નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અત્યાર ના સમય મા દરેક વ્યક્તિ બનતી મેહનત કરતો હોય છે પૈસા માટે કે જેથી તે પોતાનું તેમજ પરિવાર નું સારી રીતે જતન કરી શકે અને આ પણ જોવા મળે છે કે ઘણા વ્યક્તિઓ રાત દિવસ ઘણી મહેનત કરે છે પણ તે છતાં તેમની આર્થિક પરિસ્થિતિ મા કોઈજ સુધારો આવતો નથી. ઘણી વાત્ર તો એવું પણ જોવા મા આવે છે કે લોકો આર્થિક ભીંસ મા ન પણ હોય પરંતુ અમુક સંજોગો વસ અથવા તો અમુક અકસ્માત ને કારણે તેમના બધા પૈસા ખર્ચ થવા લાગે છે.
તેને ગરીબી નો સામનો કરવો પડે છે. આવું બનવાનું એકમાત્ર કારણ હોય છે તમારા ઘર ઉપર મંડરાઈ રહેલા દુર્ભાગ્ય અથવા તો નકારાત્મકતા ને લીધેજ છે તો આના માટે પેહલા તો તમારે આ દુર્ભાગ્ય ને સોભાગ્ય મા પરિવર્તિત કરવું પડશે. તો આજે આ આર્ટીકલ મારફતે આજ વાત જણાવવા જઈ રહ્યા છીએ કે આવા દુર્ભાગ્ય ને સૌભાગ્ય મા બદલવા માટે ક્યાં ઉપાયો નું પાલન કરી શકાય છે.
આજ નો આ ઉપાય સાવ સેહલો છે કે જેને તમે તમારા ઘર ના રસોડા મા જ કરી શકો છો. દરેક ઘર મા રસોડા એટલે કે એવો રૂમ કે જ્યાં ઘર ના બધા જ સભ્યો નું જમવાનું બનાવવા મા આવે છે. તેથી આ રસોડા નો સીધો સંબંધ ઘર ના બધા જ વ્યક્તિઓ સાથે હોય છે. આ રસોડા મા બધી જ અન્ન સામગ્રી રાખવામાં આવે છે તેથી ત્યાં માં અન્નપૂર્ણા વાસ કરે છે.
તેવું માનવામાં આવે છે. જે માણસ માં અન્નપુર્ણા ને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય તેના ઘર મા ધન તેમજ ધાન ની ક્યારેય કમી આવતી જ નથી. આ સાથે જે ઘર ઉપર માં અન્નપુર્ણા પ્રસન્ન થઇ જાય તે ઘર મા હમેશા બરકત ટકી રેહતી હોય છે. માત્ર એટલું જ નહિ પરંતુ તે ઘર ની પ્રગતી માટે ના નવા-નવા સોપાનો પણ ખુલવા લાગે છે.
તો હવે પ્રશ્ન આવે છે કે એવું તો શું કરવું કે જેનાથી માં અન્નપુર્ણા આપડા ઘર ઉપર ખુબજ જલ્દી થી પ્રસન્ન થઇ જાય અને તેનાથી ઘર મા બરકત બની રહે. તો આજે આ રહસ્ય ઉપર થી પણ પડદો ઉચકી લઈએ અને આ રસોડા સાથે જોડાયેલો ઉપાય તમને જણાવી દઈએ કે જેનાથી આ શક્ય જ છે. દરેક સ્ત્રીઓ પોતાના રસોડા મા રોજ જમવાનું તો જરૂર બનાવે જ છે અને જમવામાં મોટેભાગે ઘરો મા રોટલી પણ નિયમિતરૂપે બનતી હોય છે.
તો હવે થી જયારે પણ તમે રોટલી બનાવતા હોવ ત્યારે સૌથી છેલ્લા વધેલ લોટ ની નાનો એવો ટુકડો લઇ લો અને તેને ચપટો કરી ને તાવડી ઉપર મૂકી દો. આ ટુકડા ને તમારે ત્યા જ રાખવાનો છે જયારે બધી રોટલી બની જાય તો ગેસ ને બંધ કરી દો અને હજુ તાવડી મા ગરમારો હશે જ જેથી આ ટુકડા ને તેમાં રાખી અને શેકી લો. હવે આ શેકાય ગયેલ ટુકડા ને ભોગ સમજી ત્યાં બંધ ગેસ પાસે રાખી દો અને આ ભોગ માટે રાખવામાં આવતો ટુકડો ઘર મા વિચરતી નકારાત્મક શક્તિઓ માટે હોય છે.
તે આ સન્માન ને જોઇને તમને કે તમારા ઘર ને કોઈ નુકશાન નહિ પહોચાડે અને સાથે જ ઘર મા નકારાત્મકતા ને અટકાવશે જેથી રસોડા નું વાતાવરણ સકારાત્મકતા મા પરિવર્તિત થઇ જાશે. આ સકારાત્મક વાતાવરણ ને જોઇને માં અન્નપુર્ણા પ્રસન્ન થાય છે અને તમારા ઘર મા ધન અને ધાન ની ક્ષતિ થતા અટકાવે છે.
થોડી વાર બાદ આ ગેસ ના ચુલા ઉપર રાખેલ ટુકડો ને કોઇપણ જાનવર જેવી કે ગાય,કુતરા કે કાગડા ને ખવરાવી શકો છો. જો ઘર મા ક્યારેક રોટલી બનાવવા મા નથી આવી તો તમે કોઇપણ જમવાની વસ્તુ ને ત્યાં રાખી શકો છો. આ જણાવેલ ઉપાય ને નિયમિત સવાર અને સાંજ આમ દિવસ મા બે વાર કરવાનો છે. જેથી ઘર મા ધન-ધાન ની ક્ષતિ આવતી જ નથી.
આ ઉપરાંત આપણા ભારત દેશમાં વાસ્તુ શાસ્ત્ર ઘણું જ જાણીતું શાસ્ત્ર છે. અને આપણે ત્યાં લગભગ દરેક ઘરમાં તેના નિયમોનું પાલન કરવામાં આવે છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો વાસ્તુના નિયમોનું પાલન માત્ર મકાન બનાવતી વખતે કે તૈયાર મકાન ખરીદતી વખતે જ રાખે છે. અને ઘરમાં રાખેલી વસ્તુઓ વિષેના નિયમોને મોટા ભાગના લોકો ધ્યાન બહાર કરી દે છે. પરંતુ ઘરમાં તમે કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખો છો, તેની પણ તમારા ઘરના વાતાવરણ ઉપર ઘણી અસર કરે છે.
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની અન્ય વસ્તુઓને લઈને ઘણા બધા નિયમો છે, જેમાંથી આજે અમે તમને રસોડા સાથે જોડાયેલા એક વિશેષ નિયમ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જો રસોડાની વાત કરીએ, તો રસોડું એક એવું સ્થળ છે જ્યાં ઘરના તમામ લોકોનું ભોજન બનાવવામાં આવે છે. એટલે કે ઘરના દરેક લોકોનો રસોડા સાથે કોઈ ને કોઈ સંબંધ તો જરૂર હોય છે. અને એ જ કારણ છે કે, તેની અસર તમારા ઘરની બરકત અને આર્થિક સ્થિતિ ઉપર પણ પડે છે.
તો મિત્રો એ વાતોને ધ્યાનમાં રાખીને આજના આ લેખમાં અમે તમને થોડી એવી વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારે ભૂલથી પણ રસોડામાં નથી રાખવાની. અને જો તમે એવું કરો છો, તો તમારા ઘરમાં ગરીબી અને દુ:ખ જેવી વસ્તુ આવી શકે છે. તો આવો જાણીએ તમારે રસોડામાં કઈ કઈ વસ્તુ ભૂલથી પણ રાખવી જોઈએ નહિ.
ભૂલથી પણ રસોડામાં આ ૩ વસ્તુ રાખવી નહિ.પૂજા ઘર.એવું ઘણી જગ્યાએ જોવા મળે છે કે, ઘણા બધા લોકો જગ્યાના અભાવે કારણે રસોડામાં જ પૂજા ઘર બનાવી દે છે. પરંતુ વાસ્તુના નિયમો અનુસાર રસોડામાં રાખવામાં આવેલા પૂજા ઘરમાં ભગવાનની પૂજા કરવાના ફાયદા નથી મળતા. રસોડું ભગવાનને રાજી કરવા માટે યોગ્ય જગ્યા નથી. એટલા માટે તમારે બની શકે તો ભગવાનનું મંદિર રસોડામાં ન રાખવું જોઈએ.
કચરાની ડોલ.બીજી વસ્તુ જે રસોડામાં ન રાખવી જોઈએ એ છે કચરાની ડોલ. ઘણા બધા લોકો રસોડાની અંદર જ કચરાની ડોલ રાખે છે. પરંતુ તેમ કરવું વાસ્તુ અને આરોગ્ય બન્નેની દ્રષ્ટિએ નુકશાનકારક હોય છે. રસોડામાં તમે ખાવાનું બનાવો છો. અહિયાં ખાવા પીવાની વસ્તુ પણ રાખવામાં આવે છે. તેવામાં કચરાની ડોલ રાખવાથી જીવાણું આ ખાવામાં પ્રવેશ કરી શકે છે. સાથે જ કચરા પેટીમાં ઘણી નકારાત્મક ઉર્જા હોય છે, જે તમારા રસોડાનું વાતાવરણ બગાડી શકે છે.
આ કારણે તમારે કચરાની ડોલ રસોડાથી થોડી દુર જ રાખવી જોઈએ. અને જો તમારે રસોડાનો કચરો ભેગો કરવો છે, તો તમે જયારે રસોડામાં કામ કરી રહ્યા હો ત્યારે એક પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરી શકો છો. તેમાં કચરો નાખીને પછી રસોડાનું કામ પૂરું થતા જ તેને તમે ક્યાંક બીજે રાખવામાં આવેલી કચરાની ડોલમાં નાખી શકો છો.
ચપ્પલ કે સ્લીપર.આ યાદીમાં આગળ આવે છે ચપ્પલ કે સ્લીપર. ઘણા લોકો એવા હોય છે જે ઘરમાં જ સ્લીપર પહેરીને ફરતા હોય છે, તેવામાં તે સ્લીપરને રસોડામાં પણ લઈ જાય છે. પરંતુ એવું કરવું વાસ્તુના હિસાબે યોગ્ય નથી હોતું. રસોડામાં અન્નપુર્ણા દેવી નિવાસ કરે છે. તેવામાં તમે આ જગ્યાએ ચપ્પલ લઈને પ્રવેશ કરો છો તો તે નારાજ થઈ જાય છે, અને તમારા ઘરની બરકત ઓછી થવા લાગે છે. એટલા માટે રસોડામાં ચપ્પલ વગેરે પહેરીને ક્યારેય પ્રવેશ કરવો નહિ.