ભોજન કરતાં પેહલાં કરીલો આટલું કાર્ય આ જીવન ઘરમાં નહીં રહે ગરીબી.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભોજન દરેક વ્યક્તિની અને જીવિત વસ્તુની પ્રથમ અને અગત્યની આવશ્યકતા છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ બે સમયના ભોજન માટે દિવસ રાત મહેનત કરે છે કારણકે તેમનો પરિવાર ક્યારેય પણ ભૂખ્યા પેટે ના સુવે. ખોરાક વગરનું જીવન ધરતી પર અસંભવ છે. વિજ્ઞાનના એક રિસર્ચ અનુસાર જે લોકો પેટ ભરીને ભોજન કરે છે. તેમને સારી ઊંઘ આવે છે. તેનાથી વિરુદ્ધ જે લોકો ભૂખ્યા પેટે સુવે છે તેમને આખી રાત શાંતિ નથી મળતી અને ના તેને સારી ઊંઘ આવે છે.

ભોજનની યોગ્ય કિમત ફક્ત તે લોકો જ જાણી શકે છે જેમણે ઘણા દિવસોથી ભોજન ગ્રહણ કર્યું ના હોય અને ફક્ત તે જ વ્યક્તિ ભૂખનું મહત્વ સમજી શકે છે. તમે ઘણી જગ્યાએ જોયું જ હશે કે ધનિક લોકોના બાળકોને દરેક ચીજ માંગ્યા વગર મળી જાય છે. તેથી તે મહેનત નથી કરી શકતા. બીજી તરફ ગરીબ લોકોના બાળકો નાનપણથી જ બે ટાઈમની રોટલી કમાવવા માટે જીવે છે અને એક દિવસ સફળ વ્યક્તિ બને છે.

ભોજનને ભારત દેશમાં અન્ન દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. માન્યતા છે કે જે અન્ન ની કદર નથી કરતાં અન્ન દેવતા તેમની કદર નથી કરતાં. ભોજન આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રોમાં લખેલ અનુસાર જે ઘરમાં ભોજનની કદર થાય છે તેમના ઘરમાં ક્યારેય પણ ધન ની કમી હોતી નથી. જો તમે પણ તમારા ઘરમાં બરકત લાવવા માંગો છો તો આ ખાસ લેખ ફક્ત તમારા માટે જ છે. આજે અમે તમને એક સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જેનો અમલ કરીને તમે ગરીબીનો હમેશા માટે ત્યાગ કરી શકો છો. જેના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર પણ નથી.

ભોજન કરતાં પહેલા કરો આ કામ.દરેક વ્યક્તિના જીવનમાં ભોજન એક મહત્વની ભૂમિકા ભજવે છે. તેવામાં જો તમે બરકત મેળવવા માંગો છો અને ભગવાનને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે અમારું એક નાનું કામ યાદ રાખવું પડશે. આ કામને તમે દરરોજ નિયમિત રૂપથી ભોજન ગ્રહણ કરતાં પહેલા કરો. આવું કરવાથી તમારે ક્યારેય પણ ધનની ખોટ આવશે નહીં અને માં લક્ષ્મીની કૃપા સદાય તમારા પર બની રહેશે. તમે જ્યારે પણ ભોજન ગ્રહણ કરો એ પહેલા એકવાર હાથ જોડીને ભગવાનનું નામ જરૂર લો. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓનો પ્રવેશ થશે અને સાથે સાથે તમે પ્રેમપૂર્વક ભોજન પણ ગ્રહણ કરી શકશો.

ક્યારેય નહીં આવે ગરીબી.ઈશ્વર આ સૃષ્ટિના કણ કણમાં વસેલ છે. તેવામાં જો ભોજન ગ્રહણ કરતાં પહેલા આપણે ઈશ્વરનું નામ લઈએ છીએ અથવા તો તેનું ધ્યાન કરીએ છીએ તો આપણું મન શાંત રહે છે અને ઈચ્છા શક્તિ બેગણી થઈ જાય છે. તેનાથી શરીરને એક નવી ઉર્જા મળે છે. જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. આ કામ કરવાથી તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ દરિદ્રતાનો વાસ થતો નથી અને આ ઉપાયથી ઘરમાં ગરીબી આવતી નથી.

થાળીમાં હાથ ના ધોવા જોઈએ.શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ઘરમાં ભોજનનો અનાદર કરવામાં આવે છે. તે ઘરમાં ક્યારેય પણ સુખ આવતું નથી અને હમેશા પૈસાની તંગી રહે છે. તેવામાં ભૂલથી પણ ભોજનની થાળીમાં હાથ ધોવા ના જોઈએ. આવું કરવાથી માં લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ફરી ક્યારેય પણ તે ઘરમાં પ્રવેશ નથી કરતા. તેથી ભોજન કરતાં પહેલા પોતાના હાથ સારી રીતે સાફ કરી લો અને ભગવાનને યાદ કર્યા બાદ જ ભોજન કરો. કારણકે તમારે આગળ જઈને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો ના પડે.

આ ઉપરાતં ક્યારેય કોઈ ગરીબ બનવા નથી માંગતા. જેની પાસે પૈસા છે એ લોકો પણ વધારે પૈસા કમાવાનું વિચારતા હિય છે. તમે ઘણીવાર એ જોયું હશે કે કોઈ અમીર અચાનક ગરીબ બની જાય અથવા ગરીબ હોય એ અચાનક અમીર. આ બધી જ રમત ઘરની પોજીટીવ અને નેગેટીવ એનર્જી પર આધારિત હોય છે. જે ઘર માં નેગેટીવ એનર્જી હોય ત્યાં પૈસા ક્યારેય નથી ટકતા, અને ઘરમાં કઈક ને કૈક નુકશાન થતું રહે છે. ઘરના સભ્યો નું નસીબ પણ બગડે છે અને જે કામ હાથ માં લ્યે એ બગડે છે.

આવા ઘરો માં પોજીટીવ એનર્જી નું હોવું ખુબજ જરૂરી છે. કેમ કે જે ઘરમાં પોજીટીવ એનર્જી વધારે હશે ત્યાં લક્ષ્મીમાતા આવનાનું પસંદ કરે છે. જે પણ કાર્ય કરે તે સફળ થાય છે. અને લાભ થવાને કારણે ઘરમાં ખુબ પ્રગતિ થાય છે. તો હવે મનમાં એવો સવાલ ઉભો થાય છે એવું તો શું કરવું જેથી ઘરમાં પોજીટીવ એનર્જી હમેશા રહે?? તો તમારી જાણકારી માટે જણાવીએ કે પોજીટીવ એનર્જી માટે ઘણા બધા રસ્તા છે જેમાં વાસ્તુશાસ્ત્ર પણ એક છે.

આમ તો ઘર ની બધીજ વસ્તુઓ વાસ્તુ અનુસાર રાખીએ તો સકારાત્મક ઉર્જા નો વાસ રહે છે. પણ ઘર નું રસોડું એક એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે પોજીટીવ એનર્જી મળી શકે છે. એનું કારણ એ છે કે ત્યાં આપની અનાજ ને એવી સામગ્રી રાખેલ હોય છે. અને આ સામગ્રી દરેક લોકો ખાતા હોય છે એટલે દરેક લોકો નું કનેકશન રસોડા સાથે જોડાયેલ હોય છે. એટલા માટે આર્થીક સ્થતિ સુધાર્વામાંતે એનું યોગદાન વધારે માનવામાં આવે છે.

આ વાત ને ધ્યાન માં રાખી ને આજે અમે તમને એક ઉપાય જણાવી રહ્યા છીએ. આ ઉપાય થી તમે રસોડામાં રોજ રાતે સુતા પહેલા એક વસ્તુ રાખવાની થશે. આ ખાસ વસ્તુ થી રસોડા માં પોજીટીવ એનર્જી આવશે અને પુરા ઘરના માહોલ ને સકારાત્મક બનાવી દેશે. ઘર માંથી ગરીબી ભગાડવા માટે તમારે રોજ રાતે સુતા પહેલા રસોડાની અંદર ગલગોટા ના ફૂલ રાખવા જોઈએ.

આ ફૂલ તમારે માર્કેટ માંથી લાવી ને સીધા જ નથી રાખવના,પણ પહેલા સવારે એને મંદિર માં ચડાવવા ના છે અને જયારે રાત થાય ત્યારે એને લાલ કપડામાં બાંધીને રસોડામાં ઉતર અથવા પૂર્વ દિશા માં લટકાવી દો. આવું કરવાથી ઘરની બધી જ નેગેટીવ એનર્જી નષ્ટ થઇ જશે અને પોજીટીવ એનર્જી ઉત્પન્ન થશે. આ ઉપાય ઘરની સમૃદ્ધી હમેશા જાળવી રાખે છે.

આ ઉપરાત જે ઘરની મહિલાઓ આ બાબતોનું ધ્યાન રાખે છે તેના ઘરમાં માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે. જેના કારણે તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી અનુભવાતી નથી અને ઘરની બરકત વધતી રહેતી હોય છે. આ ઉપરાંત તે ઘર સુખ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ રહે છે.

મહિલાઓએ સૌથી પહેલા તો એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં ક્યારેય પણ ચિડાવું કે ચીસો પડાવી જોઈએ નહિ અને ઊંચા અવાજમાં જોર જોરથી બોલવું જોઈએ નહી. ઘણી વાર સાસુ વહુના જગડામાં આવું જોવા મળે છે. તમને જણાવી દઈએ કે જો મહિલાઓ આ વાતનું ખાસ ધ્યાન રાખે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા છવાયેલી રહે છે. તેમજ ઘરમાં કોઈ ઝગડા પણ નથી થતા. જેના કારણે ઘરમાં શાંતિ પણ જળવાય રહે છે.

બીજી બાબતનું મહિલાઓએ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તે ભોજન બનાવે ત્યારે સૌથી પહેલા એક પ્લેટમાં બધું ભોજન થોડી થોડી માત્રામાં લઈને ભગવાનને થાળ સ્વરૂપે અર્પણ કરવું જોઈએ અને ભગવાનને અર્પણ કર્યા પહેલા ઘરના કોઈ પણ વ્યક્તિને ભોજન કરવા દેવું જોઈએ નહી. તેનો મતલબ એવો છે કે તમે ઘરમાં જે પણ વસ્તુ બનાવો તેનો સૌથી પહેલો ભોગ ભગવાનને લગાવવો, ત્યાર બાદ તે ભોગ લગાવેલ જમવાનું તમારા ભોજનમાં રાખી દેવું અને પછી જ ઘરના બધા જ સભ્યોએ ભોજન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં પ્રેમ વધશે અને સુખ શાંતિનો વાસ થશે. આ ઉપરાંત ભગવાનને ભોગ લગાવ્યા બાદ ભોજન કરવાથી ઘરમાં ક્યારેય ધાન એટલે કે અનાજ ખૂટતું નથી અને માતા અન્નપૂર્ણા હંમેશા તમારા ઘર પર મહેરબાન રહે છે.

ત્યાર બાદનો ઉપાય ઘરના અને રૂમમાં જે પાયદાન એટલે કે પગલુછણીયા સાથે સંબંધિત છે. મિત્રો તમારા ઘરના તેમજ રૂમના પગલુછણીયા નીચે ફટકડીનો પાવડર બનાવી તેને એક પોટલીમાં બાંધીને તે પોટલી તેની નીચે રાખી દેવી જોઈએ. આ ઉપરાંત આ ઉપાયમાં ધ્યાન રાખવું કે પોટલી પગલુછણીયાની બિલકુલ વચ્ચે મુકેલી હોવી જોઈએ.

આ ઉપાય દ્વારા નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરશે, આ ઉપરાંત ઘરના સભ્યોનો તણાવ દુર થાય છે, તેમજ દરેક જગ્યાએ સફળતાઓ પ્રાપ્ત થાય છે, આ ઉપરાંત માતા લક્ષ્મીની કૃપા હંમેશા માટે ઘરમાં રહે છે, જેના કારણે ઘરમાં બરકત રહે છે અને ક્યારેય આર્થિક સમસ્યાઓ આવતી નથી, તેમજ પ્રગતિના દ્વાર ખુલે છે જેના કારણે વ્યક્તિને જીવનમાં ખુબ જ પ્રગતિ મળે છે, આ ઉપરાંત વ્યક્તિના જીવનમાં આવતી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો પણ અંત આવે છે. માટે જે મહિલાઓ ઘરમાં આ નાની નાની વાતોનું ખાસ ધ્યાન રાખે છે અને પાલન કરે છે તે ઘર હંમેશા સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યથી ભરપુર રહે છે.