અઠવાડિયામાં આ દિવસે સંભોગ કરવાથી તમે ગર્ભવતી થઈ શકો છો, પરણિત મહિલાઓ અવશ્ય વાંચે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે અમુક સમયે અથવા કોઈ સમસ્યાને કારણે મહિલાઓને ગર્ભધારણ કરવામાં કોઈ કોઈ અડચણ આવતી હોય છે અને તેમાં તેઓ ડોક્ટરની સલાહ લેવી યોગ્ય સમજે છે પરંતુ મિત્રો આ લેખમાં અમે તમારા માટે આ સવાલોને દૂર કરવા એક ખાસ જવાબ લઈને આવ્યા છે જેને જાણ્યા પછી તમને એવું જરૂર લાગશે કે આ યોગ્ય છે.

Advertisement

સવાલ:લગ્નને ચાર વર્ષ થયાં છે. હું પણ વર્કિંગ છું અને મારા હસબન્ડ અત્યારે નવો બિઝનેસ સેટ-અપ કરવામાં વ્યસ્ત છે. કામની વ્યસ્તતા અને ટેન્શનને કારણે અઠવાડિયે બે વાર સમાગમ કરી શકીએ છીએ. મારા હસબન્ડ મોટા ભાગે તો સમાગમ પહેલાં જ થાકેલા હોય, પણ એ પછી તો સાવ જ થાકી જાય છે. ઊંઘમાં બબડવાની આદત છે. સમાગમ પછી તેમની ઊંઘ પણ વધી જાય છે. અમે બાળકનું પ્લાનિંગ પણ કરવા માગીએ છીએ, પરંતુ છ મહિનાથી કૉન્ડોમ વિના સમાગમ કરવા છતાં સફળતા નથી મળતી. તેમનું કહેવું છે કે જો આઠ-દસ દિવસે સમાગમ કરીએ તો થાક ન લાગે અને સારુંએવું વીર્ય નીકળે તો બાળક રહેવાના ચાન્સિસ વધે. શું આ વાત સાચી છે?

જવાબ : સૌથી પહેલાં તો એ સમજી લેવું જરૂરી છે કે તમારા હસબન્ડ સમાગમ કરવાને કારણે થાકી નથી જતા. આખા દિવસના કામ, સ્ટ્રેસ અને ટેન્શનને કારણે તેમને સમાગમ પછી તરત ઊંઘ આવી જાય છે. બીજું એ કે સમાગમ પછી થાકી જવાને અને પ્રેગ્નન્સી ન રહેવાને કોઈ સંબંધ નથી. લાંબા સમય પછી વીર્યસ્ખલન કરવામાં આવે તો વીર્યની ક્વૉન્ટિટી વધુ હોઈ શકે છે, પણ સ્પર્મ-કાઉન્ટ ખૂબબધો વધી જાય એવું નથી. એટલે લાંબા સમય પછી સમાગમ કરવાથી પ્રેગ્નન્સી રહી જશે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી.

તમારી સમસ્યાનું મૂળ એ છે કે તમે બન્ને વર્કિંગ છો અને પ્રોફેશનલ સ્ટ્રેસ અનુભવો છો. બૉડીનું ઓવરઑલ એનર્જી-લેવલ વધારવાની અને સ્ટ્રેસ ઘટાડવાની જરૂર છે. એટલે જ પહેલાં તો તમારે બન્નેએ નિયમિત એક્સરસાઇઝ કરવાનું શરૂ કરવું જોઈએ. તમે અને તમારા હસબન્ડ બન્ને ૩૦-૩૫ મિનિટ ચાલવાનું રાખો અથવા તો રોજ પાંચ સૂર્યનમસ્કાર કરવાનું રાખો.

તમારે બન્નેએ કામના કલાકોમાંથી રિલૅક્સ થવાનું અને પોતાની જાત માટે સમય ફાળવવાનું જરૂરી છે. માસિક આવ્યા પછીનાં આઠમાં દિવસ પછીના બે અઠવાડિયા દરમ્યાન એકાંતરે દિવસે સમાગમ કરવાનું રાખો. સાથે જ આટલા સમયથી પ્રેગ્નન્સી કેમ નથી રહેતી એનું કારણ જાણવા માટે એક વાર પતિ-પત્ની બન્ને ફર્ટિલિટી માટેની પ્રાથમિક તપાસ કરાવી લો.

સવાલ:સંભોગ સમયે આનંદ મળતો નથી અને મારા પતિ સારી રીતે શારીરિક સુખ આપતા નથી.આમ તો મારી ઉમર 22 વર્ષ છે અને મારા પતિની ઉમર 25 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે.પરંતુ સંભોગ સમયે મને મારા પતિ તરફથી સંતોષ  મળ્યો નથી જેથી વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે જેથી મારામાં ગર્ભ રહેતો નથી અને ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે. પણ વીર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે અને જો આમ વીર્ય બહાર નીકળશે તો ગર્ભ રહી શકશે નહીં. અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમાગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે. વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે. પણ આવું કરવાથી મારા યોનિના સ્થાન ને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમાગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી.અમને સમાગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી.શુ સમાગમના આસન વિશે કોઈ પુસ્તક હોય તો જણાવવા વિનંતી.

જવાબ:કેટલીક મહિલાઓ આ વાત થઈ અજાણ હોય છે કે સમાગમ દરમિયાન જે વીર્ય બહાર નીકળી જાય છે તેથી ગર્ભ નથી રહેતો પરંતુ તમારો આ ભ્રમ છે ગર્ભ રહેવા માટે ખાલી વીર્યના અમુક ટીપાની જ જરૂર પડે છે.પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા કિલટોરિસ નામનો નાનો અવયવ છે. તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે.સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે. આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે.

તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે. આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન મેનિપ્યુલેશન કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમાગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો. તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.હજી લગ્નને એક જ વર્ષ થયું છે.તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો. સમાગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમાગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય.

તે અલગ થાય પછી તમે પણ થોડો સમય એટલે કે આઠ-દસ મિનિટ શાંતિથી પડયા  રહો. વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી. જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્ય જંતુઓ હોય છે. તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે. જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો  ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી. ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં.

સવાલ:મારી ઉંમર ૧૮ વર્ષ છે મારી હાઇટ પાંચ ફુટ બે ઇંચ છે કૉલેજમાં જવાનું શરૂ કર્યું ત્યારથી મને મૅસ્ટરબેશન કરવાની આદત પડી ગઈ છે ક્યારેક તો રાતે ઊંઘમાં જ મારો હાથ પ્રાઇવેટ પાર્ટ્સ પાસે જતો રહેલો હોય છે અને મને ખબર પણ નથી હોતી છેલ્લા એકાદ વરસથી આવી આદત પડી છે મારી ફ્રેન્ડ્સને પણ આવી આદત છે પણ તેમનું કહેવું છે કે તેમણે તો હમણાં-હમણાંથી આવું કરવાનું શરૂ કર્યું છે મેં વરસ પહેલાં આવું કર્યું હોવાથી મારી હાઇટ જોઈએ એટલી વધી નથી કેટલીક ફ્રેન્ડ્સનું કહેવું છે કે રાઇટ હૅન્ડથી જ મૅસ્ટરબેશન કરવું જોઈએ પણ હું લેફ્ટી છું મેં હવે કૉન્શ્યસ થવાનો પ્રયત્ન કર્યો છે કે જાગતી હોઉં ત્યારે તો મૅસ્ટરબેશન ન જ કરું પણ ઊંઘમાં હાથ ત્યાં જતો રહે તો શું શું હું આ આદત છોડી દઈશ તો હાઇટ વધી શકે ખરી.

જવાબ.તમે ખોટી માન્યતાઓનો જબરો પહાડ પેદા કર્યો છે સૌથી પહેલી વાત સમજી લો કે કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ કેટલી થશે એ મહદંશે વારસાગત હોય છે યોગ્ય પોષણ અને કસરતથી એમાં થોડોક વધારો કરી શકાય છે પરંતુ એ ફરક પ્યુબર્ટી-એજ દરમ્યાન જ પડી શકે છે એવું કહેવાય છે કે માસિક ચક્ર શરૂ થાય એ પછીથી સ્ત્રીઓની હાઇટ વધવાનું ઘટી જાય છે એ માટે હૉમોર્ન્સ જવાબદાર હોય છે.

છોકરીઓમાં પ્યુબર્ટીની શરૂઆતમાં જ હાઇટ ખૂબ વધે છે તમે મૅસ્ટરબેશન કરવાનું ચાલુ કર્યું એટલે હાઇટ વધતી અટકી ગઈ એ યોગાનુયોગ સિવાય બીજું કંઈ નથી મૅસ્ટરબેશન જમણા હાથે કરો કે ડાબા હાથે એનાથી ફિઝિકલી કોઈ ફરક પડતો નથી તમે મૅસ્ટરબેશન નહીં કરો તોય તમારી હાઇટ જે છે એ જ રહેવાની છે તમે જમણા હાથે કરશો તો પણ એમ જ રહેશે યુવાનીના કાળમાં હૉમોર્ન્સ પીક પર હોય છે એટલે સ્વાભાવિકપણે વ્યક્તિ ઊંઘમાં પણ કામાવેગો અનુભવે એવું સહજ છે એમ કરવાથી તમારા શારીરિક સ્વાસ્થ્ય કે હાઇટ બેમાંથી કોઈ પણ કોઈ અસર નથી થવાની.

તમને પિરિયડ્સ આવવાનું શરૂ થઈ ગયું જ હશે અને એટલે જ છેલ્લા એક-સવા વરસમાં હાઇટ વધવાનું પણ બંધ થઈ ગયું હશે એમ છતાં હાઇટ વધારવાનો ચાન્સ લેવો હોય તો પ્રોટીન અને કૅલ્શિયમયુક્ત ખોરાક લો તથા મસલ્સ સ્ટ્રેચ થાય એવી કસરતો કરો ઍક્ટિવિટી વધારશો તો બૉડી સ્ટ્રૉન્ગ થશે અને જો સ્કોપ હશે તો હાઇટ પણ વધશે.

Advertisement