હાલ આજના સમયમાં બીમારીઓ ઘણું જોર પકડ્યું છે દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારીથી. પીડિત હોઈ છે. એમાં ડાયાબીટીસ,બ્લડ પ્રેશર,શરદી,તાવ,ઉધરસ આ બધું સામાન્ય બની ગયું છે. ખરાબ પ્રદુષણ બહારનું જંક ફૂડ,કોલડ્રિન્ક આ બધાનું સેવન ક્યારેક જોખમી સાબિત થાય છે.એવામાં આ બધાની સારવાર માટે મોંઘી મોંઘી દવાઓ અલગથી કરવી પડે છે.પરંતુ આપણે જાણતા નથી કે આ બધાની મફત સારવાર આપડા રસોડામાં જ છે.જીહા આપણું રસોડું જેમાં દરેક રોગ માટે દરેક નુસ્ખા હાજર છે.
આપણા ઘર-ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલોપેથી દવાઓ કરતાં વધારે અક્સિર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. જેથી આજે અમે તમને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો માટે દાદીમાના પ્રાચીન નુસખાઓ જણાવીશું, જેને અપનાવી તરત જ ફાયદો થશે. તો ચાલો જાણીએ.
ફુદીનાના પાન ચૂસવાથી કે મોઢામાં રાખી ચાવવાથી હેડકી તરત બંધ થાય છે.ગાયના દૂધની સાથે આમળાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી આંખનું તેજ વધે છે.જરૂર પૂરતાં તમાલપત્રને પીસી માથા પર (કપાળ પર) લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે.ભેંસના દૂધમાં સાકર અને એલચી મેળવી ગરમાગરમ દૂધ પીવાથી અનિદ્રામાં લાભ થાય છે.
વાયુ વધી જવાથી ઊલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો-મીઠું મોંમા રાખી ચૂસવાથી ઉલ્ટીમાં રાહત થાય છે.નિયમિત રીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુ:ખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે.
એક ચમચી મેથીના દાણાને બે ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળો. જ્યારે આ પાણી અડધું છૂટી જાય છે, ત્યારે મેથીના દાણાને ગાળીને એક બાજુ મૂકી દો. હવે આ પાણીનું સેવન કરો, તેનાથી કબજિયાતમાં આરામ મળશે.
સાંધાના દુ:ખાવામાં એક ગ્લાસ પાણીમાં લીંબૂ નીચોવીને દિવસમાં 8 થી 10 વાર પીવો,સાંધા પર લીમડાના તેલની હલ્કી માલિશ કરવા પર આરામ મળે છે.દૂધીનો ગૂદો તળિયા પર મસળવાથી તેનીબળતરા શાંત થાય છે.શરીરના કોઈપણ ભાગ કે હાથ-પગમાં બળતરા થતા તરબૂચના છાલટાના સફેદ ભાગમાં કપૂર અને ચંદન ભેળવીને લેપ કરવાથી બળતરા શાંત થાય છે.
ત્રિફળા પાવડરનું સેવન કરવાથી તમારા શરીરમાં ઘણા ફાયદા થાય છે. ઘણા ઘરોમાં, આ પાવડર વૃદ્ધો દ્વારા નિયમિતપણે પીવામાં આવે છે. એક ચમચી ત્રિફલા પાવડર, ત્રણ વિશેષ ઓષધીય ગુણધર્મ ધરાવતા ફળોને પીસીને તૈયાર કરવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.
અળઈઓમાં સરસિયાના તેલમાં પ્રમાણસર પાણી મિસ્ક કરી ફેંટી લો અને અળઈયો પર લગાવો, શીધ્ર આરામ મળશે.માથાનો દુ:ખાવો થતા પર કુણા પાણીમાં આદુ અને લીંબૂનો રસ અને થોડુ મીઠુ નાખીને પીવાથી આરામ મળે છે.બાળકોની ખાંસી ઠીક ન થાય તો વાંસનો એક ટુકડો સળગાવીને ભસ્મને મધ સાથે મિક્સ કરીને ત્રણ-ચારવાર ચટાડવાથી બાળકોની ખાંસી 3-4 દિવસમાં સારી થઈ જાય છે.
ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે.કડવા લીમડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે.જમ્યા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.અજમો અને લસણને સરસિયાના તેલમાં પકાવી એ તેલની માલિશ કરવાથી શરીરના દુ:ખાવા મટે છે.
બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મેળવી વાળના મૂળમાં લગાડી અડધો કલાક રહેવા દઈ વાળ ધોવાં. આ પ્રયોગ નિયમિતરૂપે કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે.દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાંખવા.
આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે.ઘી અને ગોળ સાથે આમળાંના ચૂર્ણની ગોળીઓ બનાવી લેવાથી પેશાબની બળતરા મટે છે.રોજ રાત્રે મધ, લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી, પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે.
ઘણીવાર ખીલ મટી ગયા બાદ પણ તેના ડાઘ ચહેરા પર રહી જાય છે. ફુદીનાના પાનને પીસી લો અને તેમાં ટમાટરનો રસ મેળવો (ધ્યાન રાખો કે મિશ્રણ વધારે પાતળું ના થઇ જાય). આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10થી 15 મિનિટ બાદ ધોઇ લો. તમે ટમાટરને બદલે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.
ફુદીનાના પત્તાને બારીક પીસી લો અને તેમાં ઓટ્સ મેળવીને સ્ક્રબની માફક ઉપયોગ કરો. આ સિવાય છાલવાળી મગની દાળને સૂકવીને પીસી લો અને તેમાં ફુદીનાની પેસ્ટ અને દહીં મેળવો. આ પેકને ચહેરા પર લગાવો, 10 મિનિટ બાદ હળવા હાથે તેને ધોઇ લો.2 કપ ફુદીનાના પાનને 1 લીટર પાણીમાં ડૂબાડીને ઉકાળો. આ પાણી સ્હેજ ઠંડુ થઇ જાય ત્યારે તેમાં થોડીવાર માટે પગ ડૂબાડીને રાખો.
આનાથી પગની શુષ્કતા ઘટશે ઉપરાંત પગની દુર્ગંધથી પણ છૂટકારો મળશે. આ સિવાય ફુદીનાના પાનને પીસીને, ઓલિવ ઓઇલની સાથે મેળવીને પેસ્ટ તૈયાર કરો અને તેને એડીઓ પર લગાવો. અડધા કલાક બાદ તેને ધોઇ લો.ફુદીના, વધતી ઉંમરની નિશાનીઓ માટે પણ કમાલ છે.
ફુદીનાને પીસી લો તેમાં થોડી મુલતાની માટી અને ઇંડાની સફેદીને મેળવીને પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો, સૂકવવા દો પછી ઠંડા પાણીથી ધોઇ લો. ફુદીનાના પાન અને કાચી હળદરને એકસાથે પીસી લો. આ પેસ્ટને સનબર્નવાળી જગ્યાએ લગાવીને 15 મિનિટ માટે છોડી દો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો. ફુદીના સ્કિનને બળતરાંથી રાહત આપશે અને હળદર રંગ નિખારે છે.