જો તમે પણ ઘરની અંદર રાખો છો આ ભગવાનની તસ્વીરો નહિ તો કાઢી નાખો નહિ તો બની જશો કંગાળ…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક જણ તેમના ઘરોમાં ભગવાનનો ફોટો રાખે છે, દરેકને જુદા જુદા દેવોમાં વિશ્વાસ છે, ઘણા લોકો મંદિરમાં જઈને ઘરે પૂજા કરતા નથી, ભગવાનની ઉપાસના આપણા ઘરમાં શાંતિ રાખે છે અને ભગવાન આપણને મુશ્કેલીઓથી બચાવે છે પરંતુ કેટલાક દેવો એવા છે જેમની પૂજા ઘરની બહાર છે, તેમની મૂર્તિઓને ઘરમાં લાવવી અશુભ માનવામાં આવે છે. તેમને ઘરમાં રાખવાથી ઘરમાં આર્થિક અને માનસિક નુકસાન થાય છે.

ભગવાન શિવનું સ્વરૂપ હોવાથી નટરાજાનો ફોટો ઘરમાં રાખવો જોઈએ નહીં. શનિજી મહારાજનો ફોટો ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ, તેમની પૂજા ઘરની બહાર છે, તેમને હંમેશા ખુલ્લી જગ્યા પસંદ હોય છે. રાહુ અને કેતુ પણ ક્રૂર ગ્રહો છે, અને ભૂલથી પણ તેમની મૂર્તિઓને ઘરમાં લાવતા નથી. ભગવાન ભૈરવને તંત્ર મંત્રના ભગવાન કહેવામાં આવે છે, તેમની મૂર્તિ ખુલ્લામાં બેસે છે, તેથી ઘરની બહાર તેમની પૂજા કરવી જોઈએ.

આ ઉપરાત રામ ભક્ત હનુમાનજીને પોતાના ભક્તોના બધા જ દુઃખ અને કષ્ટ દૂર કરનાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તેમની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર હોય તો તેના જીવનને બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે. દરેક પરિસ્થિતિમાં મહાબળી હનુમાનજી પોતાના ભક્તોની રક્ષા કરે છે. એવું માનવામાં આવે છે કે મહાબલિ હનુમાનજી બધા દેવતાઓમાં સૌથી વધારે જલ્દી પ્રસન્ન થનાર દેવતા માનવામાં આવે છે. આજના સમયમાં હનુમાનજીની પૂજા કરનાર ભક્તોની સંખ્યા સૌથી વધારે છે. તેમના શરણમાં જવાથી જ ભક્તોના બધાં જ કષ્ટો દૂર થઈ જાય છે.

હંમેશા જોવામાં આવ્યું છે કે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લોકો મંદિરમાં જઈને પોતાની શ્રધ્ધા ભાવથી પૂજા અર્ચના કરે છે. સાથોસાથ ઘરની અંદર પણ હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર રાખે છે. પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની જાણ હશે જ કે મહાબલી હનુમાન જીના અમુક સ્વરૂપને ઘરમાં રાખવા યોગ્ય નથી માનવામાં આવતા. જી હાં, જો તમે હનુમાનજીની આવી તસવીર અથવા મૂર્તિઓ પોતાના ઘરમાં રાખશો તો તેના કારણે ઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે. આજે અમે તમને આ પોસ્ટ ના માધ્યમથી અમુક એવી હનુમાનજીની તસવીરો વિશે જાણકારી આપીશું જેને તને ભૂલીને પણ પોતાના ઘરમાં રાખવી નહીં નહીંતર કષ્ટ મળી શકે છે.

તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે પોતાના ઘરના મંદિરમાં હનુમાનજીની એવી તસવીર અથવા મૂર્તિ ન રાખવી જેમાં તેઓ છાતી ચિરતા દેખાઈ રહ્યા હોય. જે તસવીરમાં હનુમાનજી સંજીવની લઈને આકાશમાં ઊડી રહ્યા હોય એવી તસવીર ને ઘરમાં લગાવવી શુભ માનવામાં નથી આવતી. જો આપણે શાસ્ત્રો અનુસાર જોઇએ તો હંમેશા મહાબલી હનુમાનજીની સ્થિર અવસ્થાની મૂર્તિની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

જે તસવીરમાં બજરંગ બલી પોતાના બંને ખભા પર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી ને બેસાડી રાખ્યા હોય એવી તસવીર ને ઘરમાં ન લગાવવી જોઈએ. પોતાના ઘરમાં મંદિરની અંદર હનુમાનજીની એવી તસવીર લગાવવી જોઇએ જેમાં બજરંગ બલી રાક્ષસોનો સંહાર કરતા દેખાઈ રહ્યા હોય. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે પોતાના ઘરની અંદર હનુમાનજીની લંકા દહન વાળી તસવીર ન લગાવો. જો તમે આ તસવીરને ઘરની અંદર લગાવો છો તો તેના કારણે પારિવારિક સુખ-સમૃદ્ધિ ડહોળાઈ જશે અને ઘર-પરિવારમાં કોઇ ને કોઇ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગશે.

હનુમાનજીના આ સ્વરૂપની તસવીર લગાવવી હોય છે શુભ જો તમે હનુમાનજીની એવી તસવીર પોતાના ઘરમાં લગાવો છો જેમાં તેઓ યુવા અવસ્થામાં પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરેલ છે તો તેને શુભ માનવામાં આવે છે. તમે પોતાના બાળકોના રૂમમાં હનુમાનજીની લંગોટ પહેરેલી તસવીર લગાવો, તેના લીધે તમારા બાળકોના મનમાં અભ્યાસ પ્રત્યે રુચી જાગશે.

જો તમે ઘરમાં હનુમાનજીની એવી તસવીર લગાવો છો જેમાં તેઓ ભગવાન શ્રીરામની સેવા કરતા નજર આવી રહ્યા છે તો તેનાથી ઘર-પરિવારમાં ક્યારે પણ ધનની કમી રહેશે નહીં. જો તમે પોતાના ઘરમાં રામ દરબાર ની તસ્વીર લગાડો છો તો તેનાથી ઘર પરિવારના લોકો વચ્ચે તાલમેલ સારો રહેશે. જો તમે પંચમુખી હનુમાનજી ની તસવીર પોતાના ઘરમાં લગાવો છો તો તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરના તમામ સંકટ સમાપ્ત થઈ જાય છે.

હિંદુ ધર્મમાં લક્ષ્મી માતાને ધનની દેવી કહેવામાં આવે છે. અને દરેક લોકો એવું જ ઇચ્છતા હોય છે કે, તેમની ઉપર હંમેશા ધનની દેવી લક્ષ્મી માતાની કૃપા જળવાયેલી રહે. જેથી એમણે પોતાના જીવનમાં કયારેય ધન સંબંધિત કોઈપણ તકલીફોનો સામનો કરવો નહિ પડે. તેમજ લક્ષ્મી માતાની કૃપા બની રહે એટલા માટે લોકો પોતાના ઘરમાં લક્ષ્મી માતાની મૂર્તિ કે ફોટા જરૂર રાખે છે.

હિંદુ ધર્મના નિયમો અનુસાર આ ધર્મમાં માનવા વાળા દરેક લોકોના ઘરમાં મંદિર જરૂર હોય છે. દરેક ઘરમાં મંદિરનું એક ચોક્કસ સ્થાન જરૂર હોય છે. ભલે નાનુ હોય કે મોટુ હોય પણ ઘરમાં મંદિર જરૂર હોય છે. એમાં લોકો દેવી દેવતાઓની મૂર્તિ કે ફોટા રાખે છે અને એમની નિયમિત પૂજા અર્ચના કરે છે.

આપણા દેશના પ્રાચીન શાસ્ત્રો માંથી એક વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો ઘરમાં દેવી દેવતાઓના ફોટા કે મૂર્તિ મુકવામાં આવે તો તે ઘણું શુભ માનવામાં આવે છે. પણ એના માટે શાસ્ત્રોમાં થોડા નિયમ પણ જણાવવામાં આવ્યા છે. તે નિયમો મુજબ જ દેવી દેવતાઓને સ્થાપિત કરવા જોઈએ. અને જો તમે એવું નથી કરતા તો તમારે લાભની જગ્યાએ નુકશાનનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આ તમામ વાતોનું ધ્યાન રાખવું ઘણું જ જરૂરી છે.

આજે અમે તમને આ લેખના માધ્યમથી ધનની દેવી લક્ષ્મી માતાની મૂર્તિના વિષયમાં જાણકારી આપવાના છીએ, જેથી તમે યોગ્ય ફોટો કે મૂર્તિ સ્થાપિત કરીને તેનો પૂરો ફાયદો મેળવી શકો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ધનની દેવી લક્ષ્મી માતાની થોડીક એવી મૂર્તિઓ હોય છે, જેને તમારા ઘરમાં ન રાખવી જોઈએ. જો તમે એ મૂર્તિઓને રાખો છો તો ઘરમાં અશાંતિ ફેલાયેલી રહે છે. તેની સાથે જ ધનની પણ તંગીનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને તે મૂર્તિ વિષે જણાવીશું.

આવો જાણીએ માતા લક્ષ્મીજીની કઈ મૂર્તિઓ ઘરમાં ન રાખવી જોઈએ.ઘુવડ ઉપર સવાર મૂર્તિ.મિત્રો ઘણા બધા લોકોના ઘરમાં ધનની દેવી લક્ષ્મી માતા ઘુવડ ઉપર સવાર હોય એવી મૂર્તિ કે ફોટા જોવા મળે છે. પરંતુ ઘુવડ ઉપર સવાર લક્ષ્મી દેવી ચંચળતાનું પ્રતિક માનવામાં આવે છે. તે એક સ્થળેથી બીજા સ્થળે આવતા જતા રહે છે. તેનો અર્થ એ છે કે એ એક સ્થળ ઉપર નથી રહેતા તે કારણે તમે ભૂલથી પણ માતા લક્ષ્મીજીની એવી મૂર્તિ તમારા ઘરમાં ન રાખશો, જેમાં તે ઘુવડ ઉપર સવાર હોય નહિ. તો એવા ફોટાને કારણે તમારા ઘરમાં ધન નહી રહે.

ઉભી મૂર્તિ.બીજી એક વાતનું ધ્યાન રહે કે તમારે ઘરમાં લક્ષ્મીજીની એવી મૂર્તિ કે ફોટા ન રાખવા, જેમાં માતા ઉભી સ્થિતિમાં હોય. એવી મૂર્તિ ઘરમાં રાખવી અશુભ ગણવામાં આવે છે. એટલા માટે તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની ઉભી મૂર્તિને બદલે બેઠી રહેલી મૂર્તિ મૂકી શકો છો.

કમળ ઉપર બિરાજમાન મૂર્તિ કે ફોટો રાખવા ગણાય છે શુભ.મિત્રો, જણાવી દઈએ કે જો તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો એવો ફોટો કે મૂર્તિ રાખો છો, જેમાં તે કમળ ઉપર બિરાજમાન હોય છે. તો તે ઘણું જ શુભ માનવામાં આવે છે. તમે તમારા ઘરમાં કમળ ઉપર બિરાજમાન ખુશ મુદ્રામાં માતા લક્ષ્મીજીનો ફોટો લગાવો. તેનાથી ધન, માન સન્માન, પ્રતિષ્ઠા અને સમૃદ્ધી પ્રાપ્ત થાય છે. જો તમારા ઘરમાં લક્ષ્મી માતાની એવી મૂર્તિ કે ફોટો છે જેમાં તે બેસેલા હોય, અને તમે એની પૂજા અર્ચના કરો છો, તો તમારા ગૃહસ્થ જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા બની રહે છે.

જો તમે લોકો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગો છો, તો તમે એમની એવા રૂપમાં પૂજા કરો જેમાં તે ભગવાન વિષ્ણુના ચરણ દબાવી રહ્યા હોય. એનાથી માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થશે. જો તમે લક્ષ્મી માતાની સાથે સાથે ધનના દેવતા કુબેરની પૂજા અર્ચના કરો છો, તો એનાથી તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી બધી મુશ્કેલીઓ દૂર થશે.

જો તમે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મી માતાના એવા ફોટા કે મૂર્તિની પૂજા કરો છો, જેમાં તે ગરુડ પર સવાર છે, તો માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે. આ નિયમોનું પાલન કરવાની સાથે તમારે મહેનત કરવાની તો શરુ જ રાખવાની છે. તમારી મહેનત અને સાથે આ વાતોનું ધ્યાન રાખવાથી તમે જીવનમાં જરૂર સફળતા પ્રાપ્ત રશો.