મંદિરમાં જવાના પણ છે અનેક ફાયદા, આ એક વાત વિશે તો તમે ભાગ્યજ જાણતાં હશો…..

મંદિર એક પવિત્ર સ્થળ જ નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે આસ્થાનુ કેન્દ્ર હોય છે. એટલા માટે જ તો મંદિરની નજીકથી પસાર થતી વખતે પણ દરકે વ્યક્તિ એકવાર તો માથું નમાવે જ છે. સામાન્ય રીતે તો દરેક વ્યક્તિ મંદિર ભગવાનના દર્શન અને મનોકામનાની પૂર્તિની પ્રાર્થના કરવા માટે જ જતાં હોય છે.હિન્દુ ધર્મમાં, મંદિરને એક ખૂબ મોટો ભાગ માનવામાં આવે છે, દેશભરમાં આસ્થામાં વિશ્વાસ ધરાવતા લોકોની કોઈ કમી નથી, ભક્તિ અને શ્રદ્ધાને કારણે જ લોકો મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે જાય છે, ગરીબ હોય કે શ્રીમંત, બધા મંદિરોની અંદર પોતાનું માથુ નમાવીને ભગવાનને નમસ્કાર કરે છે, મોટાભાગના લોકો ભગવાનના દર્શન કરીને તેમની માનતા માને છે.

Advertisement

તમારામાંના ઘણા લોકો એવા હશે જે નિયમિતપણે મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. દેશમાં સદીઓથી જ મંદિરમાં ભગવાનના દર્શન કરવાની પરંપરા ચાલતી આવે છે, જેને લોકો આજે પણ નિભાવી રહ્યા છે, પરંતુ શું તમે લોકો જાણો છો કે મંદિરે જવાથી તમને શું ફાયદો થાય છે?

મંદિર એક એવું સ્થાન છે, જ્યાં જઈને માનસિક શાંતિ મળે છે અને વ્યક્તિને એક અદભૂત શક્તિનો અનુભવ થાય છે, મંદિર જવાનું ધાર્મિક કારણ સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ ગણાવવામાં આવે છે, જેના વિશે ઘણા ઓછા લોકો હશે જે જાણતા હશે. આજે અમે તમને મંદિરે જવાના ચમત્કારિક ફાયદા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, એ જાણ્યા પછી કે તમે પણ મંદિરે જવાનું શરૂ કરી દેશો.

મંદિરે જવાના આશ્ચર્યજનક ફાયદાવ્યક્તિને ભગવાન ઉપર વિશ્વાસ હોય છે, જેના કારણે તે મંદિરે જાય છે, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે મંદિરમાં પ્રવેશતા પહેલા આપણે આપણા પગરખાં અને ચંપલ બહાર ઉતારીને જઈએ છીએ અને ઉઘાડા પગે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ, જ્યારે આપણે મંદિરની અંદર ઉઘાડા પગે ચાલીએ છીએ અને ભગવાનની આસપાસ પરિક્રમા કરીએ છીએ ત્યારે આપણા પગમાં રહેલા પ્રેશર પોઇન્ટ ઉપર દબાણ પડે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ થઇ જાય છે, મંદિરની અંદર ઉઘાડા પગે જવાથી સકારાત્મક ઉર્જા પગ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે.

મંદિરનું નિર્માણ વૈજ્ઞાનિક રીતે થતું હોય છે. મંદિર એવી રીતે બનાવાય છે કે જ્યાં શાંતિ અને દિવ્યતા ઉત્પન્ન થાય છે. મંદિરમાં મૂર્તિની સ્થાપના હંમેશા ગુંબજની નીચે કરવામાં આવે છે, જે ધ્વનિ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી બનાવાય છે. ગુંબજને કારણે મંદિરમાં થતા મંત્રોચ્ચારનો સ્વર ગુંજે છે અને મંદિરમાં આવેલી દરેક વ્યકિતને પ્રભાવિત કરે છે. ગુંબજ અને મૂર્તિનું મધ્યબિંદુ એક હોવાથી મૂર્તિમાં નિરંતર ઉર્જા પ્રવાહિત થાય છે. એટલા માટે જ જ્યારે મૂર્તિને સ્પર્શ કરી તેની સામે માથું નમાવીએ છીએ ત્યારે તે સકારાત્મક ઉર્જા આપણી અંદર પણ પ્રવાહિત થાય છે. તેનાથી આપણી અંદર શક્તિ, ઉત્સાહનો સંચાર થાય છે.

મંદિરની પવિત્રતા પણ આપણાં અંતરમનને પ્રભાવિત કરે છે. વ્યક્તિને પોતાની અંદર અને બહાર પવિત્રતા રાખવાની પ્રેરણા મંદિર આપે છે. મંદિરમાં વગાડવામાં આવતો શંખ અને ઘંટનો અવાજ પણ વાતાવરણમાંથી નકારાત્મકતાને દૂર કરે છે. તમે દરેક દર્શનાર્થીને ઘંટ વગાડીને મંદિરમાં પ્રવેશ કરતાં જોયા હશે. ઘંટનો અવાજ દેવમૂર્તિને જાગૃત કરે છે, જેથી તે આપણી પ્રાર્થના સાંભળી શકે.

જ્યારે આપણે મંદિરે જઈએ છીએ અને મંદિરમાં રહેલા ભગવાનની મૂર્તિની સામે ઉભા રહીને આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે તેનાથી આપણા મગજના ખાસ ભાગ ઉપર દબાણ પડવા લાગે છે, જેથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં વધારો થાય છે.મંદિરમાં સ્થાપિત દેવ પ્રતિમા આપણી આસ્થા અને વિશ્વાસ છે. મૂર્તિની સામે બેસી હાથ જોડી, આંખ બંધ કરી એકાગ્ર થઈએ છીએ. આ એકાગ્રતા જ વ્યક્તિને ભગવાન સાથે એકાકાર કરે છે. તે સમય આપણે આપણી અંદર જ ઈશ્વરની ઉપસ્થિતિની અનુભૂતી કરાવે છે. આવી રીતે જ એકાગ્ર થઈ ચિંતન-મનન કરવાથી દરેક સમસ્યાઓનું સમાધાન મળી શકે છે.

મંદિરમાં જયારે ભક્ત ભગવાનના દર્શન કરવા જાય છે, ત્યારે તે મંદિરમાં રહેલા ઘંટ વગાડે છે, જેનો અવાજ ભક્તોના કાનમાં ગુંજવા લાગે છે, પરંતુ ઘંટના આ અવાજથી આપણા શરીરના કેટલાક ભાગો સક્રિય થવા લાગે છે, જેનાથી આપણી ઉર્જાનું સ્તર વધવા લાગે છે.મંદિરની અંદર ભગવાનની આરતી કરવામાં આવે છે, આરતી આપણી મગજની પ્રવૃત્તિ યોગ્ય કરે છે અને તાણ પણ દૂર થઇ જાય છે, આ સિવાય મંદિરમાં હવન જેવા કાર્ય થતા રહે છે, હવનમાંથી નીકળતો ધુમાડો બેક્ટેરિયાને મારી નાખે છે. અને તેનાથી વાયરલ ચેપનું જોખમ પણ દુર થઇ જાય છે.

જ્યારે આપણે મંદિરે જઇએ છીએ ત્યારે ભગવાનના દર્શન કર્યા પછી, કપાળ ઉપર તિલક લગાવીએ છીએ, જ્યારે કપાળ ઉપર તિલક લગાવતા હોઈએ છીએ, ત્યારે આપણા મગજના કોઈ ખાસ ભાગ ઉપર દબાણ પડે છે, જેનાથી આપણી એકાગ્રતા વધે છે.મંદિરની અંદર, ભક્તો તાળીઓ વગાડે છે, તાળીઓ વગાડવાથી આપણા શરીરના જુદા જુદા ભાગો યોગ્ય રીતે કાર્ય કરે છે, તેનાથી આપણી આંતરિક શક્તિ પણ મજબૂત બને છે.

Advertisement