દરેક વ્યક્તિ પૈસાદાર બનવાની આશા રાખે છે, દરેક વ્યક્તિની એ ઈચ્છા હોય છે કે તે વહેલામાં વહેલા શ્રીમંત બની શકે, પરંતુ વિચારવાથી કાંઈ થતું નથી, તેના માટે સખત મહેનત પણ કરવી પડે છે, આમ તો મહેનત તો બધા લોકો કરે છે પરંતુ તેમને પોતાની મહેનતના પ્રમાણમાં ફળની પ્રાપ્તિ થઇ શકતી નથી.
એટલી મહેનત કરવા છતાંપણ તેમને ધન કમાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એવી સ્થિતિમાં દરેક એવું વિચારે છે કે જો તેને કોઈ ઉપાય મળી જાય, તો તે વહેલામાં વહેલી તકે ધનવાન બની જાય, ઘણા લોકો એવા હોય છે. જે સાચા રસ્તા ઉપર ચાલીને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે, અને અમુક લોકો એવા પણ હોય છે. જે ખોટા રસ્તા અપનાવી લે છે.
જો તમે પણ પૈસાદાર બનવાની ઈચ્છા ધરાવો છો તો તેના માટે તમે શાસ્ત્રોમાં દર્શાવેલા ઉપાયોને અપનાવી શકો છો, ખાસ કરીને શાસ્ત્રોમાં ધનમાં વધારો કરવાના ઘણા બધા મંત્ર, સૂક્ત પાઠ અને ઉપાયો વિષે જણાવવામાં આવ્યું છે, જે તમારા જીવનમાં ઘણું કામ આવી શકે છે, પરંતુ તમે આ ઉપાયો અપનાવો છો, તો તેનાથી તમે તમારા જીવનમાં સતત પ્રગતી પ્રાપ્ત કરશો અને ધન કમાવાના રસ્તામાં જે પણ અડચણો ઉભી થઇ રહી છે. તેમાંથી છુટકારો પ્રાપ્ત થશે.
હિન્દૂ માન્યતા અનુસાર મા લક્ષ્મી ધનની દેવી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થઈ ગયો તો તે વ્યક્તિને ક્યારેય ધનની ક્યારેય કમી વર્તાતી નથી. આજના સમયમાં માત્ર પૈસા કમાવવું જ જરૂરી નતી, જો તમારા ઘરમાં લક્ષ્મીજી આવી પણ ગયા તો તેને બચાવવી ખૂબ જરૂરી છે.
તમે ધન મેળવવા માટે ખૂબ મંત્ર અપનાવ્યા હશે, પરંતુ શું તમે જાણો છો કે ધન સંચય માટે પણ એક મંત્ર છે. આ મંત્રના જાપથી માત્ર તમારા પૈસા જ નહીં બચે, પરંતુ તમારા ઘરમાં આવી રહેલી લક્ષ્મી પણ બેગણી થઈ જશે.
ધનનો અભાવ એવી સમસ્યા છે જેમાં ફસાયેલી વ્યક્તિ કોઈપણ અનર્થ કરી શકે છે. જો જીવનયાપન કરવા માટે પૂરતા પ્રમાણમાં ધન વ્યક્તિ પાસે ન હોય તો તે ન કરવાના કામ કરીને પણ ધન કમાવાની લાલચમાં આવી જાય છે અને પાપના માર્ગે ચાલવા લાગે છે. આવા માર્ગ પર ચાલનાર ક્ષણિક લાભ મેળવે તો પણ તેનું પરિણામ તો ખરાબ જ આવે છે. પરંતુ આપણે અહીં વાત એવા ઉપાયની કરવાની છે જે કોઈપણ જાતકને પતનના માર્ગેથી પણ પરત લાવી શકે છે. જી હાં શિવરાત્રિ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે તમે પણ આ ઉપાયનો લાભ લઈ શકો છો.
ભગવાન ભોળાનાથ ભક્તોની પીડા હરવા માટે તત્પર રહે છે. તેમની ભક્તિ શ્રદ્ધાથી કરનારને તેનું ફળ અચૂક મળે છે. તો આ વર્ષે શિવરાત્રિ માત્ર ઉપવાસ અને શિવપૂજા કરીને નહીં પણ એક શુભ શરૂઆત કરીને ઉજવો. આ શુભ શરૂઆત છે દારિદ્રત દહન સ્તોત્રનો પાઠ. આ પાઠ નિયમિત રીતે બોલવાથી ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ રહે છે અને દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે. એટલા માટે જ આ સ્તોત્રને દારિદ્ર દહન સ્તોત્ર કહેવામાં આવે છે. આમ તો આ પાઠ કરવાની શરૂઆત કોઈપણ વારથી તમે કરી શકો છો પરંતુ મહાશિવરાત્રિનો પર્વ આવે જ છે તો તે દિવસથી જ કરજો આ શુભ શરૂઆત જેથી શિવકૃપાથી તમારા જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ ટકી રહેશે.
શુક્રવારની સાંજે સ્નાન કરીને સાફ કપડાં પહેરી લો. ત્યારબાદ સાફ લાલ રેશમી કપડા પર લક્ષ્મી માતાની કમલ પર બેસેલી પ્રતિમા અથવા તો તસવીર સ્થાપિત કરો.દેવીને પ્રસન્ન કરવા માટે લાલ ફૂલ અને પુજાની અન્ય સામગ્રી જેવી કે ચંદન, અબીર, ગુલાલ, ચોખા જેવું માતા લક્ષ્મીને અર્પિત કરો.પુજા કર્યા બાદ ખીરનો ભોગ લગાવોપુજા કર્યા બાદ કમર કાકડીની માળા લઈને નીચે લખેલા મંત્રનો જાપ કરો.ઓમ કમલવાસિન્યૈ નમ.આ મંત્રની સાથે દરેક શુક્રવારે ઓછામાં ઓછી 11 માળાનો જાપ કરો.જો તમે વિવાહિત છો તો તમારા જીવનસાથીની સાથે બેસીને પુજા કરો, તેનાથી ફળ બેગણું મળશે.દર શુક્રવારે આ માળાનો જાપ કરવાથી ધનની પ્રાપ્તિ થવા લાગશે અને નોકરી-વેપારના જે માધ્યમથી પૈસા આવી રહ્યા છે તેમાં વૃદ્ધિ થશે.જો આ મંત્રનો જાપ પૂર્ણિમા અને અમાસે કરવામાં આવે તો તમને ઘનવાન બનતા કોઈ રોકી શકે તેમ નથી.
સવારે જેવી તમારી આંખો ખુલે, તમે તમારા પથારી પર બેસી જાવ. ધ્યાનમાં રાખો કે તમારું મોં પૂર્વ દિશામાં હોવું જોઈએ. હવે તમારા બંને હાથ જોડો અને મા લક્ષ્મીનું ધ્યાન કરો. તે પછી આ મંત્રનો જાપ કરો ॐ ह्रीं श्रीं क्लीं अर्ह नम: महालक्ष्म्यै, धरणेंद्र पद्मावती सहिते हूं श्री नम:તમારે આ મંત્રનો 3 વાર જાપ કરવો પડશે. આ સમય દરમિયાન લક્ષ્મીજીને યાદ કરવા પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. જો શક્ય હોય તો શયન ખંડમાં લક્ષ્મી દેવીની મૂર્તિ પણ સ્થાપિત કરી શકો છો. જો કે આ જરૂરી નથી. તમે તમારી આંખોથી તેમનું ધ્યાન પણ કરી શકો છો.આ મંત્રનો જાપ કરવા ઉપરાંત તમે શુક્રવારે માતાના નામના વ્રત રાખો. તેમજ લક્ષ્મીજીના સવાર-સાંજ ઘીના દીવાથી આરતી કરો. આ સમય દરમિયાન તમે માતાની સામે તમારા મનની ઇચ્છાને જાહેર કરી શકો છો. જો તમને પૈસાથી સંબંધિત કોઈ સમસ્યા છે, તો તેને માતાની સામે રાખો. માતા લક્ષ્મી નિશ્ચિતરૂપે તમારી મનોકામના પૂર્ણ કરશે.
જેમ કે તમે બધા લોકો જાણો છો કે ધનની દેવી માતા લક્ષ્મીજીને કહેવામાં આવે છે, જો ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ ઉપર જળવાઈ રહે તો તે વ્યક્તિના જીવનમાં ધન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે અને તે વ્યક્તિના જીવનમાં હંમેશા ધન દોલતમાં વધારો થતો રહે છે, શાસ્ત્રોમાં તે વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે ઘરમાં માતા લક્ષ્મીજીના શ્રી સૂક્તના પાઠ થાય છે, તે ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજી વાસ કરે છે, જે ઘરમાં શ્રી સૂક્તના પાઠ સવાર સાંજ કરવામાં આવે છે, તે ઘરમાં ક્યારે પણ ધનનો અભાવ રહેતો નથી અને ન તો ધનના અભાવને કારણે કોઈ પણ કાર્ય અટકે છે.
જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માગો છો? તો તેના માટે કુબેર દેવતાનો સિદ્ધી મંત્ર मंत्र “ॐ श्री ॐ ह्रीं श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नम:।”ના જાપ કરો, જો તમે આ મંત્રના નિયમિત રીતે જાપ કરો છો, તો તેનાથી ધનની આવક વધે છે.જો તમે તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓને લઈને વધુ દુઃખી રહો છો? તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે કુબેર દેવતાનો એક નાનો એવો મંત્ર “ॐ वैश्रवणाय स्वाहा:” ના જાપ કરી શકો છો, આ મંત્ર ઘણો જ પ્રભાવશાળી માનવામાં આવે છે, જો તમે આ મંત્રનો નિયમિત રીતે ૧૦૮ વખત જાપ કરશો, તો તેનાથી ધન પ્રાપ્તિના રસ્તામાં આવી રહેલી અડચણો દુર થશે અને તમને તમારા જીવનમાંથી આર્થિક તકલીફો માંથી રાહત મળશે.