જ્યારે માં લક્ષ્મીજી કોઈ પર મહેરબાન થાય છે ત્યારે આપે છે આવા સંકેત, જોઈલો ક્યાંક તમને તો નથી મળતાંને……..

સંયોગ ની સાથે સાથે શુભ છે આ ઘટનાઓ.કેટલીકવાર એવા સંકેતો હોય છે જે કહેવા માટે માત્ર સંયોગ જ હોય છે પરંતુ તે ફક્ત સંયોગ નથી કહી શકાય .કેટલીક ઘટનાઓ સૂચવે છે કે ભવિષ્યમાં તમારી સાથે કંઇક સારું થવાનું છે.તો ચાલો જાણીએ એવી કેટલીક ઘટનાઓ વિશે જે સંયોગો સાથે ખૂબ શુભ માનવામાં આવે છે.પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જો ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા થઇ જાય તો તેના ઘરમાં ક્યારેય ધન-વૈભવી કમી નથી રહેતી પરંતુ કહેવામાં આવે છે કે લક્ષ્મી દેવી એક સ્થાન પર ટકતા નથી. દેવી લક્ષ્મી ચંચળ હોય છે.રાતના સમયે ગાયનો અવાજ.જો રાતે ગાયનો રંભનો અવાજ સંભળાય તો તે ખુબજ સારો સંકેત માનવામાં આવે છે .રાતે ગાયનો અવાજ સાંભળવાનો અર્થ એ છે કે મા લક્ષ્મી જાતે જ તમારા દરવાજે આવી છે. તેમનું સ્વાગત અને અભિવાદન કરો .

Advertisement

ઘરના છત પર મોર આવે.મોર તમારા ઘરની છત પર આવે તો ખુશ થાઓ. આ એક ખૂબ જ શુભ સંકેત છે. ઘરની છત પર મોરને નાચતા જોવું એ ખૂબ જ અદ્ભુત દૃશ્ય છે અને તે જ સમયે નસીબની દ્રષ્ટિએ તે સારું માનવામાં આવે છે. મોરનું આગમન તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી હવે જ્યારે પણ મોર તમારા ઘરે આવે છે ત્યારે ખુશ રહો.પક્ષીઓ ઘરના આંગણા માં આ ચીજ ફેંકે.જો કોઈ પક્ષી આવે ત્યારે ઘરના આંગણા માં ધાતુનો ટુકડો ફેંકી દે ગીરાવી જાય તો તે ખુબજ શુભ માનવામાં આવે છે.જો તમને છત પર અથવા આંગણામાં ક્યારેય આવી વસ્તુ મળી હોય, તો તમારે તે જોઈને આનંદ થવો જોઈએ અને દેવી લક્ષ્મીનો આભાર માનવો જોઈએ.

કાળી કીડી લાઇનમાં મળે તો.કાળી કીડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં કાળી કીડીઓ ફરતી જોવા મળે છે તો તે ખૂબ જ સારો સંકેત છે. જ્યારે આવું થાય ત્યારે તમારે ખુશ રહેવાની જરૂર છે.શક્ય છે કે તમને પૈસા ક્યાંકથી અટકાયેલા હોય તે મળી જાય અને તમને અચાનક ધંધામાં મોટો ફાયદો મળી શકે છે .

કોયલ ઘર પર આવી કુહૂ કુહૂ બોલવા લાગે.કોયલ નો અવાજ ખૂબ જ મધુર લાગે છે અને તે તમારા કાનમાં મધ ઓગળી જાય છે એટલે કે મધુર અવાજ કાનમાં સંભળાય ત્યારે એવું લાગે.જો સવારે કોઈ પણ સમયે, કોયલ તમારા ઘરની છત પર આવે છે અને તે બોલવાનું / કુહૂ કુહૂ બોલવાનું શરૂ કરે છે,તો ભગવાન નો વિશેષ સંકેત માની આભાર કરો અને સખત મહેનત કરવાનું શરૂ કરો બીજું ભગવાન પર છોડી દો. ભગવાન તમારી સાથે બધું સારું કરશે.

સવારે આપણું મગજ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં જો તે સકારાત્મક બાબતોને સ્વીકારે તો જીવનમાં ફક્ત સકારાત્મક ઘટનાઓ બને છે, પરંતુ જો તે સતત નકારાત્મકતાને સ્વીકારે તો જીવનમાં નકારાત્મકતા આવે છે. તેથી, જો આપણી સવારની શરૂઆત શુભ દર્શન અને શુભ ક્રિયાઓથી થાય છે, તો આખો દિવસ પણ શુભ રહેશે.શુભ સંકેત છે જેવા કે જો તમે સવારે ઉઠતાની સાથે જ શંખ અથવા મંદિરના ઘંટનો અવાજ સાંભળો છો તો તે શુભ છે.જો તમે સવારે નાળિયેર, શંખ, મોર, હંસ અથવા ફૂલ જોશો તો તમારો આખો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે.

જો તમે સવારે ઘરની બહાર નીકળતાંની સાથે કોઇ સફાઇકર્મીને જોશો તો તે પણ શુભ નિશાની માનવામાં આવે છે.શાસ્ત્રો અને ઋષિઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે દૈવી શક્તિઓ આપણા હાથની હથેળીમાં રહે છે. તેથી, સવારે હાથ જોવાનું શુભ હોય છે.જો તમે સવારે ઉઠતાંની સાથે જ કોઈ ગાય જોવાય અથવા તેનો અવાજ સાંભળો, તો સમજો કે દિવસ ખૂબ જ શુભ રહેશે.સવારે પાણીનો પક્ષી, સફેદ ફૂલ, હાથી, મિત્ર વગેરે જોવાનું શુભ માનવામાં આવે છે.સવારે અગ્નિ જોવાનું કે હવન જોવું શુભ માનવામાં આવે છે.

ગોબર, સોના, તાંબુ, લીલું ઘાસ જોવું પણ સવાર માટે શુભ માનવામાં આવે છે.સવારે શણગારેલી સુહાગન સ્ત્રીના દર્શન ખૂબ શુભ માનવામાં આવે છે.સવારે હવન જોવું પણ શુભ અને મંગળકારી માનવામાં આવે છે.સાવરણી અને લક્ષ્મી માતાને ઉંડો સંબંધ છે. તેવામાં જો તમને સવાર-સવારમાં કોઇ કચરો કાઢતાં જોવા મળે તો તમે ટૂંક સમયમાં અમીર બનશો.સવાર સવારમાં શેરડી જોવા મળે તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે.

Advertisement