લોકો સાથે જોડાયેલા કેટલાક જરુરી નિયમો બદલાયા છે. જે નિયમો બદલાવા જઈ રહ્યા છે તેમાંથી કેટલાક હેરાનગતિ વધારનારા છે.1 ઓક્ટોબર 2020થી એટલે કે આજથી ભારતમાં 10 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની તમારા જીવન પર સીધી અસર પડશે.

આ નવા નિયમોથી એકબાજુ જ્યાં તમને રાહત મળશે, તો જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો નહીં તો આર્થિક નુકસાન પણ થઈ શકે છે. આમાં ગેસ સિલિન્ડરની કિંમત, હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી, આધાર-રાશન કાર્ડ, સરસવમાં બીજું ખાદ્ય તેલ ભેળવવું, કારમાં દસ્તાવેજો રાખવાની જરૂર, ટીવીના ભાવ, મફત ગેસ કનેક્શન, પૈસા વિદેશમાં મોકલવા પર ટેક્સ, ખુલ્લી મીઠાઈ માટેનો સમય વગેરે સાથે સંબંધિત નિયમો સામેલ છે.

કેન્દ્ર સરકારે વિદેશમાં પૈસા મોકલા પર ટેક્સ વસૂલવાના નવા નિયમ અંતર્ગત મોકલવામાં આવતી રકમ પર 5 ટકા ટેક્સ કલેક્ટેડ એક્ટ સોર્સ હેઠળ ભરવાનો રહેશે. વર્ષના 2.5 લાખ ડોલર કરતા વધારે પૈસા મોકલતા સમયે ટીસીએસ આપવું પડશે.

1. ગાડી ચલાવતાં સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ ફક્ત રૂટ નેવિગેશન માટે એવી રીતે કરી શકાશે કે જેનાથી વાહન ચલાવતાં સમયે ડ્રાઇવરનું ધ્યાન ભંગ ન થાય. પરંતુ ડ્રાઇવિંગ સમયે મોબાઇલ પર વાત કરવા પર પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

2. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને મફતમાં ગેસ સિલિન્ડર કનેક્શન આપવામાં આવે છે. આ યોજના 30 સપ્ટેમ્બરે ખતમ થઈ ગઈ છે. એટલે કે હવે તમે મફત ગેસ કનેક્શનનો લાભ ઉઠાવી શકશો નહીં.

3. વીમા નિયામાક ઈરડાના નિયમો અનુસાર, એક ઓક્ટોબરથી હેલ્થ વીમા પોલિસીમાં એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. હવે બધા અને નવા હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી અંતર્ગત ઓછા રેટ પર વધુ બીમારીઓનો કવર ઉપલબ્ધ થશે. આ બદલાવ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીને સ્ડાન્ડર્ડાઈઝ અને કસ્ટમર સેન્ટ્રિક બનાવવા માટે કરવામાં આવ્યો છે.

4. એક ઓક્ટોબરથી કારોબારીઓને બજારમાં વેચાતી ખુલી મીઠાઈઓના ઉપયોગની સમયસીમા જણાવવી પડશે. આ નિયમને સરકારે ફરજિયાત બનાવ્યો છે. એટલે કે હવે તમને મીઠાઈઓ ઉપર પણ એક્સપાયરી ડેટ જોવા મળશે.

5. ઓઈલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં LPG સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરે છે. આજથી દેશમાં રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતો બદલાઈ જશે. હાલના સમયમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે 12 સિલિન્ડરો પર સબ્સિડી આપે છે. પણ તેનાથી વધારે સિલિન્ડર માર્કેટ ભાવથી ખરીદી શકાય છે.

6. હવે સરસવના તેલમાં અન્ય ખાદ્ય તેલની ભેળસેળ કરી શકાશે નહીં. સરકારે સરસવ તેલમાં અન્ય કોઈ તેલની ભેળસેળ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેને કારણે હવે સરસવના તેલની કિંમતોમાં વધારો પણ થઈ શકે છે.

7.આજથી હવે ટીવીની કિંમતોમાં વધારો થવાનો છે. આજથી ટીવીના ઓપન સેલ પર 5 ટકાનો ટેક્સ લાગશે. જેના લીધે ટીવીની કિંમતો 1500 રૂપિયા સુધી મોંઘી થઈ શકે છે.

8.આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. આજથી તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકશો નહીં.

9.સરકારે વિદેશમાં પૈસા મોકલવા પર ટેક્સનો નિયમ બદલ્યો છે. હવે વિદેશમાં પૈસા મોકલવા પાર પાંચ ટકા ટીસીએસ લાગશે.

10.હવે વાહન ચલાવતી વખતે ડ્રાઈવિંગ લાયસન્સ, RC, ઈન્સ્યોરન્સ, PUC જેવા ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર નહીં રહે. હવે તમે ડિજિટલ પ્લેટફોર્મ પર ડોક્યુમેન્ટ દેખાડી શકો છો. તો આજથી હવે ટ્રાફિક દંડ, લાયસન્સ સહિતની તમામ કામગીરી ઓનલાઈન કરી શકો છો.

જણાવી દઈએ કે આ નિયમો બાદ નોકરીમાં માં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે કર્મચારી સીડીનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે. લિફ્ટમાં એક સમયે 2 થી 5 લોકોથી વધુને પરવાનગી ન આપવી જોઇએ. સાથે જ એવું પણકહેવામાં આવ્યું છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના માતા-પિતામાંથી જો બંને વર્કિંગ છે તો તેમને ઘરેથી કામ કરવાની છૂટ મળવી જોઇએ. એટલું જ નહીં 65 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ઓફિસમાં પર્યાપ્ત માત્રામાં હેન્ડ સેનેટાઇઝર (જેમાં સ્પર્શની જરૂર ન પડે) અને થર્મલ સ્ક્રીનિંગ જરૂરી છે.

જે કર્મચારીઓને પિક એન્ડ ડ્રોપની સુવિધા આપવામાં આવી છે. તેમાં એસી બસ અથવા બીજા મોટા વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવે જે આકારમાં મોટા હોય અને કુલક્ષમતાની તુલનામાં માત્ર 30-40 ટકા કર્મચારીઓને જ બેસાડવામાં આવે. પૂરી બસને ન ભરવામાં આવે.

આ ગાઈડલાઈન્સમાં ખાનગી કંપનીઓને નિર્દેશ આપતા કહેવામાં આવ્યું છે કે ઇન્ડસ્ટ્રી HR પોલીસીમાં પણ બદલાવ કરે. તમામ કર્મચારીઓ માટે હેલ્થ વીમો જરૂરી કરવામાં આવે. કોરોના માટે કંપનીઓ Special Leave Policy બનાવે. કંપની આ માટે નજીકની હોસ્પિટલથી ટાઈ-અપ કરે. કર્મચારી ખાનગી વાહન કે સાઇકલનો ઉપયોગ કરે.