લસણ ડુંગળીનો આ ઉપાય કરવાથી 60 વર્ષ સુધી નહીં રહે વાળની કોઈ સમસ્યા.

આપણા માથા પર વાળ હોવા પણ જરૂરી છે. અને વાળની કિંમત એ લોકો સારી રીતે સમજી શકે છે, જેમના માથા પણ ઓછા વાળ છે, અથવા તો જેમની ટાલ પડી ગઈ છે. એવું કહીએ તો ખોટું ન કહેવાય કે પહેલાના સમયની સરખામણીમાં આજના સમયમાં લોકોમાં વાળને લગતી સમસ્યાઓમાં વધારો થયો છે.

તેમજ વધારે ટેન્શન લેવાને કારણે અને ભોજનમાં જરૂરી ખનીજોની કમીને કારણે, આજકાલ સમય પહેલા જ લોકોના વાળ સફેદ થઇ રહ્યા છે. તો એવામાં આજે અમે તમારા માટે સમય પહેલા થયેલા સફેદ વાળને કાળા કરવા માટે, તેમજ ખરતા વાળને અટકાવવા અને વાળને પાતળા થવાથી રોકવા માટેના રામબાણ નુસખા લઈને આવ્યા છીએ.

આજના સમયમાં વાળ ખરવાની સમસ્યાથી દરેક વ્યક્તિ પરેશાન છે. રાસાયણિક ભરેલા ઉત્પાદનોને અનિયમિત ખાનપાનની આદતોના કારણે વાળની ​​સમસ્યાઓ થવી સામાન્ય છે. વાળ ખરવાની સામાન્ય સમસ્યા બરાબર છે, પરંતુ જો તે વધુ પડતા ખરે તો તે માનસિક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. ખરતા વાળની ​​સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારની ચીજોનો ઉપયોગ કરે છે. ઘણી વાર આ બાબતો સારૂ પરિણામ આપે છે, ઘણી વખત તેનું જોઈતું પરિણામ નથી મળતું.

જો તમને પણ વાળ ખરવા, તૂટવાની સમસ્યા પરેશાન કરી રહી છે તો અમે તમારાં માટે આ ટિપ્સ ઘણી જ કામની છે. આ માટે આપે બજારમાંથી કંઇજ લાવવાની જરૂર નથી. બધી જ વસ્તુઓ તમારા ઘરમાં ઉપલબ્ધ હશે જ. તો નોંધી લો કેવી રીતે બનવાવવું ખરતા વાળ રોકવા માટેનું તેલડુંગળી – 1 પીસ કાપેલી,લસણ- 7-8 કળી,આમળા – 2-3 પીસ કાપેલા તાજા,એરંડાનું તેલ એટલે કે કેસ્ટર ઓઇલ – 1 ચમચી,નાળિયેર તેલ – 2 ટીસ્પૂન

આ તેલનો અઠવાડિયામાં ત્રણ વખત ઉપયોગ કરવાથી વાળ ખરતાં બંધ થશે અને નવા વાળ પણ ઉગશે.
આ તેલ બનાવવા માટે એક બાઉલમાં નાળિયેર અને એરંડાનું તેલ નાખી બરાબર મિક્ષ કરી લો.આ પછી આ તેલમાં લસણ, ડુંગળી અને આમળા નાખીને ઉમેરો.હવે આ મિશ્રણને ધીમા તાપે પર 5 થી 7 મિનિટ સુધી ગરમ કરો.તેલ ઠંડુ થાય એટલે તેને ચાળણી ની મદદથી ચાળવું અને લસણ, ડુંગળી અને આમળા ને અલગ કરો.તેલ વાળ પર લગાવવા માટે તૈયાર છે.

જો શક્ય હોય તો આ તેલનો દરરોજ ઉપયોગ કરો. જો તમે ઇચ્છો, તો તમે આ તેલનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વખત કરી શકો છો. આ તેલના ઉપયોગથી વાળ ખરવામાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે. વળી, આ તેલ એવા લોકોની મદદ કરશે કે જેમણે માથામાંથી વાળ ગુમાવી દીધા છે. આ તેલથી વાળ ખરવાનું તો બંધ થશે જ પરંતુ નવા વાળ પણ ઉગશે.

ખરતા વાળને અટકાવવા માટે તમે જ્યારે પણ તડકામાં નીકળો ત્યારે તમારા વાળને કેપ કે દુપટ્ટાથી ઢાંકી લો. એટલે કે તડકાને તમારા વાળનો સીધો સંપર્ક ન થવા દો.શિયાળાના ઠંડા વાતાવરણના કારણે મહિલાઓ વાળ ધોતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરે છે, તો વાળ ધોતી વખતે ગરમ પાણીનો ઉપયોગ ન કરો. આમ કરવાથી વાળ ખરે છે. જો ઠંડું પાણી અનુકૂળ ન આવે તો જ્યારે પણ વાળ ધુઓ. ત્યારે ઠંડું અને ગરમ પાણી મિક્સ કરીને વાળ ધુઓ.

જેમ જેમ ઋતુઓ બદલે છે તેમ તેમ તેની સાથે માથાના વાળની સમસ્યાઓ પણ બદલાતી જાય છે. હવામાનની ગહેરી અસર આપણી ત્વચા અને માથાની ચામડી ઉપર પણ પડતી હોય છે. પરિણામે ઉનાળામાં, શિયાળામાં કે ચોમાસામાં દર વખતે કોઈ જુદી જ સમસ્યાઓ ઊભી થતી હોય છે. માથામાં થતો ખોડો કે વાળનું ખરવું પણ એક ગંભીર સમસ્યા છે.

આપના માથાના વાળની સમસ્યાનું મૂળ કારણ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી તેને ઉપચાર કઈરીતે કરવું એ પણ નક્કી નથી કરી શકાતું. તેથી આવી તકલીફોને એવી રીતે નિવારવી પડે છે જેથી સ્વાસ્થ્યને નુક્સાન ન થાય અને જડમૂળથી તે તકલીફ પણ આસાનીથી દૂર કરી શકાય. તો જાણી લઈએ એ ઉપચાર જે તદ્દન સરળ છે અને આડઅસર પણ તેના ઉપયોગથી નથી થતી.

માથાના વાળ ધોવા માટે કોઈ જ કેમિકલ યુક્ત શેમ્પૂ કે કંડિશનર વાપરવું ના જોઈએ તેના બદલે શિકાકાઈ અને તેની સાથે અન્ય કુદરતી જ વસ્તુઓને ઉમેરીને બનાવાતું હેર પેક વાપરવું હિતાવહ છે. અને તેને વાપરવું સહેજ જટિલ અને સમય માગી લે તેવું છે, પરંતુ તેનાથી માથાનું સ્કાલ્પ ચોખ્ખું અને નિરોગી થઈ જશે જેથી કોઈજ પ્રકારનું ફંગસ લાગવાનો ડર નહીં રહે અને તમારા વાળ ખરી જઈને ટાલ પડવાનો પણ ડર નહીં રહે.

કુદરતી હેર પેક બનાવાની રીતજરૂરિયાત મુજબ શિકાકાઈનો પાવડર લઈ લેવો તેમાં તેટલા જ પ્રમાણમાં અરીઠાનો પાવડર, હિબિક્સ પાવડર એટલે કે જાસૂદના બીજનો પાવડર અને મેથીના દાણા સરખી માત્રામાં લેવા.આ બધી જ સામગ્રીને જેમાં હિબિક્સ પાવડર સિવાય બધા જ પાવડરને એક સાથે લઈને ભેગા કરવા. એક વાસણમાં બધા પાવડરને રાત આખી સાદા પાણીમાં પલાળી રાખવું.

આ હેરપેક નો ઉપયોગ કઈ રીતે કરવો જે આ પ્રમાણે છે.સિકાકાઈમાંથી બનાવેલ આ હેર ટોનર પેકનું પાણીને વાળમાં છેક તાળવા સુધી લગાવીને દસ મિનિટ સુધી રાખી મૂકવું. વાળને તે કુદરતી વસ્તુઓવાળા પાણીથી એકદમ ચોળ્યા પછી તેને સાદા પાણીથી ધોઈ લેવું.

વાળ ધોયા પછી શેમ્પૂનો ઉપયોગ બિલકુલ ન કરવો. જો તમે ઇચ્છો તો કંડિશનરનો ઉપયોગ કરી શકો છો.આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો. આ રીતે તમારા વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ જડમૂળથી દૂર થઈ જશે.

આ હેર પેક સિવાય તમે અન્ય ઉપાયો પણ કરી શકો છો..ઓફિસમાં તમારી જાતને સક્રિય રાખવા માટે તમારે કોફીનો આશરો લેવો પડશે.તે થાક દૂર કરીને આપણા શરીરને તાજું રાખવામાં મદદ કરે છે.પરંતુ શું તમે જાણો છો કે કોફી આપણા વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે.કોફીમાં હાજર કેફીન વાળને વધારવામાં મIદદ કરે છે.ચાલો જાણીએ કે વાળ ઉગાડવા માટે કોફીનો ઉપયોગ કેવી રીતે કરવો.

વાળ સારા દેખાવા માટે કોફી પાવડર અને ઓલિવ તેલની જરૂર રહેશે.આ માટે પ્રથમ બાઉલમાં 50 મિલી ઓલિવ તેલ લો.હવે કોફી પાવડર નાખી બરાબર મિક્ષ કરી લો.તેને સારી રીતે મિક્સ કર્યા પછી 5 મિનિટ માટે રહેવા દો 5 મિનિટ પછી ધીમા તાપે એક કડાઈમાં પકાવો.હવે ગેસ બંધ કરો અને ઠંડુ થવા દો.હવે તેને વિસર્જન કરો અને બોટલમાં ભરો.તમારું તેલ તૈયાર છે.હવે વાળ ધોતા પહેલા અઠવાડિયામાં બેથી ત્રણ વાર માથાની ચામડીમાં સારી રીતે મસાજ કરો.

વાળમાં એલોવેરા જેલ લગાવવાથી વાળ ખરતા અને સફેદ થતા બંધ થઈ જાય છે. એના માટે એલોવેરા જેલમાં લીંબુનોરસ નાખી પેસ્ટ બનાવો અને એને વાળમાં લગાવો.વર્ષોથી ભૂંગરાજ અને અશ્વગંધાના મૂળ વાળ માટે વરદાન માનવામાં આવે છે, તો એ બંનેની પેસ્ટ બનાવીને નારિયેળતેલમાં મિક્સ કરી વાળના મૂળમાં એક કલાક માટે લગાવો. પછી વાળને નવશેકા પાણીથી સારી રીતે ધોઈ નાખો. એનાથીવાળની કંડિશનિંગ પણ થશે અને વાળ કાળા પણ થશે.

જો તમારા વાળ પણ સફેદ થઈ રહ્યા છે, તો નારિયેળના તેલમાં થોડા ટીપા લીંબુનો રસ ભેળવી લો અને આ તેલથી માથાપર માલિશ કરો. તમારા વાળ કાળા પણ થશે અને એમાં ચમક પણ આવી જશે. નાળિયેર તેલ અને લીંબુ બંને વાળમાટે ખૂબજ સારા છે.

તે વાળના પિગમેન્ટ સેલ્સની રક્ષા કરે છે અને વાળને કાળા બનાવે છે.વાળને સફેદ થતાં અટકાવવા અને ચમકદાર બનાવવા માટે મેંદી અને દહીંને બરાબર માત્રામાં મિક્સ કરીપેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને વાળમાં લગાવો. આ ઘરેલુ ઉપચારને અઠવાડિયામાં એક વાર લગાવવાથી વાળ કાળાથવા લાગશે.

બ્લેક ટી અને કોફીના ઉપયોગથી અસરકારક પરિણામ મળે છે. સફેદ થઈ ગયેલા વાળને જો કાળી ચા કેકોફીના અર્કથી ધોવામાં આવે, તો સફેદ થતા વાળ પાછા કાળા થવા લાગે છે.આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરવો.સફેદ વાળ માટે મીઠો લીમડો પણ ખૂબજ ગુણકારી છે. સ્નાન કરતા પહેલા મીઠો લીમડો પાણીમાં મૂકીદો, અને એક કલાક પછી એ પાણીથી માથું ધોઈ લો અથવા લીમડાના પાંદડાને કાપી ગરમ નારિયેળ તેલમાં મિક્સ કરીમાથા પર લગાવો. એનાથી પણ લાભ થશે.

વાળને પોષણ આપવા માટે દહીંનો ઉપયોગ પણ ઉત્તમ માર્ગ છે. આ માટે વાળ ધોતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું. તમે ઇચ્છો તો તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. દહીંને વાળમાં સારી રીતે લગાવી સૂકાવા દો. આનાથી વાળમાં ચમક આવશે અને તેમાં જીવ જળવાઇ રહેશે.

ઈંડા ખાવાથી જ તમારા સ્વાસ્થ્યને લાભ મળે છે એ જ રીતે ઈંડુ વાળને પણ પોષણ આપે છે. વાળ ધોવાના એક કલાક પહેલા તમે ઈંડાને વાળમાં લગાવો. તમે ઇચ્છો તો ઈંડામાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો કે ઉપર જણાવ્યું તે પ્રમાણે મહેંદી ઉમેરી શકો છો.

વાળમાં જીવ ફૂંકવા માટે તેમાં તેલની માલિશ કરવી પણ જરૂરી છે. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર એક કલાક સુધી વાળની સારી રીતે માલિશ કરો અને સ્કાલ્પ પર હલકા હાથે તેલ લગાવો જેથી વાળના મૂળ સુધી તેલ પહોંચી શકે.આ સિવાય તમારે તમારા આહારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ખાવા-પીવાની ઉણપથી પણ તમારા વાળ ખરી શકે છે. તણાવથી દૂર રહો અને ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન પણ ન કરો. વિટામિનન ડી ભરપુર માત્રામાં લો.