નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સોશિયલ મીડિયા પર એવા તર્ક સાથે કહેવામાં આવે છે કે પીરિયડ્સ દરમિયાન અપવિત્ર થઇ જાય છે આથી રસોડામાં જવું ન જોઇએ. જમીન પર સૂવુ, કોઇ વસ્તુને ટચ કરવી નહીં. કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું કે વડીલોએ નિયમ બનાવ્યા છે તો કંઇક સમજી વિચારીને જ બનાવ્યા હશે. પરંતુ વર્ષો પહેલા સેનેટરી પેડ્સ, સાબુ-શેમ્પુની સુવિધા ન હતી. પરંતુ આજના જમાનામાં બાથરૂમ અને સેનેટરી પેડ્સની સુવિધા પણ છે.
હાથ ધોવા માટે સાબુ અને સેનિટાઇઝર પણ છે. તો વર્ષો જુની ગેરસમજણને બદલવાની હવે જરૂર નથી ? હકિકતમાં આજના યુગમાં જરૂર છે સેનેટરી પેડ્સને લઇને જાગૃતતા ફેલાવવાની. સરકારી હોસ્પિટલોમાં કોન્ડોમ અને ગર્ભ નિરોધક દવા ફ્રીમાં મળે છે તો સેનેટરી પેડ્સ પણ ફ્રી ન આપવા જોઇએ? એક હિન્દી વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે પીરિયડ્સ સાથે જોડાયેલી ખોટી માન્યતાઓ આજે પણ લોકોમાં જોવા મળે છે.
વાળ ન ધોવા. અવાર નવાર યુવતીઓને કહેવામાં આવે છે કે પીરિયડ્સના પહેલા બે દિવસ વાળ ધોવા ન જોઇએ. આ પ્રકારની વાતનો કોઇ આધાર નથી. તેનાથી ઉલ્ટું ગરમ પાણીથી સ્નાન કરવાથી પીરિયડ્સના દુખાવાથી રાહત પણ મળે છે.સ્નાન ન કરવું. જે જમાનામાં આ નિયમ બન્યો હશે ત્યારે બાથરૂમની સુવિધા ન હતી. જેથી જે નહેરમાંથી પીવાનું પાણી ભરવામાં આવતું હોય ત્યાં સ્નાન કરવાથી પાણી દુષિત થવાની શક્યતા રહેતી પરંતુ આજે મહિલાઓના સ્નાન કરવાથી કોઇ સમસ્યા દેખાતી નથી.
ઉલટાનું ટેમ્પોઝ લગાવી મહિલા સ્વિમિંગ પણ કરી શકે છે. અથાણાને અડવું નહીં. આ કંઇક એવો નિયમ છે જેમ કે નાના બાળકોને ડરાવવું હોય તો કહી દેવામાં આવે છે કે આ વાત નહીં માનો તો ભૂત પકડીને લઇ જશે. પીરિયડ્સ દરમિયાન હોર્મોન વધુ સક્રિય હોય છે. મસાલેદાર વાનગી ખાવાથી હોર્મોન્સના સંતુલનમાં થોડી ગડબડ થઇ શકે છે પરંતુ અથાણાની બોટલને હાથ ન લગાવવો એ નિયમ ખોટો છે.
અથાણાને અડવાથી અથાણાને કોઇ નુકશાની થશે નહીં. પાપડથી દૂર રહેવું. જે લોકો તમને તમને પીરિયડ્સ દરમિયાન પાપડથી દૂર રહેવાની સલાહ આપે તો તેની સામે જ એક ટેસ્ટ કરી દેખાડી દેવો. કારણ કે તમારા અડવાથી પાપડનો કોઇ રંગ બદલી નહીં જાય અને ન તો પાપડ ખરાબ થઇ જશે.સેક્સ તો કરવું જ નહીં. પીરિયડ્સના શરૂઆતના દિવસોમાં શરીરમાં નબળાઇનો અનુભવ થાય છે.
આથી આરામ કરવો જરૂરી છે. આ ન કરવું કે તે ન કરવું પરંતુ આરામનો તો તર્ક સમજમાં આવી જાય એટલે આરામ કરવો. પરંતુ પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાથી તમારા પાર્ટનરની મર્દાનગી છીનવાઇ જશે તો આ વાખ એકદમ ખોટી છે. હા, પીરિયડ્સ દરમિયાન લોહીના સંપર્કમાં આવવાથી બીમારી ફેલાવાની શક્યતા વધી જાય છે પરંતુ જો મહિલા-પુરુષ બંને સ્વસ્થ હોય તો સેક્સ કરવામાં કોઇ વાંધ નથી.
રસોડામાં જ જવું જ નહીં. પીરિયડ્સ દરમિયાન રસોઇ બનાવી વર્જિત માનવામાં આવે છે. તો તમને જણાવી દઉ કે જ્યાં લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હોય ત્યાં પીરિયડ્સ દમરિયાન તમારી જગ્યાએ બીજું કોઇ રસોઇ બનાવી લેશે પરંતુ એવા લાખો-કરોડો પરિવાર છે જ્યાં પતિ-પત્ની બે જ હોય. તો ત્યાં રસોઇ બનાવવાથી કોઇ દુષિત નહીં થતું હોય એટલે આ ગેરસમજણ પણ ભૂલી જ જવી.ઘરની પણ બહાર.
આ તો ખોટી માન્યતાની હદ થઇ જાય છે. જ્યાં મહિલાઓને પોતાના બેડ, પોતાના રૂમમાં પણ સૂવા દેવામાં આવતી ન હોય તેનો માત્ર એક જ ફાયદો છે કે રાતે સૂતી વખતે ભૂલથી જ પણ બેડ પર ડાઘ ન થઇ જાય અને જો ડાઘ થાય તો ગાદલું ધોવડાવવું પડે પરંતુ મહિલાઓને જે તકલીફ થાય એનું શું ? કાળા જાદુવાળું લોહી. એવી પણ એક માન્યતા છે કે પીરિયડ્સનું લોહી નાપાક હોય છે. આ લોહી એટલું ખતરનાક હોય છે કે તેનો ઉપયોગ કાળા જાદુમાં પણ ઉપયોગમાં કહેવામાં આવે છે.
આ પ્રકારની માન્યતાઓ આજે પણ અનેક ગામડાઓમાં લોકો વિશ્વાસ કરી રહ્યાં છે. પરંતુ આજે 21મી સદીમાં આ પ્રકારના અંધવિશ્વાસથી દૂર રહેવું જોઇએ. છોડને પાણી ન આપવું. ચાર દિવસ માટે મહિલાઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવે છે. ત્યાં સુધી કે તેના અડવાથી અનેક વસ્તુ ખરાબ થઇ જાય છે. એવું કેવી રીતે શક્ય છે કે છોડને પાણી પાવાથી તે મૂરજાઇ જાય ? પીરીયડ્સના દિવસો માં બોડી પેન (શરીર દુખવું) થવું એક સામાન્ય પરેશાની છે. પરંતુ એની સાથે જ ઘણી બધી મહિલાઓ ના વ્યવહાર માં ઘણા બદલાવ જોવા મળે છે.
તે ચીડિયાપણું, ગુસ્સો, તનાવ, થકાવટ વગેરે ફિલ કરે છે, કારણ કે આ દિવસો માં એને અસહનીય દુખાવો થતો હોય છે.એની સાથે જ ઉલ્ટી થવી, થકાવટ, માથાનો દુખાવો, ગેસ બનવો, વજન થોડો વધી જવો અને મોં સુકાઈ જવું વગેરે લક્ષણો નો પણ સામનો કરવો પડે છે. પરંતુ ૩૫ ટકા મહિલાઓ માં આ પ્રકાર ના લક્ષણ જોવા મળતા નથી. એક્સપર્ટ મુજબ આ પ્રોબ્લેમ સાઇકોલોજિકલ પણ હોય છે, કારણ કે આ સમયે હોર્મોન્સ ના સ્તર માં ઉતાર ચડાવ હોવા ના કારણે મહિલાઓ ને અલગ અલગ પ્રકારનું ફિલ થાય છે.
આ કારણે અમુક મહિલાઓ ને પેટ માં ગેસ બનવો અને અમુક ને ઉલ્ટી થવી જેવું ફિલ થાય છે. એવા સમયે તમે આ ટીપ્સ ને ફોલોવ કરી શકો છો, જેનાથી ઘણી રાહત મળશે. પીરીયડ્સ ના દિવસો માં બોડી ને ફીટ એન્ડ ફાઈન રાખવા માટે પાણીને ભારે પ્રમાણ માં પીવું જોઈએ. એ સિવાય તમે ઈચ્છો તો એમની પસંદ મુજબ જ્યુસ અથવા સૂપ પણ પીઈ શકો છો. એનાથી પેટ ની સારી સફાઈ થશે અને ગેસ બનવાની પરેશાની માંથી રાહત મળશે. સુકો મેવામાં વધારે પ્રમાણ માં વિટામીન રહેલા હોય છે. એવામાં એના સેવન થી માસિક સ્ત્રાવ ના દુખાવા ને રોકવા માં મુખ્ય ભૂમિકા ભજવે છે. એની સાથે જ પીરીયડ્સ ના સમયે થનારી પરેશાનીઓ માંથી છુટકારો મળે છે.
આ સમય દરમિયાન તમારા ખોરાક નું ખાસ ધ્યાન રાખવાની જરૂરત હોય છે. શરીર ને યોગ્ય રાખવા માટે દરરોજ ખાસ કરીને પીરીયડ્સ ના દિવસો માં લીલા શાકભાજી અને તાજા ફળો નું સેવન કરવું જોઈએ. ફળો માં મુખ્ય રૂપથી કીવી, સ્ટ્રોબેરી, તરબૂચ વગેરે જેમાં વિટામીન સી અને ફાઈબર ભરપુર માત્રા માં હોય એવી વસ્તુ ખાવી. ચોકલેટ એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ને ખાવી પસંદ હોય છે. એને ખાવાથી શરીર ને એનર્જી મળવાની સાથે મૂડ સારો બનાવી રાખવા માં મદદ મળે છે. આ ગુસ્સા ને શાંત કરીને ખુશ બનાવી રાખવાનું કામ કરે છે.
પીરીયડ્સ ના દિવસો માં વધારે ફેટ અને શુગર વાળી વસ્તુ નું સેવન કરવાથી સાવચેતી રાખવી જોઈએ. આ વસ્તુ નું સેવન કરવાથી ગેસ ની સમસ્યા નો સામનો કરવો પડી શકે છે. સાથે જ શરીર માં થકાવટ જેવું ફિલ થાય છે. પીરીયડ્સ દરમિયાન શરીર માં ઘણી કમજોરી મહેસુસ થાય છે. એટલા માટે થોડી વાર માટે શાંતિ થી બેસવું જેથી માંસપેશીઓ ને આરામ મળી શકે.