આખા દેશમાં આમ તો ઘણા મંદિરો છે.ઘણા દેવી દેવતાઓના પ્રસિદ્ધ મંદિરો છે. અને દરેક મંદિર પાછળ કોઈને કોઈ રહસ્ય પણ હોઈ છે.પરંતુ શું તમે જાણો છો કે ફક્ત ગુજરાત એક જ એવુ રાજ્ય છે કે જયા પૌરાણિક તથા નવા નિર્માણ પામેલ બંને મંદિરો આવેલા છે. ગુજરાત રાજ્યની જો વાત કરવામા આવે તો અફેલા અભિપુર તથા વિશ્વ પ્રસિધ્ધી મેળવેલ મોઢેરા ખાતે સૂર્યમંદિર હતું. આધુનિક સૂર્યમંદિર પણ ભારત મા બે જગ્યાએ સ્થિત છે એક રાંચી ઝારખંડ થી ૨૯ કિ.મી. ના અંતરે તેમજ બોરસદ. ૧૯૭૨ મા પટેલોનો ગણાતો આ બોરસદ વિસ્તારમા પણ સૂર્યમંદિર આવેલુ છે. આ મંદિર વિશે ભાગ્યે જ કોઇને ખ્યાલ હશે.
૧૯૭૨ ના વર્ષ મા બોરસદ મા એક ઘટના બની. બોરસદ ના એક વકીલ રમણભાઇ અને ડાહીબેન ના ૫ મહિના ના સુપુત્ર કલ્પેશ બોલ્યો કે સૂર્યમંદિર બંધાવો. આ સાંભળી બધા આશ્ચર્યચકિત થઇ ગયા કે આ પાંચ માસ નુ બાળક કઇ રીતે બોલ્યો ? પછી ગ્રામજનો કહે છે કે સાક્ષાત સૂર્યદેવ આ બાળક મા પ્રગટ થયા હોય.
આ બાળક ના મુખવદન પર કંકુ દેખાવા લાગતુ અને થોડી જ ક્ષણો મા આ કંકુ અદ્રશ્ય થઇ જાય છે. ગામના બધા લોકો આ બાળક ને સૂર્યદેવ નુ સ્વરૂપ માને છે. રમણભાઇ બોરસદ મા સૂર્યમંદિર બનાવવા નો પ્રણ કરે છે. પરંતુ ,તેઓ એટલી જમીન કે નાણા ખર્ચી શકે તેટલા સક્ષમ નથી. તેમણે સૂર્યમંદિર બનાવવાની વાત ગ્રામજનો સાથે ચર્ચી. પરંતુ કહીએ ને કે જયા ભગવાન ની મરજી હોય ત્યા રસ્તા નુ આપમેળે જ નિર્માણ થાય.
બોરસદ ના અંબાલાલ પટેલ અને હરિલાલ પટેલે આ મંદિર નુ નિર્માણ કરવા જમીન દાન મા આપી. નરેન્દ્ર પટેલ આ મંદિર નુ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરાવ્યુ. મહેન્દ્ર કંથારિયા ને મંદિર ના બાંધકામ નુ કાર્ય સોપાયુ. આ બધા થી અનેક લોકો પ્રેરાયા અને પોતપોતાનો ફાળો આપ્યો. આ સંપૂર્ણ ગાથા એક શિલાલેખ મા કોતરેલી છે.
આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યા મા પથરાયેલુ છે. આ મંદિર મા એન્ટર થતા જ એક વિશાળ ફુવારો જોવા મળશે. મુખ્ય પ્રવેશદ્વાર પર સૂર્ય અંકિત કરવા મા આવેલ છે. આ મુખ્ય દ્વાર ની સામે એક બાગ આવેલુ છે. આ મંદિર મા પ્રભુ ની આકર્ષક મૂર્તિ છત્રી મા બિરાજમાન છે. આ ભવ્ય મંદિર જોઇ ને તમને ઇસકોન ની યાદ આવી જશે.
આ મંદિર ના દ્વાર પર સૂર્ય ભગવાન ના સાત ઘોડા ના રથ મા સવાર છે. આ મંદિર ની આગળ વિશાળ પાર્કિંગ ની જગ્યા આવેલી છે. અહીં યાત્રીઓ માટે રહેવા-જમવાની સગવડતાઓ પણ રહેલી છે. અહીં વિશાળ સંગેમરમર નો ખંડ આવેલો છે. આ સભાખંડ ની ડાબી તરફ પૂજા કરાવવા તથા પ્રસાદ ધરાવવા માટે ટેબલ ગોઠવાયેલુ છે. આ સૂર્યદેવ ના મંદિર મા અન્ય દેવી-દેવતાના મંદિર પણ આવેલા છે. આ મંદિર તેની સ્વચ્છતા ને લીધે આખા જગત મા જાણી લીધુ.
અંદર શ્વેત સંગેમરમરનો વિશાળ સભાખંડ છે. એની ડાબી બાજુએ પૂજાવિધિ કરાવવા માટે અને પ્રસાદ ધરાવવા અને ખરીદવાનું એક ટેબલ ગોઠવાયેલું છે. સૂર્યદેવ અહીં સપરિવાર મૂર્તિરૂપે અન્ય ભગવાનની જેમ જ પૂજાય છે આજુ બાજુ અનેક દેવી દેવતાઓના મંદિરો છે. આમાં બધી દેવીઓનાં પણ મંદિરો છે. જેમાં મહાકાલીની મૂર્તિ બહુજ સરસ છે. આ મંદિરમાં નંદી અને ગુરુ નાનક દેવની પણ મૂર્તિઓ છે.જે આપણને સર્વધર્મ સમન્વયનો અહેસાસ કરાવે છે. મંદિર બહુજ સુઘડ અને સ્વચ્છ છે જે માટે એમનાં ટ્રસ્ટીઓને ધન્યવાદ આપવાં જ ઘટે. સુંદર રેલીંગો અને મોટાં ઓટલાં પર એનાં પ્રાંગણમાં બહુજ સરસ મંદિરો આવેલાં છે. આજુ બાજુ બેસવાના બાંકડાની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે.
મંદિરના પ્રાંગણમાં ફુવારા છે. પ્રવેશદ્વાર ભવ્ય છે. ગર્ભગૃહમાં સૂર્ય ભગવાન ઉપરાંત, બીજા દેવો પણ બિરાજમાન છે. બધા દેવોની એકતાનું આ ઉદાહરણ છે. પ્રવેશદ્વારની ઉપર ભગવાન સૂર્યદેવ સાત ઘોડાના રથ ઉપર સવાર છે. આ દેખાવ બહુ જ સુંદર લાગે છે. મંદિરની આગળ વિશાળ બગીચો અને પાર્કીંગ માટેની જગા છે. અહીં આવનાર યાત્રીઓ માટે રહેવા તથા જમવાની સુવિધા છે.
સૂર્યભગવાને બોચાસણના પ્રમુખસ્વામીને, ખુંધેલીના છોટે મુરારી બાપુને અને નડિયાદના ભગવતી કેશવ મહારાજને દર્શન આપ્યાં છે. અહીં મુરારી બાપુ, રમેશભાઈ ઓઝા, છોટે મુરારી બાપુ, કૃષ્ણશંકર શાસ્ત્રી, ચીમનભાઈ પટેલ, દમયંતિ બરડાઇ, દિવાળીબેન ભીલ વગેરે મહાનુભાવો મુલાકાતે આવી ગયા છે.
સૂર્યનારાયણ ભગવાનની આરતીનો સમય:મંગળા આરતી સવારે ૬ વાગ્યે થાય છે ત્યારબાદ શણગાર આરતી સવારે ૭ વાગ્યે પછી,રાજભોગ આરતી સવારે ૧૧ વાગ્યે,સંધ્યા આરતી સાંજે ૬.૪૫ વાગ્યે અને શયન આરતી રાત્રે ૯.૧૫ વાગ્યેઆ મંદિરનો સમય સવારનાં ૬ વાગ્યાથી રાતનાં ૯.૧૫ સુધીનો છે. આ આખું મંદિર જોતતા લગભગ ૧ કલાકનો સમય લાગે છે. આ મંદિરમાં દિવસે સાંજે કે રાત્રે ગમે ત્યારે જઈ શકાય છે.
વકીલ રમણભાઈએ અહીં એક પબ્લીક ટ્રસ્ટ ઉભુ કર્યું છે. તે આ મંદિરનો વહીવટ કરે છે. આ ટ્રસ્ટ ગરીબોને અન્ન અને કપડાંની મદદ કરે છે, વિદ્યાર્થીઓને પુસ્તકો આપે છે, અપંગને સાઈકલ આપે છે. તથા જિંદગી શાંત અને અર્થપૂર્ણ રીતે જીવવાનો દરેકને બોધ આપે છે.આ મંદિર ખૂબ જ પવિત્ર છે, કેમ કે તે ભગવાનની ઈચ્છાથી બન્યુ છે. દુનિયાભરના લોકો અહીં દર્શને આવે છે. દર્શનાર્થીઓની સંખ્યા રોજની લગભગ ૨૦૦૦ જેટલી હોય છે. બોરસદ એક યાત્રાધામ બની ગયું છે. આણંદથી બોરસદ ૧૭ કી.મી. દૂર છે.
સૂર્યદેવ લોકોનાં દુઃખદર્દ દૂર કરે છે. ભગવાન સૂર્યદેવ સૌને સુખી, સમૃધ્ધ રાખે અને દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના.આવાં મંદિરો જ આપની સંસ્કૃતિની ધરોહર છે જે પોતાનામાં એક આગવી ભાત પાડે છે. આવાં મંદિરોની મુલાકાત એક વાર નહીં આનેકોવાર લેવાવી જોઈએ .તાજેતરમાં લોકડાઉન ખુલ્યા બાદ લોકડાઉનના દરેક ફેઝ વખતે પણ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવી રહ્યું છે તાજેતરમાં અનલોક 5નો અમલ શરૂ થયો તેને ધ્યાનમાં રાખી હાલમાં 108 સૂર્યનમસ્કાર સાધકોએ વર્ચ્યુઅલ સૂર્ય નમસ્કાર આજે સવાર કર્યા હતા.
જેમાં યોગ નિકેતન સંસ્થાના યોગ શિક્ષક પ્રવીણ મેરી પિલ્લઈ જેઓ અમેરિકા ખાતે વધુ અભ્યાસ માટે ગયા છે, તેઓ ત્યાંથી વર્ચ્યુઅલી હાજર રહી તેઓના સાનિધ્યમાં 108 સાધકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા. જેમાં વડોદરાના નીતિન પટેલ, મુન્નાભાઈ ચિરાગભાઈ અને વિદેશથી આવેલા નતાલિયાએ આણંદ તાલુકાના બોરસદ નજીક આવેલા સૂર્ય મંદિર ખાતે 108 સૂર્ય નમસ્કાર કર્યા હતા.