જ્યારે બાળકે વાંધાજનક સ્થિતિમાં જોયુ એવું કે પ્રેમી-પ્રેમીકાએ તેની હત્યા કરી.યુપીના બંદા જિલ્લામાં પ્રેમી-પ્રેમિકા દ્વારા 8 વર્ષના બાળકની હત્યા કરવામાં આવી છે. આઠ વર્ષના બાળક પ્રિન્સનો મૃતદેહ સ્ટ્રો માં દફનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.યુપીના બાંદા જિલ્લાના બિસાંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ગુરુવારે એક મહિલા, તેના પ્રેમી અને સહાયકની ધરપકડ કરી હતી. પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ શંકર મીનાએ અહીંની ઘટનાનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે ‘મંગળવારે સવારે ચોસાડ ગામે રાજકુમાર રાજેશ કુશવાહના આઠ વર્ષના બાળ પ્રિન્સનો મૃતદેહ એક સ્ટ્રો માં દફનાવવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાની પુષ્ટિ કરવામાં આવી છે.
આ સંબંધમાં, બાળકના પડોશમાં રહેતી મહિલા સતરૂપા અને તેના બોયફ્રેન્ડ અંકિત કુશવાહા ઉપરાંત, બાળકના પિતાને ગેરમાર્ગે દોરનાર અંકિતના જીવનસાથી છોટા ગુપ્તાની પણ ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલી પ્રેમી-પ્રેમિકાનો ઉલ્લેખ કરતા એસપી મીનાએ જણાવ્યું હતું કે,સોમવારે બપોરે રાજકુમાર રમતા રમતા સતરૂપાના ઘરે પહોંચ્યો હતો, જ્યારે પ્રેમી-પ્રેમિકા વાંધાજનક પરિસ્થિતિમાં હતા, બંનેને લાગ્યું કે પ્રિન્સ લોકોને તે વિશે કહેશે.આથી બંનેએ તેને પકડી તેની ગળું દબાવી હત્યા કરી હતી. બાદમાં રાત્રે, મૃતદેહ ઘરના કેટલાક અંતરે સ્ટ્રોના ઢગલામાં છુપાયો હતો. મીનાએ કહ્યું, ‘સવારે મૃતદેહ મળ્યા બાદ અંકિતે રાજકુમારના પિતા રાજેશ કુશવાહને પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોરવા બાળકનું અપહરણ કરવા અંગે અનેક કોલ કર્યા હતા.
જાણો અન્ય સ્ટોરી.ભાવનગરમાં પોલીસ જવાને પોતાના જ ત્રણ માસૂમ સંતાનોની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખતા હાહાકાર મચી જવા પામ્યો છે. ઘરકંકાસ જેવા સામાન્ય કારણથી ત્રણ સંતાનના ગળા કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનો સામે આવ્યું છે. ટ્રીપલ હત્યાના બનાવને પગલે ભાવનગર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. હત્યારા પોલીસ જવાનને પોલીસે હિરાસતમાં લઈ લીધો છે.
પાષાણ હૃદયના માનવીના કાળજા કંપાવી દેનાર ક્રૂર ઘટના અંગે મળતી વિગત અનુસાર ભાવનગર શહેરના વિદ્યાનગર, અંદ્ય ઉદ્યોગ શાળા નજીક આવેલી પોલીસ લાઈનના બી-૧૭ વીંગ, રૂમ નં.૨૪૭ ખાતે રહેતા અને પોલીસ હેડક્વાર્ટર ખાતે આસાન કેન્દ્રમાં ફરજ બજાવતા સુખદેવ નાજાભાઈ શિયાળ નામના પોલીસ કોન્સ્ટેબલને તેના પત્ની જીજ્ઞાાબેન સાથે છેલ્લા દોઢ-બે વર્ષથી ઘરકંકાસ ચાલતો હતો.
દરમિયાનમાં આજે રવિવારે બપોરના સુમારે કોન્સ્ટેબલ તેના પત્ની અને ત્રણ સંતાનો સાથે પોતાના ઘરે હતો. ત્યારે બપોરના ૩ થી ૩-૩૦ કલાકના અરસામાં કોન્સ્ટેબલને માથે ખૂન સવાર થતાં તેણે ઘરના અન્ય રૂમમાં સૂઈ રહેલા તેમના પત્ની જીજ્ઞાાબેનને બહારથી રૂમ બંધ કરી પૂરી દીધા હતા. ત્યારબાદ પોતાના જ બાળકો ઉપર ક્ષણભરની દયા ન કરી કોન્સ્ટેબલે મોટા દાતરડા વડે તેના માસૂમ સંતાન ખુશાલ શિયાળ , ઉધ્ધવ અને મનોનિત ને ગળા કાપી નાંખી ત્રણેયની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી.
ત્રણેય સંતાનના ખૂનથી હાથ રંગ્યા બાદ હત્યારા પોલીસ જવાન પિતા સુખદેવ શિયાળ ઘરની બહાર નીકળી દાદર પર જઈને બેસી ગયો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી સંતાનોની હત્યા કર્યાની જાણ કરી હતી. આ ઘટનાથી વાકેફ થતાં ભાવનગર રેન્જ ડીઆઈજી અશોકકુમાર યાદવ, એસ.પી. જયપાલસિંહ રાઠૌર, ડીવાયએસપી મનીષ ઠાકર, નિલમબાગ પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યારા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ શિયાળની ધરપકડ કરી ત્રણેય બાળકોના મૃતદેહને પીએમ અર્થે સર ટી.હોસ્પિટલ ખસેડયા હતા. બનાવ અંગે જીજ્ઞાાબેન શિયાળએ તેના હત્યારા પતિ સુખદેવ શિયાળ સામે સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
નોંધનિય છે કે, ઘરકંકાસના પળભરના આવેશમાં આવી પોલીસ જવાને ત્રણ સંતાનોની કરેલી નિર્દયતાપૂર્વકની હત્યાને કારણે પળભરના આખો પોલીસ પરિવાર વિંખેરાઈ ગયો હતો. સમગ્ર જિલ્લામાં હાહાકાર મચાવનારી ઘટનાને પગલે પોલીસ તંત્ર સ્તબ્ધ બની ગયું હતું. ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.ઘરકંકાસના પળભરના આવેશમાં કોન્સ્ટેબલે આખો પરિવાર વિંખી નાંખ્યો, હૃદયદ્રાવક દ્રશ્યોથી પોલીસ તંત્ર સ્તબ્ધ, આઈજી, એસપી, ડિવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો.
ભાવનગરમાં આજે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સાંપ્રત સમાજને વિચારતો કરી દીધો છે. અત્યારની ભાગદોડ ભરી લાઈફમાં નાની-નાની વાતે પણ લોકો એવી ભૂલ કરી બેસતા હોય છે, જે બાદમાં પસ્તાવો કરાવે છે. ત્યારે ઘરકંકાસ હોય કે પછી બહાર કોઈ ઝઘડા આ સમયે ક્ષણિક આવેશને કાબૂમાં લેવા માટે વ્યક્તિએ પોતાના મગજના વિચારોને અલગ દિશામાં લઈ જવા તેમજ ૧૦-૧૫ મિનિટ માટે બહાર જઈ મનમાં આંડકાની ઉંધી ગણતરી કરવી જોઈએ જેથી કોઈ મોટી ઘટના બનતી રોકી શકાય છે.
વધુમાં હિંસાના બનાવોમાં હાલના સમયે જે વધારો થયો છે તેમાં સોશિયલ મીડિયા પણ કઈ કઈ ભાગ ભજવી રહ્યું છે. સોશિયલ મીડિયાના કારણે લોકોમાં અજંપો, ડિપ્રેશન, હતાશાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે માથકૂટ, હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તેમ મનોચિકિત્સક ડો.શૈલેષ જાનીએ વાતચીતમાં જણાવ્યું હતું.ક્ષણિક આવેગ માનવ માળા વિંખી નાંખે છે. તેની સાબિતી પૂરી પાડતો ચકચારી ઘટના ભાવનગરમાં સામે આવી છે. પોલીસ જવાને તેના ત્રણ માસૂમ બાળકોની હત્યા કરી નાંખી છે. તેના બે દિવસ પહેલા જ મોટા પુત્ર ખુશાલનો જન્મદિવસ ઘરે ધામધૂમથી ઉજવ્યો હતો. સૌ સગા-સબંધી પણ બર્થ ડે પાર્ટીમાં આવ્યા હતા.
પુત્રનો જન્મદિવસ હોય, ઘરના રૂમને ફુગ્ગા અને અન્ય વસ્તુઓથી શણગારવામાં પણ પોલીસ પરિવારે ખુશી અનુભવી હતી. પરંતુ આ બે દિવસ જ રહી હોય, તેમ જે ઘરમાં જન્મદિવસની ઉજવણી થઈ હતી તે જ ઘર આજે બાળકોના લોહીથી રંગાયેલું જોવા મળ્યું હતું. વધુમાં ગત ૧૯મી તારીખે માતા-પુત્ર જીજ્ઞાાબેન અને ઉધ્ધવનો પણ જન્મદિવસ ઉજવ્યો હતો તેમ પાડોશમાં રહેતા પરિવાર પાસેથી જાણવા મળ્યું છે.
પાસાણ હૃદયના માનવીને પણ હચમચાવી નાંખે તેવી પોલીસ જવાને ત્રણ સંતાનની નિર્દયતાપૂર્વક કરેલી હત્યાથી ચકચાર જાગી છે. હત્યાનું મુખ્ય કારણ પતિ-પત્ની વચ્ચેના ગૃહકલેશનું સામે આવે છે. ત્યારે પ્રાણ છોડી દીધેલા બાળકોના મૃતદેહ એક સવાલ જરૂર કરતો હશે કે, જો આવી ક્રૂરતાથી જ મારવા હતા તો જન્મ શા માટે આપ્યો.
જે બાળકોને લડાઈ-ઝઘડો શું ? તેની પણ જાણ ન હતી તે ત્રણેય ભાઈની હંમેશા માટે આંખ મિચાઈ ગઈ છે. આ હચમચાવનારી ઘટના પહેલાના દિવસોમાં ખુશાલ અને ઉધ્ધવ તેમની સોસાયટીના હમઉંમર બાળકો સાથે ખુશખુશાલ મુદ્રામાં રમતા હતા. ખૂદ તેના નાના મિત્રો પણ ખુશાલ અને ઉધ્ધવ સાથે સાઈકલમાં તેમજ અન્ય રમતો રમી મોજમસ્તી કરતા હતા.
તે પળને વાગળતા નજરે ચડયા હતા. અઢી વર્ષનો મનોનિત તો હજુ ઘોડિયામાં ઝૂલતો હતો. ત્યાં કાયમ માટે મોતની ચાદર ઓઢી લેતા હવે જે ઘોડિયામાં ખુશી ભમતી હતી, ઘોડિયામાં હિંચકે ઝુલતી હતી. તે બન્ને સાઈકલ અને ઘોડિયું ત્રણેય ભાઈના હસી અને ખૂશીના પુરાવો આપતું ઘરની બહાર પડયું છે.
ઘરના અંદરના રૂમમાં જીજ્ઞાાબેન સૂતા હતા. ત્યારે તેના પોલીસ પતિ સુખદેવ શિયાળે ત્રણ સંતાનના હત્યાના ઈરાદે પ્રથમ પત્ની સૂઈ રહી હતી. તે રૂમને બહારથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ દાતરડા વડે ત્રણેય પુત્રના ગળા કાંપી ખૂન કરી નાંખ્યા બાદ રૂમનો દરવાજો ખોલી પોતે બહાર દાદર પર જઈ બેસી ગયો હતો.જીજ્ઞાાબેન જ્યારે રૂમની બહાર નીકળ્યા ત્યારે લોહીના ખાબોચિયા વચ્ચે જમીન પર એક સાથે ત્રણેય લાડલા પુત્રના મૃતદેહ તરફ નજર કરી તો તેઓ અવાક બની ગયા હતા. જાણે તેમના પર વ્રજઘાત પડયો હોય તેમ આક્રંદ સાથે તેઓ દોડતા ઘરની બહાર નીકળી ગયા હતા.
હત્યારા પોલીસ જવાનને છેલ્લા દોઢ-બે વર્ષથી તેની પત્ની સાથે ગૃહકલેશ ચાલી રહ્યો હતો. જેના કારણે થોડા માસ પહેલા જીજ્ઞાાબેન રિસામણે પિયર પણ જતા રહ્યા હતા. બાદમાં કૌટુંબિક ઝઘડામાં સમાધાન થતાં તેઓ પરત પતિ સાથે રહેવા આવી ગયા હતા. જીજ્ઞાાબેન મુળ લોયંગા ગામના વતની છે. જ્યારે ખૂની પોલીસ જવાન તળાજાના રાણીવાડા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે.
નાની ઉંમરના ત્રણ માસૂમ બાળકોની હત્યા કરનારો પોલીસ જવાન સુખદેવ શિયાળ વર્ષ ૨૦૦૯માં પોલીસ ખાતામાં ભરતી થયો હતો. છેલ્લા પાંચેક વર્ષથી તે ભાવનગર ખાતે પોલીસ હેડક્વાર્ટર ખાતે આસાન કેન્દ્રમાં ફરજ બજાવતો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
હત્યારાને પોલીસ કસ્ટડીમાં લેવાયો,ત્રણ બાળકોની હત્યા કરી સુખદેવ શિયાળે પોતે પોતાના ક્વાર્ટરમાં ઘાતકી કૃત્ય કર્યાની ઘટનાથી પોલીસ કંટ્રોલ રૂમને વાકેફ કર્યું હતું. જેના પગલે પોલીસ કાફલાએ દોડી જઈ હત્યારા કોન્સ્ટેબલને કસ્ટડીમાં લઈ તેની સામે ધોરણસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી હોવાનું ડિવાયએસપી મનિષ ઠાકરે વાતચીતમાં જણાવ્યું હતું.