નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સુરત શહેરની પરિણીતાને લગ્નના ત્રણ વર્ષ થઇ ચૂક્યા હતા. પરંતુ લગ્નના 3 વર્ષમાં પતિએ તેની સાથે એકવાર પણ શારીરિક સંબંધ બાંધ્યો નહોતો. જેને લઇ પત્નીને શંકા હતી કે કંઇક ખોટું થઇ રહ્યું છે. તે દરમિયાન એક દિવસ પત્ની પતિનો મોબાઈલ વોટ્સઅપ વેબથી કનેક્ટ કર્યો. તે સમયે જે હકીકત સામે આવી તે જોઈને પત્નીના પગ તળેથી જમીન સરકી ગઇ. પરિણીતાને જાણ થઈ કે તેનો પતિ ‘ગે’ છે એટલે કે સમલૈંગિક સંબંધો ધરાવે છે. આ મામલે પરિણીતાએ પતિ સહિત સાસરીયા સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેતી દિવ્યા(નામ બદલ્યું છે)ના લગ્ન 2017માં નવાપુરા વિસ્તારમાં રહેતા યુવાન સાથે થયા હતા. લગ્ન સમયે દિવ્યાના પિતાએ તમામ રીતિરિવાજ નિભાવ્યા હતા અને યોગ્યતા મુજબ દીકરી અને જમાઇને ભેટ આપી હતી. તેમ છતાં લગ્નના બીજા જ દિવસે દિવ્યાને સાસુ-સસરાએ સંભળાવ્યું હતું કે, તેમને દહેજ ઓછું લાગ્યું છે.
દિવ્યાના પિતાએ વેવાઈના કહેવા પ્રમાણે 15 હજારની ફિક્સ ડિપોઝીટ કરાવી આપી હતી. જોકે, સાસુ-સસરા અને બંને નણંદ અને નણદોઈ દિવ્યાને વિના કારણે ભૂલો કાઢી ગમેતેમ બોલાતા હતા. દિવ્યા આ અંગે પતિને જાણ કરતી તો પતિ મારઝૂડ કરતો હતો. તેમ છતાં દિવ્યા મૂંગામોઢે પતિ અને સાસરિયાનો ત્રાસ સહન કરતી હતી.
પરંતુ તેને દુઃખ એ વાતનું હતું કે, લગ્ન બાદ ક્યારેય તેના પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો નહોતો. એટલું જ નહીં, પતિ રાત્રે તેની માતા સાથે સૂતો હતો. તેથી દિવ્યાએ આ મામલે પતિને ટકોર કરી હતી. પતિ કાયમ જણાવતો હતો કે, માતા બીમાર હોવાથી તેની સાથે સૂવું પડશે. સાસરીયાઓના ત્રાસથી કંટાળેલી દિવ્યાએ પિતાને ફોન કરી બોલાવ્યા હતા અને તેની સાથે પિયર આવી ગઈ હતી.
ત્યારબાદ પતિનો મોબાઈલ વોટ્સઅપ વેબથી કનેક્ટ કરેલો હોવાથી તેમાં આવતા મેસેજ વાંચ્યા હતા. આ મેસેજ વાંચતા પરિણીતાને જાણ થઈ હતી કે, તેના પતિ અન્ય પુરૂષો સાથે સંબંધ રાખે છે. એટલે કે પતિ ગે છે અને તેને માત્ર પુરુષો સાથે જ સંબંધ રાખવામાં રસ છે. આ વાત સાસરિયા જાણતા હોવા છતાં તેઓ સંતાન સુખ નહીં આપવાના મુદ્દે પરિણીતાને ત્રાસ આપતા હતા.
એવી વાત પણ સામે આવી છે કે, પતિનો મેડિકલ રિપોર્ટ સારો નહોતો. આ ઉપરાંત તે દિવ્યા સાથે સુવાના બદલે માતાના રૂમમાં સુતો હોવા છતાં સાસરી પક્ષ બાળક ન રહેવા માટે તેને જવાબદાર માનતા હતા. આખરે પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આવીજ બીજી ઘટના માલપુર તાલુકાના ગોવિંદપુર ગામે પરણાવેલી પરણીતાને પતિ સહિત સાસુ,સસરા અને નણંદ સહિતનાઓ દ્વારા મારઝૂડ કરી શારિરીક અને માનસિક ત્રાસ અપાતાં આ ત્રસ્ત મહિલાએ ચાર સાસરીયા વિરૂધ્ધ માલપુર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.માલપુર પોલીસે આ ચારેય સાસરીયા વિરૂધ્ધ ઈન્ડીયન પીનલ કોડની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માલપુર તાલુકાના ભોલા ભાઠોડા ગામની 19 વર્ષિય યુવતીને ભાઈના સાટામાં તાલુકાના ગોવિંદપુર ગામે સામાજિક રીત રીવાજો મુજબ પરણાવાઈ હતી. લગ્ન જીવનના શરૂઆતના બે વર્ષ દરમ્યાન પતિ સહિતના સાસરીયાઓ આ પરણીતાને સારૂ રાખતા હતા. પરંતુ આ મહિલાની કુખે દીકરીએ જન્મ લેતાં જ સાસરીયાઓેએ પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર આ પરણીતાને મારઝૂડ કરી માનસિક અને શારિરીક ત્રાસ અપાતો હતો. આ પરણીતાના સાસુ, નણંદ અને જેઠના દિકરા કે જેઓ એક જ ઘરમાં સૌ સાથે રહેતા હતા. તેઓની ચઢામણીથી પતિ પણ વારંવાર આ પરણીતાને ત્રાસ આપતો હતો.
પાંચ માસ પૂર્વે પતિ મેહુલ ખાંટે આ પરણીતાને ઘરમાંથી કાઢી મૂકી હવે ઘરમાં પગ રાખીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. ધમકીથી ગભરાઈ ઉઠેલ આ પરણીતા તેની બે માસની દિકરીને લઈ પીયરમાં ચાલી ગઈ હતી. સાસરીયાઓના ત્રાસથી આખરે કંટાળી નીરૂબેન મેહુલભાઈ ખાંટે તેના પતિ સાસુ,નણંદ અને જેઠ ના દિકરા વિરૃધ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પરણીતાની ફરીયાદના આધારે માલપુર પોલીસે આરોપી પતિ મેહુલભાઈ જેશાભાઈ ખાંટ, ધનીબેન જેશાભાઈ ખાંટ (સાસુ), જાગૃતિબેન જેશાભાઈ ખાંટ (નણંદ) અને મુકેશભાઈ હિરાભાઈ ખાંટ (જેઠનો દિકરો)નાઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આવીજ બીજી ઘટના બોડકદેવમાં રહેતી એક પરણિતાના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ આપતા પતિ, સાસુ અને નણંદ વિરૃધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પતિ દારૃના નશામાં પત્ની અને બાળકને ઘરમાંથી બહાર કાઢી મુકતા બન્નેને બાકડા પર બેસી રહેવું પડતું હતું.
પત્ની અને પુત્રને રાત્રે બાકડા પર બેસી રહેવું પડતું હતું. વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી આ બનાવની વિગત મુજબ નારોલમાં શ્રીજી બંગ્લોઝમાં રહેતા મિત્તલબહેનના લગ્ન ૨૦૦૬ની સાલમાં બોડકદેવમાં રહેતા રિતેશ સુર્યકાંતભાઈ પટેલ સાથે થયા હતા. ૨૦૧૦માં આ દંપતી બોડકદેવમાં સિંધુભવન રોડ પર જેનોબીયા ફ્લેટમાં રહેવા આવ્યું હતું. લગ્નજીવન દરમિયાન તેમને પુત્રનો જન્મ થયો હતો.
મિત્તલબહેનની ફરિયાદ મુજબ તેમના પતિ શરૃઆતથી તેમના અન્ય પુરૃષ સાથે પ્રેમસંબંધ હોવાનો શક રાખતા હતા. દારૃ અને જુગારની લત ધરાવતો પતિ કોઈ કામ ધંધો કરતો ન હતો.રિતેશ રાત્રે દારૃ પીને ઘરે આવીને મિત્તલબહેન સાથે ઝઘડો કરતો હતો. એટલું જ નહી મિત્તલબહેન અને પુત્રને ઘરમાંથી કાઢી મુકતો હતો આથી બન્નેને ઘરની બહાર ઓટલા પર બેસી રહેવું પડતું હતું. થોડા સમય બાદમાં તે બન્નેને ઘરમાં બોલાવી લેતો હતા. દારૃ અને જુગારની લત ધરાવતો રિતેશ ખોટા વહેમ રાખી પત્ની અને પુત્ર સાથે ઝઘડા કરતો હતો. ઘર ના તુટે તે માટે મિત્તલબહેન બધુ સહન કરતા હતા. તેમના સાસુ ચંદ્રીકાબહેન અને નણંદ તૃષાબહેન રિતેશને ચઢામણી કરતા હતા.
દરમિયાન ૨૦ સપ્ટેમેબરના રોજ સાંજે મિત્તલબહેન તેમના ઘરમાં હતા ત્યારે તેમના પતિએ ફોન કરીને દસ મિનીટમાં ઘર ખાલી કરી તારા બાપને ત્યાં જતી રહેજે નહીતર ઘરે આવીને હાથપગ તોડી નાંખીશ, એવી ધણકી આપી હતી. આથી ગભરાયેલા મિત્તલબહેન પુત્ર સાથે પિતાના નારોલના ઘરે જતા રહ્યા હતા. જોકે રિતેશ દારૃ પીને નારોલ આવ્યો હતો અને મિત્તલબહેનના પિતાને દંદી ગાળો બોલી ધમકી આપવા લાગ્યો હતો. મિત્તલબહેને પોલીસ કંટ્રોલમાં ફોન કરતા રિતેશ ત્યાંથી ભાગી ગયો હતો.