જલારામબાપાનાં વીરપુર ધામની આ વાતો તમે ભાગ્યજ જાણતાં હશો,એકવાર જરૂર વાંચજો

ભારત દેશ સંત, સુરાઑ અને સતિઑની રમણીય ભુમી છે. આ દેશ ગંગાનો દેશ છે. આ અખંડ ભારતની રીત રહેણી, કહેણી અને ઍની સંસ્ક્રુતિ ની રીત કાંઈક અલગ છે.આ આર્યવ્રત દેશ આદી બ્રમ્હાની સ્રૂષ્ટિની રચના થી લઈને વર્તમાન ભારતની અખંડભાતીગળ ભાવભાહી અને ત્યાગ, તર્પણ અને અન્નનો અને બલિદાન, સમર્પણ અને આશરા નો મહિમા અખંડ છે.આ હિંદુસ્તાન ની પાવનધરા ઊપર આદિ શંકરાચાર્ય ભગવાન, જગદગુરુ શ્રી રામાનુજ ચાર્ય ઍવમ જગદ ગુરુ શ્રી નિમ્બાકા ચાર્ય અને જગદગુરુ શ્રી રામનંદ ચાર્ય તથા અનેક આચાર્યો ઍ ઈશ્વર ના અવતારો ઍ જન્મ લઈને આ ભારત ખંડનો મહિમા વધાર્યો છે.

તો આપણે જેનો મહિમાં કવિઑ, સાહિત્યકારો અને શબ્દોના જાણકાર એવા માં ભારતના કવિઑએ અને ભજન ની અંદર જેને પોતાનું અને સદગુરુનો જ્યાં અદભુત મહિમા છે જે દેશમાં ગુરુ શિષ્ય, માતા – પિતા, ભાઈ – બહેન અને આતિથ્ય જેનું એટ્લે કે હિમાલય જેવો જેનો આવકર છે.એવા ધન્યધરા સૌરાષ્ટ્રની ને વંદુ વારંવાર.કવિઑ કહે છે કે ભારત દેશમાં જન્મ લેવો એ દુર્લભ છે. અને સૌરાષ્ટ્રમાં (કાઠીયાવાડ)જન્મ લેવો દેવો ને પણ અતિદુર્લભ છે.

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આપડે ગુજરાત ના લગભગ દરેક લોકો જલારામબાપા ને માનતા જ હશો, મિત્રો જલારામ બાપા નું એક અનેરું મહત્વ છે, તમને જણાવીએ કે તે આજે કે તે જલારામ બાપા એક ખુબ મહંત સંત હતા, વીરપુરના જલારામ બાપાનું મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.મિત્રો તમને જણાવીએ કે તે આવા મંદિરો ખુબ ઓછા છે, મિત્રો આ એવા મંદિરોમાંથી એક છે જ્યાં સદાવ્રત ચાલે છે. સદાવ્રત એટલે જ્યાં ક્યારેય અન્ન ખૂટતું નથી, સદાવ્રત એટલે જ્યાં ભૂખ્યાની આંતરડી ઠરે છે.મિત્રો જય હજારો લોકો દરરોજ ભોજન લે છે, મિત્રો આહી દરેક લોકો ભોજન લઇ શકે છે.

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું.

૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા.

૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે.

એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.

આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં. ત્યાર બાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે.

એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું. આમ થતા તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને “બાપા” કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું.

આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઇલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યાં. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોનાં દુઃખ દૂર થઈ જતાં. હિંદુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. ૧૮૨૨માં જમાલ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બિમાર પડ્યો, દાક્તરો-હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ૪૦ મણ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતા જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું “જલા સો અલ્લાહ”.

એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ મા તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યાં. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને ઝોળી મૂકતાં ગયાં હતાં. વીરબાઈ મા ઘરે આવ્યાં અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આ દંડો અને ઝોળી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે.

જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટ ના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે. આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમ્યાન રહેતાં હતાં. તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ સીતા લક્ષમણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહી સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી ઝોળી અને દંડો પણ જોઈ શકાય છે. પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ, જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એક માત્ર ફોટો છે.

બાપા ની વધારે તમને માહિતી જણાવતા અને કહીએ કે તે ‘1881માં જલારામ બાપાએ સમાધિ લીધા બાદ તેમની પૂજા કરવા માટે તેમના તે સમયના નિવાસસ્થાનને મંદિર બનાવી દેવામાં આવ્યું.મિત્રો તે મંદિર ને આજે લોકો વીરપુર નું નું મંદિર કહેવાય છે, મિત્રો આજે પણ વીરપુરમાં આવતા ભક્તોની સંખ્યા ઓછી થઈ નથી.અને તે ખુબ લોકો ભાવી ભક્તો ત્યાં પધારે છે, આ જગ્યા હવે મંદિર તરીકે નહીં પરંતુ ‘જલારામ બાપાની જગ્યા’ તરીકે ઓળખાય છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે વીરપુર જગ્યામાં જલારામ બાપા બાદ રઘુભાઈ પાંચમા ગાદીપતિ છે’, તેમ મહેતાએ અમદાવાદ મિરર સાથે વાતચીત કરતાં કહ્યું.

મિત્રો ત્યાના ગાદીપતિના નાના ભાઈ અને જલારામ બાપા ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત ચંદ્રાણીએ કહ્યું કે, આજે પણ લોકોને પ્રસાદ આપવાની પરંપરા યથાવત્ છે.અને મિત્રો તે જણાવે છે કે તે ત્યાં આજે પણ ખુબ લોકો પ્રસાદ લેવા આવે કે, મિત્રો અને હજારો લોકો ત્યાં થી ખુશ થઇ ને નીકળે છે, ‘સામાન્ય દિવસોમાં પણ અંદાજે 1 હજાર જેટલા ભક્તો વીરપુર તીર્થ મંદિરની મુલાકાત લે છે.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે દરેક ભક્તોને પરિસરમાં બપોરનું અને રાત્રિનું ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે.

અહીંયા અમેરિકા, લંડન, કેનેડા, દુબઈ, મસ્કત અને ઓમાન સહિતના દેશોમાંથી પણ ભક્તો આવે છે.મિત્રો આ મંદિર દેશ વિદેશો માં પણ ખ્યાતી પામેલું છે, કોઈ ખાસ દિવસ હોય ત્યારે તો ભક્તોની સંખ્યા 5 હજારે પહોંચી જાય છે અને કોઈને પણ ભોજન લીધા વગર જવા દેવાતા નથી’, તેમ તેમણે જણાવ્યુંપૌરાણિક દંતકથા પ્રમાણે, છેલ્લા 200 વર્ષમાં એક પણ દિવસ એવો આવ્યો નથી જ્યારે મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે ભોજન ખૂટી પડ્યું હોચ, તે સંખ્યા પછી સેંકડોમાં હોય કે હજારોમાં. મિત્રો આ ભુખીયા અને ગરીબ લોકો નો આશરો છે.

વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે જલારામ બાપાના ભક્ત અને વ્યવસાયે બિલ્ડર વિશાલ વસંતે કહ્યું કે, ‘આ મંદિરમાં શ્રદ્ધાળુઓ પાસેથી એક રૂપિયાનું દાન પણ લેવાતું નથી અને આમ કરનારૂં વિશ્વનું એકમાત્ર ધાર્મિક સ્થળ છે.મિત્રો  કે જે હજારો લોકો ને રોજ નું વિના મુલ્યે જમવાનું આપે છે, બાપા દ્વારા શરૂ કરવામાં આવેલી આ પરંપરાની 200મી વર્ષગાંઠ 26 જાન્યુઆરી, 2020ના દિવસે છે. ત્યારે ટ્ર્સ્ટે આ પ્રસંગ નિમિત્તે ઉજવણીનું આયોજન કર્યું છે’.

વસંતના જણાવ્યા પ્રમાણે, રામકથા સાંભળવા માટે 20 હજાર કરતાં પણ વધારે લોકો આવશે અને તેમને પ્રસાદ આપવામાં આવશે. વીરપુરમાં 5 હજાર લોકોમાટે મેનેજમેન્ટ દ્વારા રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
રામકથાનો પ્રારંભ રવિવારે વીરપુરમાં રાષ્ટ્રીય ધ્વજ તેમજ ધાર્મિક ધ્વજ લહેરાવીને થયો હતો.