નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે કઈ નવું જ કન્યાંદાનનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે અને કોઈપણ પિતાએ પોતાની પુત્રીનું દાન કરવું તે સૌથી મોટી પુણ્યની બાબત છે, જો કોઈ પિતા તેની પુત્રીને દાન આપે છે, તો તેનું જીવન અર્થપૂર્ણ અને સફળ બને છે. તમારા મનમાં સવાલ આવશે કે પિતા આખરે કન્યાદાન કેમ કરે છે, તેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે.
પિતા તેમના ઘરની બધી સંપત્તિ લક્ષ્મી અને સમૃધ્ધિને સોંપે છે અને તે એમ વિચારે છે કે તે તેની પુત્રીની ખૂબ સારી રીતે સંભાળ રાખશે અને તેણીને કોઈ પણ પ્રકારનું દુ ખ નઈ થવા દે. આ સિવાય તે સુનિશ્ચિત કરે છે કે જે રીતે તેણે પોતાની દીકરીને ખૂબ લાડ પ્રેમથી ઉછેરી છે, તે જ પ્રેમ તેના સાસુ સસરા દ્વારા આપવામાં આવશે.હિન્દુ ધર્મમાં, કોઈપણ માતાપિતાને તેની પુત્રી આપવી તે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો તેમની પુત્રીને દાન કરે છે તે મૃત્યુ પછી સ્વર્ગ મેળવે છે કારણ કે તે કોઈપણ માતાપિતા માટે ગર્વ અને સૌભાગ્યની બાબત છે.મિત્રો આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે હજુ પણ મોટા ભાગના લોકો સદીઓ પહેલાની લગ્નમાં થતી દીકરી કન્યા ના દાન ની પરંપરા કે રુઢી છોડી શક્તા નથી આ કન્યાદાનની વિધિને મોટું પૂન્ય ગણાવાય રહ્યુ હોય ઘણા લોકો કે જેઓને દીકરી નથી તેવા કોઈ નજીકના સગાં-વહાલાની દીકરીનું દાન કરી આ પૂન્ય મેળવવા ઝંખતા જોવા મળે છે.
આપણા ધાર્મિક ગ્રંથો માં કન્યા દાન નું મહાત્મય સમજાવવા માં આવ્યું છે અને કન્યાદાન કરવું એ એક પિતા નું અહોભાગ્ય ગણવા માં આવ્યું છે એને લગતી એક વારતા છે કે કન્યાદાન કાર્ય બાદ દક્ષ પ્રજાપતિ ભોજન કરી પોતાના એંઠા હાથ ધોતા હતા ત્યારે એ જમીન પર પડતા પાણી નીચે એક નોળિયો આવી ગયો અને હાથ પર નું એ પાણી નોળિયા ના શરીર પર પડતું હતું તેનાથી નોળિયા નું અડધું શરીર સુવર્ણ નું થઇ ગયું.
પોતાનું બાકી શરીર સોના નું બનાવવા એ કશ્યપ મુની ના માર્ગદશન માટે તેમના આશ્રમે પહોચી ગયો ત્યાં કશ્યપ મુની એ તેને એક વ્રત સાથે મતલબ કોઈ પણ સર્પ ને માર્યા વગર સતત દસ વર્ષ સુધી દરરોજ પ્રભુ વિશ્વકર્મા ના દર્શન નું તપ આદરવા નું કહ્યું.એ પ્રમાણે તે કરતો ગયો ત્યારે છેલ્લા વર્ષે પ્રસન્ન થઇ પ્રભુ વિશ્વકર્મા એ નોળિયા ની ઈચ્છા પૂરી કરવા પોતાના બંને હાથ ની હથેળી માંથી એક પછી એક કન્યા પ્રગટ કરી જેમાં પ્રથમ રત્નાદેવી માં રાંદલ અને બીજી કન્યા બહિર્સ્મતી. અને રત્નાદેવી ના લગ્ન શ્રી સૂર્યનારાયણ સાથે અને બહિર્સ્મતી ના લગ્ન મહારાજા પ્રિયવ્રત સાથે પ્રભુ વિશ્વકર્મા એ લીધા.
અને એ બંને ના કન્યાદાન પછી પ્રભુ શ્રી વિશ્વકર્મા જયારે હાથ ધોતા હતા ત્યારે તેમના હાથ માંથી પડતા જળ નીચે નોળિયો ઉભો રહ્યો અને તરત જ એનો બાકી નો અડધો ભાગ પણ સોના નો થઇ ગયો આ ચમત્કાર કન્યાદાન નું મહત્વ સમજાવે છે.આવું કન્યાદાન કરનાર દરેક માબાપ અહોભાગી હોય છે.ઘર માં કન્યા ન હોય તેને પણ કન્યાદાન નું પુણ્ય કમાવવા ના અનેક રસ્તા ઓ છે આપણા શાસ્ત્ર માં તુલસી વિવાહ નું ચલન પણ છે આ રીતે પણ દરેક માબાપ આ અહોભાગ્ય ને મેળવી શકે છે.
કન્યાદાન જ એક એવું દાન છે જે કર્યા પછી પણ આજીવન તે તમારી જીંદગી સાથે જોડાયેલું રહે છે અને તમારો નાતો તુટતો નથી પરંતુ વધારે મજબુત અને લાગણી શીલ બની રહે છે.બાકી બીજા બધા દાનો કર્યા પછી ક્યારેય યાદ રાખવા ના હોતા નથી.લગ્ન સમય ની એક મહત્વ ની વિધિ એટલે કન્યાદાન એ સમયે દીકરી ના પિતા વર ના હાથ માં પોતાની લાડલી નો હાથ સોંપી પોતાની જવાબદારી ઓ પણ તેને સોંપતા હોય છે.લાડકોડ થી ઉછરેલી પોતાની દીકરી ને અન્ય ને સોંપે છે અને ક્યારેક અજાણી વ્યક્તિ ઓ સાથે નવું જીવન શરુ કરવા નું હોય છે.
જેનો તેને ખ્યાલ કે અનુભવ હોતો નથી.એટલે અપેક્ષા રાખે છે કે તેઓ પણ તેની દરેક જરૂરિયાત પર પૂરેપૂરું ધ્યાન આપે ને સમ્માન જાળવી રાખે.કન્યા દાન પછી પુત્રી પોતાના નામ ની પાછળ પિતા નું નામ છોડી પોતાના પતિ નું નામ સ્વીકારે છે પોતાનું ગોત્ર છોડી પતિ નું ગોત્ર સ્વીકારે છે તેવી જ રીતે લગ્ન પછી દીકરી પિતા નું ઘર છોડી અને પતિ ના ઘર ને કાયમ માટે પોતાનું બનાવે છે અને ત્યાં સંસાર માંડી પરિવાર માળા ને આગળ વધારે છે.
સેંક્ડો વર્ષ પહેલા દીકરીને દાનમા દેવાની પ્રથા શરૂ થઈ હશે તેમ માનવું રહ્યુ. આ વિષે કોઈ પુરાણો કે અન્ય ગ્રંથોમાં ઉલ્લેખ છે કે કેમ તે તો સંશોધનનો વિષય ગણાય અને મે કોઈ એટલો અભ્યાસ કર્યો નથી એટલે આ પ્રથા આજના સમયમાં પ્રસ્તુત છે કે કેમ તેમ આધારભૂત રીતે કહી શકું તેમ ના હોઈ પણ મેં આ વિષે જે વિચાર્યુ છે તે જણાવું છુ.
મહાભારત કે રામાયણ ના સમયમાં લગ્ન પ્રથા કેવી હતી તે ઉપર વિચારતા અને સમાજના રિત રિવાજો ઉપર જેમનો પ્રભાવ પડ્તો હતો તેવા લોકોના લગ્ન કાં તો સ્વ્યંવર દ્વારા યોજાતા હતા અથવા અપહરણથી થતા જોઈ શકાય છે.આવા લગ્નોમાં મહાભારતના બે ત્રણ પ્રસંગોથી મારી વાત સ્પષ્ટ સમજી શકાશે .દ્રૌપદી માટે સ્વ્યંવર યોજાયેલો અને રુક્શ્મણીનુ કૃષ્ણે અપહરણ કરેલું એટ્લું જ નહી પરંતુ પોતાની બહેન સુભદ્રાનુ અર્જુન પાસે અપહરણ કરાવેલુ અને આમ લગ્ન વિધિથી જોડયેલા.
એજ રીતે રામાયણના કાળમાં પણ સીતાનો સ્વ્યંવર યોjજાયેલો-દમયંતીનો પણ સ્વ્યંવર યોજાયેલો. એટ્લે એક વાતતો સ્પષ્ટ સમજાય છે કે આ સમયમાના ગાળામાં કદાચ કન્યા દાનમાં આપવાની ચીજ કે વસ્તુ નહી ગણાતી હોવી જોઈએ.આપણા નજીકના સમયનો ઈતિહાસ જોઈએ તો રાજપુત યુગમાં પૃથ્વીરાજ ચૌહાણે સંયુકતાનું અપહરણ કરેલું.એક માન્યતા એવી જાણવા મળી તે પ્રમાણે હિન્દુત્વ એક વ્યવસ્થા છે જેમાં સર્વે લોકો પોતાના પરિશ્રમથી મેળવેલ અન્ન ખાતા હતા અને પિતાને માટે પુત્ર ઉપરાંત પુત્રી પણ ઉપાર્જનનું એક સાધન મનાતી હતી. એક રિવાજ પ્રમાણે વરપક્ષ તરફ્થી પશુધન કે અન્ય કિંમતી વસ્તુઓના લઈને જ કન્યાના વિવાહ થતા હતા. આ પ્રથાને બંધ કરવા એમ કહેવાયું કે કન્યાનું દાન કરવું જોઈએ