ચોક્કસ તમે નહીં જાણતાં હોય પાર્ટનરને ચોંટીને સુવાથી શું થાય છે, એકવાર જરૂર વાંચજો…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, માનવ જીવનમાં આરામ કહેતાં ઊંઘને પણ સ્થાન અપાયું છે. તંદુરસ્ત શાંતિપૂર્ણ ઊંઘ આખા દિવસનો થાક ઉતારી નાંખે છે. અને દિવસના અન્ય કલાકોને તાજગીથી તરોબતર રાખે છે. માનવ જીવનમાં 7થી 8 કલાકની ઊંઘ ફરજિયાત કહી છે. જો સામાન્ય રીતે માણસો આટલી ઊંઘ ન લઈ શકે તો તે કાં બીમાર હોય છે અથવા તેના જીવનમાં સ્ટ્રેશ ચાલી રહ્યો છે.

ઘણાં લોકો એકલા સૂવે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારા પાર્ટનરની બાહોમાં સમાઈને સુવાથી પણ ઘણાં ફાયદા થાય છે. એક વખત જો આ વાંચી લીધું તો તમે તમારા પાર્ટનરની બાહોમાં સુવાનું ભૂલશો જ નહીં. વૈજ્ઞાનિકો એવુ માને છે કે, જેને આપણે ચાહીએ છીએ તેની સાથે વળગીને સુવાથી સંબંધો મજબૂત થાય છે અને સ્વાસ્થ્ય ને પણ અનેકવિધ લાભ પહોંચે છે.

ગળે લગાવીને સૂવો છો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક.જો માણસ પૂરતી ઊંઘ ન લે તો પછી બીમારીને નોંતરું આપી શકે છે. જીવનમાં તંદુરસ્તી જાળવી રાખવા, દૈનિક પ્રક્રિયામાં સ્ફૂર્તિ માટે ઊંઘ એ મહત્ત્વની છે. જો પૂરતી સ્ફૂર્તિ અને તાજગી હશે તો આખો દિવસ તમે તમારા કામમાં ખૂબજ મન દઈને પ્રવૃત્ત થઈ શકશો. પરંતુ જે વ્યક્તિ પૂરતી ઊંઘ નથી લેતી તેઓને દૈનિક પ્રવૃતિઓ ઉપર પણ અસર જોવા મળતી હોય છે.

સામાન્ય રીતે લોકોને એકલા સૂવું ગમે છે જેથી, તે પલંગ પર લાંબા લબ થઈને ઘસઘસાટ ઊંઘી શકે. ઘણાં એવું માને છે કે બાજુમાં કોઈ જોડે સૂવે તો ઊંઘમાં ડિસ્ટર્બ થાય છે. જેને લઈને ઘણાં કપલો લગ્ન પછી પણ અલગ સૂતા હોય છે પરંતુ તેઓની આ મોટી નબળાઈ છે. શું તમને ખ્યાલ છે કે, તમે તમારા જીવનસાથી સાથે ચોંટીને અથવા ગળે લગાવીને સૂવો છો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક.જો તમે તમારા જીવનસાથી સાથે ભેટીને સુવો છો તો તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો તમે અપૂરતી ઉંઘ, માનસિક તણાવ, વધુ પડતા વિચાર આ બધી જ બાબતોથી પીડાતા હોવ તો તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. જીવનસાથી સાથે સૂતા સમયે આપણા મગજ દ્વારા ઘણા હોર્મોન્સ બહાર થાય છે. જે આપણી પીડાને દૂર કરે છે. આ સિવાય જીવનસાથી સાથે ચીપકીને સૂવુએ એક રીતે પ્રાકૃતિક પીડા નિવારણ તરીકે પણ કામ કરે છે. આનાથી શરીરને જલ્દીથી રાહત અનુભવાય છે.

તણાવને સહજતાથી કરે છે દૂર.માણસ દિવસભરના થાકથી પરેશાન થઈ જતો હોય છે. ઘણી વખત કોઈ મુશ્કેલીથી માનસિક તણાવમાં વધારો થાય છે. ક્યારેક કોઈ ફેમિલી મેટરથી લઈને આર્થિક મેટર હોય કે અન્ય કોઈ કારણ પરંતુ જો સ્ટ્રેશ હોય તો પૂરતી ઊંઘ આવતી નથી. પરંતુ જો આવા સમયે તમારા પાર્ટનરની છાતી પર માથું મુકીને સૂઈ જાઓ. તેમની બાહોમાં સમાઈને સૂઈ જશો તો નિરંતર શાંતિનો અનુભવ કરશો. આનાથી તમારી માનસિક તણાવ તુરંત દૂર થશે.

રોગપ્રતિકારક શક્તિમાં થાય છે વધારો.તમારા પાર્ટનરની ચોંટીને ચીપકીને સૂવાથી તમારામાં રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પાર્ટનર સાથે ચીપકીને સૂવાથી મનોમગજમાં એવા હોર્મોન્સ પેદા થાય છે જેના પગલે રોગપ્રતિકારક શક્તિ પણ ડેવલપ થાય છે. જો તમે આખો દિવસ તમારા કામમા વ્યસ્ત રહો છો અને તેના કારણે તમને રાતના સમયે થાક નો અનુભવ થાય છે તો તમારે તમારા જીવનસાથીને રાત્રે ભેટીને સૂઈ જવાથી એક અલગ પ્રકારની ફિલિંગ પેદા થાય છે. જે આખા દિવસના તણાવને દૂર કરી નાંખે છે.

આ ઉપરાંત સુવાની રીત ના બની જાય પતિ પત્નીમાં જુદાઈનું કારણ. મોટે ભાગે પતિ અને પત્ની સૂઈ જવાના સમયે બેપરવાહ થઈ ને સુઈ જાય છે અને તે એવું પણ નથી વિચારતા કે તેમનું ખોટી રીતના સૂવું તે વૈવાહિક જીવનમાં સંઘર્ષ અને સંકલનના અભાવનું કારણ હોઈ શકે છે અને વાસ્તુ વિજ્ઞાન કહે છે કે જો પતિ પત્ની સૂતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખે છે તો તે વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓથી બચી શકે છે અને બાળકના સુખમાં અવરોધો પણ આ દ્વારા ઘટાડી શકાય છે.

વાસ્તુ વિજ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે પરણિત જીવનમાં પરસ્પર પ્રેમ અને સુમેળ માટે પત્નીએ પતિની ડાબી બાજુ સૂવું જોઈએ અને આની પાછળનું એક કારણ એ છે કે પત્નીને પતિનો ડાબો ભાગ માનવામાં આવે છે અને જ્યારે પતિને પત્નીની જમણી બાજુ માનવામાં આવે છે અને આનાથી પારિવારિક જીવનમાં સંતુલન પણ બન્યું રહે છે.

નવા વિવાહિત જીવનસાથીઓને ઇશાન દિશામાં ઓરડામાં અથવા ઉત્તરપૂર્વ તરફના રૂમમાં પથારી ન રાખવી જોઈએ કારણ કે વાસ્તુ વિજ્ઞાનના જણાવ્યા મુજબ ઉત્તર પૂર્વ દિશાનો માસ્ટર ગુરુ છે તેવું માનવામાં આવે છે અને જાતીય સંબંધોમાં પણ ઉત્સાહનો અભાવ લાવે છે જેના કારણે વિવાહિત જીવન સમાપ્ત થવા લાગે છે અને એકબીજામાં તાલમેલની પણ કમી પણ થવા લાગે છે.

પતિ પત્નીમાં જાતીય ઇચ્છાના અભાવને કારણે તેમાં પરસ્પર સંકલનનો અભાવ હોય છે અને ઘણીવાર ચર્ચા થતી હોય છે કે તે પછી તેઓએ દક્ષિણપૂર્વ દિશામાં ઓરડામાં સૂવું જોઈએ અથવા તેના પલંગને આ દિશામાં મૂકવો જોઈએ અને આ દિશામાં શુક્ર ગ્રહથી વધારે પ્રભાવિત હોય છે અને આ દિશામાં અગ્નિવાસ માનવામાં આવે છે અને તેથી આ દિશામાં સૂવાથી પરિણીત જીવન માટે વધારે ઉત્સાહ આવે છે અને શક્તિમાં પણ વધારો થાય છે.

પણ જે પરણિત લોકોમાં કામવાસના વધારે ધરાવે છે તેઓએ પોતાનો બેડરૂમ દક્ષિણપૂર્વમાં ન રાખવો જોઈએ અને જેનાથી કામવાસના અને સશક્ત બનવાનું કારણ બની જાય છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ પતિ પત્ની માટે ઉત્તર પશ્ચિમની દિશામાં બેડરૂમ દરેક રીતે સારું હોય છે અને તેનાથી એકબીજા પ્રત્યે પ્રેમ અને સંવાદિતા વધે છે અને તે બાળકના સુખ માટે પણ સારું છે.

એક શોધ અનુસાર એકલા સૂઇ જનારાની તુલનામાં કોની સાથે સૂઇ જનારા લોકોની ઉંમર લાંબી હોય છે. સાથે જ તે સ્વાસ્થ્ય જીવન પસાર કરે છે. જો તમને ઉંઘ ન આવવાની બીમારી હોય તો કોઇની સાથે સૂવાથી આ બીમારી દૂર થઇ જાય છે. તે સિવાય શોધ અનુસાર ફક્ત 10 મિનિટ કોઇને ગળે લગાવવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેથી સૂતા સમયે તમારા પાર્ટનરને ગળે લગાવીને સૂવુ જોઇએ.

પાર્ટનરને ગળે મળીને સૂવાથી થાક અને તનાવ દૂર થાય છે. જેથી તમને એકલતાનો અનુભવ નથી થતો અને દરેક ચિંતા પણ દૂર થાય છે. પાર્ટનરની સાથે સૂવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. જેથી બ્લડ સર્કુલેશન સારુ રહે છે. તેમજ કોઇની પાર્ટનરની સાથે સૂવાથી લોકોની વિચારવાની અને યાદ રાખવાની ક્ષમતા વધે છે.